Author: Satya-Day

cororna

ફેસ માસ્ક, કોરોના વાઈરસની વેક્સિનથી વધારે સુરક્ષિત છે. .અમેરિકાની પ્રમુખ સ્વાસ્થ્ય સંસ્થા સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટરે કહ્યુ કેCDC ડાયરેક્ટર ડૉ. રૉબર્ટ રેડફીલ્ડે અમેરિકી સંસદની એક કમિટીની સામે આ વાત કરી. દુનિયામાં કોરોના વાઈરસના કેસ 3 કરોડ 9 લાખ 91 હજારથી વધારે થઈ ચૂક્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માસ્ક પહેરવાની નીતિના સમર્થક રહ્યા નથી. આ વિશે જ્યારે સાંસદોએ CDC ડાયરેક્ટરને પૂછ્યુ તો તેમણે કહ્યુ, હુ રાષ્ટ્રપતિના સંદર્ભમાં પ્રતિક્રિયા આપી શકીશ નહીં પરંતુ સીડીસી ડાયરેક્ટર તરીકે હુ કહીશ કે ફેસ માસ્ક, જનતાના સ્વાસ્થ્ય માટે સૌથી શક્તિશાળી ટુલ છે. હુ દરેક અમેરિકીને અપીલ કરીશ કે ફેસ માસ્ક પહેરો. અમેરિકાના…

Read More
TAJJJ

તાજમહલ અને આગ્રા કિલ્લો સોમવારથી છ મહિના પછી ફરીથી ખોલવા માટે તૈયાર છે. આ સ્થાનો કોરોના રોગચાળાને કારણે બંધ કરાયા હતા. ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (એએસઆઈ) ના અધિકારીઓએ પર્યટક સ્થળોને ફરીથી ખોલવા માટેની તમામ જરૂરી વ્યવસ્થા કરી લીધી છે. તાજમહેલના કેરટેકર અમરનાથ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “સેનિટેશન, થર્મલ સ્ક્રિનિંગ, સામાજિક અંતર માટે વર્તુળોની પેઇન્ટિંગ, પૂર્વ અને પશ્ચિમ દરવાજા પર કરવામાં આવી છે. એક શિફ્ટમાં ફક્ત 2500 પ્રવાસીઓને અંદર પ્રવેશ આપવામાં આવશે અને તે ફક્ત ઓનલાઇન બુકિંગ છે. એન્ટ્રી ટિકિટ માટે વિદેશીઓએ 1100 રૂપિયા ચૂકવવા પડશે અને દેશના મુલાકાતીઓ ટિકિટ દીઠ 50 રૂપિયા ચૂકવશે.સમ્રાટ શાહજહાં અને મુમતાઝ મહેલની કબરો જોવા માટે મુખ્ય…

Read More
40 corona testing

 વડોદરા નોડલ ઓફિસર ડો શીતલ મિસ્ત્રીએ એક નિવેદનમાં રેપિડ ટેસ્ટનો ભરોસો રાખ્યા વિના તરત RTPCR ટેસ્ટ કરાવી લેવા નાગરિકોને સલાહ આપી છે. રેપિડ ટેસ્ટમાં નેગેટિવ આવેલા 15 થી 65 ટકા દર્દીઓ RTPCR ટેસ્ટમાં પોઝિટિવ આવે છે. આવામાં દર્દીની લાપરવાહી ફેફસાને મોટું નુકસાન પહોંચાડી શકે છે. રેપિડ ટેસ્ટ નેગેટિવ આવેલા વ્યક્તિ અસંખ્ય લોકોને કોરોના સંક્રમિત કરી શકે છે. તેથી શરદી ખાંસી તાવ જેવા લક્ષણો હોય તો તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લેવા સલાહ છે. અન્ય શહેરોની જેમ વડોદરામાં પણ કોરોનાના પોઝિટિવ કેસોનો આંકડો વધી રહ્યો છે. રોજના અંદાજે 400 રેપિડ એન્ટિજન ટેસ્ટ થઈ રહ્યા છે. પરંતુ રેપિડ ટેસ્ટ અંગે અનેક મત સામે આવી…

Read More
cf82e232b8f642d89e1ad569e741927b 18

રાજકોટ શહેરમાં અને જિલ્લામાં એક દિવસના 150 આસપાસ કેસ આવી રહ્યા છે તો બીજી બાજુ મોતના આંકડા પણ ચિંતાજનક છે ત્યારે તંત્ર ક્યારે કોરોના સામે જંગ જીતવા કવાયત હાથ ધરી છે. રાજકોટમાં કોરોના મહામારી ખુબ જ વકરી રહી છે. અહિં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ સતત પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. રાજકોટમાં મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આ આંકડાઓ પર ઢાંકપીછોડો કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો પણ થઇ રહ્યા છે. રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા તેને કંટ્રોલમાં લેવા માટે રાજ્યના આરોગ્ય સચિવ પોતે શહેરની મુલાકાતે હતા અને તેમણે અમદાવાદના તબીબોની…

Read More
dipen bhadran dcp crime branch 5039381 m

અમદાવાદ ડીસીપી ક્રાઈમ દિપેન ભદ્રનની જામનગર એસપી તરીકે બદલી કરવામાં આવી છે. પરતું હજી સુધી અમદાવાદ ક્રાઈમના નવા ડીસીપીની નિમણૂક કરી નથી કે પછી હજી સુધી કોઈને ચાર્જ પણ સોંપવામાં આવ્યો નથી. રાજય સરકારે શનિવારે માોડી સાંજે ત્રણ આઈપીએસ અધિકારીઓના બદલીના હુકમો કર્યા હતા. રાજય સરકારે ત્રણ એસપી રેન્કના અધિકારીઓની બદલી કરી હતી. જેમાં અમદાવાદ ડીસીપી ક્રાઈમ દિપેન ભદ્રનની જામનગર એસપી તરીકે બદલી કરવામાં આવી છે. જામનગર એસપી શ્વેતા શ્રીમાળી મેટરલિટી લીવ પર જવાના હોવાથી તેમની બદલી એસઆરપી ગ્રુપ-17 જામનગરના કમાનડન્ડ તરીકે બદલી કરવામાં આવી છે. જયારે એસઆરપી ગ્રુપ-17ના કમાનડન્ડ કે.એ.નીનામાની એસઆરપી ગ્રુપ-18 કેવડિયા કોલોની તરીકે નીમવામાં આવ્યા છે. અમદાવાદ…

Read More
Corona

રાજ્યમાં કોરોનાનો કહેર જેવી રીતે વધી રહ્યો છે તેને જોતા ચિંતા વધી રહી છે પણ થોડાક દિવસોમાં રાજ્યોમાં વધુ દર્દીઓ રિકવર થઈ રહ્યાનાં સારા સમાચાર છે. રાજ્યમાં અત્યાર સુધી રિકવર થયેલા દર્દીઓ સાથે કુલ 1 લાખ દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. 16 સપ્ટેમ્બરનાં આંકડા મુજબ રાજ્યમાં સર્વાધિક રેકોર્ડ બ્રેક 1652 દર્દીઓ રિકવર થયા હતાં તે સિવાય 1447 અને 1444 જેટલા દર્દીઓ એક દિવસમાં રિકવર થઈ ચૂક્યા છે જ્યારે આજનાં આંકડા મુજબ રાજ્યમાં કુલ 1293 દર્દીઓ રિકવર થયા છે જેની સાથે કુલ 101201 દર્દીઓ રિકવર થઈ ચૂક્યા છે. આ સાથે જ બનાસકાંઠાના પાલનપુરમાં કાણોદર ગામમાં (Kanoodar, Palnpur, Banaskantha) કોરોના જાણે…

Read More
lok sabha 2 1140x620 1

રાજ્યસભાએ કૃષિ સંબંધિત બે બિલ ધ્વની મત દ્વારા પસાર કર્યા છે. આ પછી રાજ્યસભાની કાર્યવાહી સોમવારે સવારે 9 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે. ઉપલા ગૃહમા વિપક્ષે બિલ અંગે ઘણો હોબાળો મચાવ્યો હતો અને નારા લગાવ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયને ડેપ્યુટી ચેરમેન સમક્ષ રૂલ બુક ફાડી નાખી. જ્યારે કોંગ્રેસ અને આપના સાંસદો વેલમાં પહોંચ્યા. એટલું જ નહીં સાંસદોએ બેઠકો સામે લાગેલા માઇક તોડી નાખ્યા હતા. ચર્ચા દરમિયાન કોંગ્રેસે આ બિલને ખેડૂતોના ડેથ વોરંટ પર હસ્તાક્ષર કરવાનું જણાવ્યું હતું રાજ્યસભામાં ભારે હોબાળો વચ્ચે બિલ પસાર થવાના મામલે વિરોધી પક્ષો દ્વારા આકરી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ…

Read More

 સમગ્ર 2020નું વર્ષ લોકો માટે પીડાદાયક બની રહ્યું છે. દુનિયાભરાં ફેલાયેલ કોરોના વાયરસને કારણે ચીન (China) બદનામ થઈ ગયું છે. હવે સપ્ટેમ્બર મહિનામાં ચીનમાં વધુ એક બીમારી ફેલાતા હડકંપ મચી ગયો છે. રિપોર્ટસ અનુસાર, ચીનમાં એક નવો બેક્ટેરીયલ ઈન્ફેક્શન (Bacterial Infection) લોકોમાં ફેલાયુ છે. જેને કારણે અત્યાર સુધી 3 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. એટલું જ નહિ, આ બીમારી હવાથી પણ ફેલાઈ રહી છે. જેથી તે વધુ ઘાતક સાબિત થઈ રહી છે. તેનાથી સંક્રમિત વ્યક્તિને પહેલા તાવ આવે છે, જેને માલ્ટા તાવ નામ આપવામાં આવ્યું છે. સાથે જ તેનાથી પુરુષોમાં નપુંસતકા આવવાનો ખતરો પણ રહે છે. રિપોર્ટસ અનુસાર, ચીનના…

Read More
DIWALI TRAIN

રેલમંત્રીએ રાજ્યસભામાં માહિતી આપી હતી કે શ્રમિક સ્પેશિયલ ટ્રેન (Shramik Special Train) માં મુસાફરી દરમિયાન 97 લોકોનાં મૃત્યુ થયાં હતાં, સરકારે પ્રથમ વખત કબૂલ્યુ હતું કે કોવિડ-19 લૉકડાઉન (Covid-19 Lockdown) દરમિયાન તેમને પોતાના વતન લઈ જવા માટે ચલાવવામાં આવેલી વિશેષ ટ્રેનોમાં પરપ્રાંતિય મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ટીએમસી સાંસદ ડેરેક ઓ’બ્રાયને (TMC Derek O’Brien) શુક્રવારે પ્રશ્ન કર્યો હતો જેના લેખિત જવાબમાં રેલવે પ્રધાન પિયુષ ગોયલે (Rail Minister Piyush Goyal) સંસદના ઉપલા ગૃહને માહિતી આપી હતી. રાજ્ય પોલીસ દ્વારા આપવામાં આવેલા આંકડાઓના આધારે વર્તમાનની કોવિડ-19 કટોકટીની સ્થિતિ દરમિયાન શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરતા સમયે 9 સપ્ટેમ્બર 2020 સુધી 97 લોકોનાં મૃત્યુ…

Read More
ukaiii 1

સુરત : હાલમાં ઉકાઇડેમની જળસપાટી ભયજનક સપાટીથી માત્ર દોઢ ફૂટ દૂર હોવા છતાં તંત્ર દ્વારા માત્ર 16,928 ક્યુસેક પાણી જ છોડવામાં આવી રહ્યું છે. હાલ ઉકાઈ ડેમમાંથી 16,928 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી ઉકાઇની સપાટી તેના રૂલ લેવલની નજીક પહોંચી ગઇ હતી. જોકે ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. શનિવારે સાંજે આઠ વાગ્યે ઉકાઇની સપાટી 343.32 ફૂટ નોંધાઇ હતી. હાલ ઉકાઈમાં પાણનો ઈન ફ્લ અને આઉટ ફ્લો બંને 16,928 ક્યૂસેક નોંધાતા ત્રણ હાઈડ્રો શરૂ કરવામાં આવ્યા છે. આજ રોજ ચોર્યાસીમાં 8 મિમિ અને સુરતમાં 25 મિમિ નોંધાયો હતો. સુરત ખાતે વિયર કમ કોઝવેની સપાટીમાં સતત વધારો થવાના…

Read More