Author: Satya-Day

1234 1 1140x620 1

સુરત શહેરમાં પોઝીટીવ કેસ સતત વધી રહ્યા છે. સુરત શહેરમાં કોરોના પોઝીટીવ કેસનો કુલ આંક 400 ને પાર થઈ ચુક્યા છે. ત્યારે હવે શહેરમા શુક્રવારે અડાજણ વિસ્તારમાંથી આજે વધુ 2 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. સુરતમાં રાંદેર ઝોનના અડાજણ હની પાર્ક સ્થિત SMC અવાસમાંથી પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. SMC ટેનામેન્ટમાંથી બે પોઝિટિવ કેસ નોંધાયા છે. 32 વર્ષીય કિશોરભાઈ રાઠોડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને તેમના ઘરની બાજુમાં જ રહેતા 28 વર્ષીય સાવિત્રી ત્રિવેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેઓની કેસ હીસ્ટ્રી પરથી જાણવામાં આવ્યું છે કે 32 વર્ષીય કિશોરભાઈ રાઠોડ દરરોજ સરદાર માર્કેટમાં શાકભાજી લેવા માટે જતા હતા.…

Read More
CORONA3

ભારતમાં મોટા પ્રમાણમાં કેસો વધવાનું કારણ કોરોનાનો ચેપ છે. દુબઈથી પાછા ફરેલા 68 વર્ષીય અબ્દુલ લતીફની આ પ્રકારની હરકતના કારણે નાગપુર શહેરના લોકો પર કોરોનાનો ઓછાયો મંડરાવા માંડ્યો છે. અબ્દુલ લતીફના કારણે 44 લોકો કોરોના પોઝિટિવ જાહેર થયા છે. જેમાં તેમના જ પરિવારના 26 સભ્યોનો સમાવેશ થાય છે દુબઈથી  પાછા ફરેલા અબ્દુલ લતીફનુ કોરોનાના કારણે 5 એપ્રિલે મોત થયુ હતુ. આ પહેલાં તેઓ 3 એપ્રિલે તબિયત બગડી હોવાથી હોસ્પિટલ પહોંચ્યા હતા.તેઓ ટીબીના પેશન્ટ હતા પણ જ્યારે તેમનો ટેસ્ટ કરાયો તો તેઓ કોરોના પોઝિટિવ નિકળ્યા હતા. એ પછી તપાસમાં ખુલાસો થયો હતો કે, અબ્દુલ લતિફ દુબઈથી પાછા ફર્યા હતા પણ આ…

Read More
cornovirus chinese vadodara 5893366 835x547 m

શહેરમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. આરોગ્ય તંત્ર દિવસ-રાત સેમ્પલ એકત્ર કરીને પોઝિટિવ દર્દીઓને અલગ તારવી નવી સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવામાં વ્યસ્ત છે. આવા સંજોગોમાં નવી સિવિલમાં દાખલ દર્દીઓ પૈકી 80% પોઝિટિવ દર્દી કોઈપણ પ્રકારના લક્ષણો ન ધરાવતા હોવાનું ધ્યાને આવ્યું છે. હાલ સમગ્ર વિશ્વને કોરોનાએ અજગરી ભરડામાં લીધું છે. આવા સંજોગોમાં આ મહામારીની સામે લડવા માટે શહેર આરોગ્ય તંત્ર સતત ફાઇટ આપી રહ્યું છે. સુરત શહેરની વાત કરીએ તો શહેરમાં અત્યાર સુધી 383 પોઝિટિવ દર્દી નવી સિવિલ હોસ્પિટલમાં ભરતી થયા છે. આ દર્દીઓ પૈકી ૮૦ ટકા દર્દીઓ એવા છે જે કોરોનાના કોઈપણ પ્રકારના લક્ષણો ધરાવતાં નથી.…

Read More
vijay rupani 1 640x384 1

રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 2624 પર પહોંચી ગઈ છે. ભારતમાં મહારાષ્ટ્ર પછી ગુજરાત દેશનું બીજી સૌથી વધુ કોરોનાગ્રસ્ત રાજ્ય બની ગયું છે.  જો વાત માત્ર અમદાવાદની કરવામાં આવે તો, અહીં કોરોનાના પોઝિટિવ કેસો 1559 થઈ ગયા છે. જેમાં 63 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. બીજા લૉકડાઉનની જાહેરાત બાદ જ અમદાવાદના કોટ વિસ્તારમાં કરફ્યૂ લાગૂ છે. આમ છતાં શહેરમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે, ખાસ કરીને શહેરના કોટ વિસ્તારમાં.. આ અંગે અમદાવાદ મ્યુન્સિપલ કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યું કે, કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં ખાસ કરીને જમાલપુર, દાણીલીમડા, બહેરામપુરા, શાહપુર, દરિયાપુર, ખાડિયા જેવા વિસ્તારો સામેલ છે. અમદાવાદના કોટ વિસ્તારમાં ઘણી ગીચતા છે.…

Read More
95725430 878a 475c 9038 c6829b3ae26e

કોરોના મહામારી વચ્ચે દેશમાં અનેક કોરોનાગ્રસ્ત વિસ્તારો એવા પણ હતા, જ્યાં લૉકડાઉનનો કડક અમલ કરાવવા માટે કરફ્યુ લગાવવામાં આવ્યો હતો. ગુજરાતના અમદાવાદ, સુરત અને રાજકોટમાં છેલ્લા કેટલાય દિવસોથી લાગુ કરફ્યુ હવેથી હટાવી દેવામાં આવ્યો છે. શુક્રવારે સવારે આ ત્રણેય શહેરોમાંથી હવે લૉકડાઉન યથાવત રહેશે. એટલે કે જરૂરી કામકાજ માટે અથવા સામાન લેવા માટે લોકો ઘરની બહાર નીકળી શકશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના આ ત્રણ જિલ્લાઓમાં કોરોના વાઈરસના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો હતો. જે બાદ વહીવટી તંત્રએ સખ્તી વધારવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યના એકલા અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના 1500થી વધુ કેસો સામે આવી ચૂક્યાં છે. જેના કારણે તંત્ર હરકતમાં આવ્યું…

Read More
IMG 20200408 WA0026

દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં એક દિવસમાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 1684 નવા કેસો સામે આવ્યા છે, જ્યાકે 37 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આકંડા પ્રમાણે, નવા 1684 નવા કેસો સાથે જ દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 23,077 થઈ ગઈ છે. જ્યારે આ જીવલેણ વાઈરસથી મોતને ભેટેલા લોકોનો આંકડો વધીને 718 પર પહોંચ્યો છે. દેશના 23077 કેસોમાંથી 17,610 એક્ટિવ કેસો છે, જ્યારે 4848 લોકો સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા…

Read More

 કોરોનાના વધતા જતા સંક્રમણને જોતા રાજ્યના પોલીસ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા ને ૩ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવશે. આવનારી ૩૦ મે ના રોજ તેઓ રિટાયર્ડ થવાના હતા. પણ રાજ્યમાં વધી રહેલી કોરોના ની સ્થિતિને જોતા તેઓ ૩ મહિના વધુ ફરજ પર હાજર રહેશે

Read More
swiggy go 1140x620 1

કોરોના વાયરસથી દેશના વિવિધ ક્ષેત્ર ખરાબ રીતે અસરગ્રસ્ત થયા છે. જેના કારણે કર્મચારીઓની નોકરી ઉપર સંકટના વાદળો છવાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં અવારનવાર છૂટા કરવાના સમાચાર મળી રહ્યા છે. હવે અહેવાલ છે કે ઓનલાઇન ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ સ્વિગી 1000 કર્મચારીઓને છૂટા કરી શકે છે.એક અહેવાલ અનુસાર, કોરોના સંકટને કારણે માગમાં 60 ટકાનો ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર સ્વિગીએ પણ તેની પુષ્ટિ કરી છે, પરંતુ કંપનીએ કર્મચારીઓની સંખ્યા જાહેર કરી નથી. અહેવાલમાં જણાવાયું છે કે ભાડા ઘટાડવા માટે કંપની તેના અડધા ક્લાઉડ કિચનને બંધ કરી શકે છે.સ્વિગી દ્વારા છટણીના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઑફ ઈન્ડિયા…

Read More
9c92b39a 744c 4c74 b631 99c02b97a2a5 1140x590 1

સુરત શહેરમાં દરરોજ સઘન રીતે સેનીટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. કોરોનાએ લગભગ સંપુર્ણ શહેરને પોતાની ચપેટમાં લઈ લીધું છે. ત્યારે સુરત શહેરમાં જે વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસ વધુ આવ્યા છે તે તમામ વિસ્તારોમાં સઘન સેનીટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. તેમજ જાહેર સ્થળોને પણ સેનીટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. તો હવે સુરતમાં કચરાની ડોર-ટુ-ડોરની ગાડીઓને પણ સેનીટાઈઝ કરવામાં આવી રહી છે. સુરતમાં તંત્ર દ્વારા તો સેનીટાઈઝેશનની કામગીરી કરવામાં આવી જ રહી છે. પરંતુ સુરતના નગરસેવકોએ પણ આ કામગીરી હાથમાં લીધી છે. સુરતમાં ધારાસભ્યથી લઈ ડે.મેયર અને કોર્પોરેટરો પણ સેનીટાઈઝેશનની કામગીરી જાતે પોતાના વિસ્તારોમાં તેમજ જાહેર સ્થળોમાં કરી રહ્યા છે. ગઈકાલે ડે.મેયર…

Read More
SONIAAA

સોનિયા ગાંધીએ ગુરુવારે ભાજપ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે તે કોરોના વાયરસ રોગચાળા દરમિયાન પણ ભાજપ કોમી સંવાદિતા અને નફરતનો વાયરસ ફેલાવતો જ રહ્યાં છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં તેમણે ભાજપ પર માત્ર નફરત ફેલાવવાનો આરોપ મૂક્યો, એટલુ જ નહીં પરંતુ કોરોના સામેના યુદ્ધમાં મોદી સરકારની વ્યૂહરચના પર પણ પ્રહાર કર્યા હતા. સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે સરકારે પીપીઈ અને પરીક્ષણ અંગે કોંગ્રેસના સૂચનોનું ધ્યાન રાખ્યું નથી. કોરોના વાયરસ સાથે સંયુક્ત રીતે કાર્યવાહી થવી જોઇએ ત્યારે ભાજપ કોમી પૂર્વગ્રહો અને નફરત ફેલાવવામાં વ્યસ્ત છે. તેમણે કહ્યું કે આપણા સાંપ્રદાયિક સંવાદિતાને ગંભીર નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, દરેક ભારતીયને…

Read More