Author: Satya-Day

5b66ee302fc8ad0503a8d243

ગુજરાતના આઇપીએસ અધિકારીઓની આ મહિનાના અંત સુધીમાં મોટાપાયે ફેર બદલ થશે. ગુજરાતના આઇપીએસ અધિકારીઓની ટુંક સમયમાં મોટા ફેરબદલી કરવામાં આવશે. 12 એસપી રેન્કના અધિકારીઓને ડીઆઇજીમાં બઢતી આપવા સાથે અંદાજે 38 જેટલા આઇપીએસ અધિકારીઓની બદલીઓ થશે. આ બદલીઓમાં ત્રણથી ચાર રેન્જના આઇપીએસ અધિકારીઓ બદલાવવાની સંભાવના છે. અમદાવાદ શહેરમાં જ 6 જેટલા આઇપીએસ અધિકારીઓની બઢતી સાથે બદલી થવાની છે. જેમાં ઝોન-1માં પીએલ માલ, ઝોન-6માં બિપિન આહિરે, ઝોન-7માં કેએન ડામોર, ડીસીપી ટ્રાફિક અશ્વિન ચૌહાણ, અમદાવાદ સેન્ટ્રલ જેલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. એમકે નાયક અને અમદાવાદ ગ્રામ્ય એસપી રાજેન્દ્ર અસારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જામનગર, તાપી, છોટા ઉદેપુર, વડોદરા વેસ્ટર્ન રેલ્વેના એસપી-સીએમ સિક્યુરિટી ચિરાગ કોરડિયાને…

Read More
school

કોરોનાને કારણે કરવામાં આવેલા લોકડાઉન વચ્ચે જ્યારે ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે ત્યારે વાલીઓ અને શાળાઓ વચ્ચે ફી બાબતે ધર્ષણ જોવા મળી રહ્યું છે. સંચાલકો વાલીઓને ફી ભરવા માટે દબાણ કરી રહ્યા ચે ત્યારે આ તમામ વચ્ચે કતારગામની એન.પી. ભગત પ્રાથમિક શાળાી અને વરાછાની એલ.પી. સવાણી વિદ્યાનિકેતનના બાળમંદીરથી ધો. 8 સુધીના પાંચ હજાર વિદ્યાર્થીઓની ફી માફીની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા 3 મહિનાથી ચાલતા લોકડાઉન વચ્ચે હવે જ્યારે ધંધા રોજગાર ધબકતા થયા છે ત્યારે 8 જૂનથી શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે શાળાઓ અને વાલીઓ વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. આ તમામ વચ્ચે સુરૂચી ટ્રસ્ટની કતારગામની એન.પી. ઊગત શાળા અને વરાછાની…

Read More
TAX

સરકારે આવક રિટર્ન દાખલ કરવાની સમયસીમા વધારી દીધી છે. ઈનકમ ટેક્સ વિભાગે બુધવારે આ અંગે નોટિસ જાહેર કરી કહ્યું છે કે, નાણાકીય વર્ષ 2019-20 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ વધારીને 30 નવેમ્બર 2020 કરી નાખી છે. તો વળી નાણકીય વર્ષ 2018-19 માટે રિટર્ન ફાઈલ કરવાની તારીખ વધારીને 31 જૂલાઈ કરી છે. આ ઉપરાંત સરકારે પાન-આધાર લિંક કરવાની તારીખને પણ આગળ વધારીને 31 માર્ચ 2021 કરી દીધી છે. આવક વિભાગે આ સાથે જ નાના અને મધ્યમ કરદાતા કે, જેની સેલ્ફ અસેસમેંટ ટેક્સની દેવાદારી 1 લાખ રૂપિયાથી ઓછી છે અને તેમના માટે ટેક્સ પેમેંટની તારીખ 30 નવેમ્બર 2020 કરી…

Read More
content image 230d3999 676f 4898 829d 9e77ec07bc59

સુરતમાં કોરોનાના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ટેકસટાઇલ ક્ષેત્રના આગેવાનો સાથે મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં મનપા કમીશ્નર, મેયર દ્વારા સુરતના જુદા જુદા ટેક્સટાઇલના સેક્ટરના આગેવાનો સાથે મિટિંગ કરી કોરોના સામેના જરૂરી નિયમો બનાવ્યા હતા. જેથી ટેક્ષટાઇલ ક્ષેત્રે વધતા કોરોના કેસો ઘટાડી ને પણ ઘટાડી શકાય. વધતા જતા કેસોને લઇને પ્રશાસનની ચિંતા વધી છે અને ટેક્સટાઇલ સાથે બેઠક કરી હતી.જેમાં ટેક્ષટાઇલના કાપડ વેપારી, વિવિંગ ઇન્ડસ્ટ્રીઝના વિવર્સ, એમ્બ્રોડરી વેપારી, પ્રોસેસિંગ હાઉસ સાથે મિટિંગ યોજાઈ હતી.જેમાં કોરોના સંક્રમણને અટકાવવા શનિ-રવિ ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવા નિર્ણય કરાયો હતો.    સપ્તાહમાં પાંચ દિવસ જ ટેક્ષટાઇલ માર્કેટ શરૂ રાખવા આદેશ કરાયા હતા.તમામ માર્કેટને નિયમિત રીતે સેનેટાઇઝ…

Read More
6 14

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં 572 કેસ સામે આવતા તંત્રમાં હાહાકાર મચી મચી ગયો છે. જો કે 25 દર્દીઓ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 575 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા છે. આમ રાજ્યામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 29,001 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1736 અને ડિસ્ચાર્જનો કુલ આંક 21096 પર પહોંચ્યો છે. અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો બીજી બાજુ સુરતમાં નવા કેસો સામે આવી રહ્યા છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 172 નવા કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં 215 કેસ સામે આવ્યા છે. આ સિવાય વડોદરામાં…

Read More
RAMDEV

બાબા રામદેવે જયારથી કોરોના વાયરસની દવા બનાવવાની જાહેરાત કરી છે કે ત્યારથી તેમના પર લોકોના ભારે કટાક્ષ જોવા મળી રહ્યા છે. પહેલા આયુષ મંત્રાલય અને આઈએમઆરસીએ બાબાના દાવાને રદ કર્યું અને દવાઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો અને હવે રાજસ્થાન સરકારે બાબા રામદેવ સામે કોરોનાની ખોટી દવા મામલે ફરિયાદ દાખલ કરી છે. બીજી તરફ બિહારના મુઝફ્ફરપુર સીજેએમ કોર્ટમાં બાબા રામદેવ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જિલ્લાના આહિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ભીખાનપુરમાં રહેતી તમન્ના હાશ્મીએ સીજેએમ કોર્ટમાં છેતરપિંડી ફરિયાદ નોંધાવી છે. આમાં તેમણે પતંજલિ યુનિવર્સિટી અને સંશોધન સંસ્થાના કન્વીનર સ્વામી રામદેવ, પતંજલિ સંસ્થાના અધ્યક્ષ આચાર્ય બાલકૃષ્ણની નિમણૂક કરી છે. સીજેએમ…

Read More
6 17

મોદી સરકાર(Government)નાં શાસનના ૬ વર્ષમાં ૧૨ વખત પેટ્રોલ ડીઝલ પર મોટો ટેક્ષ વધારીને દેશના ૧૩૦ કરોડ અને ગુજરાતનાં ૬ કરોડ નાગરીકો પાસેથી ૧૭ લાખ કરોડ રૂપિયા વસુલ્યા છે તેવા આક્ષેપ સાથે ગુજરાત કોંગ્રેસ દ્વ્રારા આજે કેન્દ્રની મોદી સરકાર સામે રાજયવ્યાપી દેખાવો અને ધરણાં પ્રદર્શન કરવામા આવ્યું હતું. પેટ્રોલ – ડીઝલમાં ૧૮ દિવસમાં ૧૮ વખત ભાવ વધારો ઝીંકનાર ભાજપ(BJP) સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ(Congress) સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે આજે દરેક ભારતીય કોરોના મહામારી સામે એકજૂથ થઈને લડી રહ્યો છે બીજીબાજુ લોકડાઉનના કારણે ધંધા-રોજગાર પડી ભાગ્યા છે. જનવિરોધી ભાજપ…

Read More

ગુજરાતમાં પોલીસ વિભાગના કર્મચારીઓ પણ જીવલેણ વાઈરસનો ભોગ બની રહ્યાં છે. આવા સમયે ગુજરાત પોલીસના કર્મચારીઓને કોરોનાના સંક્રમણથી રક્ષણ આપવા માટે આપવામાં આવેલા હેન્ડ સેનેટાઈઝર હલકી ગુણવત્તાનુ નીકળતા મોટો સવાલ ઉભો થયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાજ્યમાં હાલના કોરોના પ્રકોપને જોતા પોલીસના જવાનો સંક્રમિત ના થાય, એ માટે નીરવ હેલ્થ કેર નામની કંપનીના હેન્ડ સેનેટાઈઝર વાપરવા માટે આપવામાં આવ્યા હતા. જો કે ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન દ્વારા ખરીદી કરવામાં આવેલા હેન્ડ સેનેટાઈઝર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના લેબ ટેસ્ટિંગમાં ફેલ થયા છે. કોરોનાથી બચવા માટે નિરવ હેલ્થ કેર નામની કંપનીના હેન્ડ સેનેટાઈઝર રાજ્યના પોલીસ કર્મચારીઓને આપવામાં આવ્યા હતા. જો…

Read More

દેશમાં કોરોના વાયરસનાં કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે.  બુધવારે સવાર સુધીમાં, દેશમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યા 4,50,000 ને વટાવી ગઈ હતી. હાલમાં ભારતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4,56,183 છે. અત્યાર સુધીમાં 2,58,685 લોકો આ વાયરસથી ઠીક થયા છે. વળી, કોરોના વાયરસનાં કારણે અત્યાર સુધીમાં 14,476 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં 15,968 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ 24 કલાકમાં 465 લોકોનાં મોત નીપજ્યાં છે. એકમાત્ર રાહત એ છે કે રિકવરી દર પણ વધી રહ્યો છે. કોરોનામાં રિકવરી દર 56.70% છે. તે પહેલાના 23 જૂને સવારે આશરે 56.37% હતો.

Read More
vijay rupani 1 640x384 1

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે  આ વચ્ચે રાજ્યનાં પાટનગર ગાંધીનગરમા રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાવાની છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન જાહેર થયેલા અનલોક-1ની આ છેલ્લી કેબિનેટ બેઠક છે..આજની બેઠકમાં સૌથી મહત્વના મુદ્દા તરીકે અનલોક-2 અંગે ચર્ચા થઈ શકે છે. અમદાવાદ અને સુરતમાં વધતા કોરોનાના કેસને લઈને પણ બેઠકમાં સમીક્ષા હાથ ધરાશે..આ ઉપરાંત કોવિડ લેબોરેટર ટેસ્ટિંગના ભાવ વધારા મુદ્દે ચર્ચા થઈ શકે છે.આઠ બેઠકો પર યોજનારી પેટા ચૂંટણી, મનપા વિસ્તારની વધારવામાં આવેલી હદ અને તે અંગેના ફાયદા પર પણ વિચારણા થશે. આ ઉપરાંત અન્ય નગરપાલિકા વિસ્તારના હદ વધારવા માટે પણ વિચારણાં હાથ ધરાશે.

Read More