Author: Satya-Day

untitled 2 5881111 835x547 m

રાજ્યમાં કોરોનાની સ્થિતિ ધીમે ધીમે બગડતી જાય છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બાદ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત લથડતા તેમને દાખલ કરાયા છે. અમદાવાદથી ત્રણ કોરોના એક્સપર્ટ ડોક્ટર ચાર્ટડ ફલાઈટમાં રાજકોટ પહોંચશે. કેબિનેટ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચૂડાસમા સાથે અમદાવાદના ત્રણ ડોક્ટરોને મુખ્યમંત્રીના આદેશ બાદ રાજકોટ મોકલવામાં આવ્યા છે. આ ત્રણ ડોક્ટરોની ટીમ અભય ભારદ્વાજની ટ્રીટમેન્ટ કરશે. નોંદનીય છે કે અમદાવાદ, સુરત બાદ હવે રાજકોટમાં પણ કોરોનાએ માજા મુકી છે. નેતાઓ પર જાણે કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ પોઝિટીવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. અભય ભારદ્વાજની તબિયત લથડતા તેમને હાલ સારવાર અર્થે ખસેડાયા છે.

Read More
9 5 2

સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે. લોકસભામાં રક્ષામંત્રી રાજનાથ સિંહે લોકસભામાં ચીન અને સરહદ વિવાદ પર નિવેદન આપ્યુ હતું કે  પીએમ મોદીએ બહાદુર જવાનો સાથે મુલાકાત કરી હતી  અને સંદેશો આપ્યો હતો કે દેશવાસીઓ વીર જવાનોની પડખે છે. મે પણ શૂરવીરોની સાથે સમય વિતાવ્યો છે. આજે હું આ સદનમાં લદાખની સ્થિતિથી સભ્યોને માહિતગાર કરવા આવ્યો છું. ચીને લદાખમાં બહુ પહેલેથી કેટલાક વિસ્તારો પર કબ્જો જમાવ્યો હતો. આ ઉપરાંત પાકિસ્તાને ચીનને પીઓકેની પણ કેટલીક જમીન સોંપી દીધી. ચીન માને છે કે ટ્રેડિશનલ લાઈન અંગે બંને દેશોની અલગ અલગ વ્યાખ્યા છે. બંને દેશ 1950-60ના દાયકાથી તેના પર વાત કરી રહ્યાં હતાં પરંતુ કોઈ…

Read More
earth

બ્રિટનની કાર્ડિક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ધરતી પર ફૉસ્ફીન ગેસ ઔદ્યોગિક રીતે બનાવવામાં આવે છે અથવા તો એવા સૂક્ષ્મ જીવોથી બને છે. જે ઑક્સીજન વાળા વાતાવરણમાં રહે છે. વૈજ્ઞાનિકો ઘણાં લાંબા સમયથી શુક્રના વાદળોમાં જીવનના સંકેત શોધી રહ્યાં છે. વૈજ્ઞાનિકોને શુક્ર ગ્રહના વાદળોમાં ફૉસ્ફીન ગેસના અણુઓની ઓળખ કરી છે. અણુની ઉપસ્થિતિને પાડોશી ગ્રહના વાતાવરણમાં સુક્ષ્મ જીવો હોવાનો સંકેત માનવામાં આવી રહ્યો છે. ફૉસ્ફીનમાં હાઈડ્રોજન અને ફૉસ્ફોરસ હોય છે. શુક્રના વાદળોમાં ગેસનું હોવું, ત્યાંના વાતાવરણમાં સુક્ષ્મ જીવોની હાજરીના સંકેત આપી રહ્યાં છે. આ શોધ માટે વૈજ્ઞાનિકોએ પહેલા જેમ્સ ક્લર્ક મેક્સવેલ ટેલિસ્કોપ (GCMT)નો ઉપયોગ કર્યો હતો. જે બાદ ચિલીમાં 45 ટેલિસ્કોપ…

Read More
nitin

ગુજરાતમાં શાળાઓ શરૂ કરવાને લઇને ડે. સીએમ નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, “શાળાઓ શરૂ કરવા મુદ્દે સંકલન બાદ અમે નિર્ણય કરીશું. રાજ્ય સરકાર તમામ વિચારણા કરીને આ મામલે નિર્ણય કરશે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અને કોવિડ-19ની પરિસ્થિતિના આધારે આ નિર્ણય લેવામાં આવશે.” કમલમ ખાતે સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાના અધ્યક્ષ સ્થાને આજે ભાજપ પ્રદેશ કાર્યાલયમાં એક બેઠક યોજાઇ હતી. જેમાં PM મોદીના જન્મદિવસને લઇને સમગ્ર દેશમાં ચાલી રહેલા સેવા સપ્તાહના કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નીતિન પટેલે શાળાઓ ખુલવા અંગે નિવેદન આપતા જણાવ્યું કે, “શાળાઓ શરૂ કરવા મામલે સંકલન બાદ નિર્ણય કરવામાં આવશે. આ અંગે રાજ્ય સરકાર તમામ વિચારણા…

Read More
cororna

કોરોના કેસમાં અમેરિકા પછી ભારત બીજે નંબરે આવી રહ્યાના અણસાર મળી રહ્યા હતા. બીજી સપ્ટેંબરથી રોજ સરેરાશ હજાર વ્યક્તિનાં મરણ થઇ રહ્યાં હતાં. છેલ્લાં ચોવીસ કલાકમાં દેશમાં 83,809 નવા કેસ થયા હતા. આ પહેલાં 11મી સપ્ટેંબરે ચોવીસ કલાકમાં 97,570 કેસ થયા હતા. જો કે છેલ્લા ચોવીસ કલાકમાં 79, 2929 દર્દી સાજા થઇને ઘેર પાછા ફર્યા હતા એ સારા સમાચાર હતા 38 લાખ 59 હજાર લોકો સાજા થઇ ગયા કેન્દ્રના આરોગ્ય ખાતાએ જણાવ્યા મુજબ હવે દેશમા કોરોના સંક્રમિતોનો આંકડો 49 લાખ 30 હજારથી વધુ થઇ ગયો હતો. એમાંના 80 હજાર 776 લોકોનાં મરણ થઇ ચૂક્યાં હતાં. એક્ટિવ કેસની સંખ્યા 9 લાખ…

Read More
jaya bachchan 1

લોકસભા બાદ રાજ્યસભામાં પણ આજે બોલીવુડમાં (Bollywood) ડ્રગ્સનો મુદ્દો ઉપડ્યો હતો. રાજ્યસભામાં જયા બચ્ચને કહ્યું કે, ‘મનોરંજન જગતના લોકોને સોશિયલ મીડિયા દ્વારા ઉશ્કેરવામાં આવી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીમાં તેમનું નામ કમાવનારા લોકોએ તેને ડ્રેઇન કહ્યું છે. હું આ માટે સંપૂર્ણ રીતે અસહમત છું. હું આશા કરું છું કે સરકાર આવા લોકોને આવી ભાષાનો ઉપયોગ ન કરવા કહેશે.’ જયા બચ્ચને લોકસભામાં સોમવારે બોલીવુડમાં ડ્રગ્સનો મુદ્દો ઉઠાવવા પર નારાજગી વ્યક્ત કરી હતી. જયા બચ્ચને વગર કોઈનું નામ લીધા કહ્યું હતું કે કેટલાક લોકો ‘જે થાળીમાં ખાય છે તેમાં જ છિદ્રો કરે છે’. જયાએ કહ્યું કે, થોડા લોકો માટે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બદનામ નહીં…

Read More
bank 03 money

હાઈકોર્ટમા ંચાલતા કેસને પગલે રાજ્ય સરકારે નોન ટેકનિકલ અને નોન પ્રોફેશનલ કોર્સીસની કોલેજો માટે હંગામી કમિટી રચી છે.આ ફી  કમિટી સરકારને વિગતવાર અભ્યાસ કરીને રિપોર્ટ આપશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં આવેલી નોન પ્રોફેશનલ અને નોન ટેકનિકલ કોર્સની ખાનગી કોલેજો તથા અને ખાનગી યુનિ.ઓમાં ફી ઘટાડાને લઈને આજે એક કમિટી રચવામા આવી છે. આ કમિટી મેડિકલ,પેરામેડિકલ તથા ઈજનેરી-ફાર્મસી સહિતના ટેકનિકલ અને પ્રોફેશનલ કોર્સ સિવાયના અન્ય કોર્સ જેવા બી.કોમ,બીબીએ-બીસીએ અને બીએસસી સહિતના નોન પ્રોફેશનલ કોર્સ માટે ફી ઘટાડાને લઈને અભ્યાસ કરી સરકારને ભલામણો કરશે.આ કમિટીમાં અધ્યક્ષ તરીકે નિવૃત હાઈકોર્ટ જજને નિમવામા આવ્યા છે.જેઓ હાલની ટેકનિકલ ફી રેગ્યુલેશન કમિટી પણ અધ્યક્ષ…

Read More
17 15

કોરોનાની કામગીરી દરમિયાન ક્વોરન્ટાઈન કરવામા આવતા ડોક્ટરો અને હેલ્થ કર્મચારીઓએ ક્વોરન્ટાઈનનો સમયગાળો રજા તરીકે ગણવામા આવતા હોવાથી હોબાળો મચાવ્યો હતો.આ મુદ્દે કોર્ટમાં પીટિશન પણ થઈ હતી અને ત્યારબાદ અંતે રાજ્ય સરકારે પણ હવે ડોક્ટરો અને હેલ્થ સ્ટાફના કોરન્ટાઈન સમયગાળાને રજા તરીકે ન ગણવા નિર્ણય કર્યો છે. સુપ્રીમકોર્ટમાં થયેલી પીટિશનના કેસમાં સુનાવણી દરમિયાન ડોક્ટરો અને હેલ્થ વર્કરને કોવિડ-19ની ફરજ દરમિયાન કવોરન્ટાઈન કરવામા આવેલ સમયગાળો અમુક કિસ્સામાં રજા તરીકે ગણેલ બાબતોને મુદ્દો ઉઠાવવામા આવ્યો હતો.જે સંદર્ભે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા ક્વોરન્ટાઈન કરવામા આવેલ સમયગાળો હવે ઓન ડયુટી ગણવા માટે નિર્ણય કરવામા આવ્યો છે. જેને પગલે હવે આરોગ્ય વિભાગ દ્વારા જે…

Read More
PM Modi1

કેન્દ્ર સરકાર પોતાની 20 કંપનીઓ સહિત અન્ય છ કંપનીઓને બંધ કરવાનો પણ વિચાર કરી રહી છે. વિત્ત રાજ્યમંત્રી અનુરાગસિંહ ઠાકુરે આ વાત કહી હતી. લોકસભામાં એક લેખિત જવાબમાં તેઓએ કહ્યું કે, આ કંપનીઓમાં રણનીતિક વિનિવેશની પ્રક્રિયા વિભિન્ન તબક્કાઓમાં છે. તેઓએ કહ્યું કે, સરકાર સ્ટ્રેટેજિક સ્ટેક સેલ અને માઈનોરિટી સ્ટેક ડાઈલ્યુશન મારફતે વિનિવેશની નીતિ ચલાવી રહી છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, નીતિ આયોગે સરકારી કંપનીઓના વિનિવેશ માટે અમુક શરતો નક્કી કરી છે. તેના આધારે સરકારે 2016થી 34 કંપનીઓમાં રણનીતિક વિનિવેશને મંજૂરી આપી છે. તેમાંથી 8 મામલાઓમાં આ પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે, 6 કંપનીઓને બંધ કરવાનો પણ વિચાર કરવામાં આવી રહ્યો…

Read More
UGC NET

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સોમવારે જાહેરાત કરી હતી કે NET (National Eligibility Test) ની 16થી 25 સપ્ટેમ્બર દરમિયાન લેવાનારી પરીક્ષાઓ હવે 24 સપ્ટેમ્બરથી યોજાશે, હકીકતમાં આ પરીક્ષાઓની તારીખ ભારતીય કૃષિ સંશોધન પરિષદની પરીક્ષા (Indian Council of Agricultural Research – ICAR)ની તારીખો સાથે કલેશ (clash) થતી હતી. NTAએ કહ્યુ કે ICARની પરીક્ષા 16,17,22 અને 23મીએ યોજાનાર છે. આવામાં NET પણ જો તેના પૂર્વ નિશ્ચિત માળખા મુજબ 16થી 25 સપ્ટેમ્બર દરમિયાન જ યોજાશે તો જે વિદ્યાર્થીઓ આ બંને પરીક્ષાઓમાં ભાગ લેવા માંગતા હોય તેમને અન્યાય થશે. અને એવુ ન થાય એ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NETની પરીક્ષાઓની તારીખ પાછળ ધકેલી છે. દેશમાં જે…

Read More