જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં એક ગ્રામીણ બજારમાં બુધવારે સવારે ભૂસ્ખલનના કારણે લગભગ ત્રણ ડઝન જેટલી દુકાનો દબાઈ ગઈ છે. ભદ્રવાહના પોલીસ અધિકારી રાજ સિંહ ગૌરિયાએ જણાવ્યું કે, આ ઘટનામાં અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર કોઈ પ્રકારની જાનહાની થઈ નથી. આ ઘટના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરથી ૬૫ કિલોમીટર દૂર ભાલેસાના ભથર બજારની છે. પ્રાથમિક માહિતી અનુસાર મળેલ જાણકારી પ્રમાણે લગભગ ત્રણ ડઝન જેટલી દુકાનો ભૂસ્ખલનમાં દબાઈ ગઈ છે. ભૂસ્ખલનનો અવાજ એટલો ભયંકર હતો કે નાગરિકો આ અવાજથી હજી સુધી ગબરાયેલા છે. એસએસબી કમાન્ડર અજય કુમારે જણાવ્યું કે, આજે ચાર વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું. ઘટનાની જાણ થતા જ અમારા જવાનો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર…
કવિ: Satya-Day
14મી ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ફિદાયીન હુમલો કરનાર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ વિરુદ્ધ સેના અને સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરમાં ઑપરેશન ઑલ આઉટ શરૂ કર્યુ છે. આ હુમલા બાદ અત્યાર સુધીમાં સેનાએ 21 દિવસમાં 18 આતંકવાદીઓનો સફાયો કર્યો છે. આ ઑપરેશનમાં રવિવારે સેનાને મોટી સફળતા મળી હતી જેમાં સેનાએ પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડર મુદસ્સિર ખાનને ઠાર માર્યો હતો. મુદસ્સીર સહિત ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. સોમવારે શ્રીનગરમાં સેના અને પોલિસની એક સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ યોજાઈ હતી જેમાં જીઓસી 15 કૉર્પના લેફ્ટિનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લોનને જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સશસ્ત્ર દળોના સંયુક્ત અભિયાનમાં આતંકવાદીઓની વિરુદ્ધ મોટી…
2017ની વિધાનસભા ચૂંટણીમાં તો કોંગ્રેસની શું 80 સીટો આવી કે, જાણે કોંગ્રેસ કુદવા માંડી હતી, પરંતુ લોકસભા આવતા- આવતા જાણે કોંગ્રેસમાંથી એક પછી એક વિકેટો ઉપર વિકેટો ખડવા માંડી છે. જાણે રાહુલ ગાંધીએ બનાવેલી બાજી વિખેરાવા માંડી છે. રાહુલ ગાંધી અને પ્રયિંકા ગાંધીના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસની ગુજરાતમાં પ્રથમ વખત વર્કિંગ કમિટીની બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં કોંગ્રેસ લોકસભા ચૂંટણીની રણનીતિ તૈયાક કરવાની છે, પરંતુ ગુજરાતમાં હાલ જે પ્રકારનો માહોલ છે. તેને જોતા તો એવું લાગી રહ્યું છે કે, આ વર્કિંગ કમિટીમાં લોકસભાની ચૂંટણીની રણનીતિ પહેલા ડેમેજ કંટ્રોલ રણનીતિ ઘડવામાં આવશે. જોકે જે રીતે એક પછી એક ધારાસભ્યોની વિકેટ ખડી…
લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થઇ ચૂક્યું છે. ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 7 તબક્કાઓમાં લોકસભાની ચૂંટણી યોજાશે. મહત્વનું છે કે 543 બેઠક પર મતદાન યોજાશે. જોકે ગુજરાતની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. ઊંઝા, તાલાલા, માણાવદર અને ધાંગધ્રા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. 11 એપ્રિલે પ્રથમ તબક્કાનુ મતદાન યોજાશે 18 એપ્રિલે બીજા તક્કાનુ મતદાન યોજાશે 23 એપ્રિલે ત્રીજા તબક્કાનુ મતદાન યોજાશે 29 એપ્રિલે ચોથા તબક્કાનુ મતદાન યોજાશે 6 મે એ પાંચમાં તબક્કાનુ મતદાન યોજાશે 12 મે છઠ્ઠા તબક્કાનુ મતદાન યોજાશે 19 મે એપ્રિલે સાતમ તબક્કાનુ મતદાન યોજાશે 4 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર…
ભારતના ઇલેક્શન કમિશન રવિવારે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં યોજાનાર આ પત્રકાર પરિષદમાં લોકસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 11 એપ્રિલે યોજાશે. આ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થતાની સાથે જ દેશભરમાં આચાર સંહિતા લાગુ થઇ જશે. હાલના લોકસભાનો કાર્યકાળ ત્રણ જુને સમાપ્ત થશે. એવામાં ત્યાર સુધીમાં નવી સરકારને ચૂંટવાનું ફરજિયાત છે. સૂત્રોનું કહેવું છે 17મી લોકસભા ચૂંટણી માટેની તમામ તૈયારીઓ અંતિમ ચરણમાં છે. જેની વિગતવાર જાહેરાત આવતા રવિવારની આસપાસ થઇ શકે છે. લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશ, સિક્કિમ, ઓડિસા અને અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત થઇ શકે છે. તો જમ્મુ કાશ્મીર વિધાનસભા ભંગ…
ચૂંટણી પંચ આજે સાંજે લોકસભા ચૂ્રટણી 2019ની તારીખોની જાહેરાત કરી શકે છે. લોકસભા ચૂંટણીની સાથે જ આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. સિક્કિમ વિધાનસભાનો કાર્યકાળ 27 મે, આંધ્ર પ્રદેશનો કાર્યકાળ 18 જૂન, ઓડિશાનો કાર્યકાળ 11 જૂન અને અરુણાચલ પ્રદેશની વિધાનસભાનો કાર્યકાળ જૂનના પહેલા સપ્તાહમાં પૂરો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, એક અનુમાન મુજબ આ લોકસભા ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી સાબિત થવાન જઈ રહી છે. ‘કારનીઝ એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ થિંકટેંક’માં સિનિયર ફેલો અને દક્ષિણ એશિયા કાર્યક્રમના નિદેશક મિલન વૈષ્ણવ મુજબ, 2016ની અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી અને કોંગ્રેસ ચૂંટણીમાં 46,211 કરોડ…
અદીસ અબાબાની પાસે ઇથોપિયન એરલાઇન્સનુ વિમાન બોઇંગ 737 ક્રેશ થઇ ગયુ છે, આજે સવારે આ દુર્ઘટના બની હતી. વિમાન કેન્યાની રાજધાની નૈરોબી જઇ રહ્યુ હતુ. વિમાનમાં કુલ 149 યાત્રીઓ અને 8 ક્રૂ મેમ્બર સવાર હતા. રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટનામાં કોઇને બચવાની સંભાવના નથી. વિમાનમાં સવાર તમામ લોકોની મોત થઇ ગઇ છે. વિમાને સ્થાનિક સમય મુજબ સવારે 8.38 વાગ્યે ઉડાન ભરી હતી જેના 6 મિનિટ બાદ જ તેનો સંપર્ક તૂટી ગયો હતો. એરલાઇન્સે પોતાના નિવેદનમાં આ વાત જણાવી છે. અદીસ અબાબાના દક્ષિણ પૂર્વમાં વિમાન ક્રેશ થવાની આશંકા છે. વિમાનમાં 149 યાત્રીઓ અને 8 ક્રૂ મેમ્બર સવાર હતા. નિવદેન અનુસાર, ”હાલમાં તપાસ…
લોકસભા ચૂંટણી માટે આચાર સંહિતા ગમે ત્યારે લાગુ થઈ શકે છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલાં મધ્યપ્રદેશની કમલનાથ સરકારનો મોટો ખેલ સામે આવ્યો છે. મધ્યપ્રદેશમાં પછાત વર્ગ માટે 27 ટકા અનામતને લાગું કરી દેવામાં આવી છે. કેબિનેટ બેઠકમાં બિલને મંજૂરી મળ્યાં બાદ રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ મંજૂરી આપી દીધી છે. 6 માર્ચે મુખ્યમંત્રી કમલનાથની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવને પાસ કરવામાં આવ્યો કે મધ્યપ્રદેશમાં OBC માટે 14 ટકા અનામત વધારીને 27 ટકા કરવામાં આવે. આને કોંગ્રેસનો મોટો ખેલ માનવામાં આવી રહ્યો છે. કારણકે મધ્યપ્રદેશમાં OBCની વસ્તી લગભગ 49 ટકા છે અને આવામાં કોગ્રેસને લોકસભા ચૂંટણીમાં ફાયદો મળે તેવી શક્યતા છે.…
ભાનુશાળી હત્યાના કાવતરાથી પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલનો પુત્ર સિધ્ધાર્થ વાકેફ હોવાની વિગતો સિટની તપાસમાં ખૂલી છે. સિદ્ધાર્થની સિટના અધિકારીઓએ મોડી રાત્રીના ધરપકડ કરી હોવાની વિગત મળી છે. સિટના અધિકારીઓ સમક્ષ પૂછપરછ માટે હાજર થયેલા સિધ્ધાર્થનો રોલ શૂટરોને બાઈક , હેલ્મેટ પુરા પાડયા હતા. આ ઉપરાંત છબીલ પટેલને ભાગવા માટે પ્લેનની ટિકિટ પણ સિદ્ધાર્થે કરાવી હતી. ભાનુશાળીની હત્યા માટે આયોજનબધ્ધ રીતે કાવતરૂ ઘડવામાં આવ્યું તે સમગ્ર પ્લોટથી આરોપી સિધ્ધાર્થ શરૂઆતથી જાણકાર હતો. સિધ્ધાર્થ ભાનુશાળીની હત્યા માટે નીકળેલા શૂટરોને બાઈક અને હેલ્મેટ પુરૂ પાડયું હતું. હેલ્મેટ વગર વાહન ચલાવવા મામલે પોલીસ રોકે અને ચેકીંગ થાય તો હથિયાર પકડાયો તો સમગ્ર યોજના પડી…
લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત રવિવારે થઈ શકે છે. ઈલેક્શન કમિશન સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. શક્ય છે કે ઇલેક્શન કમિશન તેમાં તારીખોની જાહેરાત કરી દેશે. જો આજે તારીખોની જાહેરાત થશે તો આજથી જ આચારસંહિતા લાગુ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, 2014ની લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પણ રવિવારે કરવામાં આવી હતી. હાલની લોકસભાનો કાર્યકાળ 3 જૂનના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. એવામાં અત્યાર સુધી નવી સરકારની રચના જરૂરી થઈ જાય છે. સૂત્રોએ આ પહેલા જણાવ્યું કે ઇલેક્શન કમિશન 17મી લોકસભા ચૂંટણી કરાવવા માટે તૈયારીઓ પૂરી કરવાના અંતિમ ચરણમાં છે બીજી તરફ, જમ્મુ-કાશ્મીર વિધાનસભા ભંગ થઈ ચૂકી છે, તેથી ચૂંટણી પંચ…