Author: Satya-Day

ashadeep

મોટા વરાછા ખાતે આવેલી આશાદીપ વિદ્યાલય-4 ખાતે વાલીઓ દ્વારા શાળામાં થયેલા ફી વધારા મુદ્દે હોબાળો મચાવવામાં આવ્યો હતો. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આખરે ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરવાની ખાતરી મળતાં વાલીઓ વિખેરાયા હતાં. મિનાબેન નામના વાલીએ જણાવ્યું હતું કે, સ્કૂલમાં થયેલા ફી વધારાથી તેઓ અજાણ હતાં. સ્કૂલના નોટિસ બોર્ડ પર પણ ફી વધારાનો ઉલ્લેખ કરાયો નથી. વિદ્યાર્થીઓને રિઝલ્ટની પાછળ ફી વધારાનું લખાયેલું હતું જે મોટાભાગના વાલીઓને ખબર નહતી.ગત વર્ષની ફી પણ વધારે લાગતી હતી ત્યારે આ વર્ષે ધરખમ 2500 રૂપિયા જેટલો વધારો કરાયો છે. ગત વર્ષે જે 17,500 ફી હતી તે વધારીને 19,900 કરવામાં આવી છે. જે…

Read More
buss

નવસારીના ચીખલી ડેપોમાં રિવર્સમાં એસટી બસ પ્લેટફોર્મ પર ચડી જતા ભાગદોડ મચી ગઈ હતી. બસને રિવર્સમાં આવતી જોઈને પેસેન્જરો ખસી જતા જાનહાની ટળી હતી. જોકે, પ્લેટફોર્મ પર ભારે નુકસાન થયું હતું. મળતી માહિતી પ્રમાણે, વાપીથી ઝાલોર જઈ રહેલી એસટી બસ(GJ-18-Z-2236) ચીખલી ડેપો પર પહોંચી હતી. અને રિવર્સમાં પ્લેટફોર્મ પર મૂકવામાં આવી રહી હતી. દરમિયાન ડેપોના પ્લેટફોર્મ પર ચડી જતા ભાગદોડ મચી ગઈ હતી. બસને જોઈ પ્લેટફોર્મ પરથી પેસેન્જરો ખસી જતા જાનહાનિ ટળી હતી. નવસારી ડેપોમાં અવારનવાર અકસ્માતની ઘટનાને પગલે પ્રકાશમાં આવતું રહ્યું છે. અગાઉ નવસારી એસટી ડેપોમાં 3 મુસાફરોને બસચાલકે પુરપાટ ઝડપે બસ હંકારી અડફેટે લઇને મોત નિપજાવ્યા હતા. આ…

Read More
dwara

વાયુ વાવાઝોડું ભલે ગુજરાતના કાંઠેથી ઓમાન તરફ ફંટાયુ હોય પણ તેની અસર સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં 10 કિલોમીટર સુધી જોવા મળી હતી. ગુરુવારે વાવાઝોડાની અસરના લીધે દ્વારકા તટે 80થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના લીધે દ્વારકાધીશ મંદિર પર ચડાવવામાં આવતી પવિત્ર બાવન ગજની ધજાને બદલવી અશક્ય બની હતી. જેના કારણે દ્વારકાના ઈતિહાસમાં પહેલી વખત મંદિર પર બીજી ધજા ચઢાવવામાં આવી હતી. બાવન ગજની આ પવિત્ર ધજા દિવસમાં ત્રણ વખત બદલવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. દ્વારકાધીશના ધામ પર ફરકતી ધજાને અનેક કિલોમીટર દૂરથી નિહાળી શકાય છે. આ ધજાનું ભક્તોમાં અનેરું મહત્ત્વ છે. તેના કારણે પરંપરાને અતૂટ…

Read More
air force

ભારતીય વાયુસેનાના લાપતા થયેલા વિમાન AN-32માં સવાર એક પણ યાત્રી જીવિત ન હોવાની વાતનો સ્વીકાર ભારતીય વાયુસેનાએ ગુરૂવારે કર્યો હતો. ભારતીય વાયુસેનાએ પોતાની સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર આની જાહેરાત કરી હતી. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે આઠ સભ્યોનું એક બચાવ દળ ક્રેશ સાઇટ પર પહોંચી ગયું છે જ્યાં એક પણ જીવંત શખ્સ મળ્યો નથી. એએન-32 વિમાનમાં સવાર થયેલા 13 કર્માચારીઓના પરિજનોને એક પણ વ્યક્તિ જીવિક ન હોવાની માહિતી આપી દેવામાં આવી છે. ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને કહ્યું કે, AN-32 વિમાનના દુખદ ક્રેશમાં જે વાયુયોદ્ધાઓએ પ્રાણ ગુમાવ્યાં છે જેમાં જીએમ ચાર્લ્સ, એચ. વિનોદ, આર. થાપા, એ.તંવર, એસ. મોહન્તી, કે.કે. મિશ્રા, અનુપ…

Read More
kadodara

ચોમાસાની શરૂઆત થતા જ શકાસ્પદ ડેન્ગ્યુમાં કડોદરની યુવતીનું મોત નીપજ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરાયેલી વંદના ઉમેશ સિંગ છેલ્લા 6 દિવસથી બીમાર હોવાનું અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહી હોવાનું પિતાએ જણાવ્યું છે. લેબોરેટરીના રિપોર્ટમાં પણ વંદનાના પ્લેટ રેટ ઓછા થતા હોવાનું બહાર આવ્યું છે. જોકે, હાલ વંદનાના મૃત્યુનું સાચું કારણ જાણવા પોસ્ટ મોર્ટમની દિક્ષામાં કામગીરી હાથ ધરી છે. કડોદરા વિસ્તારમાં આવેલા શાંતિ વિહાર પ્લાઝામાં મૂળ મધ્યપ્રદેશની વંદના ઉમેશ સિંગ(ઉ.વ.18) પરિવાર સાથે રહેતી હતી. પિતા ટીવી રિપેરીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. વંદના છેલ્લા 5-6 દિવસથી બીમારીમાં સપડાઈ ગઈ હતી. મેલેરિયા અને ડેન્ગ્યુની ખાનગી હોસ્પિટલમાં સારવાર પણ લીધી…

Read More
flipcart

વોલમાર્ટ ફ્લિપકાર્ટને તેના ઓપરેશન્સમાં 1.2 અબજ ડોલર આપી શકે તેવી અપેક્ષા છે. વિશ્વના સૌથી મોટા રિટેલરે ગયા વર્ષે 16 અબજ ડોલરમાં દેશની ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ હસ્તગત કરી હતી, જેણે તેના પ્રતિસ્પર્ધી એમેઝોન.કોમ સામે ભારતના ઓનલાઇન રિટેલ માર્કેટના પ્રભુત્વ માટે યુદ્ધમાં ભાગ લીધો હતો. ગયા સપ્તાહે યુનાઇટેડ સ્ટેટ્સ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનની ફાઇલિંગ મુજબ, વોલમાર્ટે 30 એપ્રિલ, 2019 અને 31 જાન્યુઆરી, 2019 સુધી અનુક્રમે 2.7 અબજ ડોલર અને 2.8 અબજ ડોલરની રોકડ રકમની જાણ કરી હતી. ડિવિડંડ અથવા આંતર-કોર્પોરેટ ફાઇનાન્સિંગ સિસ્ટમ દ્વારા 2.7 અબજ ડોલર રોકડ મેળવી શકાય છે, જે ફ્લિપકાર્ટ લઘુમતી શેરધારકોની મંજૂરી હેઠળ છે. “જો કે, આ રોકડનો ઉપયોગ…

Read More
pm jii

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન કિર્ગિસ્તાનના બિશ્કેકમાં યોજાઇ રહેલા શંઘાઇ સહયોગ સંગઠન (SCO)માં આમને-સામને આવ્યાં પરંતુ બંને નેતાઓ વચ્ચે ના કોઇ વાત થઇ કે ના કોઇ મુલાકાત. SCOની 19મી બેઠકના ઉધ્ધાટન સમારોહમાં દુનિયાના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે આ બેઠકમાં સંયોગથી પીએમ નરેન્દ્ર મોદી અને ઇમરાન ખાન હોલમાં એકસાથે પહોંચ્યાં હતા. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાન સાથે ના હાથ મિલાવ્યો કે ન કોઇ ઔપચારિક વાત કરી. એટલું જ નહીં પીએમ મોદી ઇમરાન ખાન સામે એક નજર પણ કરી નહોતી. પીએમ મોદી સીધા પોતાની બેઠક પર જઇને બેસી ગયા હતા. પાકિસ્તાનના પીએમ ઇમરાનખાનની ખુરશી ખુણામાં હતી.…

Read More
farmer main

મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. હવે ખેડૂતોને પણ માત્ર 14 દિવસની અંદર કિસાન ક્રેડિટ કાર્ડ મળશે. સરકારે બેન્કોને નિર્દેશ આપ્યો છે કે, સંપુર્ણ રીતે ભરેલા આવેદન ફોર્મ બેન્કને મળે કે બે સપ્તાહમાં ખેડૂતને કિસાન ક્રેડિટ કાર્ડ મળવું જોઇએ. હાલમાં 6.95 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ ચાલી રહ્યા છે. જે અંતર્ગત જ પાક લોન સબસિડી, વ્યાજ દર સહિતની ચુકવણી થાય છે. કેસીસીનો લાભ પશુપાલન અને મતસ્યોદ્યોગ કામગીરીમાં પણ ઉપયોગમાં લઇ શકાય તે માટે ખેડૂતને લાભ આપવામાં આવે છે. કૃષિ મંત્રાલયનાં અધિક સચિવ ડોલી ચક્રવર્તીએ બેન્કોને લખેલા પત્રમાં જણાંવ્યું છે કે, હાલમાં પણ મોટી સંખ્યામા એવા ખેડૂતો છે, જેઓ હજુ સુધી…

Read More
rupani

વાયુ વાવાઝોડાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતથી આફત ટળી છે. ભગવાન સોમનાથ મહાદેવ, ભગવાન દ્વારકાધીશ અને હરસિદ્ધિ માતાની કૃપાથી વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. ‘વાયુ’ વાવાઝોડાએ ટર્ન લીધો. તેમ છતા પણ હજુ આપણે સતર્ક રહેવાનું છે. વાવાઝોડું જ નહીં પરંતુ વરસાદના કારણે કોઇ નુકસાની ન થાય તે માટે સજ્જ છીએ. NDRF અને PGVCLની ટીમ ખડેપગે છે. હજુ પણ તમામ ટીમો જેતે સ્થળે રહેશે. આવતીકાલે સવારે સમીક્ષા બેઠક બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. આવતીકાલે પણ 10 જિલ્લાની શાળાઓ બંધ કરવાનો નિર્ણય યથાવત્ રાખવામાં આવ્યો છે. સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડાને લઇને રાજ્ય સરકાર…

Read More
ahmedhh

વાયુ વાવાઝોડાને કરણે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદમાં આજ રોજ અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીઘો છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના મણિનગર, ઘાટલોડિયા, વેજલપુર, સેટેલાઇટ, એસ.જી. હાઇવે, આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં ગુરુવારે સાંજે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેના કારણે શહેરીજનોએ ગરમીમાંથી રાહતનો શ્વાલ લીધો હતો.ો

Read More