Author: Satya-Day

Screenshot 20200918 174001 01

વાલક ફ્રેન્ચવેલથી વરાછા વોટર વર્ક સુધીની પાણીની લાઈનનું જોડાણ અંડરગ્રાઉન્ડ ટાંકી સાથે કરવા ઉપરાંત નવા બુસ્ટરની જોડાણની કામગીરી શનિવારે હાથ ધરવામાં આવનાર હોવાથી વરાછા અને સેન્ટ્રલ ઝોનના ઉતર વિસ્તારમાં શહેરીજનોને રાબેતા મુજબ પાણી નો જથ્થો મળવાની શક્યતા નહિવત્ હોવાથી શહેરીજનોને આગોતરી વ્યવસ્થા કરી લેવા અપીલ કરાઈ છે. સુરત શહેરમાં વરસાદે વિરામ લેતાં પાલિકા દ્વારા શહેરીજનોને મુશ્કેલ નહિ પડે તે માટે પૂરજોશમાં કામગીરી શરૂ કરાઈ છે. જેમાં વરાછા ખાતે આવેલા વાલક ફ્રેન્ચ વેલથી સરથાણા વોટર વર્કેસ થઈ વરાછા વોટર વર્કેસ સુધી આવતી પાણીની પાઇપલાઇનનું અંદર ગ્રાઉન્ડ ટાંકીમાં જોડાણની સાથે નવા બૂસ્ટર નાખવાની કામગીરી આવતીકાલ શનિવારે સવારે આઠ વાગ્યા થી સાજે છ…

Read More
4 19

રાજ્યમાં કોરોનાનો  સંક્રમિત દર્દીઓની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ એક લાખ 20 હજારને પાર પહોંચી ગયા છે અને મૃત્યુઆંક 3289 પર પહોંચ્યો છે. આ તમામની વચ્ચે રાહતના સમાચાર એ છે કે, અત્યાર સુધી એક લાખથી વધુ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 101101 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં રિકવરી રેટમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 83.90 ટકા છે. આજે 1239 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1410 નવા કેસ નોંધાયા હતા અને વધુ 16 લોકોનાં મોત થયા હતા. ગુજરાતમાં આજે 69, 077 ટેસ્ટ કરવામાં…

Read More
cororna

જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે.  આજે નવા 110 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા 6297 નોંધાઈ છે. બારડોલીમાં સૌથી વધુ 22 કોરોનાના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે.  જો કે નવા 86 દર્દીઓ સાજા થઈ જતા તેમને રજા અપાઈ છે. જિલ્લામાં આજે નવા 1161 વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરાતા લોકોમાં ભયનો ફેલાયો છે. જિલ્લામાં દાખલ દર્દીઓની સંખ્યા 995 નોંધાઈ છે. જિલ્લામાં આજે ચોર્યાસિમાં 65 વર્ષની મહિલાનું અને માંડવીમાં 50 વર્ષના પુરુષનું  કોરોનાને કારણે મોત નિપજ્યું હતું. જિલ્લામાં નોંધાયેલા કેસ – ચોર્યાસી – 12 ઓલપાડ – 20 કામરેજ – 21 પલસાણા- 18 બારડોલી – 22 મહુવા – 5…

Read More
paytm

Paytm ગૂગલ પ્લે સ્ટોર પરથી 4 કલાક માટે હટાવવામાં આવ્યું હતુ. પેટીએમે તાજેતરમાં જ ફેન્ટેસી લીગની શરૂઆત કરી હતી અને કાલથી IPL2020 પણ શરૂ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે Dream 11 IPL 2020 કાલે એટલે કે 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આવામાં ક્રિકેટથી જોડાયેલી ફેન્ટેસી લીગ બેસ્ડ એપની રેસ તેજ થઈ છે. કેમકે Dream 11 પ્લે સ્ટોર પર નથી અને આનું કારણ પણ ગૂગલની પોલિસી છે. આવી સ્થિતિમાં ફેન્ટેસી લીગ બેસ્ડ સ્પોર્ટ્સ ગેમિંગ માટે બનાવવામાં આવેલી સેલ્ફ રેગ્યૂલેટરી બૉડીએ ગૂગલથી આ એપ Paytm એપને હટાવવા કહ્યું હતુ. એક સ્ટેટમેન્ટમાં Paytmએ કહ્યું કે, એ સ્પષ્ટ છે કે Paytm પર…

Read More
4 19

ચીનના વુહાનમાંથી આવેલા કોરોના વાયરસે સંક્રમિત થયા છે અને મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે આ કોરોના વાયરસનો સામનો કરી રહેલા કોરોના વોરિયર્સ પણ તેનાથી બચી શક્યા નથી. કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટરો પણ કોરોનાનો શિકાર થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે દેશના જુદા જુદા રાજ્યોના કુલ 364 ડોક્ટરોના મોત થયા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોરોના સંક્રમણતી દેશમાં થયેલા ડોક્ટરોના મોતનો આંકડા જાહેર કર્યા છે. મેડિકલ એસોસિએશનએ 10 સપ્ટેમ્બર સુધીનો ડેટા જાહેર કર્યો છે. જેમાં દેશના જુદા જુદા રાજ્યોના કુલ 364 ડોક્ટરોના મોત કોરોનાને કારણે થયા છે. દેશભરમાંથી અત્યાર સુધી કોરોનાના દર્દીઓની સારવાર કરતા 2174…

Read More
love jihad

ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh- UP) યોગી સરકાર “લવ-જિહાદ” (Love Jihad) ના નામે વધતા ધર્મ-પરિવર્તનના (Religious conversions) કિસ્સાઓને ધ્યાનમાં લઇને ટૂંક સમયમાં જ ધર્મ-પરિવર્તનને અટકાવવા એક કાયદો (law) બનાવશે. આજે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે વધુ માહિતી આપતા એક ઉચ્ચ અધિકારીએ કહ્યુ હતુ કે હાલમાં આ કાયદાને લગતી પ્રક્રિયાઓ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશ સરકાર અન્ય રાજયોના કાયદાઓનો અભ્યાસ કરી રહી છે. ધર્મ-પરિવર્તનને ગેરકાયદેસર બનાવતા કાયદા હાલમાં દેશના આઠ રાજયોમાં છે. ઓડિસા (Odisha) પહેલુ રાજય છે, જેમાં 1967માં ધર્મ-પરિવર્તનને ગેરકાયદેસર બનાવતો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 1968માં મધ્યપ્રદેશ (Madhya Pradesh-MP) સરકારે આ કાયદો લાદયો હતો. ગુજરાત (Gujarat),…

Read More
GTU Result

રાજ્યની અનેક કોલેજોએ કોર્ષ ઘટાડા અને કોલેજ બંધ કરવાની અરજીને પગલે ડિપ્લોમા અને ડિગ્રી એન્જીનિયરિંગમાં 3 હજાર જેટલી બેઠકો ઘટશે. સરકારે ખાનગી કોલેજોને પ્રોત્સાહન આપવા માટે એક સમયે આડેઘડ કોલેજોને મંજુરી તો આપી પરંતુ હવે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે. જીટીયુ સંલગ્ન 22 એન્જીનિયરિંગ કોલેજો અને 13 ડિપ્લોમા કોલેજોએ કોર્સ ઘટાડાની મંજુરી માંગી છે. કોર્સ ઘટાડતા ડિગ્રી એન્જીનિયરિંગમાં 1830 જ્યારે ડિપ્લોમા કોલેજોમાં 1110 સીટો ઘટશે. કોલેજ ક્લોઝરની વાત કરીએ તો કુલ 3 જેમાં ગાંધીનગરની બે કોલેજો અને વલસાડની એક કોલેજે બંધ કરવા માટે અરજી કરી છે. ગાંધીનગરની એમબીએ કોલેજ ઓફ બુક બિઝનેસ સ્કુલ, એમસીએની શ્રી જયરામભાઇ ઇન્સ્ટીટ્યુટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ અને વલસાડની…

Read More
ukaiii 1

ઉકાઇ ડેમની (Ukai Dam) જળસપાટી હાલમાં 342.48 ફૂટે પહોંચી છે અને હાલમાં ફક્ત 6200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે ત્યારે જો ઉકાઇ ડેમના ઉપરવાસમાં ઉમરપાડા જેવો પાછોતરો વરસાદ પડે તો શહેરના માથે સંકટ ઊભુ થાય તેમ છે. જો આવુ કંઇ બને તો ઉકાઇડેમની સપાટી સડસડાટ ડેન્જર લેવલ સુધી પહોંચી જાય તેમ છે. જો આવુ થશે તો સુરતમાં ત્રણથી ચાર લાખ ક્યુસેક પાણી છોડવાની ફરજ પડશે. હાલમાં મહારાષ્ટ્ર (Maharashtra) અને આંધ્રપ્રદેશ (Andhra Pradesh) ઉપર અપર હાલ એક એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. જેની અસરને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સાથે છુટાછવાયા વિસ્તારમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી…

Read More
RESULT

આજે ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. ધોરણ 10માં બે વિષયમાં અનુઉત્તીર્ણ વિદ્યાર્થીઓની ઓગસ્ટમાં પરીક્ષા યોજાઇ હતી. જેમાં 1,08,869 વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ 8.17 ટકા જાહેર થયું. આજે ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિાણ 8.17 ટકા જાહેર થયું છે. 1,32,032 વિદ્યાર્થીઓ આ પૂરક પરીક્ષા માટે નોંધાયા હતા જેમાંથી 1,08,869 વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હતી. પરીક્ષા આપી હતી તેવા 1,08,869 વિદ્યાર્થીઓમાંથી 8,890 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં 5,207 વિદ્યાર્થીઓ અને 3,683 વિદ્યાર્થીનીઓ પાસ થઇ છે. વિદ્યાર્થીઓની ટકાવીર 8.04 ટકા છે જ્યારે વિદ્યાર્થીનીઓની ટકાવારી 8.36 ટકા છે. આજે ધોરણ 10 પૂરક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોના…

Read More
hacker on laptop

ભારત સરકારના નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) ની સિસ્ટમમાં હેકનો મામલો સામે આવ્યો છે. તાજેતરમાં જ ચીન વતી જાસૂસીનો ખુલાસો થયો હતો. આ દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી(PM Narendra Modi), રાષ્ટ્રપતિ, અભિનેતા અને દેશની અનેક મોટી હસ્તીઓની જાસૂસી ચીન દ્વારા કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ફરી એકવાર હેકના સમાચારથી ખળભળાટ મચી ગયો છે. જણાવી દઈએ કે NIC ની પ્રણાલીમાં વડા પ્રધાન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને અન્ય VVIP લોકોની માહિતી હાજર છે. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલની ટીમે આ મામલે સપ્ટેમ્બર મહિનામાં કેસ નોંધ્યો હતો. જણાવી દઈએ કે NICના કમ્પ્યુટર (સિસ્ટમ) માં દેશની ઘણી મોટી હસ્તીઓની માહિતી હાજર…

Read More