Author: Satya-Day

nitin gadkari 1593658987

નેતાઓ પર જાણે કોરોનાનું ગ્રહણ લાગી ગયું હોય તેમ હવે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ નોંધાયો છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ બુધવારે જણાવ્યું હતું  તેમનો કોરોના રિપોર્પોટ પોઝિટીવ આવ્યો છે અને તેઓ સેલ્ફ આઈસોલેટ થયા છે. ટ્વિટર પર તેમણે જણાવ્યું હતું કે કહ્યું, “ગઈકાલે હું નબળાઇ અનુભવી રહ્યો હતો અને મેં ડોક્ટરની સલાહ લીધી હતી.  તપાસ દરમિયાન મને કોવિડ -19 પોઝિટિવ આવ્યો છે. મારી સાથે આપ સૌની શુભેચ્છા અને આર્શીવાદ છે. 

Read More
best online learning platform 3577504 835x547 m

‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હે’, શહેરની વનિતા વિશ્રામની પી.ડી. વિદ્યાકુંજના ગુજરાતી માધ્યમના શાળાના શિક્ષકોએ ચાણક્યના આ શબ્દોને યથાર્થ કર્યા છે. કોરોનાની મહામારીમાં એક તરફ વાલીઓ અને શાળાઓ વચ્ચે ફી નો વિવાદ વણસ્યો છે તો બીજી તરફ શિક્ષકોએ બાળકોનો હાથ છોડ્યો નથી. છેલ્લા ત્રણ મહીનાથી શિક્ષકો સમયસર બાળકોને ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે. જે વાલીઓ પાસે સ્માર્ટફોનની સુવિધા નથી તેવા વાલીઓના બાળકોને સામાન્ય ફોન દ્વારા પણ શિક્ષકો તમામ વસ્તુઓ પ્રેક્ટીકલ સમજાવીને તેમનું ઓનલાઈન શિક્ષણ આગળ વધારી રહ્યા છે. સ્માર્ટફોન વગર પણ ઓનલાઈન શિક્ષણ શક્ય છે તે આ શાળાના શિક્ષકોને સાબિત કર્યું છે. શિક્ષકો…

Read More
vnsgu 5068475 835x547 m

સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. માં પરીક્ષા પહેલા જ વોટ્સઅપમાં ફરતા થયેલા એમકોમ સેમેસ્ટર-4 ના અકાઉન્ટીંગના પેપરને લઈને વિદ્યાર્થીઓ સંગઠનો દ્વારા ન્યાયની માંગ ઉઠી છે. એમ.કોમ સેમ-4 ની પરીક્ષા આપનાર 1200 થી વધારે વિદ્યાર્થીઓના ભાવિ પર પ્રશ્ન ઉભો થયો છે. જો કે પેપર લીકની ઘટના બાદ નર્મદ યુનિ. દ્વારા તપાસ કમિટીની નિમણૂક કરીને તપાસ હાથ ધરાતા આ વાયરલ થયેલું પેપર અંકલેશ્વરની કડકીયા કોલેજનું હોવાનું સામે આવતા કડકિયા કોલેજના પેપર સેટર પ્રોફેસર અરવિંદ પટેલ પાસે આ અંગે ખૂલાસો માંગવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પેપર લીકની ઘટના અંગે નર્મદ યુનિ. માં આજે ફરી એક વખત તપાસ કમિટીની બેઠક મળશે.…

Read More
838240 school vans dna

શાળા ખૂલવા અંગે સરકાર દ્વારા મહત્વનો નિર્મય લેવાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા ધોરણ 9 થી 12 માં આંશિક રીતે માર્ગદર્શન માટે વાલીની લેખિત મંજૂરી સાથે શાળાઓ શરૂ કરવા નિર્દેશિકાઓ જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર દ્વારા આપેલી ગાઈડલાઈનમાં પણ શાળાઓ ખોલવા બાબતે મરજિયાત ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. જે મામલે કેબિનેટમાં શાળાઓના ખોલવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કોવિડની સ્થિતિને ધ્યાનમાં લઈ શાળાઓ ના ખોલવા માટેનો નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે. પાંચ દિવસના વિધાનસભા સત્રને લઈ કેબિનેટમાં મહત્વની ચર્ચા કરવામાં આવી છે. સત્ર દરમિયાન 24 બિલો લાવવાની સાથે કલમ 120 હેઠળ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોવિડ દરમિયાન મહત્વની કામગીરી…

Read More
1250653

હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીમાં કોરોનાથી બચવા માટે માસ્ક જ હાલ કવચ બન્યા છે.   ના એક યુવકે આયુર્વેદિક માસ્ક બનાવ્યું છે. આ વિદ્યાર્થી અને તેના ગાઈડ દ્વારા તુલસી, લીમડા, અડુસી મજીસ્થામાંથી આયુર્વેદિક માસ્ક બનાવ્યું છે. આ માસ્કની ખાસિયત એ છે કે તેને 50 વાર ધોઈને પહેરી પણ શકાય છે, છતાં તેની ગુણવત્તા તેટલી જ રહેશે. હાલમાં સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારીથી ઝઝૂમી રહ્યું છે. તેનાથી બચવા માટે અવનવા નુસ્ખા અજમાવવામાં આવી રહ્યા છે, ત્યારે સુરતના એક યુવાને કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે આયુર્વેદિક માસ્ક બનાવ્યું છે. સુરતના જાપા બજાર વિસ્તારમાં રહેતા મુર્તુજાએ બરોડાની એમ એસ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે. મુર્તુજાએ તેમના ગાઈડ અને…

Read More
1 46

શહેરમાં હવે તમામ ધંધા-રોજગાર શરૂ થઈ ચૂક્યા છે. પ્રાઈવેટ ઓફિસોમાં (Private Office) પણ હવે ફુલ સ્ટાફ આવી રહ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં કોરોનાનું સંક્રમણ ન વધે એ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ઓફિસ-વર્ક પ્લેસ (Work Place) માટે પણ એસ.ઓ.પી. (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જાહેર કરાઈ છે. જેમાં કંપનીના કર્મચારીઓએ શું તકેદારી રાખવી અને સંક્રમણને ફેલાતું રોકવા માટે કેવાં પગલાં લેવા એ અંગે જણાવાયું છે. ઓફિસ (Office) અને અન્ય કામના સ્થળે વર્ક સ્ટેશન, લિફ્ટ, દાદરા, પાર્કિંગ, કેફેટેરિયા, મીટિંગ રૂમ જેવા કોમન સ્પેસનો ઉપયોગ થાય છે અને તે સામાન્ય રીતે ક્લોઝ્ડ એન્વાયરમેન્ટમાં હોય છે. તેથી કોવિડ-૧૯ના સંક્રમણની સંભાવના પણ વધી જાય છે. જેથી ઓફિસમાં…

Read More
cinema tickit

કોરોન મહામારીને કારણએ સમગ્ર દેશમાં છેલ્લા છ મહીનાથી જ તમામ સિનેમા હોલ બંધ છે. લોકડાઉન હટાવ્યા બાદ એક પછી એક એમ 4 અનલોક આવી ગયા છે પરંતુ હજુ સુધી સિનેમા હોલ કે થિયેટર્સને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. જોકે હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, સમગ્ર દેશમાં ટૂંકમાં જ સિનેમા હોલ ખુલવાના છે. મીડિયા અહેવાલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, 1 ઓક્ટોબરથી સમગ્ર દેશમાં સિનેમા હોલ ફરીથી ખુલી જશે. સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ આ વાયરલ મેસેજને લઈને એક ટ્વીટ કરીને ખુલાસો કર્યો છે. પીઆઈબી ફેક્ટ ચેક પર…

Read More
shrimati rasilaben sevantilal shah venus hospital rampura surat hospitals ccpr26e4hh

કોરોના સામેની લડાઈ દરમિયાન દેશ સતત પોતાની આરોગ્ય સુવિધાઓમાં સુધારો કરી રહ્યો છે. સારી બાબત એ છે કે દેશમાં જ્યાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા 9,90,061 છે તો અત્યાર સુધી  38,59,399 કોરોના દર્દી સાજા થઈ ચુક્યા છે. આટલી મોટી સંખ્યામાં વિશ્વના કોઈ પણ દેશમાં કોરોનાના દર્દીઓ સાજા થયા નથી. આરોગ્ય મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી છે. આરોગ્ય મંત્રાલય પ્રમાણે, અત્યાર સુધી દેશમાં 5 કરોડ 80 લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સેક્રેટરી રાજેશ ભૂષણે જણાવ્યુ કે, પાછલા સપ્તાહે 76 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો એક્ટિવ કેસની સંખ્યા દેશના કુલ કેસના માત્ર 1/5 છે. તેમણે કહ્યું, દેશમાં 5…

Read More
Corona 1 1

સુરતમાં અઠવા અને રાંદેર ઝોન હજી પણ સૌથી વધુ પોઝીટીવ કેસ બહાર આવી રહ્યાં છે. સુરત મ્યુનિ.ના આઠ ઝોનમાંથી માત્ર બે ઝોન એવા છે જેમાં બે હજાર કરતાં ઓછા પોઝીટીવ કેસ છે. જ્યારે બે ઝોનમાં પોઝીટીવ કેસનો આંકડો ત્રણ હજારને પાર કરી ગયો છે,મ્યુનિ.ના ચાર ઝોનમાં બે હજાર કરતાં વધુ પોઝીટીવ દર્દીઓ છે. સુરત મ્યુનિ. વિસ્તારમાં આજના ૧૫૫ કેસ સાથે કુલ કેસ 18092 થઈ ગયાં છે જેમાંથી 16742 લોકો સારા થતાં 88.6 ટકા રિકવરી રેઈટ થયો છે. જ્યારે આજે એક મોતની સાથે અત્યાર સુધીમાં સુરતમાં કોરોનાએ ૬૫૧ લોકોનો ભોગ લીધો છે. સુરતમાં કોરોના પોઝીટીવની સંખ્યામાં વધારો થવા સાથે હવે રિકવરી…

Read More
GUJARATRAIN

રાજ્યના રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. આ વેબીનારમાં આગામી પાંચ દિવસમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શકયતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. વેધર વોચ ગૃપના વેબીનાર બાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મિડીયાને વિગતો આપતા રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યુ કે, આજે સવારે 6 થી બપોરના 12 સુધી 5 તાલુકાઓમાં 1 મીમીથી લઇ 6 મીમી સુધી વરસાદ નોધાયો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ 6 મીમી વરસાદ વરસ્યો છે. રાજયમાં અત્યાર સુધી તા.15/09/2020 અંતિત 1051.22 મીમી વરસાદ પડ્યો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ…

Read More