Author: Satya-Day

cooo

શહેરમાં સોમવાર બપોર સુધીમાં 22 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની કેસ બારી પર ઓપરેટર તરીકે ફરજ બજાવતા સંકેત મરાઠે નો કોરોનાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. લિંબાયત પોલીસ સ્ટેશનમાં પીએસઓ તરીકે ફરજ બજાવતા સંજય પાટીલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હાલમાં ચાલી રહેલા કોરોનાના સંક્રમણમાં હવે ફ્રન્ટલાઇન વોરિયર્સ પણ કોરોના પોઝિટિવ થઇ રહ્યાં છે. આ એવા લોકો છે જેઓ તેમના પરિવારની ચિંતા કર્યાં વગર 12 કલાકથી પણ વધુ સમય ડ્યૂટી બજાવી રહ્યાં છે. અત્યાર સુધી તબીબો અને પાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા હતા પરંતુ હવે પોલીસ પણ તેમાંથી બાકાત રહી…

Read More
CORONA3

રાજ્યના ડાયમન્ડ સિટી ગણાતા સુરતમાં પણ કોરોના પોઝિટિવ કેસો સતત વધી રહ્યાં છે. જેને પગલે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છેસુરતમાં કોરોના વાઈરસ ત્રીજા સ્ટેજમાં આવતા મહાનગર પાલિકાને પોતાની રણનીતિ બદલવી પડી છે. જે મુજબ હવેથી શહેરમાં દર્દીઓની સારવાર પર જ વધારે ભાર મૂકવામાં આવશે. અત્યાર સુધી મનપા દ્વારા ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની રણનીતિ પ્રમાણે કામ થઈ રહ્યું હતું. જો કે રવિવારે સુરતમાં નવા 30 કોરોના પોઝિટિવ કેસો નોંધાવા સાથે જ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 526 થઈ જતાં તંત્ર હરકતમાં આવ્યું છે. આજ કારણે તંત્રએ પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો છે. જણાવી દઈએ કે, ગુજરાતમાં રવિવારે 230 નવા પોઝિટિવ કેસો સામે આવ્યા…

Read More
imran

કોરોનાની મહામારી વચ્ચે પાકિસ્તાન  આર્થિક રીતે ડગમગી રહ્યું છે.. પાકિસ્તાનની સૌથી પાવરફુલ ગણાતી આર્મી અને ઇમરાન ખાન સરકાર વચ્ચે તકરારો વધી રહી છે. બીજી તરફ કોરોનાથી બચવા ઇમરાન ખાને અનેક દેશો પાસેથી આર્થિક મદદ માગી હતી પણ કોઇએ જ મદદ ન કરી હોવાના રોદણા ઇમરાન ખાન રોઇ રહ્યા છે. બીજી તરફ ઇમરાન ખાને કહ્યું છે કે અમે દુનિયાભરમાં કોરોનાની મહામારીથી બચવા માટે મદદ માગી હતી જોકે કોઇ દેશે એક રૂપિયાની પણ મદદ ન કરી. થોડા દિવસ પહેલા જ ઇમરાન ખાને માગણી કરી હતી કે નબળા દેશોનું જે દેવુ છે તેને માફ કરી દેવું જોઇએ કે જેથી તેઓ કોરોનાની મહામારીથી જે…

Read More
dc Cover l9nophllpsosbqv891lsuk2ic0 20200329111038.Medi

કોરોનાને કારણે કરવામાં આલા લોકડાઉનમાં લોકોનું માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગ અને અમદાવાદના મહેરીજમ ફાઉન્ડેશને મળીને એક ખાસ હેલ્પલાઇન ૯૫૫૫-૮૨૫-૦૦૧ શરૂ કરી છે.  જેમાં ૫૦થી વધુ  તાલીમબધ્ધ સલાહકારો કામ કરે છે. જે લોકોને અનુભવાતી માનસિક તાણ નિવારવાસૂચનો આપીને મદદ કરે છે. આ હેલ્પલાઇન થકી ૭૦૦થી વધુ લોકોના ડેટા ભેગા કરાયા છે. આ ડેટાનો ઉપયોગ સમાજમાં ભાવનાત્મક સુધારણાના પગલાં લેવા માટે કરશે. ૪૫ %-કાર્યક્ષમતા ઘટવાની ચિંતા ૪૯%-નાણાકીય સ્થિતિ બગડવાની ચિંતા ૬૫%- સલામતી અનુભવે છે ૮૦%- પરિવારજનો સાથે સમય વિતાવવાથી ખુશ ૭૦ %-  આ રમૂજ લાગે છે ૭૯% – ઇન્ટરનેટના લીધે સમય પસાર કરવામાં મદદ મળી

Read More
virus

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના 1396 નવા કેસ આવ્યાં છે. જ્યારે 48 લોકોના મોત થયા છે. દેશના 9 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો કોરોના સંક્રમણથી મુક્ત થાય છે. જેમાં ત્રિપુરા, ગોવા, અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, સિક્કિમ, દમણ અને દીવ, દાદરા અને નાગરહવેલી તથા લક્ષદીપ સામેલ છે. દેશમાં લોકડાઉન 2.0 ખતમ થવામાં હવે અઠવાડિયાથી પણ ઓછો સમય બચ્યો છે. પરંતુ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. સ્થિતિ એવી છે કે સંક્રમિતોની સંખ્યા વધીને 28 હજારની નજીક પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા વધીને 27,892 થઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 872…

Read More
52686786 303

છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉનના સ્વાસ્થ્ય વિશે દક્ષિણ કોરિયા સતત કિમની ગંભીર સ્થિતીનાં સમાચારને નકારી રહ્યું છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિના વિદેશ નીતિ સલાહકાર ચુંગ-ઇન મૂને જણાવ્યું હતું કે કિમ જીવે છે અને તંદુરસ્ત છે. સીએનએનના રિપોર્ટ અનુસાર મૂને કહ્યું કે કિમ અંગે અમારી સરકારનું વલણ એક જ છે. તેમણે કહ્યું, ‘કિમ જોંગ ઉન જીવંત અને સ્વસ્થ છે. તે 13 એપ્રિલથી દેશના વોન્સન વિસ્તારમાં રહે છે. તેણે ફોક્સ ન્યૂઝને કહ્યું, “હજી સુધી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળી નથી.”

Read More
IMRAN KHEDAWALA

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોના સામેની જંગ જીતી ગયા છે. તેમને આજે સવારે લગભગ 11 વાગ્યે અમદાવાદની એસપીજી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે.  તેમનો બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવતાં તેમને રજા આપવામાં આવશે. ઈમરાન ખેડાવાલા અમદાવાદમાં ખાડિયા-જમાલપુર બેઠકના ધારાસભ્ય છે, તેમને 14 એપ્રિલે મોડી સાંજે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યારથી તેમની સારવાર ચાલી રહી છે. દાખલ થયાના નવ દિવસ બાદ રિપોર્ટ કરાયો, ત્યારે પોઝિટીવ આવ્યો હતો. પરંતુ થોડા દિવસ પહેલા તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, તો ગઈકાલે બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. જેથી તેમને આજે રજા અપાશે. તેમના પરિવારને પાંચ સભ્યોને પણ ચેપ લાગતાં તેઓ…

Read More
aashish bhatiya

કોરોનાની મહામારીમાં કમિશનર આશિષ ભાટિયા દ્વારા એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. હવે પોલીસે આરોપીને જેલમાં નાખતા પહેલા તેનો કોવિડ-19 નો ટેસ્ટ ફરજિયાત પણે કરાવવાનો રહેશે. ગુજરાત હાઇકોર્ટએ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલતા પહેલા તે કોવિડ-19 પોઝિટીવ છે કે નહીં તે ચેક કરી જેલમાં મોકલવા હુકમ કર્યો છે. ગ્રામ્ય કોર્ટે આરોપીને કોર્ટમાં રજૂ કરતા પહેલા તેનો કોવિડ-19 ટેસ્ટ કરાવ્યા બાદ રિપોર્ટ નેગેટિવ આવે પછી હાજર કરવા હુકમ કર્યો છે. જેના પગલે શહેર પોલીસને આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કે જેલમાં મોકલતા પહેલા કોવિડ ટેસ્ટ કરાવવા અને રિપોર્ટ ના આવે ત્યાં સુધી પોલીસ નજર હેઠળ ક્વોરન્ટાઈન રાખવા જણાવ્યું છે.

Read More
IMG 20200426 WA0138

કોરોનાના વધતા જતા પ્રકોપને ભોગ કોંગ્રેસના નેતા બન્યા છે. કોંગ્રેસના નેતા બદ્દરૂદીન શેખનું આજ રોજ કોરોનાના કારણે નિધન થયું છે. છેલ્લા ધણા સમયથી તેઓ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા. જો કે આજ રોજ તેમનું અવસાન થતા કોંગ્રેસમાં હાહાકાર મચી ગયો છે. અમદાવાદના વિપક્ષના નેતા બદ્દરૂદીન શેખનું અવસાન થતા કોંગ્રેસમાં ભય વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે હાલ અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે ત્યારે કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.

Read More
delhi airpot

લોકડાઉનને કારણે ભારતના કેટલાક નાગરિક બીજા દેશોમાં ફસાયેલા છે, જેમણે પરત લાવવા માટે સરકાર યોજના બનાવી રહી છે. વિદેશ મંત્રાલય તેની માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એર ઇન્ડિયા, રાજ્ય સરકાર અને વિદેશોમાં સ્થિત ભારતીય મિશન સાથે સંપર્ક કરી તે ભારતીયોને પરત લાવવાની યોજના પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે જે પરત સ્વદેશ આવવા માંગે છે. સુત્રોએ જણાવ્યુ કે વિદેશમાં ફસાયેલા ભઆરતીયોને પરત લાવવા માટે વિશેષ ઉડાન અને નિયમિત ઉડાનોનો જ સહારો લેવામાં આવશે પરંતુ લોકડાઉનની સ્થિતિના આધાર પર અલગ અલગ રાજ્યો માટે તેને અલગ અલગ રીતે અમલમાં લાવવામાં આવશે. તેની માટે નાગરિકોએ ટિકિટના પૈસા આપવા પડશે. મહત્વપૂર્ણ છે કે ગત…

Read More