ભારતે પાકિસ્તાનના ઘરમાં ઘુસીને કરેલી એર સ્ટ્રાઇક બાદ વૈશ્વિક ફલક પર પાકિસ્તાન એકલુંઅટૂલું પડી ગયું છે. દુનિયાના ટોચના દેશો અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને ચીન સહિતના દેશોએ ભારતની આતંકવાદ વિરૂદ્ધ કરેલી કાર્યવાહીને સમર્થન આપ્યું છે. જ્યારે કે પાકિસ્તાનને તેમની ધરતી પર ધમધમતા આતંકના અડ્ડાઓ અને આતંકના આકાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા ચેતવણી આપી છે. પુલવામાના આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનના ઘરમાં ઘુસીને કરેલી એર સ્ટ્રાઇકને દુનિયાના તમામ ટોચના દેશોએ સમર્થન આપ્યું છે. સાથે જ તેઓએ આતંકવાદને પનાહ આપવા મુદ્દે પાકિસ્તાનની ઝાટકણી કાઢતા વૈશ્વિક ફલક પર પાકિસ્તાન એકલુંઅટૂલું પડ્યું છે. અમેરિકાના વિદેશપ્રધાન માઇક પોમ્પિયોએ જણાવ્યું કે ભારતે આતંકવાદ વિરોધી અભિયાન અંતર્ગત 26…
કવિ: Satya-Day
ભારત પાકિસ્તાન વચ્ચે હાલના સમયમાં તણાવ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. બન્ને દેશો વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે તેવી દહેશત વર્તાઈ રહી છે. આ સંજોગોમાં રાજ્યના સરહદી બનાસકાંઠા જિલ્લાના નાગરિકોમાં પણ ઉત્તેજના જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લો પણ ભારત-પાક બોર્ડર પર આવેલો છે અને પાકિસ્તાન સાથે 55 કિલોમીટર સુધી જમીની સરહદ ધરાવે છે ત્યારે અહીં પણ બોર્ડર વિસ્તારના તમામ ગામોમાં એલર્ટ કરી દેવાયા છે. સીમા સુરક્ષાદળ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ છે. અહીંના સરહદી ગામોમાં વાહનોનું ચેકિંગ ઉપરાંત શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં ભારત પાકિસ્તાન બોર્ડર પરનું છેલ્લું ગામ જલોયા ગામ…
ભાજપના કાઉન્સિલરને લાંચ લેવામાં હજુ ગણતરીના દિવસો નથી થયી ત્યાં કોંગ્રેસના મહિલા કાઉન્સેલરનો પુત્ર લાંચની રકમ સ્વીકારતા એન્ટી કરપ્શનના હાથે પકડાયો છે. કાઉન્સિલરે મકાનના બાંધકામને તોડી પાડવાની ધમકી આપીને હેરાનગતિ કરવા માટે 15 હજાર રૂપિયાની માંગણી કરી હતી. સાથે જ બે આરોપી મારફથે રૂપિયા સ્વિકારતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના વોર્ડ નંબર 18, આંજણા-ખટોદરા વિસ્તારના મહિલા કોર્પોરેટર લીલાબેન ભાઈદાસભાઈ સોનવણેના પુત્ર કૃણાલ દ્વારા આજ વિસ્તારમાં ચાલી રહેલા બાંધકામને તોડી પાડવા માટે તથા હેરાનગતિ ન કરવા માટે પોતે વોર્ડ નંબર 18 ના કોર્પોરેટર પુત્ર બતાવીને કોર્પોરેટર માતાનો હોદ્દો બતાવીને બાંધકામ નહી તોડવા 15…
સુરતમાં હવે લોકો તો ઠીક પણ સુરત પોલીસ પણ સુરક્ષિત નથી. ચોકીદાર પર જ ચોરોના હુમલાઓ થઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારમાં ચોરોનો પીછો કરતી પોલીસ પર તોફાની તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બાઈક પર આવેલા 3 ઈસમોએ પોલીસ કર્મચારીને આંતરી બેઝ બોલના ફટકાનો માર મારીને ઘાયલ કર્યો હતો. આ હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ કરવામાં આવી હતી. આ ઘચના પરથી કહી શકાય કે સલામતીના દાવો કરતા સુરતમાં ખુબ પોલીસ પણ સલામત નથી.
સુરત-ઓલપાડ રોડ પર આજ રોજ સરોલી ગામના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તો રોકીને ચક્કાજામ કર્યું હતું. ગામના પુરુષો સાથે મહિલાઓએ પણ રસ્તા પર બેસી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે સુરત-ઓલપાડ રોડ પર આજ-રોજ ચક્કાજામના દશ્યો સર્જાયા હતા. ઘટનાની વિગત પ્રમાણે બે દિવસ પહેલા રસ્તા પર બે કાર વચ્ચે આકસ્માત થતા ગામના બે યુવાનો ખુબ ગંભીર રીતે ઘવાયા હતા. જે અંગે ગામના લોકો ઓલપાડ પોલીસમાં ફરીયાદ નોંધાવવા ગયા હતા, પણ પોલીસે ફરીયાદ લેવાની ના પાડી હતી. આજ રોજ પોલીસે ક્રેઈનની મદદથી આ ગાડીને હટાવતા લોકોમાં રોષ પ્રવત્યો છે અને તેમણે રસ્તા રોકીને ચક્કાજામની સ્થિતિ ઉભી કરી…
પુલવામામાં થયેલા આતંકી હુમલા અને ભારત દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક-2ની ઘટના બાદ સરહદ પર તણાવ છે. ત્યાંજ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે કે, આ સંવેદનશિલ સ્થિતમાં શું ભારતમાં ચૂંટણીના કાર્યક્રમો પર તેની અસર પડશે. શું ચૂંટણીમાં વિલંબ થશે. ભારતીય ચૂંટણી કમિશને આ પ્રશ્નોનો ઉત્તર આપ્યો છે. મુંબઇમાં આ અંગે જવાબ આપતા ચૂંટણી કમિશ્નર આશોક લવાસાએ જણાવ્યું હતું કે, તેઓ પોતાના કર્તવ્યોના પાલન કરવા માટે બંધારણીય રીતે બંધાયેલા છે. મુંબઇમાં પત્રકારોને સંબોધિત કરતા અશોક લવાસાએ જણાવ્યું હતું કે, ચૂંટણી કમિશન પ્રત્યેક ઘટના પર નજર રાખી રહ્યું છે. લવાસા મહારાષ્ટ્રમાં ચૂંટણી તૈયારીઓની સમિક્ષા કરવા માટે આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમે બે…
પાકિસ્તાની વાયુસેનાના વિમાનોએ ભારતીય સીમામાં કરેલી ઘૂસણખોરી બાદ વાયુસેનાએ સરહદ નજીકના પોતાના તમામ એરબેઝ હાઈ એલર્ટ પર મુકી દીધા છે. બીજી તરફ હવે ભારતીય વાયુસેનાને પણ પાકિસ્તાનના વિમાનોને જોતાની સાથે જ તોડી પાડવા માટે આદેશ આપવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં પણ સરકારમાં ગતિવિધિઓ તેજ બની ગઈ છે.નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજીત દોવાલ ગૃહ મંત્રાલય પહોંચ્યા છે. શ્રીનગર એરપોર્ટ પર તમામ કોમર્શિયલ ફ્લાઈટોની અવર જવર પર હાલ પુરતી રોક લગાવી દેવામાં આવી છે.શ્રીનગરર એરપોર્ટના રન વેને ખાલી રાખવા માટેનો આદેશ પણ આપી દેવાયો છે.
ગઈ કાલે વહેલી સવારે ભારતીય એરફોર્સે પુલવામામાં થયેલા આતંકી હુમલાનો જડબાતોબ જવાબ આપ્યો હતો, જેની ખુશીમાં સુરતવાસીઓ પણ ખુશખુશાલ થઈ ગયા હતા. આ ઘટનાને જોઈને સુરતના અંક વ્યક્તિએ પ્રશંસનીય કામ કર્યું હતું. તેમણે એર સ્ટ્રાઈકને લઈને વાયુસેનના જવાન અને પીએમ મોદીની પ્રિન્ટ વાળી સાડી ચાર કલાકમાં બનાવી હતી. સુરતની અભિનંદન માર્કેટના સાડીના વેપારી વિનોદકુમાર જૈનએ જણાવ્યું હતું કે લાંબાં સમયથી આતંકીઓના હુમલામાં દેશના જવાનો શહીદ થતા આવ્યા છે અને સરકારે આ એક અસરદારક પગલું ભર્યું છે. જેને પ્રેરણા બનાવીને વેપારીએ જવાન અને મોદીના પ્રિન્ટવાળી સાડી બનાવવાનું નક્કી કર્યું હતું. તેમણે સાત દિવસમાં બનતી આ સાડીને 3 દિવસમાં બનાવી હતી. આ…
ગુજરાત યુનિ.નો કોન્વોકેશન થયાને ૧૫ દિવસ થવા આવ્યા છતાં હજુ સુધી ૫૨ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી જ મળી જ નથી.યુનિ.દ્વારા આ વર્ષે કોન્વોકેશનમાં રુબરુ ડિગ્રી પણ વિદ્યાર્થીઓ આપવાની વ્યવસ્થા કરાઈ નથી.જ્યારે પોસ્ટ દ્વારા પણ હજુ સુધી વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડવામા આવી નથી. યુનિ.દ્વારા દર વર્ષે એન્યુઅલ કોન્વોકેશન માટે વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટીફિકેટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જે વિદ્યાર્થીઓ રૃબરૃ હાજર રહીને ડિગ્રી મેળવવા માંગે તેઓ માટે કોન્વોકેશનના દિવસે રૃબરૃમાં ડિગ્રી આપી દેવાય છે અને જે માટે રજિસ્ટ્રેશન ફોર્મમાં પ્રેઝન્ટ કે એબ્શન્સિયા એટલે કે ડિગ્રી હાજરમા લેવી છે કે ગેરહાજરમાં તે રીતના બે વિકલ્પ અપાય છે.જેમાં જે વિદ્યાર્થીઓ એબ્શન્સિયા લખે તેઓને ઘરે પોસ્ટથી…
આણંદ જિલ્લાના વાસદ ખાતેની રેમન્ડ જીલેટીન ફેક્ટરી નજીક આજે સવારે આઠ વાગ્યાના સૂમારે બે બાઈક આમને-સામને ધડાકાભેર ટકરાતા સર્જાયેલ અકસ્માતમાં એક બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે આંકલાવ તાલુકાના મુજકુવા ગામના જગદીશભાઈ છોટાભાઈ પઢીયારની ફરિયાદના આધારે વાસદ પોલીસે જીવલેણ અકસ્માત સર્જનાર અને ગંભીર રીતે ઈજા પામનાર બાઈક ચાલકના વિરૂધ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર જીવલેણ અકસ્માતનો આ બનાવ આજે સવારે આઠેક વાગ્યાના સૂમારે વાસદ ખાતેની રેમન્ડ જીલેટીન ફેક્ટરી પાસે બન્યો હતો. જેમાં ફરિયાદીના ભત્રીજા રણછોડભાઈ રામાભાઈ પઢીયાર (ઉ.વ. ૨૨) તેમના બાઈક ઉપર મહેશભાઈ…