Author: Satya-Day

Lockdown1

દેશમાં રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન દરમિયાન કેટલા પ્રવાસી મજૂરોના મોત થયા હતા? જેની કેન્દ્ર સરકારને કોઈ જાણકારી નથી. સોમવારે એક પ્રશ્નનો જવાબ આપતા સરકારે સંસદમાં આ જાણકારી આપી હતી. સરકારે કહ્યું કે, આ પ્રકારના કોઈ આંકડા એકઠા કરવામાં આવ્યા નથી. આથી મૃતકોના પરિવારજનોને વળતર આપવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો. કોરોના વાઈરસ મહામારીના કારણે કેટલા લોકોએ નોકરીઓ ગુમાવી? આ બાબતે પણ સરકારે કોઈ જવાબ આપ્યો નથી. મૉનસૂન સેશનના પ્રથમ દિવસે સરકારને લેખિત પ્રશ્ન કરતા પૂછવામાં આવ્યું હતું કે,  “શું સરકારને જાણ છે કે, લૉકડાઉન દરમિયાન પોતાના ઘરે પરત ફરતાં સમયે હજારો પ્રવાસી મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો? શું સરકાર પાસે તેની કોઈ રાજ્ય પ્રમાણે…

Read More
covaxin 1140x620 1

કોરોના વાયરસે પશ્ચિમના શક્તિશાળી દેશોની ઘણી ઊણપને ઉજાગર કરી છે અને આ દેશો મહામારી સામે ઝઝૂમી રહ્યાં છે. પશ્ચિમના મોટાભાગના દેશોને ઓક્સફોર્ડ- એસ્ટ્રજેનકાની વેક્સિનથી મોટી આશા છે પરંતુ હાલમાં જ આ વેક્સિનનું ટ્રાયલ અટકાવું પડ્યું હતું. જો કે આ ટ્રાયલ ફરી શરૂ કરવાની પરવાનગી મળી ગઇ છે. ચીન માત્રે વેક્સિન તૈયાર કરવામાં જ નહી પરંતુ વેક્સિન કૂટનીતિમાં પણ આગળ વધતું જોવા મળી રહ્યું છે. કેટલાક રિપોર્ટનો દાવો છે કે, ચીન વેક્સિનની રેસમાં પણ સફળતાથી અને ઝડપથી આગળ વધી રહ્યું છે બ્રિટિશ ટેલિગ્રાફમાં છપાયેલ રિપોર્ટ મુજબ પહેલીવાર અન્ય દેશના વૈજ્ઞાનિક હવે આ થિયરી પર ગંભીરતાથી વિચાર કરી રહ્યાં છે. કદાચ પહેલી…

Read More
cororna

સુરત : જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે..આજે નવા 102 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા 5867 નોંધાઈ છે. બારડોલીમાં સૌથી વધુ કોરોનાના 21 કોરોનાના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે.  જો કે નવા 77 દર્દીઓ સાજા થઈ જતા તેમને રજા અપાઈ છે. જિલ્લામાં આજે નવા 427 વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરાતા લોકોમાં ભયનો ફેલાયો છે. જિલ્લામાં દાખલ દર્દીઓની સંખ્યા 966 નોંધાઈ છે. જિલ્લામાં આજે બારડોલીના 78 વર્ષના પુરુષ અને માંગરોળના 45 વર્ષના પુરુષનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે. જિલ્લામાં નોંધાયેલા કેસ – ચોર્યાસી – 23 ઓલપાડ – 14 કામરેજ – 15 પલસાણા- 21 બારડોલી -…

Read More
school

કોરોના મહામારી વચ્ચ પણ શાળા સંચાલકોએ વાલીઓને હેરાન કરવાનો એતક પણ રસ્તો બાકી રાખ્યો નથી. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો શિક્ષણથી નંતિત ન રહી જાય તે માટે આરટીઈ હેઠળ શરૂ કરવામાં આવેલી પ્રવેશ પ્રક્રિયામાં પણ સંચાલતો પોતાની મનમાની ચલાવી રહ્યા છે. આરટીઈ પ્રવેશના પ્રથમ રાઉન્ડની જાહેરાત થયા બાદ પ્રવેસ લેવા જતા વાલીઓ પાસે એડમિડ કાર્ડ સિવાયના પણ અન્ય દસ્તાવેજો માંગી પ્રવેશ ન આપવીને હેરાનગતી કરવામાં આવે છે. સુરત વાલીમંડળ દ્વારા શાળાઓની દાદાગીરી અંગે સુરત ડીઈઓને ઈ-મેઈલ મારફતે આવેદનપત્ર આપીને શાળા વિરુદ્ધ યોગ્ય પગલા લેવા માંગ કરી છે. આરટીઈ હેઠળ શરૂ કરવામાં આવેલી પ્રવેશ પ્રક્રીયામાં પ્રવેશ ફોર્મ ભરવાની મુદ્દત પુરી થતા…

Read More
orig vasa 1600023645

મુળ અમરેલી જિલ્લાના અને વરાછામાં વિનામૂલ્યે ટિફિન સેવા આપતાં વરાછાના પ્રકાશ ભાલાણી તેમજ અન્ય 5 ભાગીદારો સમક્ષ તેમનાં વતનનું એક પરિવાર મદદ માટે આવ્યું હતું. બજારની સ્થિતિએ મંદીના ખપ્પરમાં સપડાયેલાં પરિવારની લાચારીથી તેમની આંખો પહોળી રહી ગઇ હતી. તમામે વતનનું ઋણ ઉતારવાનું નક્કી કરી રત્નકલાકાર સહિત સૌરાષ્ટ્રવાસીઓની કફોડી સ્થિતિમાં કોઇ પણ રીતે મદદનો હાથ લંબાવવાનું નક્કી કર્યું હતું એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ બેકારીથી તૂટેલી આર્થિક કમર નાના પરિવારના મોભીઓને આપઘાત કરવા તરફ દોરી જતી હતી. આવો જ એક પરિવાર થોડા દિવસો પહેલા મોટા વરાછા નજીક વેલંજા ખાતેની એક પ્રોજેક્ટ સાઈટ ઉપર આવ્યો અને પરિવારના મોભીએ બિલ્ડરને પૂછ્યું કે,…

Read More
corona lockdown close 660 150420020538 250420042257

કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા કેસોને જોતા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ દેશમાં  ત્રણ અઠવાડિયા માટે લોકડાઉનની જાહેરાત કરી છે. દરમ્યાન સંક્રમણને રોકવા માટે શાળાઓ અને દુકાનો બંધ રખાશે. શુક્રવારથી શરૂ થનાર આ કોરોના લોકડાઉન દરમ્યાન ઇઝરાયલી લોકોની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. નેતન્યાહુએ કહ્યું, ‘અમારું લક્ષ્ય કોરોના વાયરસને રોકવાનું અને સંક્રમણની સંખ્યાને ઘટાડવાનું છે. હું જાણું છું કે આ પગલાં માટે આપણે બધાએ એક મોટી કિંમત ચૂકવવી પડશે. આ કોઈ રજાઓ નથી કે લોકો સામાન્ય રીતે ટેવાયેલા છે.’ ઇઝરાયલમાં કોરોના વાયરસ ફેલાયા બાદ આ બીજીવાર લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે કોરોના સંક્રમણનો દર ઓછો થઇ જાય છે પરંતુ દેશના અર્થતંત્ર…

Read More
p087jh7m

ચીનની સરકાર (People’s Republic of China) સાથે સંકળાયેલી એક મોટી ડેટા કંપની 10,000 ભારતીય લોકો અને સંગઠનો પર નજર રાખી રહી છે. આમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Defense Minister Rajnath singh), રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)- તેમનો પરિવાર, કેબિનેટના અનેક પ્રધાનો અને મુખ્ય પ્રધાન શામેલ છે. ન્યાયિક (judicial), વ્યવસાય (Commercial), રમતો (Sports), મીડિયા (Media), સંસ્કૃતિ (Cultural) અને રાહતથી લઈને દરેક ક્ષેત્રના લોકો ચીનની નજરમાં છે. ગુનાહિત કેસના આરોપીઓ (criminals) ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. ત્રણેય સૈન્યના 15 પૂર્વ વડાઓ પર ચીનની નજર: રિપોર્ટ અનુસાર…

Read More
download

ગુગલએ ખાસ ડુડલ બનાવ્યુ છે. આજના ડુડલ કોરોના વોરિયર્સ માટે બનાવ્યુ છે, જેઓ કોરોના વાઇરસની લડાઇમા ફ્રન્ટલાઇન પર કાર્યરત છે. એટલે કે કોરોના વોરિયર્સનો ગુગલે આજે ડુડલના માધ્યમથી આભાર માન્યો છે. ગુગલએ પોતાના ડુડલમા ડૉકટર, નર્સ, ડિલીવરી સ્ટાફ, ખેડુત, શિક્ષકો, વૈજ્ઞાનિકો, સ્વચ્છતા કાર્યકરો, કરિયાણાના કર્મચારીઓ અને ઇમરજન્સી સેવાના કર્મચારીઓ સહિત એક રચનાત્મક ડુડલની સાથે બધા કોરોના વાઇરસના સહાયકને થેંકયૂ કહ્યુ છે. આ વખતે ડુડલ એ ડૉક્ટર અને મેડિકલ સ્ટાફ માટે છે જેઓ પોતાના જીવના જોખમે લોકોને કોરોનાથી બચાવે છે. આ ડુડલમા ડૉકટર અને મેડિકલ સ્ટાફે તેના આ કાર્ય માટે આભાર વ્યક્ત કર્યો. દુનિયાભરમા કોરોના વાઇરસથી પ્રભાવિત થયા બાદ લોકો મહામારી…

Read More
cr 3 7

સુરતમાં  કોરોના વાયરસનો કહેર વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છેે. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખનો બીજો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ગઈકાલે કરાયો બીજો rtpcr ટેસ્ટ હતો. તે પણ પોઝિટીવ આવતા પરિવારજનોમાં હાલ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાલ apolo હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. મહત્વપૂર્ણ છે કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમ્યાન સતત રેલી અને સભાઓ કરતા તેઓ કોરોના સક્રમિત થયા. જેથી તેઓ સુપરસ્પ્રેડર પણ બન્યા.. ત્યારે તેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Read More
Lockdown in odisha 620x430 1

કોરોના સંક્રમણને અટકાવવા લોકોએ વર્તમાન પરિસ્થિતિને જાતે જ સમજવી પડશે. એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે તો અનલોક જાહેર કરી દીધું છે. પરંતુ હવે કોરોના પર કાબુ મેળવવા લોકો સ્વયંભૂ લોકડાઉન કરી રહ્યાં છે. જેમાં આજે રાજકોટ, ખેડબ્રહ્મા અને જૂનાગઢમાં લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. સ્વયંભૂ લોકડાઉનની જો વાત કરીએ તો સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વેપારીઓએ સ્વંભૂ લોકડાઉનનો નિર્ણય કર્યો છે. વેપારીઓએ 14થી 21 સપ્ટેમ્બર સુધી બજારોને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજકોટના સોની બજારમાં પણ એક અઠવાડિયાનું સ્વયંભૂ લોકડાઉન રાખવામાં આવ્યું છે. તારીખ 19 સપ્ટેમ્બર સુધી રાજકોટનું સોની બજાર સંપૂર્ણ બંધ રહેશે. તો બીજી બાજુ જૂનાગઢના માણાવદરના કોયલાણા ઘેડ…

Read More