Author: Satya-Day

2AP1TD2 b598c7937e0cb7c3ddb3d98f6d897d82

ગુજરાતમાં આજે કોરાનાનાં સૌથી વધુ 1026 કેસ નોંધાતા ગુજરાતમાં કોવિડ-19ના કૂલ કેસોની સંખ્યા વધીને 50,465એ પહોંચી છે. વિતેલા 24 કલાકમાં અમદાવાદ-સુરત શહેર અને જિલ્લામાં જ 500થી વધુ કેસ મળ્યા છે. જ્યારે રાજ્ય વધુ 34 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 2201એ પહોંચ્યો છે. જ્યારે 744 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી છે. અમદાવાદ અને સુરતમાં ફરી એકવાર ચેપનો ફેલાવો વધી રહ્યો છે. સુરત કોપોરેશન 225, અમદાવાદ કોપોરેશન 187, સુરત 73, વડોદરા કોપોરેશન 60, રાજકોટ કોપોરેશન 45, દાહોદ39, ભાવનગર કોપોરેશન 26, બનાસકાંઠા 25, સુરેન્દ્રનગર 21, પાટણ 20, ગાંધીનગર 19, નર્મદા 19, ગીર સોમનાથ 18, મહેસાણા 18, નવસારી 17, પંચમહાલ…

Read More
school 1

માનવ સંસાધન વિકાસ મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખી શા‌ળાઓ શરૂ કરવા માટે વાલીઓ પાસેથી અભિપ્રાય લેવાનો આદેશ કર્યો છે. કોરોના સંદર્ભમાં શાળાઓ (School) ફરી ક્યારે શરૂ કરવી તે અંગે વાલીઓનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે. ઉપરાંત, શાળાઓ શરૂ થયા બાદ વાલીઓની (Parents) શાળાઓ પાસે શું અપેક્ષા રહેશે તે અંગેની પણ વિગતો મગાવવામાં આવી છે. આ ઉપરાંત વાલીઓ શાળા શરૂ કરવાને લઈ અન્ય કોઈ સૂચના આપવા માગતા હોય તો તે પણ મોકલી આપવા જણાવાયું છે. સમગ્ર દેશમાં કોરોનાના પગલે શાળાઓ બંધ છે અને મોટા ભાગની શા‌ળાઓ ઓનલાઈન એજ્યુકેશન (Online Education) આપી રહી છે. દેશમાં કોઈ એક તબક્કે શાળાઓ ફરી શરૂ કરવાની હોય…

Read More
PUBG 886916 1

મહારાષ્ટ્રમાં એક પોલીસ કર્મચારીના 13 વર્ષીય પુત્રએ PUBG મોબાઇલ ગેમમાં હારી જવાથી આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી આત્મહત્યાનો ગુનોં નોધી આગળની તપાસ હાથ ધરી છે. બનાવની મળતી માહિતીના આધારે મૃતક, ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. તે સોમવારે નર્મદા કોલોનીમાં તેના મકાનમાં દુપટ્ટા સાથે બારીની પટ્ટીથી લટકતો મળી આવ્યો હતો. તેના પિતા નાગપુર પોલીસ ફોર્સમાં કોન્સ્ટેબલ છે. અધિકારીએ જણાવ્યું હતું કે આકસ્મિક મોતનો કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય અવકાશ સંશોધન સંગઠનના ભૂતપૂર્વ અધ્યક્ષ જી માધવન નાયરે તાજેતરમાં કહ્યું હતું કે, ઓનલાઇન ગેમ્સ, ખાસ કરીને બાળકો માટે, શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ધોરણો,…

Read More
WhatsApp Image 2020 07 21 at 5.56.03 PM

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાની છેલ્લાં 3-4 દિવસથી તાવ અને ઉધરસની ફરિયાદ હતી. 21/7/2020 નાં રોજ રાજપીપળા અર્બન સેન્ટરમાં એમનો રિપીટ એન્ટીજન કોવિડ ટેસ્ટ કરાવતા એમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં એમને તાત્કાલિક રાજપીપળા કોવિડ કેર સેન્ટરમાં સારવાર અર્થે ખસેડાયા છે. હાલમાં એમની તબિયત સુધારા પર છે. તબીબોએ એમની તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાએ લોકડાઉન દરમિયાન સેવાકીય કાર્યો કર્યા હતાં. હાલમાં જ તેઓ પ્રદેશ કોંગ્રેસની ટ્રેનિંગ અર્થે પણ ગયા હતાં. સાથે-સાથે સંગઠનનાં વિવિધ કામ અર્થે તેઓ અવારનવાર ગુજરાતનાં વિવિધ જિલ્લાઓનાં પ્રવાસ…

Read More
ONLINE

પેટા- ઓનલાઈન એજ્યુકેશન દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન હશે તો તે કોને અને કેવી રીતે પૂછશે? વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન 400 થી વધારે કોલેજોમાં ૨૨ જૂનથી બીજા અને ત્રીજા વર્ષના  વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ શરૂ કરાવવાની સૂચના આપી દેવામાં હતી. પણ હાલની સ્થિતિ એવી છે કે મોટાભાગની કોલેજોમાં હજુ સુધી ઓનલાઇન અભ્યાસ કરાવવાની કોઇ કામગીરી જ શરૂ કરવામાં આવી નથી. જયારે કેટલીક કોલેજોએ કામગીરી ચાલુ છે તે દર્શાવવા માટે ઓનલાઇન વિડીયો લેક્ચર બનાવીને વેબસાઇટ પર અપલોડ કરી દીધા છે પરંતુ વિદ્યાર્થીઓ આ લેકચર જોવે છે કે નહી તે ચકાસણી કરવાની કોઇ વ્યવસ્થા જ ઉપલબ્ધ નથી. આમ, ઓનલાઇન શિક્ષણ હવે ફારસ રૂપ…

Read More
826570 cr patil

આજે વિજય મૂહર્તમાં 13માં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી. આર. પાટીલે શપથ લીધા છે. આજે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ 12.39 વાગ્યાના વિજયમુહૂર્તમાં પદભાર સંભાળ્યો ત્યારે કમલમ ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા, કુંવરજી બાવળિયા, જયેશ રાદડીયા, આર.સી ફળદુ, સહિતના અનેક મોટા નેતાઓ અને પ્રદેશ હોદ્દેદારો, મંત્રીઓ, કાર્યકરો હાજર કહીને તેમને કેસરિયો ખેસ પહેરાવ્યો હતો. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળીને સી.આર.પાટીલ પરત સર્કિટ હાઉસ ફર્યા હતા. સર્કિટ હાઉસમાં તેમના પરિવાર દ્વારા મોઢું મીઠું કરાવવાથી માંડીને ફટાકડા ફોડીને સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે પ્રદેશ કાર્યાલય પર સાંસદો, મંત્રીઓ, કાર્યકરો પહોંચ્યા હતા. તો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પણ નવા પ્રમુખના પદ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા…

Read More
4 48

શહેરમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણમાં હેર કટિંગ સલૂનો અને બ્યુટી પાર્લરના (Hair cutting salon and parlor) વ્યવસાયીઓ સુપર સ્પ્રેડર બની શકે તેવી શક્યતાને ધ્યાને રાખી સુરત મનપા દ્વારા કમિશનર (SMC commissioner) બંછાનિધિ પાનીના ઓડિયો સાથે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પોલિસી જાહેર કરાઈ છે. તેમજ તેનુ ચુસ્તપણે પાલન કરવા કડક તાકીદ કરવામાં આવી છે. મનપા કમિશનરે જણાવ્યું હતું કે, હેર કટિંગ સલૂન અને બ્યુટી પાર્લરોમાં (Hair cutting salon and parlor) કોરોનાનું સંક્રમણ જો સાવચેતી રાખવામાં ન આવે તો ગ્રાહકો અને દુકાનદારોમાં ફેલાવાનું જોખમ વધુ છે. કેમ કે, આ વ્યવસાયમાં એક ને એક વસ્તુઓ વારંવાર ઉપયોગમાં લેવામાં આવે છે તેમજ બહાર ફરતા લોકો…

Read More
Screenshot 20200720 153710 01 796x420 1

મુસ્લિમોને નમાજ પઢવા દેશો તો જ દેશ કોરોનાની મહામારીથી બચી શકશે નહીંતર ભયંકર પરિણામ આવશે એેવો દાવો માજવાદી પક્ષના સાંસદ ડૉક્ટર શફીકુર્રહેમાને સાંસદે કર્યો હતો. તેમણે કહ્યું કે અત્યારે દેશના ઘણા વિસ્તારોમાં મુસ્લિમો નમાજ પઢી શકતા નથી. જ્યાં સુધી તમામ મુસ્લિમો નમાજ પઢતા નહીં થાય ત્યાં સુધી કોરોના નષ્ટ નહીં થાય. તેમણે ધમકીના સૂરે કહ્યું કે દેશના મુસ્લિમોને નમાજ પઢતાં કોઇ રોકી શકે નહીં. રોકવાનો પ્રયાસ પણ કરવા જેવો નથી. જ્યાં સુધી દેશના તમામ મુસ્લિમો નમાજ પઢતા નહીં થાય ત્યાં સુધી કોરોના જશે નહીં. તેમણે કહ્યું કે ઇદ ઉલ જુહાના પવિત્ર દિવસે જિલ્લા વહીવટી તંત્રે જાનવરોની લેવેચ પર મૂકેલો પ્રતિબંધ…

Read More
CORONA3

દેશમાં સોમવારે એક જ દિવસમાં 40,000થી વધુ કોરોના કેસ નોંધાયા હોવાનો વિક્રમી આંકડો સામે આવ્યો હતો અને તેના કારણે ભારતના કોવિડ-૧૯ના કેસોનો આંકડો આજે ૧૧ લાખને પાર ગયો હતો, જ્યારે સાજા થયેલા કુલ દર્દીઓનો આંકડો સાત લાખને વટાવી ગયો હોવાનું આરોગ્ય મંત્રાલયના આંકડાઓ જણાવે છે. એક દિવસમાં ૬૮૧નાં મોત સાથે કોરોનાવાયરસથી કુલ મૃત્યુઆંક દેશમાં ૨૭૪૯૭ થયો છે. સોમવારે સવારે ૮ વાગ્યે અપડેટ કરવામાં આવેલા નવા આંકડાઓ મુજબ કોવિડ-૧૯ના કેસોએ એક દિવસમાં ૪૦૪૨પનો ઉછાળો માર્યો છે અને દેશમાં આના કેસોની કુલ સંખ્યા ૧૧,૧૮,૦૪૩ થયો છે. ભારતમાં કોરોનાવાયરસના ચેપના કેસોએ ૧૦ લાખનો આંકડો વટાવ્યો તેના માત્ર ત્રણ જ દિવસમાં આ કેસોએ હવે…

Read More
UAE mars mission 1140x620 1

સંયુક્ત આરબ અમીરાતમાં આજે આનંદ અને ગૌરવનો માહોલ છવાઇ ગયો હતો જ્યારે યુ.એ.ઇ.એ આજે મંગળના અભ્યાસ માટેનો તેનો પ્રથમ ઉપગ્રહ અલ-અમલ એક જાપાનીઝ લોન્ચ સેન્ટર પરથી મંગળના ગ્રહ તરફ રવાના કર્યો હતો. આ આરબ જગતનું પ્રથમ આંતરગ્રહ મિશન છે. મોડેથી યુએઇ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે મગળ ગ્રહ માટે રવાના કરાયેલું તેમનું યાન ‘આમલ’ યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. યુએઇના મંગળ અભિયાન પ્રોજેક્ટના ડિરેક્ટર ઓમરાન શરફે પત્રકારોને કહ્યું હતું કે ઉપગ્રહે સંકેત મોકલવા માંડ્યા છે. શરફે વધુમાં કહ્યું હતું કે તેમની ટીમ ડેટાને ચકાસી રહી છે અને હાલ તો બધુ યોગ્ય જણાઇ રહ્યું છે. અલ અમલનું વજન ૧.૩…

Read More