Author: Satya-Day

SHOPP

આવતીકાલથી રાજ્ય સરકાર દ્વારા દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ ગૃહમંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, લૉકડાઉનમાં છૂટ છતાં દારૂની દુકાનો બંધ જ રહેશે. આ ઉપરાંત માર્કેટમાં આવેલી દુકાનો અને શૉપિંગ મૉલમાં આવેલી દુકાનો નહીં ખોલી શકાય. આ ઉપરાંત સ્પષ્ટ કર્યું છે કે, ઈ-કૉમર્સ કંપનીઓ દ્વારા માત્ર જીવન જરૂરી વસ્તુઓનું વેચાણ જ થઈ શકશે. ગૃહમંત્રાલયે દુકાનો ખોલવા માટે રાખી 4 શરતો → માત્ર 50 ટકા કર્મચારીઓ જ દુકાનમાં કામ કરી શકશે → તમામ કર્મચારીઓને માસ્ક પહેરવું ફરજિયાત → સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે → તમામ દુકાનો રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશો અંતર્ગત રજિસ્ટર્ડ હોવા જોઈએ. શું આજથી દરેક…

Read More
CM

હાલના તબક્કે ગુજરાતમાં કોરોના પોઝિટિવની સંખ્યા બેફામ રીતે વધી રહી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મીડિયા પર રાજ્યમાં કોરોનાની ગંભીર સ્થિતિ અંગે વાત કરતા જણાવ્યું કે, જો લોકોએ ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, કોરોનાના કેસોમાં 85 ટકા લોકો ઝડપથી સાજા થાય છે અને બાકીના 15 ટકામાંથી મૃત્યુદર 3થી 4 ટકા જ છે, બાકીના બધા સાજા થઈને ઘરે જાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાત કોરોના સામે જંગ જીતી જશે. મુખ્યમંત્રીએ તબલિગો વિશે કમેન્ટ કરતા કહ્યું કે કમનસીબે દિલ્હીથી નિઝામુદ્દીનથી જે તબલિગો ભેગા થયા અને ત્યાંથી કોરોનાનો ચેપ બધે ફેલાયો અને ગુજરાતને પણ ચેપ લાગ્યો. સ્થિતિ વધુ બગડે…

Read More
flat750x075f

1 મહિના પહેલા સમગ્ર દેશમાં કોરોનાને પગલે લોકડાઉન કરવામાં આવ્યં હતું. તે સમયે ભારતમાં કોરોના સંક્રમણના કેસ 500ની આસપાસ હતાં. જો કે તે વાતના સ્પષ્ટ સંકેત હતાં કે કોરોના વાયરસ વિકરાળ સ્વરૂપ ધારણ કરવા જઇ રહ્યો છે. 24 માર્ચે દેશભરમાં કોરોના સાથે સંબંધિત કેસનો સરેરાશ દૈનિક વૃદ્ધિ દર 21.6 ટકા હતો જે હવે ઘટીને 8.1 ટકા સુધી આવી ચુક્યો છે. જો 21.6 ટકાના દરે કેસ વધતાં રહ્યો હોત તો અત્યાર સુધી દેશમાં કોરોનાના 2 લાખથી વધુ કેસ સામે આવી ચુક્યાં હોત. જો કે આ સમયે ભારતમાં ચાલી રહેલો 8.1 ટકા દૈનિક વૃદ્ધિ દર કોરોના વાયરસથી ગંભીર રીતે પ્રભાવિત દેશોની તુલનામાં…

Read More
IMG 20200408 WA0026

ગુજરાતનાં 30 જિલ્લાઓ આ વાયરસનાં ઝપેટમાં છે. જ્યારે રાજ્યનાં 3 જિલ્લાઓમાં પગપેસારો થયો નથી, વિશ્વભરમાં એકપણ દેશ તેને રોકી શક્યો નથી. આરોગ્ય સચિવનું મહત્વનું નિવેદન લોકડાઉનનાં કારણે સંક્રમણ ઘટ્યું છે. કોરોના સામેની લડાઈ બે મહિના સુધી યથાવત રીતે ચાલું રહેશે. વૃદ્ધ અને સભર્ગા મહિલાઓએ વધુ ધ્યાનમાં રાખવું જરૂરી છે. ભારતમાં 32 રાજ્યોમાં કોરોનાનો પગપેસારો થયો છે. ગુજરાતમાં પણ તેની અસર થઈ છે, ગુજરાતનાં 3 જીલ્લાઓ બચી ગયા છે. લોકડાઉનને કારણે સંક્રમણનો વ્યાપ કંટ્રોલમાં આવ્યો છે. આ લડાઈ હજી બે મહિના સુધી લાંબી ચાલે તેવી લડાઈ છે. એટલા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જરૂરી છે. અને ભય અને અફવાઓથી દૂર રહેવા માટે…

Read More
chardham yatra01 4524563 835x547 m

હિંદુ સંસ્કૃતિ સાથે જોડાયેલા પવિત્ર યાત્રા સ્થળો ચારધામના નામથી પણ ઓેળખાય છે. હિમાલયના ખોળામાં આવેલા આ યાત્રાધાનમ શિયાળામાં છ મહિના બંધ રહે છે. છ મહિના બાદ જ્યારે આ યાત્રાધામ ખુલે છે ત્યારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. આ વર્ષે પણ છ મહિના બાદ આ યાત્રાધામોના ખુલવાનો સમય થયો છે. હવે ટૂંક સમયમાં જ આ ચારેય યાત્રાધામોના દ્વાર ખુલશે, પરંતુ આ વર્ષે શ્રદ્ધાળુઓને ત્યાં જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન લાગુ છે. કોરોના વાયરસનો ફેલાવો ના થાય તે માટે આ વર્ષે એક પણ શ્રદ્ધાળુ ચારધામની મુલાકાત નહીં લઇ શકે. ૨૬ એપ્રિલે ગંગોત્રી અને યમનોત્રીના દ્વાર ખુલતાની સાથે…

Read More
1586318705779

કેન્દ્ર સરકારે ૨૪મી માર્ચે દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરી હતી અને રાતોરાત લોકડાઉન લાગુ કરી દીધુ હતું, આ પરિસ્થિતિ વચ્ચે એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે ભારતને કોરોના વાઇરસ નહીં પણ લોકડાઉન ભારે પડશે. અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ એંડ ફાઇનાન્શિયલ સર્વિસ જેફરીઝના ઇક્વિટી સ્ટ્રેટેજી ગ્લોબલ હેડ ક્રિસ્ટોફર વુડે કહ્યું છે કે ભારતને કોરોના વાઇરસથી જેટલુ નુકસાન નહીં થાય તેનાથી અનેકગણુ નુકસાન લોકડાઉનથી થશે કેમ કે લોકડાઉન ભારતના અર્થતંત્રની કમર તોડી નાખશે. વુડે તો ત્યાં સુધી ચેતવણી આપી છે કે ભારતમાં કોરોના વાઇરસ કરતા વધુ ખતરનાક લોકડાઉન સાબિત થશે, ઇકોનોમી અને હ્યૂમન વેલફેરને ધ્યાનમાં રાખીને તેમણે આ ચેતવણી આપી છે. પોતાની દલીલોમાં…

Read More
लव अग्रवाल

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૨૮ દિવસમાં ૧૫ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ સામે આવ્યો નથી. દેશના ૮૦ જિલ્લામાં છેલ્લા ૧૪ દિવસમાં કોરોનાનો એકપણ દર્દી નોંધાયો નથી. ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી કોવિડ-૧૯થી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો છે. દેશના કુલ કેસમાંથી ૪૯.૫ ટકા કેસ આ ત્રણ રાજ્યોમાં નોંધાયાં છે. લોકડાઉનના છેલ્લા એક મહિનામાં ભારત કોરોના વાઇરસના પ્રસારની ગતિ નિયંત્રણમાં રાખવા સફળ રહ્યો છે. એમ્પાવર્ડ ગ્રૂપ-વનના ચેરમેન ડો. વી. કે. પોલે જણાવ્યું હતું કે, પહેલા સપ્તાહના પાંચ દિવસની સરખામણીમાં જો આપણે ત્રણ દિવસની સરેરાશ લઈએ તો હાલ ૧૦ દિવસમાં કેસ બમણા…

Read More
cig in air wide cf2d76590e33ee7b85f9f9ba1d0db11a0ce79e9d

કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશો પૈકી ફ્રાન્સમાં કરાયેલા તાજેતરના રિસર્ચ મુજબ નિકોટીન લોકોને કોરોના વાયરસ સામે રક્ષણ આપી શકે એમ છે. પેરિસના વિખ્યાત હોસ્પિટલના રિસર્ચરે 343 કોરોનાગ્રસ્ત દર્દીઓની તપાસ કરી, જેમાંથી 139 લોકોમાં બીમારીના સામાન્ય લક્ષણ જોવા મળ્યા હતા. આ દર્દીઓ પૈકી માત્ર પાંચ ટકા લોકો જ ધૂમ્રપાન કરતા હતા. ગત મહિને ઇગ્લેન્ડના એક જર્નલમાં છપાયેલા રિસર્ચ મુજબ, ચીનમાં કોરોનાનો શિકાર બનેલા 1000 લોકોમાં  12.6 ટકા લોકો ધૂમ્રપાન કરતા હતા. WHO મુજબ ચીનના દર્દીઓની સંખ્યાની સરખામણીએ ધૂમ્રપાન કરનારા દર્દીઓની સંખ્યા ઓછી છે. રિસર્ચ મુજબ નિકોટીન વાયરસને કોશિકાઓ સુધી પહોંચતા અટકાવે છે. જેથી ફેલાવા પર અંકુશ રહે છે. રિસર્ચર હવે…

Read More
ramadan 1

લોકડાઉન વચ્ચે મુસ્લિમ સમુદાયનો પ્રવિત્ર રમઝાન મહિનાની કાલ એટલે શનિવારથી શરૂ થઇ રહ્યું છે. આજે શુક્રવારે ચાંદ દેખાયો અને આ સાથે જ રમઝાનની જાહેરાત થઇ ગઇ અને કાલથી આ પ્રવિત્ર મહિનાની શરૂઆત સાથે રોજા શરૂ થઇ જશે. આ વચ્ચે રમઝાન શરૂ થવા પર પીએમ નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત કેટલાક નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રમઝાન મહિનાની શરૂઆત થવા પર ટ્વિટ કરીને અભિનંદન આપતા કહ્યું, ‘રમઝાન મુબારક! હું બધાની સુરક્ષા, કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરૂ છું. આ પ્રવિત્ર મહિના પોતાના સાથે દયા, સદભાવના અને કરૂણાની પર્યાપ્તા લઇને આવ્યું. આપણે કોરોના વિરૂદ્ધ ચાલી રહેલી એક લડાઈમાં…

Read More
CORONA

સુરત શહેરમાં કોરોના સામે લડત આપવા માટે તંત્ર દ્વારા સઘન તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમજ નવીન પોલીસીઓ અને ટેકનીક સાથે કોરોનાને માત આપવામાં આવી રહી છે. સુરત શહેરમાં કોરોનાના પોઝીટીવ કેસો ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. જે અંગે સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યપં હતું કે, સુરત શહેરમાં કેસો વધુ સામે આવી રહ્યા છે. જેની પાછળનું કારણે સુરતમાં વધુમાં વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અને તેને પગલે શહેરમાં વધુ કેસો સામે આવી રહ્યા છે. સુરત શહેરમાં ગુરૂવાર સુધીમાં કુલ 9313 જેટલા ટેસ્ટ કરાયા છે. તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું. સુરત શહેરમાં ગુરૂવારથી એન્ટી બોડી ટેસ્ટ શરૂ કરી…

Read More