Author: Satya-Day

bank 03 money

ભારતના ઇતિહાસમાં પહેલીવાર જૂન મહિનાના અંતે કેન્દ્ર સરકારનું કુલ દેવું રૂપિયા ૧૦૦ લાખ કરોડને પાર કરી ૧૦૧.૩ લાખ કરોડ પર પહોંચી ગયું છે. હાલના વિદેશી હૂંડિયામણ વિનિમય દર પ્રમાણે આ દેવું ૧.૨૬ ટ્રિલિયન અમેરિકન ડોલર થાય. કેન્દ્રીય નાણામંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના ત્રિમાસિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક એપ્રિલ-જૂનમાં સરકારના દેવામાં રૂપિયા ૭ લાખ કરોડનો અચાનક વધારો થયો હતો. જેના પગલે ભારત સરકાર પરનું કુલ દેવું રૂપિયા ૧૦૦ લાખ કરોડને પાર થયું હતું. જૂન મહિનાના અંતે ભારત સરકારનું જાહેર દેવું રૂપિયા ૯૨.૩ લાખ કરોડ પર પહોંચ્યું હતું. તેમાં ઘરેલુ અને બાહ્ય દેવાઓનો સમાવેશ થાય છે. નિષ્ણાતોનું…

Read More
spice jet

સુરત એરપોર્ટ પર સ્પાઇસ જેટ પ્લેનને બે વાર લેન્ડિંગ કરવામાં આવ્પાયું છે. વિમાનની સ્પીડ વધારે હતી. પાયલોટ દ્વારા સ્પીડ ઘટાડવામાં આવી ન હતી.તેથી સુરત એરપોર્ટ કન્ટ્રોલ (surat airport) દ્વારા પાયલોટને મેસેજ આપવામાં આવ્યો હતો. સ્પીડ વધારે હોવાથી રન-વે પરથી પ્લેન ફરી એક વાર ટેક ઓફ કરાયું હતું. એરપોર્ટના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સ્પાઈસ જેટનુ 189 સીટર પ્લેન દિલ્હીથી સુરત આવી રહ્યું હતું. આ ફ્લાઈટની લેન્ડિંગ સુરત એરપોર્ટ પર રનવે નંબર 22 પર થવાની હતી. વિમાન જ્યારે સુરતના એર સ્પેસમાં પહોંચ્યું તો લેન્ડિંગ માટે તૈયારી કરી રહ્યું હતું. વિમાન રનવે પર એકદમ નજીક આવ્યું ત્યારે એરપોર્ટ કન્ટ્રોલે જોયું કે, ફ્લાઈટની…

Read More
IMG 20200920 094453

કોરોનાએ દેશના તમામ નાગરિકની કમર ઢીલી કરી નાંખી છે. એમાં પણ મધ્મમ વર્ગની તો દશા ઔર બગડી ગઈ છે. રોજનું કમાઈ રોજ ખાનાર વર્ગને બહુ ઝાઝી અસર નથી, પરંતુ નોકરિયાત અને નાના મોટા એકમોમાં ખાનગી નોકરી કરતા વર્ગની હાલત કોરોનાએ કફોડી કરી દીધી છે. પેટ્રોલ-ડિઝલમાં પણ સરકાર ધીરે ધીરે ડોઝ વધારી રહી છે. હવે વલસાડ એસટી વિભાગે (Valsad ST Department) પણ બસ ભાડામાં રૂ.4-5 સુધીનો તોંતીગ વધારો કરી દીધો છે. હાઈવે પરના ટોલ ટેક્સવાળાઓએ ટેક્સમાં (Toll Tex) બેફામ વધારો કરી દેતાં બસમાં (Bus) મુસાફરી કરતા રોજીંદા મુસાફરોનો હવે મરો થઈ રહ્યો છે. કોરોનાએ તો માણસને જીવવું કપરું બનાવી દીધું છે.…

Read More
Primary School

કોરોનાની મહામારી વચ્ચે વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચેનો ફી બાબતનો વિવાદ હજી પણ અટક્યો નથી. છેલ્લા 5 મહીનાથી શાળાઓ સંપૂર્ણ રીતે બંધ છે. શાળાઓમાં હજી વાસ્તવિક શિક્ષણ ક્યારે શરૂ થાય તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી, જેથી શાળાઓનો અમુક ખર્ચ હજી થયો નથી. ઘણી શાળાઓ દ્વારા શષિક્ષકોના પગારમાં 50 ટકાનો કાપ મુકવામાં આવ્યો છે, જે આરટીઈ એક્ટ મુજબ ફી ના 80 ટકા ગણાય છે. આથી સ્વનિર્ભર શાળા સંચાલકોને કોઈ પણ પ્રકારનું નુકસાન વેછવું પડ્યું નથી. આ સંજોગોમાં વાલીઓ પાસેથી આખા વર્ષ દરમિયાનની ફી લેવી યોગ્ય નથી. સુરત વાલીમંડળ દ્વારા 50 ટકા ફી માફીની માંગ સાતે આજે ડીઈઓ કચેેરી રજૂઆત કરવામાં…

Read More
2 43

સુરત શહેરને આ વર્ષે સ્વચ્છતામાં બીજો ક્રમ મળતાં જ તંત્ર જાણે સ્વચ્છતા (cleanliness) કરવાનું ભૂલી ગયું છે. સુરતે સ્વચ્છતામાં પાછલાં બે વર્ષ સતત પછડાટ ખાધી હતી અને ત્યારબાદ સ્વચ્છતામાં બીજો ક્રમ આવતાં શાસકો તેમજ મનપા તંત્રએ પણ ખૂબ વાહવાહી મેળવી હતી. પરંતુ શહેરમાં ડોર-ટુ-ડોરની ગાડીઓ (Door to Door Garbage) જે-તે વિસ્તારમાં સમયસર ફરી રહી નથી અને કચરો ઊંચકવાની કામગીરી જાણે ભૂલી ગયા છે. શહેરમાં ઠેકઠેકાણે કચરાના ઢગ ત્રણ-ચાર દિવસ સુધી પડી રહેવા છતાં કોઈ કચરો ઊંચકવા આવી રહ્યું નથી. જેથી જે-તે વિસ્તારમાં સ્થાનિકો (Citizens) પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. શહેરમાં અડાજણ પાટિયા વિસ્તારમાં મનપાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ પાસે જ ઘણા દિવસથી…

Read More
cororna

કોરોના વાયરસને પછાડવામાં ભારતના પ્રયત્નો રંગ લાવી રહ્યા છે. ભારતનો રિકવરી રેટ દુનિયાભરમાં સૌથી વધુ થયો છે. ભારતે આ મામલે અમેરિકાને પણ પછડાટ આપી છે. આરોગ્ય મંત્રાલયે આંકડા બહાર પાડીને કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 95 હજાર 885 લોકો સ્વસ્થ થયા છે. તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 93 હજાર 337 દર્દીઓ નોંધાયા છે. જે સ્વસ્થ થયેલા દર્દીઓ કરતા ઓછા છે. એટલે કે જેટલા નવા દર્દીઓ નોઁધાય છે તેના કરતા વધુ દર્દીઓ સાજા થઈ જાય છે. હાલ દેશમાં કોરોનાના દર્દીઓ 53 લાખ પાર થયા છે. જેમાંથી 42 લાખ લોકો સાજા થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા…

Read More
WhatsApp Image 2020 09 18 at 6.20.33 PM

ગુજરાત કેડરના 1988  મહિલા IAS એસ અપર્ણા ને વર્લ્ડ બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પદ પરથી પરત આવતા તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિનિસ્ટ્રી ઑફ ફાર્માસ્યુટિકલ્સના સચિવ તરીકે નિમણૂંક આપી છે. ગુજરાત કેડરના 1988 બેચના મહિલા IASને કેન્દ્રમાં મિનિસ્ટ્રી ઑફ ફાર્માસ્યુટિકલ્સના સેક્રેટરી પદે નિમણૂંક આપવામાં આવી છે. એસ અપર્ણા ગુજરાત કેડરના સિનિયર મહિલા IAS અધિકારી છે. તેઓ વર્લ્ડ બેંક એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે ગયા તે પહેલાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને હાલના મધ્યપ્રદેશના ગવર્નરના અગ્ર સચિવ હતાં. આનંદીબેન પટેલ મુખ્યમંત્રી પદેથી ગયા બાદ વિજય રૂપાણી મુખ્યમંત્રી બનતા તેમના પણ અગ્ર સચિવ હતાં. તેમનો વર્લ્ડ બેંકનો કાર્યકાળ પૂરો થયા બાદ તેઓ કેમ્પમાં પરત આવી ગયા છે…

Read More
0223 637299967537965763

ભારત અને ચીનના ટકરાવ વચ્ચે દિલ્હી પોલીસે પત્રકાર રાજીવ વર્માની ધરપકડ કરી છે, તેને ઓફીશિયલ સિક્રેટ એક્ટ હેઠળ અટકાયતમાં લેવાયો છે. પોલીસે આરોપ મુક્યો છે કે, તેમની પાસે સંરક્ષણ સાથે સંકળાયેલા કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે.હાલમાં તેને 6 દિવસના રીમાન્ડ પર લેવાયો છે. પૂછપરછમાં ખબર પડી છે કે, આ પત્રકાર ચીન માટે જાસૂસી કરી રહ્યો હતો.રાજીવ શર્મા સંખ્યાબંધ અખબારો માટે કામ કરી ચુક્યો છે.તેને 14 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસનુ કહેવુ છે કે, અન્ય એક પત્રકારની પણ આ સંદર્ભમાં પૂછપરછ ચાલી રહી છે.રાજીવ શર્મા પાસેથી જે દસ્તાવેજો મળ્યા છે તે ચીનને આપવાના હતા.આ પહેલા પણ તે કેટલાક દસ્તાવેજો આપી…

Read More

શું તમે તો ટીન્ડર એપનો ઉપયોગ નથી કરતા ને. કરો છો તો ચેતી જજો. કારણ કે ટીન્ડર એપ થકી લોકોને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે અને તેવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. ટીન્ડર એપ થકી એક વેપારીને હનીટ્રેપમાં ફસાવામાં આવ્યો. એપ થકી યુવતીએ વેપારી સાથે મિત્રતા કેળવી અને ગોતા પરના ફ્લેટમાં એકાંતમાં મળવા બોલાવ્યો. વેપારી યુવતી સાથે વાતોમાં મશગુલ હતો ત્યાં જ નકલી પોલીસ આવી ચડે છે અને બે પોલીસ કર્મી યુવતીને લઈને જતા રહે છે ત્યારબાદ નકલી પોલીસ દ્વારા વેપારીને લાકડીથી ઢોર માર મારવામાં આવે છે અને ૫૦ લાખ રૂપિયાની માંગણી કરે છે. જો કે…

Read More
lok sabha 2 1140x620 1

લોકસભામાં (Loksabha) શુક્રવારે સભ્યોએ જોરદાર ખળભળાટ મચાવ્યો અને કાર્યવાહી દરમિયાન એક-બીજા પર અત્યંત અમર્યાદિત ટપ્પણી કરી. સભ્યોએ ભાષાની બધી સીમા પાર કરી દીધી હતી. ત્યારબાદ સ્પીકરે (Loksabha Speaker) સભ્યોને ચેતવણી આપી હતી. લોકસભામાં કાલે કરવેરા બિલ પર ચર્ચા શરુ થઇ હતી અને આખી ચર્ચા કોરોના મહામારીને પહોંચી વળવા પીએમ કેરસ ફંડ (PM Cares Fund) પર કેન્દ્રિત થઇ ગઈ અને સત્તા પક્ષ અને વિપક્ષે સંસદમાં અભદ્ર ટિપ્પણીઓથી સત્રને શરમથી પાણી પાણી કરી દીધું હતું. સદસ્યોએ એકબીજા માટે ગધેડો, ડાકુ, કાલનો છોકરો, લૂંટારુ પરિવાર જેવા શબ્દોનો ઉપયોગ કર્યો. જેના પર જોરદાર હંગામો થયો અને સત્રની કાર્યવાહી ચાર વખત લગભગ બે કલાક સુધી…

Read More