Author: Satya-Day

work from home

કોરોના વાઈરસથી સમગ્ર વિશ્વની અર્થ વ્યવસ્થા પર પણ સંકટ સર્જાયું છે. આ વાઈરસને ફેલાતો અટકવવા માટે વિશ્વના અનેક દેશમાં લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. કામ-ધંધા ઠપ્પ છે, જેના પગલે નોકરીઓ પર પણ સંકટ આવી ગયું છે. બ્રિટનમાં લૉકડાઉનના કારણે કામકાજ ઠપ્પ હોવાથી કંપનીઓને જંગી આર્થિક નુક્સાન થઈ રહ્યું છે. જેના કારણે કંપનીઓ પોતાના કર્મચારીઓના પગાર ઘટાડી રહી છે અથવા તો તેમને નોકરીમાંથી છૂટા કરી રહી છે. કંપનીઓની આ પરેશાનીને ધ્યાનમાં રાખીને હવે બ્રિટનની સરકારે “નોકરી બચાવો યોજના” શરૂ કરી છે. આ યોજના અંતર્ગત કર્મચારીઓને 80 ટકા પગારની ચૂકવણી સરકાર કરશે. આ માટે સરકારે કંપનીઓ પાસે અરજીઓ મંગાવી છે. જેવી આ…

Read More
IMG 20200408 WA0026

ગુજરાતમાં કોરોના વાયરસના નવા 152 કેસ પોઝિટિવ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 94 કેસ થઇ સામે આવ્યા છે જ્યારે આ વાયરસને કારણે વધુ 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2559 થઇ ગઇ છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા 152 કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 94 કેસ સામે આવ્યા છે. જ્યારે સુરતમાં 30, વડોદરામાં 14, આણંદમાં 3, બનાસકાંઠામાં 2, ગાંધીનગરમાં 2, અરવલ્લી-ભાવનગર-બોટાદમાં 1-1, છોટાઉદેપુર-નર્મદા-પંચમહાલ અને વલસાડમાં પણ 1-1 કેસ પોઝિટિવ સામે આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2559 થઇ ગઇ છે. જ્યારે વધુ 2 લોકોના…

Read More
vegetable market 523490f

શહેરમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો કે, તાજેતરમાં જ એક શાકભાજી વેચનારને કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે. ત્યારે એએમસી દ્વારા તમામ લોકોને શાકભાજી કઈ રીતે ખરીદવી તે તમામ બાબતની સલાહ આપવામાં આવી રહી છે. નાગરિકોને પણ દુકાનો અને લારીવાળા પાસે ખરીદી કરવા જતા પહેલા માસ્ક, સેનિટાઈઝર સહિતની સેફ્ટી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું છે કે, “સફાઈ કામદારો, શાકભાજીવાળા, કરિયાણાની દુકાનવાળાના કારણે વધુ લોકોને ચેપ લાગી શકે છે. પાછલા બે દિવસમાં મોટી સંખ્યામાં શહેરીજનોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જ્યારે શંકાસ્પદ લાગતા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં…

Read More
SRK KAJOL FEATURED

શાહરૂખ ખાન અને કાજોલની સુપરહિટ જોડીએ ઘણી  હીટ ફિલ્મો આપી છે. રીયલ લાઇફ ઉપરાંત શાહરૂખ અને કાજોલની રીઅલ લાઈફમાં પણ ખૂબ સારી મિત્રતા છે. થોડા સમય પહેલા કાજોલનું પ્રશંસકો સાથે સવાલ-જવાબ સત્ર હતું. આમાં ચાહકોએ તેમના અંગત જીવનમાંથી ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. આ બધા સવાલોની વચ્ચે એક પ્રશંસકે કાજોલને એવો સવાલ પૂછ્યો જેની કોઈને અપેક્ષા નહોતી. તે ચાહકે પૂછ્યું હતું કે જો તમારી જીંદગીમાં અજય દેવગન ન હોત તો શું તમે શાહરૂખ ખાન સાથે લગ્ન કર્યા હોત? આ સવાલનો કાજોલે એવો જવાબ આપ્યો કે જેને વાંચીને બધાને આશ્ચર્ય થયું. બધા જાણે છે કે કાજોલ પોતાની વાત કહેવામાં ખચકાતી નથી. ચાહકના…

Read More
CORONA3

કોરોના વાયરસ હવે શહેર બાદ ધીમે ધીમે સુરતના જિલ્લાઓમાં પણ ફેલાઈ રહ્યો છે. વલસાડના ધરમપુર બાદ આજે સુરતની કતારગામમાં આવેલી કિરણ હોસ્પિટલમાં ફરજ બજાવતી ડાંગની યુવતી પ્રીતી કુંવરનો રિપોર્ટ પોઝેટિવ આવતા ફફડાટ મચી ગયો છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે વધતું જઈ રહ્યું છે ત્યારે હવે કેમાંથી દિલ્લાઓ પણ બાકાત રહ્યા નથી

Read More
ani1585302994

આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં હવે કોરોનાગ્રસ્ત દર્દીઓના આંકડા સાંજે જણાવવામાં આવશે. હવેથી 24 કલાકમાં એક જ વાર કોરોના પોઝિટીવ દર્દીઓની માહિતી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, મૃત્યુના પ્રમાણમાં મોટાભાગના કેસોમાં અન્ય બીમારીઓ વધારે હોવાની વાત સામે આવી છે. સરકાર પારદર્શિતાથી મૃત્યુનો આંકડો બતાવે છે. કરજણ તાલુકાના ગોવિંદભાઈ નામના દર્દી શ્વાસ અને કફની તકલીફ સાથે દાખલ કરાયા હતા. તેમને પહેલેથી જ શ્વાસની તકલીફ હતી. મોટાભાગના લોકો અન્ય ગંભીર બિમારીથી પીડાતા હોય છે. ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના દર્દીઓ હોય તો ખૂબ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસના…

Read More
IMG 20200412 WA0157

વડોદરામાં કોરોના પોઝિટિવ 45 કોરોનાગ્રસ્ત દર્દીઓએ એક સાોથે કોરોનાને માત આપી છે. કોરોનાનાં કેરને માત આપનારા 45 વ્યક્તિઓને આજે આજવા રોડ સ્થિત કોવિડ કેર સેન્ટરમાંથી એક સાથે રજા આપવામાં આવશે. વડોદરાનાં પ્રભારી સચિવ વિનોદ રાવે આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતું કે, કોરોના મુક્ત થયેલા દર્દીઓએ પ્લાઝમાં ડોનર બનવા માટે તૈયારી દર્શાવી છે. તમામ 45 કોરોનામાંથી સ્વસ્થ થયેલા 45 દર્દીઓનું તબીબ દ્વારા કાઉન્સિંલિગ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને રજા આપવામાં આવશે. કોરોનાનાં કેરને માત આપનારા 45 વ્યક્તિઓને આજવા રોડ સ્થિત કોવિડ કેર સેન્ટરમાંથી રજા આપવામાં આવશે. સવારે 10.30 કલાકે બરોડા મુસ્લિમ ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા સાજા થેયલા દર્દીઓનું કાઉન્સેલિંગ કરશે. માર્ગદર્શન…

Read More
amarnath

કોરોનાવાયરસને કારણે અમરનાથ શ્રાઇન બોર્ડે આ વર્ષે 23 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રાને રદ કરી દીધી છે. આ પહેલીવાર છે જ્યારે અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલાં જ રદ કરવામાં આવી છે. બુધવારે જમ્મુના રાજભવન ખાતે યોજાયેલી મહત્વની બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નર ગિરીશ્ચંદ્ર મુર્મુએ આ નિર્ણય લીધો છે. અમરનાથ શ્રાઇન બોર્ડની રચના 2000 માં કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ / લેફ્ટનન્ટ ગવર્નર તેના અધ્યક્ષ છે. ગયા વર્ષે ઓગસ્ટમાં કેન્દ્ર સરકારે આટિૅકલ 370 હટાવવાના ૩ દિવસ પહેલા આ યાત્રા રદ કરી હતી. મુસાફરી બંધ થઈ ત્યાં સુધીમાં સાડા ત્રણ લાખ લોકો પવિત્ર ગુફાની મુલાકાત લઈ ચૂક્યા હતા. જમ્મુ કાશ્મીરમાં હાલમાં કોરોના…

Read More
who chief ap

કોરોનાની મહામારીને લઇ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે આ એકદમ ઝડપથી કંઇ દુનિયાનો પીછો છોડવાનું નથી. દુનિયાને કોરોના વાયરસથી પીછો છોડાવતા લાંબો સમય લાગશે.  WHOએ કહ્યું કે દુનિયા કોરોના વાયરસને ઉકેલવાના પોતાના શરૂઆતના તબક્કામાં છે. WHO મહાનિર્દેશક ટેડ્રોસ અદનોમે કહ્યું કે જે દેશોને લાગી રહ્યું છે કે તેમણે કોરોનાવાયરસ પર કાબૂ મેળવી લીધો છે ત્યાં કેસ ફરીથી વધી રહ્યા છે. આફ્રિકા, અમેરિકામાં કોરોના વાયરસના કેસ વધવાના કેસમાં સતત તેજી જોવા મળી રહી છે જે ખતરાની ઘંટડી છે. તેમણે કહ્યું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 30 જાન્યુઆરીના રોજ વૈશ્વિક ઇમરજન્સી જાહેર કરી હતી. જેથી કરીને બધા દેશ કોરોના વાયરસ મહામારી વિરૂદ્ધ…

Read More
rahul 2

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે સરકારને તમામ કોરોના સંબંધિત ઉપકરણો પર જીએસટી માફ કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે સરકાર દ્વારા સેનિટાઇઝસૅ, સાબુ અને માસ્ક ઉપર આ સમયે ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (જીએસટી) વસૂલ કરવો તે “ખોટું” છે. શ્રી ગાંધીએ હિન્દીમાં ટ્વિટ કર્યું હતું કે, ‘કોવિડ -19ના આ મુશ્કેલ સમય દરમિયાન, અમે સતત માંગણી કરી રહ્યા છીએ કે આ રોગચાળાના સંચાલનને લગતા તમામ નાના મોટા સાધનો પર જીએસટી ન લાગે.’ તેમણે કહ્યું, ‘રોગ અને ગરીબીથી પીડિત લોકો પાસેથી સેનિટાઇઝર, સાબુ, માસ્ક, મોજા વગેરે પર જી.એસ.ટી. એકત્રિત કરવું ખોટું છે. અમે #GSTFreeCorona ની અમારી માંગણી સાથે ઊભા રહીશું.’ શ્રી ગાંધીએ…

Read More