Author: Satya-Day

rahul 2

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે સરકારને તમામ કોરોના સંબંધિત ઉપકરણો પર જીએસટી માફ કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે સરકાર દ્વારા સેનિટાઇઝસૅ, સાબુ અને માસ્ક ઉપર આ સમયે ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (જીએસટી) વસૂલ કરવો તે “ખોટું” છે. શ્રી ગાંધીએ હિન્દીમાં ટ્વિટ કર્યું હતું કે, ‘કોવિડ -19ના આ મુશ્કેલ સમય દરમિયાન, અમે સતત માંગણી કરી રહ્યા છીએ કે આ રોગચાળાના સંચાલનને લગતા તમામ નાના મોટા સાધનો પર જીએસટી ન લાગે.’ તેમણે કહ્યું, ‘રોગ અને ગરીબીથી પીડિત લોકો પાસેથી સેનિટાઇઝર, સાબુ, માસ્ક, મોજા વગેરે પર જી.એસ.ટી. એકત્રિત કરવું ખોટું છે. અમે #GSTFreeCorona ની અમારી માંગણી સાથે ઊભા રહીશું.’ શ્રી ગાંધીએ…

Read More
IMG 20200412 WA0157

કોરોના મહામારીના પગલે કેન્દ્ર સરકાર દ્વારા લંબાવવામાં આવેલું લોકડાઉન હવે તા. 3જી મેના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. ખાસ કરીને સુરત, અમદાવાદ અને વડોદરામાં હવે લોકડાઉન ખુલશે કે કેમ ? તે મુદ્દે હાલમાં અનિશ્વિતતા પ્રવર્તી રહી છે. ખાસ કરીને સુરતમાં 415 પોઝિટિવ કેસો અને 12 મૃત્યુ, અમદાવાદમાં સોથી વધુ 1501 કેસો અને 62 દર્દીઓના મૃત્યુ , જયારે વડોદરામાં પોઝિટિવ 208 દર્દીઓ અને 10 દર્દીઓનાં મૃત્યું થયા છે. આ સ્થિતિમાં લોકડાઉનમાંથી ગુજરાતના આ ત્રણેય શહેરોને મુકિત્ત આપવી કે કેમ ? તે મુદ્દે હાલમાં કોઈ નિર્ણય લેવામા આવ્યો નથી. જો કે કેન્દ્ર દ્વારા ગાંધીનગરમાં રાજય સરકારનો પણ અભિપ્રાય મેળવવામા આવશે, જેમાં રેડ…

Read More
image0 2

કોરોના જેવી મહામારીની પરિસ્થિતિમાં પણ દિવસ રાત જોયા વગર પોતાની ફરજ બજાવી રહેલા ડેપ્યુટી મેયર નીરવ શાહ ઘણી બધી રાહત કામગીરીઓમાં જાતે જ ભાગ લઈ રહ્યા છે. ફૂડ પેકેટ અને કરિયાણાની કીટ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તેની સતત કાળજી લીધી છે. તેમજ મુંગા પશુ-પક્ષીઓને પણ જરૂરી અનાજ આપી રહ્યા છે. તેમજ સેનીટાઈઝેશન હાલમાં ખુબ જ અગત્યની જરૂરિયાત બની રહી છે .ત્યારે ડે.મેયર નીરવ શાહ દ્વારા સુરત શહેરના તમામ ધાર્મિક સ્થળોને પણ સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેઓની ટિમ દ્વારા સુરત શહેરના નાના મોટા મંદિર ,દહેરાસર, મસ્જિદ,મઠ,સત્સંગ ભવન જેવા ધાર્મિક સ્થળો ને સેનીટાઇઝ કરવામાં આવ્યાં. આ કામગીરીની શરૂઆત છેલ્લાં…

Read More
Bill gates modi PTI L

ભારતમાં કોરોના પોઝિટિવ કેસો 20 હજાર ઉપર જઇ ચૂક્યા છે. 130 કરોડ વસ્તી ધરાવતા દેશોમાં સીમિત સંશાધનો સાથે કોરોના સામેની લડાઇમાં ભારત સારૂ પ્રદર્શન કરી રહ્યું છે. તેવામાં વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સે પણ પત્ર લખીને પીએમ મોદીની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રી મોદીને લખેલી ચિઠ્ઠીમાં બિલ ગેટ્સે કહ્યું કે કોરોના સામે જંગમાં તમે અને તમારી સરકારે જે રીતે સમય રહેતા યોગ્ય પહેલા ભર્યા છે અમે તેની પ્રશંસા કરીએ છીએ. ભારતે સમય રહેતા આખા દેશમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય હોટસ્પોટને શોધીને કોરોના દર્દીના સંપર્કમાં આવનાર લાખો લોકોને પ્રશાસનની મદદથી હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. બિલ ગેટ્સે…

Read More
1545912053phpfmAeOr

બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કોરોનાવાયરસની વેકસીનના ટ્રાયલની તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. બ્રિટીશ આરોગ્ય મંત્રી મેટ હેનકોકે જણાવ્યું હતું કે 23 એપ્રિલે આ રસીની વોલંટિઅર્સ પર ટ્રાયલ લેવાશે. હેનકોકના જણાવ્યા અનુસાર સરકાર નવી અને સફળ રસી બનાવવા માટે બનતા દરેક પ્રયાસ કરી રહી છે અને બ્રિટન રસી બનાવવામાં સૌથી આગળ ચાલી રહ્યું છે.હેનકોકે કહ્યું હતું કે બ્રિટનની બે રસી હાલના સમયે સૌથી આગળ છે. એક ઓક્સફર્ડ અને બીજી ઇમ્પિરિયલ કોલેજમાં તૈયાર કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે હું કહી શકું છું કે ગુરૂવારે ઓક્સફર્ડ પ્રોજેક્ટની રસીનું લોકો પર પરીક્ષણ કરવામાં આવશે. સામાન્યપણે અહીં સુધી પહોંચતા વર્ષો લાગી જાય…

Read More

અત્યાર સુધી જે જિલ્લો કોરોના ફ્રી હતો તેમાં આજ રોજ ધરમપુરમાં ચોથો પોઝિટીવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો વલસાડમાં. ધરમપુરની કેળવણી ફળિયા ખાતે રહેતી 27 વર્ષની મહિલા પોઝિટીવ આવતા કુલ આંક 4 એ પહોંચ્યો છે. લીલાબેન ગણેશભાઈ પટેલ પાંચ માસથી ગર્બવતી છે, તેને કોરોના પોઝિટીવ આવતા હાલ વલસાડ સિવિલમાં ખસેડવામાં આવી છે.

Read More
nationalherald 2020 04 6063ea51 ee35 4b46 9aa7 22d5b3b07ae9 was the tribunal right in bailing out gujarat cm vijay rupani

ગુજરાતમાં પોઝિટિવ કેસોની સંખ્યા પ્રતિદિવસ બે આંકડાઓમાં વધી રહી છે. તેવામાં રૂપાણી સરકારે રાજ્યમાં 31 ખાનગી હોસ્પિટલોને કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરવા માટે રજા આપી છે. કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર સ્વખર્ચે કરવાનો નિર્ણય રાજ્યને ડૂબી દેનાર સાબિત થઇ શકે છે. લોકડાઉનમાં જ્યારે બધા જ રોજગાર-ધંધા બંધ છે, તેવામાં સરકારે કોરોના પોઝિટિવ દર્દીઓને ખાનગી હોસ્પિટલોને પરવાનગી આપીને આડકતરી રીતે જણાવી દીધું છે કે, તમે તમારી દવા તમારા પોતાના ખર્ચે જ કરાવવાની રહેશે. બે દિવસ પહેલા જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઉભી કરાયેલ કોવિડ-19 કેર બહાર કોરોના પોઝિટિવના 25 દર્દીઓ સારવાર અને અન્ય સુવિધાઓના અભાવે રઝળી રહ્યાં હતા. અત્યાર સુધી તો સરકાર કોરાના…

Read More
ani1585302994

ગુજરાતમાં કોરોના વાયરસના નવા 135 કેસ સામે આવતાની સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2407 થઇ ગઇ છે. જ્યારે કોરોના વાયરસથી અત્યાર સુધી રાજ્યમાં 103 લોકોના મોત થયા છે. અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 1500ના પાર થઇ ગઇ છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા 135 કેસ પોઝિટિવ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાયરસથી 12 કલાકમાં 8 લોકોના મોત પણ થયા છે. અમદાવાદમાં કોરોના વાયરસના સૌથી વધુ 67 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં 51, મહિસાગરમાં 9, છોટા ઉદેપુરમાં 4, આણંદમાં 2, બનાસકાંઠા-વડોદરામાં 1-1 કેસ સામે આવ્યા છે. અમદાવાદના દાણીલીમડા, આસ્ટોડિયા, બહેરામપુરા, ઓઢવ,દુધેશ્વર, વસ્ત્રાલ, બાપુનગર, સરસપુર, નવા નરોડા, શાહઆલમ, નરોડા,…

Read More
IMRAN KHEDAWALA

થોડાક દિવસ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ  પોઝિટિવ આવ્યો હતો જેથી તેમને સારવાર માટે એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, 9 દિવસની સારવાર બાદ તેમનો બીજો કોરોનાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. થોડાક દિવસો પહેલા જમાલપુર-ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે તાત્કાલિક એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 9 દિવસની સારવાર બાદ આજે તેમનો કોરોનાનો બીજો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ચિંતા જોવા મળી રહી છે. જો કે, આગામી 25 અથવા 26 તારીખે કોરોનાનો તેમનો વધુ એક રિપોર્ટ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 14 એપ્રિલથી ખેડાવાલા એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Read More
rashan

કોરોનાથી રક્ષણ મેળવવા માટે સુરક્ષા સાધનો અંગે કોઈ નિર્ણય ના લેતા રાજ્યની 17,500 સસ્તા અનાજની દુકાનો 4 દીવસથી બંધ છે. સરકાર આ અંગે યોગ્ય નિર્ણય નહિં લે ત્યાં સુધી હડતાળ જારી રહેશે તેવો નિર્દેશ દુકાનદારોએ આપ્યો છે. ગુજરાત ફેર પ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ આ અંગે જણાવ્યું કે, આરોગ્ય અગ્ર સચિવ જ્યંતી રવિ સાત દિવસ સુધી શાકભાજી કરિયાણુ નહિં ખરીદવા લોકોને અપીલ કરે છે તે જોતા અમારી માંગણી વ્યાજબી છે, પણ સરકારને આ અંગે ગંભીરતા નથી. રાજ્યની સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ તેવો લોકોના સીધા સંપર્કમાં આવતા હોવાથી તેમજ રાશન ધારકો પાસેથી હાથોહાથ કાર્ડ લઈને એન્ટ્રી…

Read More