Author: Satya-Day

robo

સુરતના 14 વર્ષના વિદ્યાર્થીની અનોખી સિદ્ધી મેળવી છે. શિવ કંપાણી નામના વિદ્યાર્થીએ આગ લાગે તો અલર્ટ કરતું ડિવાઇસ બનાવ્યું છે. આ આગ અલર્ટ ડિવાઇસ આગ લાગે એટલે મોબાઇલ પર અલર્ટ મેસેજ મોકલશે. રોબો ટેકનોલોજી ડિવાઇસથી આગના સમયે અલર્ટ મેસેજ મળશે. જોકે આગ લાગે ત્યારે આ ડિવાઇસ મોબાઇલમાં મેસેજની સાથે રિંગ પણ મોકલશે. જે ઓફિસમાં મોબાઇલ અલાઉડ ન હોય ત્યાં આ ડિવાઇસનો ઉપયોગ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે, આ ડિવાઇસ આગની સાથે ગેસની માત્રા વધતા પણ અલર્ટ કરે છે. કેવી રીતે કરે છે કાર્ય? આગ લાગતા પહેલા જ અલર્ટ કરી દે છે. શોર્ટ સર્કિટ થાય કે ગેસનું પ્રમાણ વધુ હોય તો…

Read More
climet change

ક્લાઇમેટ ચેંજ, ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ સાથે જોડાયેલા સમાચારો આપણે સતત સાંભળતા આવીએ છે. આ અંગે અનેક મોટા સંશોધનો પણ થયા છે. આ તમામ શરતો આપણને ક્લાઇમેટ ચેંજનાં કારણે પૃથ્વીને પહોંચનારા નુકસાન અંગે જણાવે છે, પરંતુ આજે આપણે જે સંશોધન અંગે વાત કરવા જઇ રહ્યા છીએ તેઓ પરેશાન કરનારાઓ છે. આ અત્યાર સુધીનાં કોઇ પણ સંશોધનથી અનેક વધારે ગંભીર છે. કારણ કે આ રિસર્ચ આપણને જણાવે છે કે કઇ રીતે ક્લાઇમેટ ચેન્જના કારણે 2050 સુધી માનવ સભ્યતા ખતમ થઇ શકે છે. આ સાંભળીને એવું લાગે છે કે આ ખુબ જ વધારીને વાતો કરવામાં આવી રહી છે, પરંતુ તે સત્ય થવાની સંભાવના…

Read More
nitin

નાયબ મુખ્ય મંત્રી અને આરોગ્ય મંત્રી નીતીન પટેલે જણાવ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં ડોક્ટર્સ પર થયેલ હુમલો એ દુઃખદ બનાવ છે. આ સંદર્ભે રાજ્ય સરકાર દુઃખની લાગણી અનુભવે છે. ગુજરાતના ડોક્ટર્સ ધ્વારા તા.17મી જૂન રોજ હડતાલ પર જવાનું એલાન આપ્યુ છે ત્યારે દર્દીઓના હિતમાં ડોક્ટરોને હડતાલ પર ન જવા નાયબ મુખ્યમંત્રીએ અપીલ કરી છે. નાયબ મુખ્ય મંત્રી પટેલે ઉમેર્યુ કે, રાજયના દર્દીઓને આરોગ્ય સવલતો સમયસર મળી રહે અને તેઓને કોઇ તકલીફ ન પડે તે માટે તથા ઇમરજન્સી તથા કેજ્યુલીટી સમયે પણ દર્દીને સત્વરે સારવાર મળી રહે તે આશયથી દર્દીના હિતને ધ્યાનમાં લઇ રાજ્યના ડોક્ટરોને હડતાલમાં ન જવા રાજ્ય સરકારે જે…

Read More
man

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહનો રાજ્યસભામાં કાર્યકાળ શુક્રવારે પૂરો થયો હતો. તેઓ 28 વર્ષછી રાજ્યસભાના સાંસદ રહ્યાં હતા. પહેલી વખત 1991માં અસમથી તેઓ રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ આ પહેલો મોકો છે જ્યારે ડૉ. મનમોહન સિંહ સંસદનો ભાગ નહીં બને. નવી સરકારનું બજેટ સત્ર 17 જૂનથી શરૂ થવા જઇ રહ્યું છે. આ વખતે કોઇ પૂર્વ વડાપ્રધાન બજેટ સત્રમાં હાજર નહીં હોય. ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધઆન દેવેગૌડા લોકસભા ચૂંટણી હારી ગયા હતા. અસમમાં રાજ્યસભાની સાત બેઠકો છે. 14 જૂને ડૉ. મનમોહનસિંહ અને એસ કુઝુરનો કાર્યકાળ ખતમ થવાથી બે બેઠકો ખાલી થઇ છે. મે મહિનામાં આ બેઠકો પર ચૂંટણી થનારી હતી.…

Read More
voting

ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ સહીત છ રાજ્યસભાના સભ્યો હાલમાં લોકસભા ચૂંટણીમાં જીતના કારણે ખાલી થયેલી છ સીટ માટે પેટાચૂંટણી પાંચ જુલાઈના રોજ યોજાશે.ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણી કાર્યક્રમમાં બિહાર,ઓડિશા અને ગુજરાતમાં ખાલી થયેલી છ સીટ માટે પેટાચૂંટણી યોજાશે. બિહારમાં એક,ગુજરાતમાં બે અને ઓડિશામાં ત્રણ સીટ ખાલી થઇ છે. બિહારથી રવિશંકર પ્રસાદ,ગુજરાતથી અમિત શાહ અને સ્મૃતિ ઈરાની અને ઑડિશાથી બીજેડીના અચ્યુતાનંદ સામંત,પ્રતાપ કેશરી દેબ અને સૌમ્ય રંજન પટ્ટનાયકની સીટ ખાલી થઇ છે. 18 જૂનના રોજ જાહેર કરેલા નોટિફિકેશનમાં ચૂંટણી પ્રક્રિયા ઔપચારિક રીતે શરુ થશે. ઉમેદવારની નામાંકન માટેની છેલ્લી તારીખ 25 જૂન અને 26 જૂનના…

Read More
rander delivery

રાંદેર લોકેશનની 108 ટીમે મોબાઈલ ફોનની ફ્લેશ લાઈટથી ડિલિવરી કરાવી હતી.ઇએમટી સબીર પાસેથી મળતી માહિતી અનુસાર રાંદેર વિસ્તારમાં ગૌરવપથ રોડ પર કન્ટ્રકશનનું કામ ચાલતું હતું. તેમાં મજૂરી કરતા યોગેશભાઈની પત્નીને ડિલિવરીનો દુઃખાવો ઉપડતા 108ને કૉલ કરેલો અને રાંદેર લોકેશનની એમ્બ્યુલન્સ ગયેલી. આ દરમિયાન અતિશય પવન અને વરસાદ ચાલુ હતું અને લાઈટ પણ ન હતી. મેં મારા પાયલોટ ડેનિસ ભાઈની મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરવાનું કહ્યુ અને મોબાઈલની ફ્લેશ લાઈટની મદદથી ડિલિવરી કરાવી પરંતુ બાળકના ગળામાં ગર્ભનાળ વિટાયેલી હતી અને બેબી પૂરતા શ્વાસ ન લઇ શકતું હોય અને ઓક્સિજન ઓછું હોય તેને એમ્બ્યુલન્સમાં અમ્બુબેગથી ઓક્સીજન આપી નવી સિવિલ હોસ્પિટલમાં લાવેલા. જ્યાં…

Read More
Dipdo

વન્ય પ્રાણીઓના પશુઓ પર હુમલાની સાથે-સાથે મનુષ્યો પર પણ હુમલાની ઘટના વધી રહી છે. જેસર તાલુકાના ઇટિયા ગામે એક 11 વર્ષની બાળકીને દીપડો ઉપાડી ગયો. હિંસક દીપડાએ 11 વર્ષની બાળકીનો ચહેડો એવી રીતે ફાડ્યો કે ભલભલાના રૂવાંડા ઊભા કરી દે. આ અગાઉ પણ જેસર અને તેની આજુ-બાજુના પંથકમાં દીપડાની હુમલાની ઘણી ઘટનાઓ સામે આવી છે. જેસરના ઇટિયા ગામે પરા વિસ્તારમાં રહેતા અશોકભાઇ પરમારની દિકરી શોભનાને રાત્રે 2 વાગ્યે દીપડો આવીને ઉપાડી જઇ મારણ કર્યું. લોકોને જાણ થતાં જ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગ ઘટના સ્થળે પહોંચતા ત્યાંથી બાળકીની લાશ મળી હતી. હીંસક દીપડાએ બાળકીને ચહેરો ફાડ્યો હતો. જેને જોઇ કોઇના…

Read More
health

તમારું મગજ તમારા શરીરનો સૌથી મહત્વપુર્ણ ભાગ છે. તે કમાન્ડ એન્ટર તરીકે ઓળખાય છે. આપણા શરીરના તમામ બોડી ફંકશન કે જેના વિશે આપણે જાણીએ છીએ તે મગજ દ્વારા કન્ટ્રોલ થાય છે. તે આપણા વિચારો, યાદ શક્તિ, વાણી, હાવભાવ અને અન્ય શરીરના અંગોને પણ નિયંત્રિત કરે છે. કેટલાક મગજના મહત્વપુર્ણ કાર્યોમાં સંવેદનાત્મક માહિતીની પ્રક્રિયા , હોર્મોન્સ રિલીઝ થવાની પ્રક્રીયા, બ્લડ પ્રેશર અને શ્વાસ, નિયમનનો સમાવેશ થાય છે. ડિમેન્ટીયાસ ઝેરી પદાર્થો, કુપોષણ, મલ્ટીપલ સ્કેલરોસિસ વગેરેનો સમાવેશ થાય છે. જે સંભવત જ્ઞાનાત્મક ડિસઓર્ડરનું કારણ બની શકે છે. તણાવ, ડિપ્રેશન, ડિહાઈડ્રેશન, અપુરતી ઉંધ જેવા વગેરે અનેક પરિબળો જ્ઞાનાત્મક સમસ્યાઓ વધારવામાં કારણરૂપ બની શકે છે.…

Read More
school van

મોરબી-રાજકોટ હાઈવે પર આજે વહેલી સવારે અજંતા નજીક એક સ્કૂલ વેનમાં આગ લાગતા 10 બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા. જેના પગલે ડ્રાઈવરે સમયસર બાળકોને વાનમાંથી બહાર કાઢી લીધા હતા. મળતી માહિતી પ્રમાણે મોરબીમાં તમામ શાળાઓમાં અસંખ્ય વેનમાં હજારો બાળકો શાળાએ જતા હોય છે. ત્યારે આવી દુર્ઘટના રોકવા તંત્ર ક્યારે કદમ ઉઠાવશે તેવા સવાલો પણ ઉપસ્થિત થયા છે. ટ્યુશન કલાસીસ અને શાળાઓને ફાયર એનઓસીના નાટક કરતા તંત્રના અધિકારીઓ અને જિલ્લા ટ્રાફિક દ્વારા વાહનોના ચેકિંગ કરવામાં આવશે કે કેમ એ જોવું રહ્યું જો કે લાખો રૂપિયાનો દંડ કરતી ટ્રાફીક પોલીસના જવાનોને આ ગેરકાયદેસર ચાલતી સ્કૂલ વેન કેમ દેખાતી નથી. આ સ્કૂલ વેન…

Read More
varsaddddd

રાજ્યમાં વાયુ વાવાઝોડાની અસર સંદર્ભે છેલ્લા ચોવીસ કલાકમાં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં 122 મી.મી એટલે કે પાંચ ઇંચ અને વેરાવળ તાલુકામાં 108 મી.મી, તાલાળામાં 102 મી.મી મળી કુલ બે તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 15 જુન 2019ના રોજ સવારે છ કલાકે પુરા થતાં 24 કલાક દરમિયાન માંગરોળ તાલુકામાં 96 મી.મી અને કોડીનાર તાલુકામાં 81 મી.મી મળી કુલ બે તાલુકામાં ત્રણ ઇંચ થી વધુ વરસાદ અને કુતિયાણા તાલુકામાં 62મી.મી,માળિયામાં 61 મી.મી. ભેસાણમાં 50 મી.મી., મેંદરડામાં 49 મી.મી, જૂનાગઢ તાલકો અને જૂનાગઢ શહેરમાં 48 મી.મી. મળી…

Read More