Author: Satya-Day

pti

મોદી સરકારના વધુ એક કેન્દ્રીય મંત્રી કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્યમંત્રી પ્રહલાદ સિંહ પટેલ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મંત્રીએ ખૂદ આ અંગે જાણકારી આપતા ટ્વિટ કરી કે, “ગઈકાલે રાત્રે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ સાવચેતી રાખે. ” ઉલ્લેખનીય છે કે, મોદી સરકારમાં સામેલ અનેક મંત્રીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાં અમિત શાહ, ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્ર સિંહ શેખાવત, શ્રીપદ નાઈક અને સુરેશ અંગડી સામેલ છે.

Read More
shrimati rasilaben sevantilal shah venus hospital rampura surat hospitals ccpr26e4hh

સુરતમાં  કોરોનાના વધતા જતા કેસને લઈ મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી કોરોના પોઝિટિવ વ્યક્તિએ વિઝીટ કરી હોય તે સ્થળ 48 કલાક માટે બંધ કરાશે. એટલું જ નહિ તે સ્થળ ડિસઇન્ફેક્શન કરવામાં આવશે. એક કરતાં વધુ પોઝિટિવ કેસવાળી ઓફિસોને પણ 48 કલાક માટે બંધ કરવામાં આવશે. સુરત શહેરમાં વધતા કોરોના પોઝિટિવ દર્દીઓ મામલે એસએમસીનું તંત્ર વધુ સતર્ક બન્યું છે અને સુપર સ્પ્રેડર્સ (super spreader) ની શોધખોળ વધુ ઝડપી ગતિથી કરવામાં આવી છે. જેમાં માત્ર 5 દિવસમાં 43 સુપર સ્પ્રેડર્સને શોધી કઢાયા છે. સુપર સ્પ્રેડર્સને શોધવા માટે મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યું છે અને મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સુપર સ્પ્રેડર ટેસ્ટિંગ…

Read More
covid 19

ગુજરાતમાં દૈનિક કેસો રાજ્યમાં 1300ને પાર થઈ ગયા છે. જોકે, આ બધાની વચ્ચે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ 3 જ એક્ટિવ કેસો છે. ત્યારે આ જિલ્લો ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 429 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4 લોકોના કોરોનાથી મોત થયા છે. આ સિવાય પોરબંદર, તાપી, ડાંગમાં કોરોનાના એક્ટિવ કેસો 50થી ઓછા છે, જેને કારણે આ જિલ્લાઓમાં પણ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. રાજ્યમાં ગઈ કાલે વધુ 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3259 પર પહોંચ્યો છે.…

Read More
CHA 1

ચાની કીટલીઓ પર પર માસ્ક પહેર્યા વગર લોકોની ભીડ અને સોશિયલ ડિસ્ટન્સીંગનો અભાવ હોવાની ફરિયાદ ઘણીવાર ઉઠવા પામી છે ત્યારે આજે મનપાએ મણીનગર, ઇસનપુર અને પશ્ચિમના વિસ્તારોમાં ચાની કીટલીઓ બંધ કરાવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે, હજુ સુધી તંત્ર દ્વારા કેટલા દિવસ માટે બંધ કરવામાં આવી તેવી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. શહેરમાં વધી રહેલા જીવલેણ કોરોના વાયરસના કેસ વચ્ચે મનપા દ્વારા ચાની કીટલી પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં જે કીટલી પર વધુ ભીડ દેખાય ત્યા કીટલી બંધ કરાવવામાં આવી છે. શહેરમાં કોરોના વધુ ન વકરે તે માટે મનપા દ્વારા તવાઈ શરૂ…

Read More
1 1591694219

વડોદરામાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં એક પછી એક નેતાઓ ોકરોનાના ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભરત ડાંગરે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે. ભરત ડાંગર હાલમાં બેંક ઓફ બરોડાના ડાયરેક્ટર છે. ભરત ડાંગરે તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. ભરત ડાંગરના સમર્થકો અને મિત્રો ચિંતિત થયા છે.

Read More
raj 4 1

રાજસ્થાનના કોટામાં ૩૫ પ્રવાસીઓ વાળી હોડી ચંબલ નદીમાં ડુબી જતાં ૧૨ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ચાર લોકો ગૂમ થયા છે, અન્ય ૧૯ લોકોને બચાવી લેવાયા છે. અગાઉથી જ તૂટેલી હોડીમાં બેઠેલા ૩૫ પ્રવાસીઓમાં ૧૨ મહિલાઓ અને છ બાળકો હતા. ઘટનાસ્થળે પહોંચેલી બચાવ ટુકડીએ ૧૯ પ્રવાસીઓને સુરક્ષિતપણે બહાર કાઢ્યા હતા. જ્યારે એમાનાં અન્ય ૧૨ પ્રવાસીઓની લાશ મળી આવી હતી. અન્ય ચાર લોકો હજી લાપતા છે. પરિસ્થિતિ એવી હતી કે કોટાથી તબીબોની ટીમને બોલાવીને સ્થળ પર જ લાશના પોસ્ટમોર્ટમની વ્યવસ્થા કરવી પડી. જિલ્લા કલેકટર અને પોલીસ અધિક્ષકે ઘટના સ્થળે બચાવકાર્યનું નિરીક્ષણ કર્યું હતુ. આ દુર્ઘટનામાં ૩૫ ભાવિકો પહેલેથી તૂટેલી હોડીમાં…

Read More
cororna

આજે સાંજે વડોદરાવી એસએસજી હોસ્પિટલમાં કોરોની ટ્રીટમેન્ટ માટે દાખલ ૩૫ વર્ષના યુવકનું મોત થયુ છે. છેલ્લા ચાર દિવસમાં યુવા વયે કોરોનામાં મોત થયુ હોય તેવો આ બીજો કિસ્સો છે જે આજની મહામારીમાં પણ બેદરકાર રહેતા લોકો માટે ચેતવણીજનક છે. હાથીખાના-ફતેપુરા ટેકરી ઉપર રહેતો અને કોર્પોરેશનના વોર્ડ નં-૨ના અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતો કોરોના વોરિયર ૩૪ વર્ષનો આકાશ સોલંકીને કોરોનાનું સંક્રમણ લાગતા ગત તા.૭મી સપ્ટેમ્બર સોમવારે સાંજે ૭ વાગ્યે એસએસજી હોસ્પિટલમા દાખલ કરાયો હતો અને આજે ૧૬મી સપ્ટેમ્બર સાંજે ૭ વાગ્યે તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું. તે છેલ્લા બે દિવસથી વેન્ટિલેટર ઉપર હતો.

Read More
Amazon may acquire some shares in Reliance 1

તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૩ મિનિટનું ભાષણ આપ્યું તેમાં ૧૭ વખત આત્મનિર્ભર શબ્દનો પ્રયોગ કર્યો હતો. અત્યાર સુધી આપણે માનતા હતા કે આપણા દેશની કંપનીઓ દ્વારા આપણા દેશમાં પેદા થયેલો માલ જ વેચવામાં આવે તેને આત્મનિર્ભર ભારત કહેવાય. હવે ભાજપે અને મોદીએ આત્મનિર્ભર શબ્દનો અર્થ જ બદલી નાખ્યો છે. તેમની નવી પણ કઢંગી વ્યાખ્યા પ્રમાણે જો કોઈ વિદેશી કંપની આપણા દેશમાં આવીને આપણા દેશનો માલ આપણા દેશમાં, આપણી જ પ્રજાને વેચે અને તેનો નફો પોતાના દેશમાં લઈ જાય તો તેને પણ આત્મનિર્ભર ભારત કહેવાય. ગાંધીજી કહેતા હતા કે લોકોએ સ્થાનિક ધોરણે પેદા થયેલો માલસામાન જ વાપરવો જોઈએ, જેથી આપણા…

Read More
4 10 1

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની મોસામમાં સૌ પ્રથમવાર સંપૂર્ણ ભરવામાં આવ્યો છે. હાલ ડેમની જળ સપાટી 138.58 મીટરે પહોંચી છે અને આજે 9.30 વાગ્યા સુધીમાં 138.68 મીટરે ભરી ડેમને છલકાવામાં આવશે. 17મી સપ્ટેમ્બરે દેશના લોકલાડીલા વડાપ્રધાન મોદીની 70મી વર્ષગાંઠ ભારે ધામધૂમથી ઊજવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શનમાં મોટું આયોજન થયું છે.  નર્મદા બંધને મા રેવાના નીરથી છલોછલ ભરીને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિવસની ભેટ અપાશે. સરદાર સરોવર છલોછલ ભરાઈ જતા નર્મદા નિગમના તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાય ગોઠવાઈ ગયા છે. એ વખતે નર્મદા-પૂજા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાગ લેશે. બાદમાં શ્રેણીબદ્ધ બીજા…

Read More
PM

આજના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  70 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રાજકોટ સાથેનો સબંધ તાજો થયો છે. પીએમ નરેન્દ્ર મોદીના જીવનમાં રાજકોટ અનોખું સ્થાન ધરાવે છે અને તેઓ હર હંમેશ રાજકોટની જનતાનો આભાર માને છે. કારણ કે તેઓ પોતાની જીવનની પ્રથમ ધરાસભા રાજકોટથી લડ્યા હતા અને જંગી જીત બાદ તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. રાજકોટ ધારાસભાની બેઠક 2 હવે પશ્ચિમની બેઠકથી ઓળખાય છે. આ બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે. અહીંથી કોઇ પણ ઉમેદવાર ઉભો રહે એટલે કેસરીયો લહેરાય તે નક્કી જ હોય છે. નરેન્દ્ર મોદી પહેલી ચૂંટણી રાજકોટની આ બેઠક પર લડ્યા હતા અને…

Read More