Author: Satya-Day

corona plasma 1200 1140x620 1

એક બાજુ અમદાવામાં પોઝિટિવ કેસનો આંક ઘટી રહ્યો છે  તો ગુજરાત રાજ્યમાં સુરત શહેર હવે પોઝિટિવ કેસમાં આગળ વધી રહ્યું છે.  ખાસ કરીને શહેરમાં અનલોકમાં પોઝિટિવ કેસ ઝડપથી વધ્યાં છે. લોકડાઉનમાં શહેરમાં પોઝિટિવ કેસ વધતા હતા પરંતુ અનલોકમાં પોઝિટિવ કેસના આંકમાં સખત ઉછાળો જોવા મળ્યો છે. જેમાં શહેરીજનોની ઘોર બેદરકારી પણ સામે આવી છે. લોકડાઉનમાં શહેરીજનો કોરોનાને ગંભીરતાથી લઈ રહ્યા હતાં જેથી પોઝિટિવ કેસના આંક પણ ધીમી ગતિએ વધી રહ્યા હતાં. પરંતુ અનલોકમાં છૂટછાટ મળતાં જ કોરાનામાં ઉછાળો જોવા મળ્યો છે. અને આ જ રીતે અનલોમાં લોકો કોરોનાને સહજતાથી લેશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે તેમ છે. શહેરમાં માત્ર…

Read More
modiweibo

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચાઇનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘વીબો’ છોડી દીધું છે એમ ભાજપે જણાવ્યું હતું. ભાજપના મહામંત્રી બી એલ સંતોષે કહ્યું કે મોદીએ સરહદ, આર્થિક મોરચે અને હવે વ્યક્તિગત સ્તરે પણ મજબૂત સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યા બાદ મોદી ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબો પરથી નીકળી ગયા હતા. વર્તુળોએ કહ્યું કે મોદી 2015માં વીબો પર જોડાયા હતા અને જેવો 59 એપ્સ પર પ્રતિબંધનો નિર્ણય લેવાયો કે તેઓએ વીબો છોડવાનો નિર્ણય લીધો હતો. મહત્વની વ્યક્તિઓ માટે એકાઉન્ટ છોડવાની પ્રક્રિયા વીબોમાં જટિલ છે અને એટલે સત્તાવાર પ્રક્રિયા શરૂ કરાઇ છે. આ મૂળ પરમિશન…

Read More
corona plasma 1200 1140x620 1

બુધવારે શહેરમાં વધુ 180 પોઝિટિવ કેસ (Positive Case) નોંધાયા હતા. કુલ કેસોની સંખ્યા 4893 થયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મોત થયા છે. શહેરમાં કુલ મોતનો આંક 182 પર પહોંચ્યો છે. જે ચાર લોકોના મોત થયા છે તેમાં ત્રણ પુરુષ અને મહિલાઓનો સમાવેશ થાય છે. બુધવારે પણ સૌથી વધુ કેસ કતારગામ વિસ્તારમાં જોવા મળ્યા હતા. કતારગામમાં 53 પોઝિટિવ કેસ નોંધાયા હતા. શહેરમાં કોરોનાના વધી રહેલા આંકડાને કારણે રાજ્ય સરકારની ચિંતા પણ સતત વધી રહી છે. એકાએક શહેરમાં કોરોનાના વધી રહેલા કેસોને પગલે ભવિષ્યમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. જેથી મંગળવારે રાજ્યના આરોગ્ય અગ્ર…

Read More
Patanjali

યોગગુરૂ બાબા રામદેવની પતંજલિ હવે કોરોનિલ નામની દવા વેચી શકશે.જોકે આયુષ મંત્રાલયે પતંજલિને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે, તે કોરોનિલને કોરોના વાયરસની દવા નહીં ગણાવી શકે. પતંજલિએ કોરોનિયલને કોરોના વાયસરનું મારણ કરતી દવા ગણાવી હતી. યોગ ગુરુ રામદેવની પતંજલિ કંપનીએ કોરોનાની પહેલી આયુર્વેદિક દવા કોરોનિલ એક કીટના રૂપમાં 23 જૂને લોન્ચ કરી છે. જેને કોરોનાના દર્દીઓ પર ક્લીનિકલ ટ્રાયલ બાદ લોન્ચ કરવાનો દાવો કરાયો છે. પરંતુ વાંધો ઉઠાવાયો તો આયુષ મંત્રાલયે પાંચ કલાક પછી જ દવાના પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો હતો. 7 દિવસ બાદ એટલે કે આજે રામદેવ ફરી મીડિયા સામે આવ્યા અને કહ્યું કે, તેમની દવાઓ પર હવે…

Read More
7 2 768x484 1

સંઘપ્રદેશ દમણમાં કરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જેને લઈ હવે લોકોની સાથે સ્વાસ્થ્ય વિભાગ(Health Department)ની ચિંતામાં વધારો થતો રહે છે. દમણમાં 1લી જુલાઈના રોજ વધુ 13 કેસ કોરોના પોઝેટીવ નોંધાયા છે. બીજી તરફ સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ પ્રશાસન અને સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા અનલોક-1 મુજબ જ અનલોક-2 ની નવી એસઓપી જાહેર કરાઈ છે. જેમાં અનલોક-2 માં પણ 31 જૂલાઈ સુધી સાંજે 7 થી સવારે 7 સુધી કડક અમલ સાથે કરફ્યૂ(Curfew) જાહેર કરાયો છે. ખારીવાડ, તીનબત્તી, દિલીપ નગર, કચીગામ જેવા વિસ્તારોમાંથી 7 અને 6 દર્દીઓ જેઓ પહેલાથી જ કોરોન્ટાઈન હતા, તેમના રિપોર્ટ પોઝેટીવ આવતા સ્વાસ્થ્ય વિભાગે (Health Department) તેમને મરવડની…

Read More
Mahendra Patel

ગુજરાત સરકારે છેલ્લા એક મહિનામાં પાંચ જેટલા નિવૃત સનદી અધિકારીઓને પુન નિમણૂંક આપી છે. સુરતના પૂર્વ કલેક્ટર મહેન્દ્ર પટેલને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ કોર્પોરેશન લિમિટેડના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર તરીકે નિમણૂંક આપી છે. સરકારે આ અગાઉ જે પાંચ નિવૃત અધિકારીઓને નિમણૂંક આપી હતી તેમાંથી ત્રણ અધિકારીઓને સુરત મહાનગરપાલિકામાં OSD (ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી) તરીકે એક વર્ષની મુદ્દત માટે નિમણૂંક આપી છે. જ્યારે નિવૃત સનદી અધિકારી સીઆર ખરસાણને અમદાવાદ મહાનગરપાલિકામાં OSD બનાવાયા છે. સરકારે આજે વધુ એક નિવૃત સનદી અધિકારીને પુન નિમણૂંક આપી હતી. મહેન્દ્ર પટેલ 2003 બેચના નિવૃત આઇએએસ છે. 2017 વિધાનસભાની ચૂંટણીના સમયે મહેન્દ્ર પટેલ સુરત કલેક્ટર હતા. તે વખતે સુરત…

Read More
EXAM

ગુજરાતમાં(Gujarat) આવતી કાલથી શરૂ થતી જીટીયૂની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. આ સાથે ગુજરાતની અન્ય યુનિવર્સિટી(University) ઓએ જે વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો તે પણ રદ્દ કરાયો છે. અગાઉ જુલાઈની 7,15 અને 20 તારીખે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. ગાંધીનગરમાં સવારે મળેલી કેબિનેટની મિટીંગમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આવતીકાલથી પરીક્ષાઓ શરૂ કરવા અંગે સૂચના આપી હતી. પરંતુ કેબિનેટ મિટીંગ પૂરી થયા બાદ તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાના વધતા કેસો અને કેન્દ્ર સરકારે (Government) પણ જે વાર્ષીય પરીક્ષાઓના સંદર્ભમાં ગાઈડલાઈન જાહેર કરી હતી તેને ધ્યાને લઈને હાલ પરીક્ષાઓ નહીં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આખા દેશમાં વાર્ષીક પરીક્ષાઓના…

Read More
RESULT

સુરત- વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. દ્વારા 1 જુલાઈથી બી.કોમ. અને બી.બી.એ. 40 હજાર બેઠકો પર પ્રવેશ પ્રક્રીયા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પણ યુનિવર્સિટી પ્રશાસનની અપૂરતી તૈયારીને કારણે ઓફિશ્યલ વેબસાઈટ પર હજી સુધી કોમર્સના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ ન કરાતા વિદ્યાર્થીઓ પ્રવેશ ફોર્મ ભરી શક્યા નહોતા. યુનિ. ની લોલંલોલ કામગીરીને કારણે આજે પ્રવેશ લેવા માંગતા હજારો વિદ્યાર્થીઓ અટવાયા હતા. જો કે યુનિ. દ્વારા આજે નવો પરિપત્ર બહાર પાડીને કોમર્સ પ્રવાહ માટે નવી પ્રવેશ પ્રક્રિયાની કાર્યવાહી 2 જુલાઈથી શરૂ કરીને 16 જુલાઈ દરમિયાન ચાલશે એવી જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે યુનિ. દ્વારા પરિપત્ર જાહેર કરીને 1…

Read More
Lalbag

સમગ્ર દેશમાં મુંબઈ સૌથી વધારે કોરોનાગ્રસ્ત શહેર છે. તેને જોતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બધા મંડળોને આદેશ આપ્યો હતો કે, આ વર્ષે ગણપતિ ઉત્સવ દર વર્ષની જેમ ના મનાવવામાં આવે, કારણ કે આ ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે ગણપતિની મૂર્તિની ઊંચાઈ 4 ફૂટ સુધી જ રાખવામાં આવે. લાલબાગ મંડળનાં અધિકારીઓએ જણાવ્યુ કે ગણપતિની લંબાઈ ઓછી ના કરી શકાય. એટલું જ નહીં, જો નાની મૂર્તિ પણ લાવવામાં આવે છે તો તેના માટે પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થશે. આવામાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ વર્ષે ના કોઈ મૂર્તિ હશે અને ના મૂર્તિ વિસર્જન કરવામાં…

Read More

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ વર્ષે તમામ યુનિવર્સિટીની છેલ્લા વર્ષની પરીક્ષા યોજવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે વિકલ્પો પણ આપ્યા હતા. જેમાં ઓનલાઈન, ઓફલાઈન અને બંને રીતે પરીક્ષા ન આપી શકે તો અલગથી યોજાનાર પરીક્ષામાં વિદ્યાર્થી બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેવી વ્યવસ્થા ઊભી કરી હતી આવતી કાલથી GTUની છેલ્લા વર્ષની પરીક્ષાઓનો પ્રારંભ થશે. 350 જેટલા સેન્ટર ખાતે પરીક્ષા લેવામાં આવશે. કોરોનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સેનિટાઈઝરની વ્યવસ્થા સાથે પરીક્ષા યોજાશે. સાથે જ પોલીસ રક્ષણ સાથે પરીક્ષા લેવામાં આવશે

Read More