Author: Satya-Day

earth

આગામી 29 એપ્રિલના રોજ પણ આવી એક અનોખી ખગોળીય ઘટના થવા જઈ રહી છે. આ દિવસે માઉન્ટ એવરેસ્ટની અડધી ઊંચાઇ બરાબર એક ઉલ્કાપિંડ પૃથ્વીની એકદમ નજીકથી પસાર થશે. જો કે ચિંતાની કોઇ વાત નથી કારણ કે નાસાએ સ્પષ્ટ કર્યું છે કે આ પહાડ જેવડો ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાશે નહીં. આ ઉલ્કાપિંડ 4.1 કિલોમીટર જેટલો વ્યાસ ધરાવે છે. જે 29મી સવારે 4:56 કલાકે 31320 કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની નજીકથી પસાર થશે. આ સમયે તે ધરતીથી 3.9 મિલિયન માઇલ્સ દૂર હશે. લોકડાઉનના સમયમાં તમે પણ આ ખગોળીય ઘટનાને જોવાનું વિચારતા હોવ તો તેના માટે તમારે ટેલિસ્કોપની જરૂર પડશે. નરી આંખે તમે…

Read More
ARMY

જ્યારે આખી દુનિયા કોરોનાવાયરસ સામે લડી રહી છે ત્યારે સરહદ પારથી 300 આતંકવાદીઓ ભારતમાં ઘુસણખોરી કરવા તૈયાર છે. આતંકવાદીઓની ઘૂસણખોરીની બાતમી મળ્યા બાદ ભારતીય સેનાએ સરહદ પર એન્ટી ઘૂસણખોરી ટુકડી અને આતંકવાદ વિરોધી દળને એલર્ટ કરી દીધું છે. ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓના કહેવા મુજબ, પીઓકેમાં બનેલા લોંચિંગ પેડમાં બેઠેલા ઘણા આતંકવાદીઓને પણ કોરોનાથી ચેપ લાગી શકે છે. ભારતીય સૈન્ય પણ આ અંગે ખૂબ જાગૃત છે. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે પણ ઘણા આતંકવાદીઓ દ્વારા કોરોનાને ચેપ લાગવાના સમાચારની પુષ્ટિ કરી છે. સેનાના ક્ષેત્ર ગુપ્તચર યુનિટને માનવ અને તકનીકી માહિતીના આધારે માહિતી મળી છે કે સરહદ પારથી 300 જેટલા લશ્કર-એ-તૈયબા અને…

Read More
RAIN GUJARAT

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે વાતાવરણમાં પલટો આવતા સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો હતો.  28 અને 29મી એપ્રિલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગરના કાલાવાડ, રાજકોટના કાળમેઘડા અને અમરેલીના ખાંભા, ધારી સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ હતી. જામનગરના કાલાવડમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. નવાગામ, ઉમરાળા અને મોટી વાવડીમાં વરસાદ વરસ્યો હતો. તો ભંગડા, મમાછરડા સહિતના ગામમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.

Read More
1 11

સુરતમાં કોરોનાના કેસ સતત   વધી રહ્યા છે.. સુરતમાં આજે કોરોના પોઝિટિવનાં વધુ 33 કેસો નોંધાયા હતા. આમ સુરતમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 532 થઈ ગયો છે. જ્યારે આજે વધુ 2 વ્યક્તિઓનાં મોત નિપજતાં સુરતમાં કોરોનાને કારણે મોતનો આંક 17 થઈ ગયો છે. તો બીજા એક સારા સમાચાર એ છે કે આજે બે બાળકોએ કોરોનાને માત આપી હતી. આમ સુરતમાં હવે કુલ 21 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. તો બીજી બાજુ જ્યાં રાજ્યમાં આજથી દુકાનો શરૂ થવાની હતી.કલેક્ટર-પાલિકા કમિશનર દ્વારા રાજ્ય સરકાર સાથે ચર્ચા બાદ 3 મે સુધી અતિ આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો નહીં ખોલવા નિર્ણય લેવાયો છે. સુરતમાં રેડ ઝોન જાહેર…

Read More
IMG 20200408 WA0026

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 230 નવા કેસ નોંધાયા છે અને કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 3,301ને આંબી જવા પામી છે. એક દિવસમાં અમદાવાદમાં જ 178 સૌથી વધુ કેસ નોંધાયા છે તેમજ તમામ 18 મૃત્યુ પણ અમદાવાદમાં થયા છે જેમાં 13 પુરૂષ અને પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે. અમદાવાદમાં વધુ 18 લોકોના મૃત્યુને પગલે જિલ્લામાં કુલ 104 લોકોના મોત થયા છે તેમજ રાજ્યમાં મૃત્યુનો આંક વધીને 151 થઈ ગયો છે. કોરોનાનો કાળમુખો પંજો હવે હોટસ્પોટ સિવાય પણ અન્ય વિસ્તારોમાં પ્રસરી રહ્યો હોવાનું જણાય છે. અમદાવાદમાં 178 નવા કેસ સાથે જિલ્લામાં 2,181 કુલ દર્દીઓ નોંધાયા છે. આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ…

Read More
modi 4

સરકારમાં મોજૂદ સૂત્રોએ જણાવ્યું હતું કે કે મહામારીનો સામનો આગળ કેવી રીતે કરવો તે ઉપરાંત લૉકડાઉનમાંથી તબક્કાવાર કઈ રીતે બહાર નીકળવું તે અંગે પણ ચર્ચા કરાશે. લૉકડાઉન-2 3જી મે સુધી ચાલવાનું છે.કેન્દ્ર અને રાજ્ય સરકારો વિવધ સેક્ટરોમાં તબક્કાવાર રાહત આપી રહી છે જેથી આર્થિક ગતિવિધીઓને ગતિ મળે અને લોકોને રાહત મળે. પણ અમુક રાજ્યો લૉકડાઉનને 3 મે બાદ પણ લંબાવવા માગે છે જેથી કોરોના વાયરસના કેસો નિયંત્રણમાં રહે. પોતાના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં વડા પ્રધાને કહ્યું હતું કે દેશ ‘યુદ્ધ’ના મધ્યમાં છે અને લોોકએ સતત સાવધ રહેવું જોઈએ અને સાવચેતીના સમસ્ત પગલાં લેવા જોઈએ. કેન્દ્ર સરકાર અને રાજ્ય…

Read More
vegetable market 523490f

સુરત શહેર સહિત ચાર શહેરોમાં જે રીતે કોરોનાના આંકડા વધી રહ્યા છે તેને લઇ ચિંતા પ્રસરી છે. સુરત પોલીસ અને મનપા દ્વારા વારંવાર લોકોને લોકડાઉનનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તે છતાં લોકો ઉલ્લંઘન કરી રહ્યા છે. રાંદેર ઝોનના મોરા ભાગળ વિસ્તારમાં ભાણકી સ્ટેડિયમાં સામે સનસિટી રેસિડન્સીમાં સવારે-સાંજે મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે નીકળે છે અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવતા નથી. જેના લીધે સ્થાનિક લોકોમાં સંક્રમણનો ભય ફેલાઇ ગયો છે.સુરત શહેરમાં ભલે લોકડાઉન છે અને ઘણા વિસ્તારોને ક્લ્સ્ટર જાહેર કરાયા છે. તેમ છતાં લોકો માટે આ કંઈપણ જાણે લાગુ પડતું જ નથી. અને દરરોજ શહેરમાં ઘણા વિસ્તારોમાં…

Read More
cr patil

દેશમાં લોકડાઉન ખુલવાને હવે એક અઠવાડિયાની વાર છે ત્યારે રાજ્યમાં ફસાયેલા મજૂરોને પોતાના વતન મોકલવાની વાત સાંસદ સી.આર.પાટીલ દ્વારા થઇ રહી છે. ભાજપના સાંસદ સીઆર પાટિલે એક વીડિયો દ્વારા જણાવ્યુ કે સુરતમાં ફસાયેલા મજૂરોને પરત પોતાના વતન મોકલવા માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયને રજૂઆત કરવામાં આવી હતી અને તેમણે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે.  CMO ઓફિસનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આ વાતની કોઇ જાણ ના હોવાનું જણાવ્યુ હતું. સીઆર પાટિલે કહ્યું, “સુરત શહેરની અંદર લાખો લોકો અલગ અલગ રાજ્યમાંથી કામ માટે આવે છે. લોકડાઉનને કારણે ઘણા સમયથી સુરતમાં વસવાટ કરે છે. નજીકના ભવિષ્યમાં કોઇ ઇન્ડસ્ટ્રી શરૂ થવાના લક્ષણો નથી તેવા સમયમાં…

Read More
ROBOT

રોબોટની બાબતમાં હવે સુરતની નવી સિવિલ હોસ્પિટલ પણ પાછળ નથી. નવી સિવિલમાં કોરોનાના દર્દીઓને દવા-પાણી અને જમવા સહિતની સામગ્રીઓ રિમોટ ઓપરેટીંગ રોબોટીક ટ્રોલીમાં અપાશે. રોબોટીક ટ્રોલી ૨૦ કિલો વજન સાથે ૫૦ મીટરના અંતર સુધી ઓપરેટ થઈ શકશે. સુરત નવી હોસ્પિટલમાં રોબોટીક ટ્રોલી સ્વાસ્થ્ય કર્મીની ભૂમિકામાં મહત્વનું યોગદાન આપશે. મજુરાના સતત પ્રજાની સેવા માટે તત્પર રહેતા યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીની મદદથી એક કંપનીએ નવી સિવિલમાં આ રોબોટીક ટ્રોલી ભેટ કરી છે. આ રોબોટીક ટ્રોલી કોરોના પોઝિટીવ દર્દીઓને દવા, ભોજન, પાણી સહિતની ચીજો પહોંચાડવામાં આરોગ્ય કર્મચારીની મહત્વની ભૂમિકા ભજવશે. રીમોટ વડે ઓપરેટ થતી રોબોટીક ટ્રોલી એક સાથે ૨૦ કિલો વજન ઉંચકી શકે…

Read More
nationalherald 2020 04 6063ea51 ee35 4b46 9aa7 22d5b3b07ae9 was the tribunal right in bailing out gujarat cm vijay rupani

સરકારે આજે ૨૬ એપ્રિલના રોજ ગુજરાત રાજ્યમાં કેટલીક દુકાનોને ખુલ્લી રાખવા માટે પરવાનગી આપી હતી. પણ અચાનક સરકારે આ નિર્ણય પાછો ખેંચી લેતા મુંઝવણ પ્રવર્તી રહી છે. નિર્ણય પરત લેવાતા લોકોમાં ઘણા એવા પશ્ન પણ જોવા મળી રહ્યા છે. લોકોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, એવું તો શું થયું કે માત્ર 6 કલાકમાં જ આ નિર્ણય પાછો ખેંચી લીધો, પ્રજા પૂછે છે કે, શું ગુજરાતના આ ચાર શહેરોમાં એકાએક કેસો વધી ગયા,? એવું હોય તો સરકારે જાહેર કરવું જોઈએ કે કેસો વધતા છૂટછાટ પાછી ખેંચી લીધી છે. જો એવું ના હોય તો શું સવારથી દુકાનો ખુલતા ભીડ થઈ ગઈ…

Read More