Author: Satya-Day

mevani

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી વિરુધ્ધ વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા હોબાળો મચવા પામ્યો હતો. જીજ્ઞેશ મેવાણીએ વલસાડની આર એમ વીએમ શાળાને બદનામ કરવા માટે એક ખોટું ટ્વિટ કર્યું હતું, જેના વિરોધમાં શાળાના આચાર્ય દ્વારા જીજ્ઞેશ વિરુદ્ધ ફરીયાદ નોંધાય છે. મળતી માહિતી પ્રમાણે વલસાડની આ શાળામાં સ્કુલના વિદ્યાર્થીને માર મારતા વાયરલ થયેલા વિડીયો પર ટ્વિટ કરીને જીજ્ઞેશ મેવાણીએ શાળાને બદનામ કરી હતી. તેમણે ટ્વિટ કરીને શાળા અંગે પીએમઓ પાસે ખુલાસા માંગ્યા હતા,જેના કારણે વિવાદ સર્જાયો હતો. વિવાદ વધતા ધારાસભ્યો દ્વારા આ ટ્વિટ હટાવી દેવામાં આવ્યું હતું.

Read More
kad

કડોદરા-નિયોલ ચેકપોસ્ટ નજીકના પુરીગામ પાસેની ગોપીનાથ એન્ટરપ્રાઇઝમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.રાત્રે દોઢ વાગ્યા આસપાસ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગ એટલી પ્રચંડ હતી કે શહેરના અન્ય ફાયરબ્રિગેડની પણ મદદ લેવામાં આવી રહી છે. લોકોની ભીડના પગલે પોલીસની મદદ લેવામાં આવી રહી છે. કડોદરા-નિયોલ ચેક પોસ્ટ પર જયેશભાઈ દેવરાજભાઈ ચલિયાની ગોપીનાથ એન્ટરપ્રાઈઝ નામની દોરા બનાવતી કંપનીમાં આગ લાગી હતી. સાત આઠ કલાકે પણ આગ પર કાબુ મેળવાયો નથી. જેથી સંપૂર્ણ ફેક્ટરી બળીને ખાક થઈ ગઈ છે. અને કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજો માલિક દ્વારા સેવવામાં આવી રહ્યો છે. આગ પ્રચંડ હોવાથી સુરત ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઈ છે. ડોદરા ફાયર…

Read More
lion Gujarat

ગીરમાં સિંહ દર્શન માટે આજે છેલ્લો દિવસ છે. એટલે કે હવે આવતી કાલથી સિંહોનું વેકેશન પડશે. જેથી આવતીકાલથી ગીરના અભ્યારણ્યમાં સિંહોના દર્શન કરી શકાશે નહીં. આવતી કાલથી તમામ પર્યટકો માટે સિંહદર્શન બંધ થશે. હવે ચાર મહિના માટે ગીરમાં સિંહ દર્શન કરી શકાશે નહીં. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહ દર્શન બંધ રહેશે. કારણ કે આ સમયગાળો વનરાજો માટે પ્રજનનકાળનો સમય હોય છે. જેથી દર વર્ષે આ સમયગાળા દરમિયાન સિંહદર્શન બંધ રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અહીં લાખોની સંખ્યામાં સહેલાણીઓ સિંહદર્શન માટે આવતા હોય છે. ચાર માસના વેકેશન દરમિયાન જીપ્સીઓના તમામ રૂટ બંધ થશે અને પ્રવાસીઓ માટે માત્ર દેવળીયા સફરી…

Read More
sucide case

વડોદરાના ડભોઈ તાલુકાના ફરતીકુઈ નજીક આવેલી દર્શન હોટલમાં ગઈ રાતે 7 શ્રમિકોના મોત થયા છે. 7 શ્રમિકોનમા મોત મામલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. આ મામલે મૃતક મહેશના દીકરા નિલેશ પાટણવાડીએ ફરિયાદ કરી છે. મૃતકના દીકરાએ હોટલના માલિક હસન અબ્બાઝ ઈસ્માઈલ સામે ફરિયાદ કરી છે. આ મામલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં 304ની કલમ હેઠળ ફરિયાદ થઈ છે. મળતી માહિતી મુજબ રાતે સાડા બાર વાગ્યાની આસપાસ હોટલ બંધ થયા બાદ ખાળકુવાની સફાઈ માટે એક શ્રમિક અંદર ઉતર્યો હતો. બાદમાં તે કામગીરી દરમિયાન અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો. એકને બચાવતાં અન્યના મોત: આ શ્રમિકને બચાવવા માટે અન્ય શ્રમિકો પણ ખાળકુવામાં અંદર…

Read More
vayuuu

અરબી સમુદ્રમાંથી આવેલા ‘વાયુ’ વાવાઝોડાએ ફરીએક વાર દિશા બદલી છે અને ગુજરાત પર સંકટ ફરી એકવાર ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડુ ત્રાટકી શકે છે. દિલ્હીના દિલ્હી પૃથ્વી અને પર્યાવરણ મંત્રાલય જાણકારી આપી છે, કે અરબી સમુદ્રમાં શરૂ થયેલા વાવાઝોડું ફરીવાર ગુજરાતના પોરબંદર અને દ્વારકા પર ટકરાઇ શકે છે. આગામી 17 અને 18 તારીખે કચ્છના દરિયાકિનારે વાયુ ટકરાય તેવી શક્યતાઓ દિલ્હીના પૃથ્વી અને પર્યાવરણ મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે. વાયુ વાવાઝોડાએ દિશા બદલતા આગામી 17 અને 18 જૂનના કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતાઓ દિલ્હીના પૃથ્વી અને પર્યાવરણ મંત્રાલયે ગુજરાત સરકારને સુચના આપી છે. ગુજરાત સરકારને એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી છે.…

Read More
nitin patel

રાજ્યમાં મેડીકલ પ્રવેશ પ્રક્રિયાને લઇને રાજ્ય સરકાર દ્વારા ડોમિસાઇલ સર્ટીને લઇને નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથિક, નેચરોપેથીની બેઠકો માટેની જાહેરાત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મેડિકલ પ્રવેશ પ્રક્રિયા મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, એડમિશન કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે, ગુજરાતમાં જન્મ્યા હોય તેવા વિદ્યાર્થીઓને ડોમિસાઇલ સર્ટી રજૂ નહીં કરવાનું રહે. ધોરણ 10-12 ગુજરાતમાં પાસ કરેલુ ફરજિયાત રહેશે. ગુજરાતના વિદ્યાર્થીઓની સરળતા માટે નિયમ બદલાયો છે. જે વિદ્યાર્થીઓનો જન્મ ગુજરાત બહાર થયો હશે તેમને ડોમિસાઇલ સર્ટી રજૂ કરવું પડશે. નીતિન પટેલે કહ્યું કે,…

Read More
doctor main

ઈન્ડિયન મેડિકલ એસોશિએશને (IMA) શુક્રવારે જાહેરાત કરી કે 17 જૂનના રોજ આખા દેશનાં ડોક્ટરો હડતાળ પર ઉતરી જશે. એ સાથે કહેવામાં આવ્યું કે માત્ર ઈમરજન્સી સેવાઓ જ ચાલુ રહેશે. IMAએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, હોસ્પિટલોમાં ડોક્ટરોની સુરક્ષા ઈચ્છીએ છીએ. કોલકતામાં મેડિલકના વિદ્યાર્થીઓ ખુબ ડરેલા છે.આગળ કહ્યું કે, રસ્તા પર હિંસા શરૂ થઈ ગઈ છે. અમે એવું ઈચ્છીએ છીએ કે સમાજ અમારી સાથે રહે. અમે ઈચ્છીએ છીએ કે કોલકતામાં જે હિંસા થઈ એનાં આરોપીઓને મોટી સજા કરવામા આવે. દવાખાનામાં હિંસા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. આગળ IMAએ કહ્યું કે અમે ઘોષણા કરીએ છીએ કે, 17 જુને આખા દેશમાં ડોક્ટરો હડતાળ…

Read More
dandi

દાંડી રોડ ખાતે આવેલી હિન્દી વિદ્યાલયમાં આજે સ્કૂલ શરૂ થાય તે પહેલાં ક્લાસ રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. અને આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે, સ્કૂલ પાસે એનઓસી ન હોવાના કારણે સીલ મારી દેવામાં આવ્યું હતું. દાંડી રોડ ખાતે આવેલી પ્રેમભારતી સાંકેત હિન્દી વિદ્યાલય આજે સ્કૂલ શરૂ થાય તે પહેલાં અચાનક એક ક્લાસ રૂમમાં આગ લાગી ગઈ હતી. આગના પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. સ્કૂલ શરૂ ન…

Read More
ashadeep

મોટા વરાછા ખાતે આવેલી આશાદીપ વિદ્યાલય-4 ખાતે વાલીઓ દ્વારા શાળામાં થયેલા ફી વધારા મુદ્દે હોબાળો મચાવવામાં આવ્યો હતો. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આખરે ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરવાની ખાતરી મળતાં વાલીઓ વિખેરાયા હતાં. મિનાબેન નામના વાલીએ જણાવ્યું હતું કે, સ્કૂલમાં થયેલા ફી વધારાથી તેઓ અજાણ હતાં. સ્કૂલના નોટિસ બોર્ડ પર પણ ફી વધારાનો ઉલ્લેખ કરાયો નથી. વિદ્યાર્થીઓને રિઝલ્ટની પાછળ ફી વધારાનું લખાયેલું હતું જે મોટાભાગના વાલીઓને ખબર નહતી.ગત વર્ષની ફી પણ વધારે લાગતી હતી ત્યારે આ વર્ષે ધરખમ 2500 રૂપિયા જેટલો વધારો કરાયો છે. ગત વર્ષે જે 17,500 ફી હતી તે વધારીને 19,900 કરવામાં આવી છે. જે…

Read More
buss

નવસારીના ચીખલી ડેપોમાં રિવર્સમાં એસટી બસ પ્લેટફોર્મ પર ચડી જતા ભાગદોડ મચી ગઈ હતી. બસને રિવર્સમાં આવતી જોઈને પેસેન્જરો ખસી જતા જાનહાની ટળી હતી. જોકે, પ્લેટફોર્મ પર ભારે નુકસાન થયું હતું. મળતી માહિતી પ્રમાણે, વાપીથી ઝાલોર જઈ રહેલી એસટી બસ(GJ-18-Z-2236) ચીખલી ડેપો પર પહોંચી હતી. અને રિવર્સમાં પ્લેટફોર્મ પર મૂકવામાં આવી રહી હતી. દરમિયાન ડેપોના પ્લેટફોર્મ પર ચડી જતા ભાગદોડ મચી ગઈ હતી. બસને જોઈ પ્લેટફોર્મ પરથી પેસેન્જરો ખસી જતા જાનહાનિ ટળી હતી. નવસારી ડેપોમાં અવારનવાર અકસ્માતની ઘટનાને પગલે પ્રકાશમાં આવતું રહ્યું છે. અગાઉ નવસારી એસટી ડેપોમાં 3 મુસાફરોને બસચાલકે પુરપાટ ઝડપે બસ હંકારી અડફેટે લઇને મોત નિપજાવ્યા હતા. આ…

Read More