Author: Satya-Day

rashan

કોરોનાથી રક્ષણ મેળવવા માટે સુરક્ષા સાધનો અંગે કોઈ નિર્ણય ના લેતા રાજ્યની 17,500 સસ્તા અનાજની દુકાનો 4 દીવસથી બંધ છે. સરકાર આ અંગે યોગ્ય નિર્ણય નહિં લે ત્યાં સુધી હડતાળ જારી રહેશે તેવો નિર્દેશ દુકાનદારોએ આપ્યો છે. ગુજરાત ફેર પ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ આ અંગે જણાવ્યું કે, આરોગ્ય અગ્ર સચિવ જ્યંતી રવિ સાત દિવસ સુધી શાકભાજી કરિયાણુ નહિં ખરીદવા લોકોને અપીલ કરે છે તે જોતા અમારી માંગણી વ્યાજબી છે, પણ સરકારને આ અંગે ગંભીરતા નથી. રાજ્યની સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ તેવો લોકોના સીધા સંપર્કમાં આવતા હોવાથી તેમજ રાશન ધારકો પાસેથી હાથોહાથ કાર્ડ લઈને એન્ટ્રી…

Read More
IMG 3708

સુરત શહેરમાં કોરોના દર્દીઓની ફરીયાદો દિન-પ્રતિદિન વધી રહી છે. નવી સિવિલમાં કોરોના દર્દીઓને જમવાનું સારૂ નથી અપાતું તેવી ફરીયાદો ઉઠી હતી. જેને પગલે હવે શહેરમાં તમામ કોરોના દર્દીઓને હોટલ મેરીયટ દ્વારા જમવાનું પુરૂ પાડશે. ત્યારે હવે સુરત શહેરમાં પુણા વિસ્તારમાં કોરેન્ટાઈન વોર્ડમાં લઈ જવાયેલા લોકોએ હોબાળો કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત શહેરમાં પુણા વિસ્તારમાં ભૈયાનગર પાસે સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળામાં લોકોને રાખવામાં આવ્યા છે. જ્યાં લોકો નાની નાની બાબતોમાં હોબાળો કરીને તંત્રને હેરાન કરી રહ્યા હોવાનું જાણવામાં આવ્યું છે. પોઝીટીવ કેસના પરિવારજનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. અને તેઓ દ્વારા એવી ફરીયાદ કરવામાં આવી રહી છે કે, તેઓને યોગ્ય…

Read More
1 8

સુરતની નવી સિવિલમાં તંત્રની અવ્યવસ્થાને લઇને અનેક ફરિયાદો એક પછી એક સામે આવી રહી છે. જમવાની ફરિયાદોનું સમાધાન થયા બાદ હવે કેટલાક પોઝિટિવ દર્દીઓને જે વોર્ડમાં શિફ્ટ કરાયા છે તે વોર્ડ અત્યંત જર્જરિત અને ખંડેર જેવા બદતર હાલતમાં હોવાનું અમે ત્યા પંખા બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. દક્ષિણ ગુજરાતની સૌથી વિશાળ નવી સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન હજારો દર્દીઓ સારવાર માટે આવે છે. ગરીબ અને લાચાર દર્દીઓ અહીં જેવી પણ મળે તેને સંજીવની સમાન સારવાર માણીને સાજા થઇ રજા લઇ જતા રહે છે. પરંતુ હાલ નવી સિવિલ હોસ્પિટલને કોવિડ-૧૯ હોસ્પિટલમાં ફેરવ્યા બાદ ત્યાં માત્ર અને માત્ર કોરોનાના દર્દીઓ દાખલ કરવામાં આવી…

Read More
PORNNN

zoom એપને લઈને હેકિંગના રિપોર્ટ સામે આવ્યા છે. હાલ ચંદીગઢની એક સ્કૂલમાં ટીચર ઝૂમ એપ દ્વારા વિદ્યાર્થીઓને સાયન્સ ભણાવી રહ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓની સ્ક્રીન પર પોર્ન ફિલ્મ શરૂ થઈ ગઈ હતી. ચંદીગઢની એક સ્કૂલે ઓનલાઈન ક્લાસ માટે ઝૂમ એપનો ઉપયોગ કર્યો હતો. 18 એપ્રિલે જ્યારે ઝૂમ ઓનલાઈન ક્લાસને હેક કરવામાં આવી ત્યારે શિક્ષક કોન્ફરન્સ લોક કરીને ઓડિયો-વોડિયો ક્વોલિટી ચેક કરી રહ્યા હતા. બધુ જ ચેક કર્યા બાદ ટીચરે 10માં ધોરણના 45 વિદ્યાર્થીઓને માટે રિપ્રોડક્શન ચેપ્ટર શરૂ કરવાના હતા ત્યારે વિદ્યાર્થીઓની સ્ક્રીન પર પોર્ન ફિલ્મ શરૂ થઈ હતી. ઝૂમ એપ અંગે શિક્ષકને વધારે જાણકારી નહતી. તેથી લગભગ 5 મિનિટ સુધી તેમને ખબર…

Read More
imran 1

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન એક વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. જે કોરોનો પોઝિટિવ હોવાનું બહાર આવતા પાકિસ્તાનની સરકારમાં હડકંપ મચ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ઈમરાનને સેલ્ફ આઈસોલેશનમાં મોકલવામાં આવ્યા છે. ઈમરાન 15 એપ્રિલે પાકિસ્તાનના પ્રસિદ્ધ એધી ફાઉન્ડેશનના ચીફ અબ્દુલ સત્તાર એધીના પુત્ર ફૈસલ એધી સાથે મુલાકાત કરી હતી. ફૈસલ બાદ કોરોનાનો રિપોર્ટ આવ્યો છે. આને જોઈને ઈમરાને ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો છે. તેમની ઓફિસમાંથી સેમ્પલ લેવામાં આવ્યો છે અને બુધવારે તેમનો ટેસ્ટ રિપોર્ટ આવશે. હાલ તેમને સેલ્ફ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ફૈસલની સાથે સંપર્કમાં આવેલા બીજા લોકોની ઓળખ કરીને તેમનો પણ કોવિડ-19નો ટેસ્ટ કરાવવામાં આવશે. પાકિસ્તાનમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 9000ને…

Read More
098

સુરતમાં લોકડાઉન છે, તો ઘણા વિસ્તારો હોટસ્પોટ છે. અને જે વિસ્તારોમાં પોઝીટીવ કેસ વધુ છે તે વિસ્તારોમાં 24 એપ્રિલ સુધી કફર્યુ પણ લગાવી દેવાયો છે. તેમ છતાં લોકો તેનું પાલન કરી રહ્યા નથી. સુરતમાં ઘણા વિસ્તારોમાં લોકો પોતાના સગા-સંબંધીઓને તેમજ મિત્રોને મળવા જઈ રહ્યા છે. જેથી ઘણી સોસાયટીઓની બહાર બોર્ડ મારી દેવાયા છે. અને અહી કોઈએ પોતાના સગા-સંબંધીઓને મળવા કે ખબર અંતર પુછવા આવવું નહી તેમ લખી દીધું છે. સુરતમાં કોરોના અટકાવવા માટે લોક ડાઉનનું પાલન કેટલીક જગ્યાએ ચુસ્ત રીતે થઈ રહ્યું છે તો કેટલીક જગ્યાએ પાલન કરવામાં લોકોની બેદરકારી સામે આવી રહી છે. જ્યાં લોક ડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સનું…

Read More
1586318705779

લોકડાઉનને કારણે ભારત દેશને આર્થિક નુકસાન તો થયું છે પણ ઘણોખરો ફાયદો પણ થયો છે.   આ સમયગાળા દરમિયાન, ઉદ્યોગોમાં કાર્ય સ્થિર થવાના કારણે, વાહનોની અવરજવર પર પ્રતિબંધ અને બાંધકામના કામને અટકાવવાને કારણે પૃથ્વી પરના પ્રદૂષણમાં ઘટાડો થયો છે. નિષ્ણાતો માને છે કે લોકડાઉન એ કર્યું છે જે હવા અને પાણીને શુદ્ધ કરવા વર્ષોથી સરકારો કરી શકતી ન હતી. 1. ગંગામાં ઓક્સિજનની માત્રામાં વધારો ઉદ્યોગો બંધ થવાને કારણે નદીઓમાં પ્રદૂષણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે. સૌથી પ્રદૂષિત નદીઓમાં ગંગા અને યમુનાના પાણીને પણ સાફ કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડના રિષિકેશ અને હરિદ્વારમાં ગંગાના પાણીમાં ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ એક ટકાથી વધુ વધ્યું છે. સેન્ટ્રલ…

Read More
95725430 878a 475c 9038 c6829b3ae26e

સુરત શહેરમાં પોઝીટીવ કેસનો આંક 350 પર પહોંચી ગયો છે. જેથી સુરત શહેરમાં જે વિસ્તારોમાં પોઝીટીવ કેસ વધુ આવી રહ્યા છે. તે વિસ્તારોમાં કફર્યુ લાગુ કરાયો છે. કફર્યુ વિસ્તારોમાં મુસ્લિમ સમુદાયની વસતી વધુ છે. અને 24 એપ્રેિલથી રમઝાન શરૂ થાય છે. જેથી લોકો ખરીદી કરવા બહાર પણ નીકળી રહ્યા છે. પોલીસના બંદોબસ્ત હોવા છતાં પણ કફર્યુ વિસ્તારોમાં ભીડ જોવા મળી રહી છે. સુરતમાં કફર્યુ વિસ્તારોમાં માત્ર બપોરના સમયે મહિલાઓને જ બહાર નીકળવાની છુટ આપવામાં આવી છે. તેમ છતાં પુરૂષો પણ બહાર નીકળી રહ્યા છે. રમઝાન નજીક હોય લોકોને ખરીદી પણ કરવી છે. પરંતુ સોશીયલ ડિસ્ટન્સીંગનું લોકો યોગ્ય રીતે પાલન કરી…

Read More

સુરતમાં લોકોને લોકડાઉનનું ચુસ્ત પણે પાલન કરાવવા માટે ટીઆરબી જવાનોને  જે રાત-દિવસ મહેનત કરી રહી છે. પણ આજે સવારે સપ્રાઈઝ ચેકીંગ દરમિયાન સુરતમાં 8 ટીઆરબી જવાન ડ્યૂટીના સમયે આરામ ફરમાવતા પકડાઈ જતા આ તમામને 15 દિવસ માટે સસપેન્ડ કરવામાં આવ્યા છે. ફરજ પર રહેલા ટીઆપબી જવાનો સપ્રાઈઝ ચેકીંગ દરમિયાન કમિશનરના હાથે ઝડપાઈ જતા તમામને સસપેન્ડ કરાયા છે.

Read More
DoaNMbMUwAAA1Uj

કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે સુરતના મેયર ડો. જગદીશ પટેલે એક અનોખી પહેલ કરી છે. મેયરે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી સ્મીમેરમાં સવારે10 થી 1 વાગ્યા દરમિયાન સેવા આપશે. શહેરના પ્રથમ નાગરીક તરીકે મેયરનું આ પગલું બિરદાવવા જેવું છે. સુરતના મેયરે કોરોના કમાન્ડો બનવાનું નક્કી કર્યું છે ત્યારે તેઓ સ્મીમેરમાં મેડિકલ મેનેજમેન્ટ અને કાઉન્સિલીંગ જેવી પ્રવૃતિઓ સંભાળશે. ઉલ્લેખનીય છે કે હાલ દર્દીઓની સંખ્યા વધતી જાય છે તેમ ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની સંખ્યા ઘટતી જાય છે. આવા કપરા સમયમાં સુરતના મેયર દર્દીઓની વ્હારે આવ્યા છે.

Read More