Author: Satya-Day

688afea4933c517be8972a883ffa7d8b

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીની હાર થવા પામી હતી. આ ચુંટણી પ્રક્રિયાના ત્રણ દિવસ બાદ તબીયત લથડતા ભરતસિંહે સારવાર સાથે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે ટેસ્ટ રીપોર્ટ પોઝિટીવ આવતા કોંગ્રેસ ભાજપના અનેક નેતાઓના શ્વાસ રોકાઈ ગયા હતા. કારણ કે હજુ ત્રણ દિવસ પૂર્વે જ સોલંકી સાથે મળ્યા હોવાથી ભયનો માહોલ ફેલાયો હતો. જેને લઈને રાજ્ય સભાના સાંસદ બનેલ ભારદ્વાજ અને શક્તિસિંહ ગોહિલ સેલ્ફ ક્વોરેન્ટાઇન થઇ ગયા છે. બીજી તરફ જામનગર – દ્વારકા જીલ્લાના ત્રણ ધારાસભ્યો પૈકી કોંગ્રેસના કાલાવડના ધારાસભ્ય પ્રવીણ મુસડીયા તકેદારીના ભાગરૂપે સેલ્ફ ક્વોરેનટાઈન થયા છે. તેઓના જણાવ્યા મુજબ રાજ્યસભાની ચુંટણી વખતે તેઓ ભરતસિંહને મળ્યા…

Read More
104447712 1179103612443576 5358925353328766749 n

મૂળની ફિઝિશિયન સૈનિકા શાહને યુ.એસ.આર્મીમાં કેપ્ટન તરીકે પ્રમોશન મળ્યું છે. ઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન મહિલા સેનિકા શાહે પ્રમોશન બાદ  હવે આર્મી હોસ્પિટલમાં સેવાઓ આપવાનું  શરૂ કરી દીધું છે.  મેડિકલ સ્કૂલમાંથી આ વર્ષે ગ્રેજ્યુએટ થયા બાદ સેનિકા શાહને આર્મીમાં કેપ્ટનના હોદા ઉપર પ્રમોશન આપવામાં આવ્યું છે. સેનિકા શાહે આ અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘‘સૈનિકો અને તેમના પરિવારની સેવાઓ કરવાનો મને આનંદ મળશે. મારા જીવનનો ધ્યેય સક્સેસફૂલ OBGYN ફિઝિશિયન અને સર્જન બનવાનો છે.’’ ‘ધ ન્યુયોર્ક સિટિ પોસ્ટ’ના અહેવાલ મુજબ સૈનિકા શાહના પિતા પ્રિતમ શાહ અને માતા કવિતા શાહનો જન્મ મુંબઈમાં થયો હતો. પિતાનો પરિવાર રાજસ્થાનના પિંડવાડા અને માતાનો પરિવાર ગુજરાતના…

Read More
Hajj

સાઉદી અરબે રાષ્ટ્રની સ્થાપના પછી લગભગ 90 વર્ષોમાં ક્યારેય હજને રદ્દ નથી કરી. એક અંદાજા મુજબ, દર વર્ષે 2 મિલિયન લોકો હજ કરવા માટે આવે છે.સાઉદી અરબે આ વર્ષે હજનું આયોજન કરવાનું નક્કી કર્યું છે, પરંતુ કોરોના વાઈરસને કારણે માત્ર સાઉદી અરબમાં રહેતા લોકો જ હજ કરી શકશે. સાઉદી અરબ સરકારના હજ અને ઉમરાહ બાબતોના મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કોરોના વાઈરસને કારણે આ વખતે મર્યાદિત હાજીઓને જ હજ કરવાની છૂટ આપવામાં આવશે અગાઉ સાઉદી અરબ તરફથી લોકોને અપીલ કરવામાં હતી કે, લોકો આ વખતે હજ માટે ના આવે અથવા પોતાના કાર્યક્રમને આગળ વધારે. કોરોના વાઈરસ સંકટને ધ્યાનમાં…

Read More
Rath yatra ahd new

. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ નાથની નગર ચર્ચા નથી યોજાઈ. જોકે, રથયાત્રાને લઈને તમામ વિધિઓ કરવામાં આવી છે. અમદાવાદના ઈતિહાસમાં પ્રથમ વખત અષાઢી બીજના દિવસે જગતના  નાથ નગરચર્ચાએ નીકળ્યા નથી. જોકે જગન્નાથ મંદિરમાં ખલાસીઓ દ્વારા ત્રણેય રથને મંદિર પરિસરમાં ફેરવવામાં આવ્યો. રાજભોગ દર્શન નાથને રથમાં બિરાજવામાં આવ્યા હતા અને સીએમ રૂપાણીએ પહિંદવિધિ કરી રથ ખેચી રથનુ પ્રસ્થાન કરાવ્યુ હતુ. જો કે બાદમાં મંદિર ટ્રસ્ટે મંદિરની ફરતે રથ ફેરવવાની માંગ કરી. પોલીસ અને મંદિર ટ્રસ્ટીઓ વચ્ચે બેઠક બાદ આખરે મંદિર પરિસરમાં રથની પરિક્રમા થઈ અને બાદમાં ભક્તોને દર્શન માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મંદિરમાં પ્રવેશ અપાયો.

Read More
Patanjali

દુનિયાભરમાં કહેર મચાવનાર કોરોના વાઈરસની વેક્સિન શોધવાના પ્રયાસો ચાલુ છે ત્યારે આ તમામ વચ્ચે બાબા રામદેવની સંસ્થા પતંજલિ આજે એટલે કે મંગળવારે કોરોનાની એવિડન્સ બેસ્ડ પ્રથમ આયુર્વેદિક દવા કોરોનિલને પૂર્ણ વૈજ્ઞાનિક રિપોર્ટ સાથે લોન્ચ કરવા જઈ રહી છે કોરોનાની આયુર્વેદિક દવા કોરોનિલને બપોરે 1 વાગે હરિદ્વારના પતંજલિ યોગપીઠમાં આચાર્ય બાલકૃષ્ણ લોન્ચ કરશે. આ અવસર પર બાબા રામદેવ પણ હાજર રહેશે. પતંજલિ આયુર્વેદિક મેડિસિન્સ તરફથી પતંજલિ મંગળવારે COVID-19 દર્દીઓ પર રેન્ડમાઈઝ્ડ પ્લેઝ્બો નિયંત્રિત ક્લિનિકલ ટ્રાયલના પરિણામનો ખુલાસો કરશે.પતંજલી યોગપીઠ તરફથી નિવેદનમાં જણાવાયું છે કે, સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ COVID-19ના ઇલાજમાં પ્રમુખ સફળતાને લોકો સમક્ષ રજૂ કરશે અને જેમ ઉપર ઉલ્લેખ…

Read More
h1b visa 01

કોરોના મહામારી વચ્ચે અમેરિકામાં વધી રહેલી બેરોજગારીના પગલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો નિર્ણય લીધો છે, જેનાથી ભારતને મોટો ફટકો પડી શકે છે. ટ્રમ્પે H1-B વિઝા પર 31-ડિસેમ્બર 2020 સુધી રોક લગાવવાની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકામાં નોકરીના સપના જોતા લોકોને ફટકો પડી શકે છે. જેમાં સૌથી મોટુ નુક્સાન ભારતીયોને થશે. જણાવી દઈએ કે, અમેરિકાની કંપનીઓમાં કામ કરવા માટે વિદેશીઓને મળનારા વિઝાને H1-B વિઝા કહેવાય છે. આ વિઝાને એક નિશ્ચિત સંખ્યા સુધી જાહેર કરી શકાય છે. આ સિવાય ટ્રમ્પે H4 (H1B વિઝા ધારકના પતિ/પત્ની) વિઝા પર પણ વર્ષના અંત સુધી રોક લગાવી છે. અમેરિકામાં કામ કરવા માટે H1-B…

Read More
gold

ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં  નવો ઉછાળો જોવા મળ્યો હતો. વૈશ્વિક સ્તરે અમેરિકા સહિતના વિવિધ દેશોમાં કોરોનાનો ઉપદ્રવ ફરી વધતાં તેને પગલે વૈશ્વિક અર્થતંત્રને ફટકો પડવાની શક્યતા વચ્ચે વિશ્વબજારમાં સોનામાં લેવાલી વધતાં વૈશ્વિક સોનાના ભાવ આજે ઉછળી આઠ વર્ષની નવી ટોચે પહોંચ્યા હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે પણ આયાત પડતર ઉંચકાતાં કિંમતી ધાતુઓના ભાવ ઉછળતા જોવા મળ્યા હતા. મુંબઈ બજારમાં જીએસટી વગર સોનાના ભાવ 10 ગ્રામદીઠ 99.50ના રૂ.47800થી ઉછળી રૂ.48300 મોડી સાંજે રહ્યા હતા જ્યારે સોનાના 99.90ના ભાવ જીએસટી વગર રૂ.47950થી વધી આજે રૂ.48450 રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૂ.1400 ઉંચા બોલાઈ રહ્યા હતા. આ રહ્યો ચાંદીનો…

Read More
CMRATH

અમદાવાદમાં રથયાત્રાને લઈને મોડી રાત સુધી ચાલેલા હાઈવૉલ્ટેજ ડ્રામા બાદ સરકારની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. જે બાદ ભગવાન જગન્નનાથની 143મી રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકાળવામાં આવી રહી છે. અમદાવાદના ઈતિહાસમાં પ્રથમ વખત છે, જ્યારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નહીં નીકળે. જો કે દરવર્ષની જેમ ઢોલ-નગારાના નાદ સાથે ભગવાનને રથમાં બિરાજમાન કરાયા છે. ભગવાન જગન્નાથના મામેરાની પૂજા 9 વાગ્યે શરૂ કરાઈ અને CM રૂપાણીના હસ્તે રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું. મંદિર પરિસરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો.સેનેટાઈઝ ટનલમાંથી પસાર થઈને જ મંદિરમા પ્રવેશની વ્યવસ્થા.  પહિંદ વિધિ શરૂ કરાઈ. CM રૂપાણી અને તેમના પત્ની મંદિર પહોંચ્યા.  મોસાળ સરસપુરમાં ભક્તોના દર્શન માટે ખાસ તૈયારી કરવામાં…

Read More
3 11

દુનિયાનાં બાકીનાં દેશોની સામે ભારતમાં કોરોના વાયરસની ઝડપ ના ફક્ત ઓછી રહી છે, પરંતુ બીમારીમાંથી બહાર આવનારા લોકોની સંખ્યા પણ વધારે છે. દેશનો રિકવરી રેટ અત્યારે 55.77 ટકા છે જે અમેરિકા, બ્રાઝિલ, રશિયા જેવા દેશોથી ઘણો સારો છે. સત્તાવાર આંકડાઓ પ્રમાણે દેશમાં કોરોનાનાં 4.25 લાખ કેસોમાંથી 2.37 લાખથી વધારે રિકવરી થઈ ચુકી છે. આ ઉપરાંત વસ્તીની સંખ્યા પ્રમાણે કોરોનાને કાબૂ કરવામાં ભારતે સારું પ્રદર્શન કર્યું સ્વાસ્થ્ય મંત્રાલયે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની એક રિપોર્ટને આધાર બનાવ્યો છે. આ પ્રમાણે ભારત પોતાના ઉચ્ચ વસ્તી ગીચતા છતા પ્રતિ લાખ વસ્તી પર સૌથી ઓછા કોરોના કેસની યાદીમાં સામેલ છે. ભારતમાં પ્રતિ એક લાખ વસ્તી પર…

Read More
1 11

સોમવારે સ્વાસ્થ મંત્રાલયના જણાવ્યા મુજબ પ્રતિ લાખની વસતી પર કોરોના સંક્રમણના કેસો દુનિયાની સરખામણીએ ભારતમાં સૌથી ઓછા છે અને સક્રિય કેસો તથા રિકવરી રેટ પણ સતત સુધરી રહ્યો છે. કેન્દ્ર સ્વાસ્થ મંત્રાલયે આ માટે વિશ્વ સ્વાસ્થ સંગઠનની રવિવારની રિપોર્ટનો હવાલો આપતા કહ્યુ કે, ભારતમાં પ્રતિ લાખની વસતી પર 30.04 કેસ છે જ્યારે વૈશ્વિક સરેરાશ આ પ્રમાણ 114.67 કેસનુ છે. રિપોર્ટ મુજબ અમેરિકામાં પ્રતિ લાખ 671.24 કેસ છે જ્યાર જર્મનીમાં 583.88, સ્પેનમાં 526.22 અને બ્રાઝિલમાં 489.42 કેસ છે. બીજી એક વાસ્તવિકતા એ પણ છે કે ભારત અનલોક થયા પછી પ્રતિ દિવસ કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો નોંધાયો છે. સામેવારે દેશવ્યાપી કુલ…

Read More