Author: Satya-Day

GUJARATRAIN

દિલ્હી ઉપરાંત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા ચંડીગઢ, ઉત્તર પ્રદેશમાં પણ આગામી બે દિવસમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં વરસાદની સાથે વિજળી પણ ત્રાટકી રહી છે. અહીંના જરગ્રામ જિલ્લામાં વિજળી પડવાથી પાંચ લોકો માર્યા ગયા હતા. આસામમાં પૂરને કારણે 24 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. દિલ્હીમાં રવિવારે જળબંબાકાર જેવી પરિસ્થિતિ હતી, જ્યાં હજુ પણ લોકોને રાહત મળવાની શક્યતાઓ ઓછી છે, અહીં 24 કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજધાનીમાં સોમવારે પણ ભારે વરસાદ પડયો હતો. બિહારમાં પણ અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઇ ગઇ છે. હવામાન વિભાગ દ્વારા પ્રભાવિત રાજ્યોને સતર્ક કરવા માટે…

Read More
lalji 2

મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા લાલજી ટંડનનું અવસાન થયું છે લાલજી ટંડન છેલ્લા ઘણા દિવસોથી બિમાર હતા.તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, આ જા કારણે મધ્યપ્રદેશના રાજ્યપાલનો કાર્યભાર આંનદીબેન પટેલને સોંપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ, પીએમ મોદી સહિતનાં દિગ્ગજ અને વરિષ્ઠ નેતાઓ એ શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ત્યારે હવે તેમના નિધન બાદ ઘણા વરિષ્ઠ નેતાઓ શ્રદ્ધાંજલી અર્પી રહ્યા છે. લાલજી ટંડનનું નિધન બાદ યુપીમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલજી ટંડનના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે લાલજી ટંડનને…

Read More
Somnath current

શ્રાવણ મહીનામાં ગુજરાતમાં સૌથી વધુ આકર્ષણ સોમનાથના મંદિર (somnath temple) નું હોય છે. પરંતું ગીર સોમનાથના સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે કોવિડની ગાઈડલાઇનના ધજાગરા ઉડેલા જોવા મળ્યા હતા. શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોની ભીડ જામી હતી. તો સાથે જ ધક્કામુક્કી અને ટોળા થવાના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર મૂકપ્રેક્ષક બનીને જોતા રહી ગયા. કોવિડની ગાઈડલાઇનના ચુસ્ત પાલન માટેના ટ્રસ્ટ અને તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસમાં ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરના સમયમા ફેરફાર કરાયો છે. દર્શનાર્થીઓ સરળતાથી દર્શન કરી શકે તેના માટે આ નિર્ણય…

Read More
N95 Mask 1296x728 header

દેશમાં વધી રહેલા કોરોના પ્રકોપ વચ્ચે તેનાથી બચવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ મહત્વના છએ. તેમાં પણ N-95 માસ્ક લગાવવાની બહુ સલાહ અપાતી હતી. પરંતુ તે ફેલ ગયું હોવાનું કોન્દ્ર તરફથી કહેવાઇ રહ્યું છે. કેન્દ્ર સરકારના આરોગ્ય સેવાના જનરલ ડાયરેક્ટર ડો. રાજીવ ગર્ગે “રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને જણાવ્યું છે કે “વાલ્વ N-95 માસ્કનો ઉપયોગ કોરોનાને પ્રસરતો અટકાવવામાં નિષ્ફળ રહ્યો છે. કારણ કે આ વાયરસને માસ્કની બહાર નીકળવાથી રોકી શકતું નથી. વાલ્વ લાગેલ આ માસ્ક મોંઘા હોવા છતાં લોકો મોટા પાયે તેનો ઉપયોગ કરી રહ્યાં છે. N-95 વાલ્વ માસ્કથી સંક્રમણની આશંકા રહે છે. તેનાંથી સારા ત્રિપલ લેયર માસ્ક છે.…

Read More
rasi

બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી કોરોના વાયરસની રસી બનાવવામાં સફળતા હાંસલ કરવાને નજીક જઇ રહી છે. .ઓક્સફોર્ડ કોરોના વાયરસની વેક્સીન ChAdOx1 nCoV-19 નું માનવ પરીક્ષણ કરી રહી છે. સોમવારનાં રોજ આવેલા રિપોર્ટ અનુસાર તેનાં ટ્રાયલનાં સકારાત્મક પરિણામ સામે આવ્યાં છે. ઓક્સફોર્ડની રસી ટ્રાયલમાં સુરક્ષિત અને ઇમ્યુનને મજબૂત કરવામાં પણ સફળ સાબિત થઇ છે. જેનાં પરિણામો ખૂબ જ ઉત્સાહજનક રહ્યાં છે. બ્રિટિશ સંશોધનકર્તાઓએ પ્રથમ વાર એપ્રિલમાં લગભગ 1,000 લોકોમાં વેક્સીનનું પરીક્ષણ શરૂ કર્યું હતું. જેમાંથી અડધા લોકોને વેક્સીન લગાવવામાં આવી હતી. તેમાં જાણવા મળ્યું કે, “જેને વેક્સીન (રસી) આપવામાં આવી તેમાં એન્ટીબોડી અને વ્હાઇટ બ્લડ સેલ્સ બન્યાં કે જે કોરોના વાયરસ સામે લડવામાં…

Read More
1586922788 8797

ગુજરાતમાં કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં સોમવારે 998 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 49,439એ પહોંચી છે. વિતેલા 24 કલાકમાં અમદાવાદ-સુરત શહેર અને જિલ્લામાં જ 500થી વધુ કેસ મળ્યા છે. જ્યારે રાજ્ય વધુ 20 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને 2167એ પહોંચ્યો છે. જ્યારે 777 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી છે.આવનારા સમયમાં નાગરીકો દ્વારા સોશ્યલ ડિસ્ટર્ન્સ અને માસ્કના નિયમોનો ચૂસ્ત અમલ ન થાય તો આ મહમારીને વધુ ભયાવહ સ્થિતિ તરફ જતા કોઈ જ રોકી નહી શકે. અમદાવાદ અને સુરતમાં ફરી એકવાર ચેપનો ફેલાવો વધી રહ્યો છે. સુરત શહેરમાં 209 અને અમદાવાદ શહેરમાં 178, ગાંધીનગરમાં 20,…

Read More
3 63

સુરતની સિવિલ હૉસ્પિટલના એક હેડ નર્સનું કોરોનાથી મોત થયું છે. કોરોના સંક્રમિત દર્દીઓની સેવા કરતાં કરતાં હેડ નર્સ મોતને ભેટતા પરિવારજનો અને હૉસ્પિટલનો (Hospital) સ્ટાફ શોકમાં ગરકાવ થઇ ગયા હતા. સુરતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. આ દરમિયાન કોરોના વોરિયર્સ (Corona Warriors) પણ કોરોનાની બીમારીમાં સપડાયા છે. સુરતની સિવિલ હૉસ્પિટલ ખાતે ફરજ બજાવતા હેડ નર્સ રશ્મિતાબેનને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. જેઓનું સારવાર દરમિયાન આજે નિધન થયું છે. નવસારીમાં ગણદેવી ખાતે રહેતા 57 વર્ષીય રશ્મિતાબેન પટેલ નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ (Nursing staff) તરીકે ફરજ બજાવતા હતા. બાદમાં તેમની તબિયત વધુ બગડતા ICU(ઈન્સેટિવ કેર યુનિટ)માં દાખલ…

Read More
GTU Result

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા આગામી 30 જુલાઈથી ઓનલાઈન મોડમાં પરીક્ષા લેવામાં આવનાર છે. જીટીયુ દ્વારા આ વર્ષથી ટેબલેટ અને મોબાઈલથી આ પરીક્ષા આપવાની વિદ્યાર્થીઓને છૂટ આપવામાં આવી છે. GTU પોતાની પરીક્ષા લેવાની જીદ્દ પર મક્કમ છે. વિદ્યાર્થીઓ દ્વારા માસ પ્રમોશન આપવાની માંગને રદ્દ કર્યા બાદ જીટીયું દ્વારા એમસીક્યૂ ફોર્મમાં ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. જીટીયુ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર, લેપટોપ ઉપરાંત ટેલ્બેટ કે સ્માર્ટફોન મોબાઈલથી પણ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે, તેમજ જે વિદ્યાર્થી પાસે ઈન્ટરનેટની સુવિધા ન હોય તો તે નજીકની કોલેજમાં જઈ શકશે અને જ્યાંથી તેઓને વાઈફાઈની સુવિધા આપવામાં આવશે. GTU દ્વારા ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી-ફાર્મસી…

Read More
smccc

કોરોના વોરિયર્સના નામે સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પર 40 થી વધારે જવાબદારીઓ થોપી દેવામાં આવી છે. કોરોના મહામારી શરૂ થયાને આજ દીન સુધી શિક્ષકો સરકાર તરફથી આપવામાં આવતા દરેક કામ જવાબદારી પૂર્વક કરી રહ્યા છે. પરંતું હવે પરિસ્થિતિ વકરતા શિક્ષકોને પણ આર્થિક અને શારીરીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે અંગે આજે સુરત નગર પ્રાથમિક સિમિતિના પ્રાથમિક શૈક્ષિક મહાસંધ દ્વારા SMC માં રજૂઆત કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોના પ્રશ્નો કોરોનાની કામગીરીમાં રોકાયેલા તમામ શિક્ષકોને કોરોના વોરિયર્સ ગણીને ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ આર્થિક તેમજ અન્ય લાભ શિક્ષકો તેમજ તેમના પરિવારજનોને આપવામાં આવે.…

Read More
69710647

કોરોનાનાં 427 કેસ પાટણ જિલ્લામાં નોંધાયા છે. ત્યારે જિલ્લામાં 20 લોકોએ આ મહામારીના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. માત્ર પાટણ શહેરમાં જ અત્યાર સુધીમાં 240 કેસ નોંધાયા છે. પાટણમાં કોરોના સંક્રમણ વધતા નગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમા આવતીકાલથી પાટણમાં 1 વાગ્યા સુધી જ દુકાનો ખોલી શકાશે બાદમાં તમામ બજારો અને દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આવતીકાલથી પાટણમાં 1 વાગ્યા સુધી જ દુકાનો ખુલશે. 31 જુલાઈ સુધી તમામ ધંધા-રોજગારનો સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ વધતા નગરપાલિકાએ આ નિર્ણય લીધો છે. અત્યાર સુધી પાટણ શહેરમાં 240 કેસ નોંધાયા છે. પાટણ નગર પાલિકા ખાતે કોરોનાને લઈ અગત્યની…

Read More