Author: Satya-Day

lok sabha 2 1140x620 1

લોકસભામાં (Loksabha) શુક્રવારે સભ્યોએ જોરદાર ખળભળાટ મચાવ્યો અને કાર્યવાહી દરમિયાન એક-બીજા પર અત્યંત અમર્યાદિત ટપ્પણી કરી. સભ્યોએ ભાષાની બધી સીમા પાર કરી દીધી હતી. ત્યારબાદ સ્પીકરે (Loksabha Speaker) સભ્યોને ચેતવણી આપી હતી. લોકસભામાં કાલે કરવેરા બિલ પર ચર્ચા શરુ થઇ હતી અને આખી ચર્ચા કોરોના મહામારીને પહોંચી વળવા પીએમ કેરસ ફંડ (PM Cares Fund) પર કેન્દ્રિત થઇ ગઈ અને સત્તા પક્ષ અને વિપક્ષે સંસદમાં અભદ્ર ટિપ્પણીઓથી સત્રને શરમથી પાણી પાણી કરી દીધું હતું. સદસ્યોએ એકબીજા માટે ગધેડો, ડાકુ, કાલનો છોકરો, લૂંટારુ પરિવાર જેવા શબ્દોનો ઉપયોગ કર્યો. જેના પર જોરદાર હંગામો થયો અને સત્રની કાર્યવાહી ચાર વખત લગભગ બે કલાક સુધી…

Read More
valsad

ગુજરાત યુનિવર્સિટી તથા અન્ય યુનિવર્સિટીની પરીક્ષાના પેપર લીક કરવાથી લઈને પરીક્ષા ખંડમાં કોપી કરવા સુધીના કિસ્સા બહાર આવતા હોય છે. B.COM સેમિસ્ટર 6નું ફંડામેન્ટલ ઓફ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટનું પેપર લીક થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીની આજની પરીક્ષાનું પેપર લીક થયાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પરીક્ષાના 10 મીનિટ પહેલા જ પેપર સોશિયલ મીડિયામાં પેપર ફરતું થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. NSUI દ્વારા પેપર લીક થયાનો આક્ષપે કરવામાં આવ્યો છે. પરિક્ષાનો સમય 10 વાગ્યાનો હતો અને પેપર તે પહેલા જ વોટ્સએપ પર ફરતું થયું હતું. કોઇ ફરિયાદ ન મળી હોવાનું યુનિવર્સિટીના પરીક્ષા નિયામક જણાવ્યું હતું. ત્યારે વધુમાં પરીક્ષા…

Read More
corona testing center

અમદાવાદમાં કોરોના ટેસ્ટીંગ સેન્ટર પર મેડિકલ સ્ટાફના બદલે વાંદરાની ધિંગામસ્તી જોવા મળી હતી. રાજ્યમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લઇ રહ્યું. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઠેર-ઠેર કોરોના ટેસ્ટિંગ માટેના ડોમ ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં વિના મૂલ્યે કોરોના ટેસ્ટિંગ કરાવો અને તુરંત જ રિપોર્ટ મેળવો એવાં બોર્ડ લગાવવામાં આવ્યાં છે. પરંતુ આ ડોમ શોભાના ગાંઠિયા બની રહ્યા છે. શહેરના ઉસ્માનપુરા ગાર્ડનની જો વાત કરીએ તો અહીં લગાવવામાં આવેલ ડોમ (ahmedabad rapid test dome)માં ટેસ્ટિંગ કરવા માટે કોઇ જ ટીમ હાજર જ નથી હોતી. ઉલ્ટાનું અહીં વાંદરાઓ ધીંગાણે ચડ્યાં છે. જેથી અહીં કોરોના ટેસ્ટિંગ ટીમ યોગ્ય સમયે હાજર ન રહેતા…

Read More
Banas

એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીની ચૂંટણીની તારીખ જાહેર કરાઈ છે.  19 ઓક્ટોબરના રોજ બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાઇ રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીની તારીખ જાહેર કરી છે. બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે 19 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાઇ રહી છે. તમને જણાવી દઇએ કે બનાસ ડેરી એશિયાની નંબર વન ડેરી છે. 3.50 લાખ પશુપાલકો ધરાવતી એશિયાની નંબર વન ડેરી છે અને આ ડેરી દર વર્ષે 9 હજાર કરોડનું ટન ઓવર ધરાવે છે. 22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરવાનો સમય રાખવામાં આવ્યો છે. 30 સપ્ટેમ્બરના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 1લી ઓક્ટોબરે માન્ય ઉમદેવારી પત્રોની યાદી જાહેર…

Read More
Job Loss 1140x620 1

ભારતમાં કોરોનાકાળમાં ફક્ત ચાર મહિનામાં જ ૬૬ લાખ જેટલા વ્હાઇટ કોલર વ્યવસાયિકોએ પોતાની નોકરીઓ ગુમાવવી પડી છે. વ્હાઇટ કોલર જોબ ગુમાવનાર આવા લોકોમાં એન્જિનિયરો, શિક્ષકો, પ્રોફેસરો, એકાઉન્ટન્ટો વગેરેનો સમાવેશ થાય છે. મે મહિનાથી લઇને ઓગસ્ટ સુધીમાં આ સ્થિતિ ઉત્પન્ન થઇ છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક્સના આંકડાઓ પ્રમાણે આ રીતે વ્હાઇટ કોલર જોબના સેકટરમાં રોજગારીનો આંકડો ૨૦૧૬ પછી સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે.એ વાત સ્પષ્ટ છે કે છેલ્લા ચાર વર્ષમાં રોજગારીની બાબતમાં જે વિકાસ થયો હતો તે બધો ધોવાઇ ગયો છે. સીએમઆઇઇના આંકડા પ્રમાણે આ ચાર મહિના દરમ્યાન પ૦ લાખ મજૂરોએ પણ પોતાની રોજગારી ગુમાવવી પડી છે. જો કે…

Read More
107280 bsnl

ભારત-ચીન વચ્ચે લડાખમાં ચાલી રહેલા સીમા વિવાદ બાદથી સરકારે કડક વલણ અપનાવતા છેલ્લા કેટલાક દિવસોમાં કેટલીક ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો. એક બાજુ જ્યાં સરકાર ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી રહી છે ત્યારે એક ચોંકાવનાર વાત સામે આવી છે. હાલમાં જ રાજ્યસભામાં સરકારે માહિતી આપી હતી કે સરકારી ટેલિકોમ કંપની (બીએસએનએલ) દ્વારા ઉપયોગમાં લેવાતા 50 ટકાથી વધુ મોબાઈલ નેટવર્ક ઉપકરણ ચીની કંપનીઓના છે. જ્યારે એમટીએનએલના મોબાઈલ નેટવર્કમાં 10 ટકા ઉપકરણ ચીની કંપનીઓના છે. આ વાતની માહિતી કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિકીના રાજ્ય કક્ષાના પ્રધાન સંજય ધોત્રેએ રાજ્યસભામાં આપી હતી તેમણે જણાવ્યું હતું કે બીએસએનએલના મોબાઈલ નેટવર્કમાં 44.4 ટકા ઉપકરણ…

Read More
ONLINE

વિદ્યાલય સહિતની સરકારી શાળાઓએ ગરીબ વિદ્યાર્થીઓને ઓનલાઇન ક્લાસ માટે ગેજેટ્સ અને ઇન્ટરનેટ પેકેજ આપવા ના નિર્દેશ આપ્યા છે. હાઇકોર્ટે વધુમાં જણાવ્યું છે કે શાળાઓ ગરીબ વિદ્યાર્થીઓને આ સુવિધા પૂરી નહીં પાડે તો ગરીબ વિદ્યાર્થીઓ ભેદભાવનો ભોગ બનશે.  ગેજેટ્સ અને ઇન્ટરનેટની સુવિધા ન હોવાને કારણે તેમને અન્ય બાળકોથી અલગ કરવામાં આવશે તો તેમના મનમાં અને મગજમાં નકારાકત્મક અસર જોવા મળશે. ન્યાયમૂર્તિ મનમોહન અને ન્યાયમૂર્તિ સંજીવ નારુલાની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે જો કોઇ શાળાએ ઓનલાઇન ક્લાસ ચલાવવાનો નિર્ણય લીધો છે તો તેણે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ કે જેમની પાસે ગેજેટ્સ કે ઇન્ટરનેટની સુવિધા નથી તેમનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. કોર્ટે વધુમાં…

Read More
838240 school vans dna

કોરોનાની મહામારીના લીધે શાળાઓ બંધ રહેતા ઘાતક અસર પડી છે. દેશભરમાં એક હજારથી વધુ શાળાઓ વેચાણ માટે તૈયાર છે. કોરોના વાયરસના ચેપથી ફેલાયેલી કોવિડ-19 મહામારીની ભારતમાં શિક્ષણ સેકટર પર ઘાતક અસર પડી છે. દેશભરમાં કેજીથી લઈને 12મા ધોરણ સુધીની 1000 થી વધુ શાળાઓ વેચાણ માટે તૈયાર છે. આગામી બેથી ત્રણ વર્ષમાં તેને વેચીને લગભગ 7500 કરોડ રૂપિયા ઉભા થઇ શકે છે. એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની અગ્રણી કંપની ક્રેસ્ટ્રા વેન્ચર્સ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા બતાવે છે કે વેચાણ માટે મૂકવામાં આવેલી મોટાભાગની સ્કૂલની વાર્ષિક 50,000 રૂપિયા ફીવાળી છે. તેમના મતે ભારતમાં લગભગ 80% વિદ્યાર્થીઓ આ ફી સ્લેબવાળી શાળાઓમાં અભ્યાસ કરે છે.…

Read More
CHINABACTERIA

ઉત્તર પૂર્વીય ચીનમાં એક બાયોફાર્મા કંપનીમાંથી લીકેજ થતાં હજારો લોકોને બેકટેરિયાથી થતા એક રોગનો ચેપ લાગ્યો છે. મુખ્યત્વે ગાનસુ પ્રાંતમાં આ રોગચાળો ફેલાયો છે. ઝોંગમુ લાનઝોઉ બાયોલોજીકલ ફેકટરીમાંથી બેકટેરિયા યુક્ત ગેસનું ગળતર થયું હતું. આ ફેકટરી પશુઓ માટે એક પ્રકારના બેકટેરિયાથી રક્ષણ માટેની રસી બનાવે છે. તે સમયે લગભગ ૩૦૦૦થી વધુ લોકોને પશુઓમાં થતા બ્રસેલા બેકટેરિયાનો ચેપ લાગ્યો હતો. આના પછી વધુ ૧૧૪૦૧ લોકોને આ વાયરસથી થતા બ્રસેલિયસ રોગ માટે પોઝિટિવ જણાયા છે, જો કે હજી સુધી કોઇ જાનહાનિ થઇ નથી. આ રોગમાં માથુ દુ:ખવું, તાવ આવવો, વધુ પડતો થાક લાગવો જેવા લક્ષણો દેખાય છે અને અસ્થમાની જેમ કેટલાક લક્ષણો…

Read More
cororna

રાજયમાં 24 કલાકમાં કોરોના વધુ ઘાતક બન્યો છે, જેના પગલે અત્યાર સુધીના સૌથી વધુ 1410 દર્દીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. જયારે વધુ 16 દર્દીઓનાં સારવાર દરમ્યાન મૃત્યુ થયાં છે. આ ઉપરાંત રાજયમાં 1 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાના કારણે મૃત્યુઆંક વધીને 3,289 થયો છે. આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયમાં 24 કલાકમાં વધુ 69,077 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જયારે નવા 1410 દર્દીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમાં મહાપાલિકા વિસ્તારોમાં 688 કેસો આવ્યા છે. જે પૈકી સુરત મનપામાં 176 કેસો , અમદાવાદ મનપામાં 152, જામનગર મનપામાં 104, રાજકોટ મનપામાં 98, વડોદરા મનપામાં 94, ગાંધીનગર મનપામાં…

Read More