Author: Satya-Day

yoga

સરસાણા કન્વેન્શન હોલ ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વીસી શિવેન્દ્ર ગુપ્તા ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યા હતા. ચાલું યોગ દરમિયાન અચાનક વીસી યોગની ક્રિયા અલગ રીતે જ કરવા લાગતા પહેલી હરોળમાં યોગ કરતા મંત્રી ગણપત વસાવા, કલેક્ટર અને મેયરનું ધ્યાન પણ તેમની તરફ ખેંચાઈ ગયું હતું મોટી સંખ્યામાં યોગ કરતા કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓમાં પણ આ કિસ્સો હાસ્યાસ્પદ બન્યો હતો. તો બીજી બાજુ યોગ દરમિયાન એક શ્વાન યોગ કરતા વિદ્યાર્થીઓની વચ્ચે દોડી આવતા ડરનો માહોલ ઉભો થયો હતો. વિદ્યાર્થીઓ યોગ કરતા કરતા ઉભા થઈ ગયા હતા. જેને લઈ વહીવટી કર્મચારીઓ શ્વાનને…

Read More
FIRE 1

દિલ્હીના કાલિંદી કુંજ મેટ્રો સ્ટેશનની પાસે ફર્નિચર માર્કેટમાં ભીષણ આગી લાગી છે. ફાયર બ્રિગેડની 17 ગાડીઓ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. દિલ્હીના ફાયર સર્વિસના ડિરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે, આગ સવારે 5.55 વાગ્યે લાગી હતી. ફાયર બ્રિગેડની 17 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી કોઇ જાનહાનિ થયા હોવાના એહવાલ પ્રાપ્ત થયા નથી. જસોલા વિહાર અને શાહીન બાગ રૂટ પર ચાલતી મજેન્ટ લાઇનની મેટ્રો રેલને રોકવામાં આવી છે. આગ પર કાબૂ મેળવ્યા બાદ જ ટ્રેનને ફરી શરૂ કરવામાં આવશે. દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશને ટ્વીટ કરીને જણાવ્યું હતું…

Read More
rainy

ગુજરાત માટે રાહત સાથે આનંદના સમાચાર છે. ગુજરાતમાં આગામી ત્રણથી ચાર દિવસમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં આગામી ૨૫ જૂને ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ગત વર્ષે ચોમાસા દરમિયાન સરેરાશ ૨૫.૧૦ ઈંચ વરસાદ પડયો હતો. ‘વાયુ’ વાવાઝોડું સક્રિય થયું ત્યારથી જ એવી ચિંતા પ્રવર્તી રહી હતી કે આ સિસ્ટમને પગલે ગુજરાતમાં ચોમાસું મોડું બેસી શકે છે. પરંતુ વાયુ વાવાઝોડું ગુજરાત સાથે ટકરાવવાને સ્થાને અરબી સમુદ્રમાં જ સમાઇ ગયું છે અને જેના કારણે વરસાદની કોઇ સિસ્ટમ ખોરવાઇ નથી. હવામાન વિભાગે…

Read More
school ass

સ્કુલ વર્ધી એસોસિએશનની હડતાળ સમેટાઇ છે. રાજ્ય સરકાર સાથે બેઠક બાદ હડતાળનો અંત આવ્યો છે. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા,વાહન વ્યવહાર કમિશ્નર અને અમદાવાદ પોલીસ સાથે સ્કૂલ વર્ધી વાન એસોસિયેશન આ બેઠકમાં જોડાયુ છે. જેમાં ગૃહપ્રધાને સ્કુલવર્ધી ચાલકોને નિયમ અનુસાર બાળકોને લઇ જવાની સૂચના આપી છે. તો સ્કુલવર્ધી ચાલકોની નાની મોટી માંગણીઓને સરકારે સ્વીકારી છે. જેથી ફરી એકવખત આવતીકાલથી સ્કુલ વર્ધીના વાહનો રાબેતા મુજબ તેમના કામમાં લાગી જશે.

Read More
kullu

હ્માચલના કુલ્લુમાં એક ખાનગી બસ 500 મીટર ઉંડી ખીણમાં ખાબકી છે. આ બસ નીચે પટકતા 3 ના મોત નિપજ્યા છે અને 30 લોકો ઘાયલ થયા છે. હાલ ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘાયલોનો આંકડો હજી વધી શકે છે. દરમિયાન કુલ્લુના ધારાસભ્ય સુરેન્દ્ર શૌરીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં મૃતાંક 15-20 સુધી પહોંચવાની શક્યતા છે. અનેક લોકો બસના કાટમાળ નીચે ફસાઈ ગયા છે. પ્રાપ્ત વિગતો મુજબ બસમાં 60 મુસાફરો સવાર હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ કેટલાક લોકો બસની છત પર પણ બેઠા હતા. કુલ્લુ જિલ્લામાં બંજાર વિસ્તારમાં આવેલા ભેઉટ વળાંક પાસેની આ ઘટના છે. આ બસ મહાવીર પ્રાઇવેટ બસ સર્વિસની હતી.…

Read More
bakri

બનાસકાંઠા જિલ્લો એક તરફ દુષ્કાળની પરિસ્થિતનો સામનો કરી રહ્યો હતો પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી સામાન્ય વરસાદ થતા ખેડૂતોને અને પશુપાલકોને કુદરત પાસે સારા વરસાદની અને સારા વર્ષની આશા બંધાઇ હતી પરંતુ આજે સુઈગામ પાસે કુંડાળીયા ગામે ગત મોડી સાંજ ભારે વરસાદ શરૂ થયો હતો. જેમાં ગામના રબારી વાઘાભાઈ સેધાભાઈ, રબારી ચોથાભાઈ સેધાભાઈ, રબારી ભીખાભાઈ મઘાભાઈ, રબારી મેઘરાજભાઈ ડામરાભાઈ, રબારી ગોદાભાઈ ઠાકરસીભાઈ, રબારી ચોથાભાઈ વરજંગભાઈ સહિત માલધારીઓના વાડામાં પશુધન હતું. તેવા સમયે આકાશમાંથી એકાએક વીજળી ત્રાટકતા એક સામટા 120 જેટલા ઘેટા બકરાના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. પશુપાલન કરીને ગુજરાન ચલાવતા માલધારી પરિવારોની હાલત દયનીય બની જવા પામી છે. ત્યારે સરકાર…

Read More
rander nav

રાંદેર રોડ પર આવેલી નવયુગ કોલેજની પાછળ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. શેત્રુંજય ટાવરના ત્રીજા માળે ઘરની બહાર મીટરપેટીમાં આગ લાગી હતી. આગના પગલે એપાર્ટમેન્ટના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘણા રહીશો રાત્રીના સમયે જ એપાર્ટમેન્ટથી નીચે ઉતરી ગયા હતાં. આગની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ચાર ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળ્યો હતો. શોર્ટ સર્કવેટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.કોઈ જાનહાનિ કે ઇજાગ્રસ્ત ન થતા મોટી ઘટના ટળી હતી.

Read More

સચિન વિસ્તારમાં આવેલી પીએચસી સેન્ટરમાં રાત્રી દરમિયાન સ્ટાફ ન રહેતાં ગર્ભવતિ મહિલાને પીડાથી કણસતી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. 108ની ટીમે મહિલાને કણસતી હાલતમાં ઘરેથી સેન્ટર લઈ જવાઈ હતી. ત્યાં સ્ટાફ ન હોવાથી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા બે વાગ્યે મહિલાની પ્રસૂતિ કરાવાઈ હતી. સચિનના પાલી ગામમાં રહેતા નિલમસિંગ(ઉ.વ.આ.20) મૂળ બિહારના વતનીને રાત્રે 11 વાગ્યા આસપાસ પ્રસૂતિની પીડા ઉપડી હતી. જેથી પરિવારે 108ને 12 વાગ્યા આસપાસ ફોન કર્યો હતો. 108ની ટીમે મહિલાને ઘરેથી લઈને સચિન PHC સેન્ટર લઈ ગયા હતાં. ત્યાં સ્ટાફ ન હોવાથી તાત્કાલિક સિવિલમાં પ્રસૂતિ કરાવાઈ હતી. રાત્રે વોચમેન અને સફાઈકર્મીના ભરોસે PHC છોડીને જતા કર્મચારીઓનો ગંભીર…

Read More
doud

ભારતના મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની પૂછપરછ કરનારા પૂર્વ આઈઆરએસ અધિકારી બી.વી. કુમારે તેમના એક પુસ્તકમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ડોન દાઉદ ઈબ્રાહીમ હકીકતમાં એક સામાન્ય દેખાવ ધરાવતો અને ડરપોક માણસ છે, જેણે કબૂલી લીધું હતું કે તે અનેક અપરાધમાં સામેલ હતો. ભારતીય કસ્ટમ વિભાગના ‘સુપરકોપ’ તરીકે જાણીતા અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ (ડીજી) બી.વી. કુમારે આ ખુલાસો તેમના નવા પુસ્તક ‘ડીઆરઆઈ એન્ડ ધ ડોન્સ’માં કર્યો છે. કુમારના જણાવ્યા અનુસાર અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા એક ગુનેગાર રાશિદ અરબાએ તેમને દાઉદ ઈબ્રાહીમનાં પ્રારંભિક ઠેકાણાંની બાતમી આપી હતી. રાશિદ અરબાએ જાણીતા અભિનેતા…

Read More
boney

જયપુરના પ્રતાપ નગર પોલીસ સ્ટેશનમાં, ફિલ્મ ડિરેક્ટર બોની કપૂર અને મુસ્તફા રાજ સહિત 3 લોકો સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. તપાસકર્તાએ સેલિબ્રિટી ક્રિકેટ લીગ (સીસીએલ) મેચ કરાવવા પર કરોડો રૂપિયાની ઠગાઇ કરવાની ફરિયાદ કરી છે. પ્રતાપ નગર પોલીસ સ્ટેશને કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. સેલિબ્રિટી ક્રિકેટ લીગ કરાવવાની છેતરપિંડી પોલીસના જણાવ્યા પ્રમાણે, જગતપુરાના રામનાગરીયાના રહેવાસી પ્રવીણ શ્યામે કેસ નોંધાવતા લખ્યું છે કે તેઓ 2018 માં પવન જાંગિડને મળ્યા હતા. પવને તેના પર ઠગાઇ કરી કે જયપુરમાં સેલિબ્રિટી ક્રિકેટ લીગ ચાલી રહી છે જ્યાં ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક લોકો પણ સામેલ થશે. આ લીગમાં, બોની કપૂર અને…

Read More