Author: Satya-Day

sucide

આર્થીક મંદીના કારણે તણાવગ્રસ્ત વરાછાના હીરાના કારખાનેદારને તેના બંધ પડેલા કારખાનામાં જ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. મંદીને લીધે કારખાનાને તાળુ મારી દેવું પડયું પણ આર્થિક ભીંસ ઓછી થઇ નહોતી. સ્મીમેર હોસ્પિટલથી પ્રાપ્ત માહિતી મુજબ વરાછા વિસ્તારમાં હીરાબાગ પાસે તીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા ૪૪ વર્ષીય જયસુખભાઇ નાનુભાઇ ગોળકીયા(મૂળ રહે- ઓથા, તા-મહુવા, જી-ભાવનગર) મોહનની ચાલમાં ખોડલકૃપા એપાર્ટમેન્ટમાં હીરાનું કારખાનું ચલાવતા હતા. હાલની પરિસ્થિતિમાં ચાલી રહેલી મંદીના કારણે તેમને કારખાનાને તાળા મારી દેવા પડયા હતાં. પણ કારખાનું બંધ કરવાથી મુસિબત પુરી થવાની ન હતી. ઘર ચલાવવા સાથે કારીગરોના બાકી પગાર પણ ચુકવવાના હતા. આ બધા આર્થીક બોજથી કંટાળીને તણાવમાં તેમણે મંગળવારે પોતાના…

Read More
ele

અમદાવાદ જિલ્લાના વિરમગામ સહિત રાજ્યની કુલ ૧૦ નગરપાલિકાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી ૧૫ વોર્ડ બેઠકો માટે આગામી ૭ જુલાઇને રવિવારે પેટા-ચૂંટણી યોજવામાં આવનાર છે. જેનું જાહેરનામું ૧૭ જૂને બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ ૨૨ જૂન છે. હાલમાં ઉમેદવારી ફોર્મ ભરાવાના પણ શરૂ થઇ ગયા છે. ૯ જુલાઇના રોજ મતગણતરી યોજાશે. વોર્ડ સભ્યના અવસાન સહિતના વિવિધ કારણોસર રાજ્યની દસ નગરપાલિકામાં ખાલી પડી રહેલી વોર્ડ સભ્યોની બેઠકો પર પેટા-ચૂંટણી યોજવા માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાનમાં હાલમાં તે દિશામાં કામગીરી આરંભી દેવામાં આવી છે. અમદાવાદના વિરમગામ નગર પાલિકાની વોર્ડ નં.૪ ની એક…

Read More

વડોદરા પાસે આવેલા સિંધરોટ ચેકડેમ પાસેથી આજે સવારે એક યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસ તપાસ કરતા બંને પ્રેમી યુગલ હોાનું જાણા મળ્યું હતું. આ ઉપરાંત બંને પરણિત હોવાનો પણ ખુલાસો થયો હતો. પોલીસે આ મામલે બંનેના પરીવારને જાણ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી પ્રમાણે પાદરા તાલુકાના ગણપતપુરા પાસે ખોડિયારનગરમાં રહેત પરણિત નિતેષ રણજીતભાઈ પરમાર અને પાદરા તાલુકાના જાસપુર ગામની કાજલ મહેશભાઈ જાદવનો મૃતદેહ મહી નદીના સિંધકોટ ચેકડેમ પાસેથી આજે સવારે 8 વાગ્યા આસપાસ મળી આવ્યો હતો. જેથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું…

Read More
mahila

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષોમાં 4,605 મહિલાઓના ગર્ભાશય કાઢવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી એકનાથ શિંદેએ મંગળવારે વિધાનસભામાં આ જાણકારી આપી હતી. શિંદેએ જણાવ્યું કે,સ્વાસ્થ્ય મંત્રાલયના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં રચવામાં આવેલી એક સમિતિ ગર્ભાશય કાઢવાના મામલાની તપાસ કરશે. ખેત મજૂર મહિલાઓના કેસ વધારેઃ શિવસેના ધારાસભ્ય નીલમ ગોર્હેએ વિધાન પરિષદમાં આ મુદ્દો ઉઠાવતા કહ્યું કે, બીડ જિલ્લામાં શેરડીના ખેતરમાં કામ કરનારી મહિલાઓના ગર્ભાશય કઢાયા છે, જેથી તેમના કામમાં કચાશ ન આવી શકે. 99 પ્રાઈવેટ હોસ્પિટલમાં ઓપરેશન કરાયાઃ  શિંદેએ ગૃહને જણાવ્યું કે, જિલ્લામાં નોર્મલ ડિલીવરીની સંખ્યા સિઝેરિયનની સંખ્યા ઘણી વધારે છે. બીડ જિલ્લાના સિવિલ સર્જનની અધ્યક્ષતા માં રચાયેલી સમિતિએ તપાસ કરી તો…

Read More
IMG 0917

 વર્ષે લાખો વિદ્યાર્થીઓ પ્રતિસ્પર્ધાત્મક પરીક્ષા આપે છે. આમાંથી એક પરીક્ષામાં પણ પાસ થઈએ તો આપણી છાતી ગજગજ ફૂલી જાય છે. એવામાં કોઈ જેટલી પરીક્ષા આપે તે બધામાં પાસ થઈ જાય તો શું કહેશો? તેમાંથી ભાગ્યે જ કોઈ એવા વિદ્યાર્થી હશે જે એન્જિનિયરિંગ અને મેડિકલ એક્ઝામ બંને ક્રેક કરી શકે. શું આ નસીબ છે કે આકરી મહેનત? આ વર્ષે સ્તુતિ કોટાના એલન કરિયર ઈન્સ્ટિટ્યુટની વિદ્યાર્થીની છે. તેણે બોર્ડની પરીક્ષામાં 98.8 ટકા સ્કોર કર્યા હતા. રાજસ્થાનમાં વિજ્ઞાન પ્રવાહમાં તેણે પહેલો નંબર મેળવેલો હતો. સ્તુતિ AIIMS MBBS 2019 પરીક્ષામાં પણ દસમો નંબર મેળવ્યો હતો. તેણે NEET ક્લિયર કરી છે અને AIR 71 મેળવ્યા…

Read More
container

પુણા પોલીસ સ્ટેશન નજીકથી કન્ટેનર ભરીને દારૂ ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે. અને કન્ટેનરમાં અંદાજે 11 લાખથી વધુના દારૂ સાથે 77 લાખથી વધુના મુદ્દામાલ સાથેનું કન્ટેનર ઝડપી પાડી બેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. 10 હજારથી વધુ બાટલીઓ મળી આવી સુરતના પુણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, પરવતપાટિયા પાસેથી પસાર થતા કન્ટેનરમાં લાખ્ખો રૂપિયાનો દારૂ છે. જેથી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને કન્ટેનરને ઝડપી પાડ્યું હતું. પોલીસે કન્ટેનરમાંથી 11થી વધુનો લાખનો દારૂ પકડી પાડ્યો હતો. પકડાયેલ મુદ્દામાલ કન્ટેનરમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ્લે 10332 બોટલ જેની કિંમત અંદાજે 11લાખ 23 હજાર 200 તથા ટ્રકની…

Read More
yoga day

21 જૂનને આખી દુનિયામાં આઁતરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 5 હજાર વર્ષથી યોગ ભારતીય સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સો રહ્યો છે. યોગ ફક્ત તમારા શરીરને રોગથી દુર રાખતો નથી પણ તમારા મનને પણ શાંત રાખવાનું કામ કરે છે. જાણો આંતરાષ્ટ્રીય યોગ દિવસ વિશેની કેટલીક મહત્વની જાણકારી. આ રીતે આંતરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત થઈ આઁતરાષ્ટ્રીય યોગ દિવસની શરુઆત વડાપ્રધાન મંત્રી મોદી દ્વારા કરવામાં આવી છે. 27 સપ્ટેમ્બર 2014 ના દિવસે પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં એક સાથે યોગ કરવાની વાત કરી હતી. ત્યારબાદ મહાસભાએ 11 ડિસેમ્બર 2014 ના રોજ આ પ્રસ્તાવનો સ્વિકાર કર્યો હતો. ત્યારથી આંતરાષ્ટ્રીય યોગ દિવસ અમલમાં આવ્યો.…

Read More
sairam dave

મળતી માહિતી પ્રમાણે હાસ્યકલાકાર સાંઇરામ દવેની ઓળખની ચોરી કરીને તેમના નામનું ઇન્સ્ટાગ્રામ ઉપર આઇડી બનાવ્યું હતું. તથા તેમના ફોટા અને કૃતિઓની છેતરપીંડી પૂર્વક ઉપયોગ કર્યો હતો. ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા એનાલિસિસ કરી ફેક ઇન્સ્ટા આઇડી ‘sairamdaveofficial’ બનાવનાર 20 વર્ષીય આશીષ પંકજભાઇ જાની જે બોટાદ જિલ્લાના નાગલપરમાં રહે છે. જે કર્મકાંડ કરીને જીવન ગુજારે છે. પોલીસે આશીષની અટકાયત કરી હતી. આશિષ પોતે બી.એ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. તેમજ તેણે આ એકાઉન્ટ છેલ્લા બે વર્ષથી બનાવ્યું હતું. જેનો ઉપયોગ કરીને અલગ અલગ સેલીબ્રીટીઓને મેસેજ કરીને ફોલો કરવા તથા પોસ્ટ લાઇક કરવા જણાવતો હતો. ફરિયાદી દ્વારા લાઇવ સ્ટેજ શો વીડિયો…

Read More
gseb

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલાં ધોરણ ૧૦નાં પરિણામ બાદ બોર્ડને મળેલી ગુણ ચકાસણી રીચેકિંગની અરજીઓનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેનાં પગલે ૪૯ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાથી બચી ગયા. પરંતુ એવા પણ કેટલાક વિદ્યાર્થીઓ હશે જેમણે રીચેકિંગ માટે અરજી નહીં કરી હોય જેના કારણે તેમનું પરિણામ યથાવત રહ્યું હશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલાં ધોરણ ૧૦નાં પરિણામ બાદ બોર્ડને મળેલી ગુણ ચકાસણી રીચેકિંગની અરજીઓનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેનાં પગલે ૪૯ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાથી બચી ગયા છે. આ વિદ્યાર્થીઓ નાપાસમાંથી પાસ જાહેર થતાં હવે તેમને જુલાઈમાં…

Read More
rainnn

રાજ્યભરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. તેની સાથે સાથે હાલમાં અમદાવાદના ચાંદખેડા, ગોતા, સાબરમતી, એસજી હાઈવે, રાણીપ સહિત પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારમાં સાંજે ભારે વરસાદ પડ્યો હતો તેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઓફિસ છુટવાના સમયે જ ભારે વરસાદ શરૂ થતા ઘણી જગ્યાએ ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. શહેરમાં ભારે વરસાદ થતા લોકોને ભારે ટ્રાફીક જામનો પણ સામનો કરવો પડ્યો હતો. શહેરમાં 18 જૂનની સાંજ સુધીમાં મોસમનો સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. શહેરના વિવિધ ઝોનમાં દોઢથી બે ઈંચ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાત જિલ્લા પ્રમાણે વરસાદ જોવામાં આવે તો સાબરકાંઠા 62, ગાંધીનગર 42, મહેસાણા 38, અરવલ્લી 31,…

Read More