Author: Satya-Day

gdp

ભારત સરકાર ખુબ લાંબાં સમયથી ભારત દેશ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાનું એક છે એવા દાવા કરી રહ્યું છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં શાશક પક્ષની જીતમાં આ ઘોષણા એક નિર્ણાયક ભાગ હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેઠળ અર્થતંત્ર સલામત હાથોમાં હતું. દુર્ભાગ્યે, આ દાવાઓ સમય સાથે ખોટા પડી રહ્યા છે. મહિનાની શરુઆતમાં સત્તાવાર સરકારી આકડાઓ પરથી જાણવા મળ્યું હતું કે અર્થતંત્ર ત્રણ ત્રિમાસિક ગાળા માટે ધીમું પડી રહ્યું છે. એક મહિના સુધી સતત અવગણના કર્યા બાદ સરકારે પણ આ સ્વીકાર્યું છે કે છોલ્લા ચાર દાયકાછી હમણા સુધીમાં બેરોજગારી સૌથી વધુ છે. એક જાણીતા અર્થશાસ્ત્રી અરવિંદ સુબ્રમણ્યમ જે અત્યાર સુધીમાં વડાપ3ધાન મોદીના…

Read More
MARKET

વાયુ વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જ્યાં સુધી વાવાઝોડાનો ખતરો ટળે નહીં ત્યાં સુધી માર્કેટયાર્ડ બંધ રહેશે. APMC અને વેપારી એસોસિએશન દ્વારા લેવાયેલો આ નિર્ણય ખેડૂત અને તેના માલને નુકસાન ન થાય તે હેતુથી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાને કારણે કોઈ માલને નુકસાન ન થાય તેને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના તમામ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતના દરિયાકિનારે વાયુ વાવાઝોડાની અસરને ધ્યાનમાં લઈ સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.  આ સાથે જ ખેડૂતોને પણ પોતાનો માલ લઇને માર્કેટ યાર્ડ નહીં આવવા અપીલ કરવામાં આવી છે.

Read More
FIRE

આજે સવારે 8.28 કલાકે અડાજણ-પાલ પાલનપુર કેનાલ રોડ ગૌરવ પથ રોડ પર આવેલા રાજ વર્લ્ડ મોલના 1-2 માળ વચ્ચે લિફ્ટ બંધ થઈ જતા વોચમેન ફસાઈ ગયો હતો. જેની જાણ થતા ફાયર વિભાગ દોડી આવ્યું હતું. અને રેસ્ક્યુ કરી વોચમેનને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. વોચમેન કનૈયાલાલ પરમારે જણાવ્યું હતું કે, અચાનક વીજ ડુલ થઈ જતા લિફ્ટ પહેલા અને બીજા માળ વચ્ચે બંધ થઈ ગઈ હતી. રાજ વર્લ્ડ મોલના જનરેટરમાં પણ એરર આવી જતા ચાલુ થયું ન હતું. ફાયરને ફોન કરતા તેમની ટીમ તાત્કાલિક દોડી આવી હતી. ત્યારબાદ રેસ્કયુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. બંધ લિફ્ટમાં ગભરામણ શરૂ થઈ ગયા બાદ…

Read More
Nirav Modi london look 5

13,700 કરોડ રૂપિયાના પીએનબી ગોટાળાના આરોપી નીરવ મોદીની જામીન અરજી યુકે હાઈકોર્ટે પણ ફગાવી દીધી છે. નીરવની અરજી પર મંગળવારે સુનાવણી થઈ હતી. વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી 3 વાર અરજીને ફગાવી દેવામાં આવ્યા બાદ નીરવે 31 મેના રોજ હાઈકોર્ટમાં અરજી કરી હતી. તે 86 દિવસથી લંડનની વાંડ્સવર્થ જેલમાં છે. 19 માર્ચે તેની ધરપકડ થઈ હતી. હાઈકોર્ટમાં મંગળવારે સુનાવણી દરમિયાન નીરવના વકીલ કલેર મોંટગોમરીએ કહ્યું હતું કે જામીન મળવા પર નીરવ ઈલેકટ્રોનિક ડિવાઈસથી વોચ રાખવા બાબતે તૈયાર છે, તેના ફોનને પણ ટ્રેક કરી શકાશે. મોંટગોમરીએ કહ્યું કે નીરવ અહીં પૈસા કમાવવા આવ્યો છે. અત્યાર સુધી કોઈ એવી વાત પ્રકાશમાં આવી નથી કે જેનાથી એમ…

Read More
somnah

ગુજરાતમાં આવનારુ સંભવિત ‘વાયુ’ વાવાઝોડું મધરાત્રે ઓમાન તરફ ફંટાયુ છે. જો કે વાવાઝોડાની દિશા બદલાય હોવા છતાં તે ગુજરાતને અસર તો કરશે જ. હવામાન વિભાગ મુજબ, આ વાવાઝોડુ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાને અસર કરશે. આ દરમિયાન વાવાઝોડું પ્રતિ કલાક 135-145 કિલો મીટરથી લઈ 160 કિલો મીટરની ઝડપે ફુંકાશે. હાલ આ વાવાઝોડું વેરાવળથી 300 કિલો મીટર દૂર ઓમાન તરફ છે. આ સિવાય વાવાઝોડાની સાથે સાથે ભારે વરસાદ પણ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ગુજરાત પર 15 જૂન સુધી વાવાઝોડાનું જોખમ રહેવાની શક્યતા છે. મધરાત બાદ વાવાઝોડાંનો રૂટ બદલાયા બાદ આ વાવાઝોડાની સોમનાથ, પોરબંદર, દ્વારકા…

Read More
gold

સુરત-શારજાહની ફ્લાઈટમાં અંડર ગાર્મેન્ટમાં છુપાવીને રૂ.૧૯ લાખની કિંમતના ૫૭૦ ગ્રામ લીકવીડ સોનાના જથ્થા મુંબઈવાસી શખ્શને કસ્ટમ વિભાગે સુરત એરપોર્ટ પરથી ઝડપી લીધો છે. સુરત એરપોર્ટ પરથી સુરત શારજાહ વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ થવાના પગલે દાણચોરીના ઈરાદે ૨૦ લાખની કિંમત સુધીના લીકવીડ સોનાનો જથ્થો લાવનારા તત્વોને મોકળું મેદાન મળ્યું છે. અલબત્ત સુરત એરપોર્ટના સત્તાધીશો તથા કસ્ટમ વિભાગની બાજ નજરમાં અત્યાર સુધીમાં ત્રણથી વધુ કિસ્સામાં લીકવીડ સોનાના જથ્થો લાવનાર શખ્શોને ઝડપી લેવામાં આવ્યા છે. સુરત કસ્ટમ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ મંગળવારે રાત્રે શારજાહથી આવેલી ફ્લાઈટ સુરત એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. જે દરમિયાન તેમાંથી ઉતરેલા એક શખ્શની વર્તણુંક શંકા સ્પદ જણાતા તે…

Read More
somnah

અરબી સમુદ્રમાં વેરાવળથી દક્ષિણ-પૂર્વની દિશામાં ઉદભવેલાં વાયુ વાવાઝોડાએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યુ છે જેના કારણે વાવાઝોડાની ગતિમાં વધારો થયો છે જેથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમા ભારે નુકશાન થવાની દહેશત સવાઇ રહી છે. ઝીરો ટોલરન્સ- ઝીરો કેજ્યુલિટીના નિર્ધાર સાથે રાજ્ય સરકાર સજ્જ બની છે. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલરૂમમાં જઇને સ્થિતીની સમિક્ષા કરી હતી. આ ઉપરાંત અધિકારીઓ સાથે પણ બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી હતી. પ્રધાનમંત્રી કાર્યાલય અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની સ્થિતી પર નજર રાખી રજેરજની માહિતી મેળવી રહ્યાં છે. વાયુ વાવાઝોડુ પૂરઝડપે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ ધપી રહ્યુ છે. વાવાઝોડાની ગતિમાં વધારો થતાં…

Read More
train

ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનારા ‘વાયુ’ વાવાઝોડાના કારણે હવાઈ અને રેલ માર્ગને અસર પહોંચી છે. સુરક્ષાના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છ જતી ફ્લાઈટોને રદ કરી દેવામાં આવે છે. અમદાવાદથી પોરબંદર, દીવ, કંડલા, મુંદ્રા અને ભાવનગર જતી તમામ ફ્લાઈટોને આવતીકાલ માટે કેન્સલ કરી દેવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ તરફ જતી ટ્રેનોને પણ કેન્સલ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકોના સ્થળાંતર માટે અને રાહતસામગ્રી અને જરૂરી મશીનરી પહોંચાડવા માટે પણ ખાસ ટ્રેનની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. વાવાઝોડાની તીવ્રતાને જોઇને સૌરાષ્ટ્ર તરફ જતી અનેક ટ્રેનોને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 9 જેટલી ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે. ચક્રવાતની ચેતવણીને ધ્યાનમાં રાખીને, ટ્રેન…

Read More
mumbai food

ખાસ કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં ભૂખ્યા સુધી અન્ન પહોંચી રહે તેવા ઉમદા નિર્ધાર સાથે અનેક સામાજીક સંસ્થાઓ આગળ આવી છે…અને ફૂડ પેકેટ તૈયાર કરીને અસરગ્રસ્તો સુધી પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે કરાઇ. વાત કરીએ પોરબંદરની તો સ્વામિનારાયણ ગુરુકુળે અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટની આગોતરી તૈયારીઓ જ કરી લીધી હતી..આ સાથે પ્રભાવિત લોકોને જમવા સહિતની વ્યવસ્થા પણ કરી હતી. તો આવા જ દ્રશ્યો વડોદારમાં જોવા મળ્યા વડોદરામાં તંત્રએ સજ્જ થઇને ફૂડ પેકેટ તૈયાર કર્યા જેમાં વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખાસ એક લાખ ફૂડ પેકેટ તૈયાર કરાયા.આ ફૂડ પેકેટો સૌરાષ્ટ્ર કચ્છ સહીતના જિલ્લામાં પહોંચતા કરવાની કામગીરી પણ કરાઇ..મનગરમાં પણ માનવતાની મહેક પ્રસરી અને જુદી-જુદી…

Read More
earthquake

બનાસકાંઠા જિલ્લાનું પાટનગરમાં પાલનપુર સહિત ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આજે બુધવારે ભૂકંપના આંચકો આવ્યો હતો. પાલનપુરથી 32 કિલોમીટર દૂર અમિરગઢ તાલુકામાં ભૂકંપની કેન્દ્ર બિન્દુ હોવાનું સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ પાસેથી માહિતી મળી હતી. ભૂકંપની તિવ્રતા 2.3 રિક્ટર સ્કેલ માપવામાં આવી હતી. ઉત્તર ગુજરાતના પાલનપુર, અંબાજી આબુ રોડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહ પહેલા અરવલ્લી,સાબરકાંઠા, અંબાજી, હિંમતનગર, ખેડબ્રહ્મા સહિત ઉત્તર ગુજરાતમાં ભુકંપનો આંચકો અનુભવાતા દોડધામ મચી જવા પામી હતી. તમામ વિસ્તારોમાં અંદાજે ૧૦ સેકન્ડ સુધી ભુકંપનો આંચકો અનુભવાયો હતો. તો હાલ ભુકંપની તિવ્રતા અંદાજે ચારની તિવ્રતાની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું હતુ.

Read More