કવિ: Satya-Day

અત્યારે ઓન લાઇન શોપિંગનો ક્રેઝ વધતો જાય છે તો બીજી તરફ ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓ પણ વધતા જાય છે. સુરતના ઉધના વિસ્તારમાં રહેતા એક ટ્યૂશન સંચાલક સાથે પણ આવું જ કંઇક બન્યું છે. સુરતના ઉધના, પટેલનગરમાં આવેલા ત્રિદેવ એપાર્ટમેન્ટમાં રહેતા રિંકેશ દિનેશચંદ્ર ભવાનીદાસવાલા ટ્યૂશન ક્લાસીસ ચલાવે છે. તેમને ઓનલાઇન બુલેટ ખરીદી હતી. જેથી તેમણે OLX ઉપર જતીન ગીરીશ વહોરા અને તિમિર તેજકુમાર નામના બે શખ્સોનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ગત તા.4 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી દરમિયાન આ બંને જણાએ તેમની પાસેથી અલગ અલગ પેટીએમ ખાતામાં રૂપિયા 1,13, 900 જમા કરાવી લીધા હતા. જોકે, તેમને ઓનલાઇન બુલેટની ડિલિવરી અપાઇ ન્હોતી. તેઓ છેતરાયા હોવાનું…

Read More

પુલવામા આતંકવાદીનો બદલો ભારતીય હવાઇ દળોએ મંગળવારે લીધો હતો. અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓના 13 અડ્ડા પર એર સ્ટ્રાઈક કરી હતી. વિદેશી પ્રધાન સુષ્મા સ્વરાજનું કહેવું છે કે એલઓસીથી 70 કિલોમીટરની અંદર ઘુસીને એર ફોર્સે આતંકવાદી કેમ્પનો નાશ કર્યો હતો. હવાઇ દળના ઓપરેશન પછી સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. ભારતના હવાઇ હુમલામાં આતંકવાદીઓની હત્યા દ્વારા પાકિસ્તાન વિખરાઈ ગયું છે. સરહદ પર અંધાધુન ફાટરીંગ ચાલી રહ્યું છે. બુધવારે સવારથી એલઓસીમાં ગોળીબાર ચાલુ થઈ ગયો છે. ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા અંગે યુએસએ ચેતવણી આપી છે. અમેરિકાએ પાકિસ્તાનને આતંકવાદી સંગઠનો પર તાત્કાલિક કાર્યવાહી કરવા કહ્યું છે. યુએસના સેક્રેટરી ઑફ સ્ટેટ માઇક પોમ્પીએ બંને…

Read More

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જામનગરના કાલાવડ ખાતે APMCના ભૂમિ પૂજન સમારોહમાં વાયુસેનાના જવાનોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, દેશના જાબાંઝ વાયુસેનાના જવાનોએ આજે મંગળવારે વહેલી સવારે પાકિસ્તાનની સરહદમાં ધુસીને પાકિસ્તાન પ્રેરિત આંતકવાદીઓના અડ્ડાઓ ઉપર હુમલો કરીને નેસ્તનાબુદ કરી દીધા છે. તેમના આ પરાક્રમ માટે સમગ્ર દેશને સેના પર ગૌરવ છે. તેમણે વધુમા જણાવ્યું કે, આજે સમગ્ર દેશ સેના પાસે અડિખમ ઉભો છે. પાકિસ્તાનને દરેક ક્ષેત્રે પાડી દેવા માટે સમગ્ર દેશ આજે એકસંપ થયો છે. આ બનાવને ધ્યાનમાં રાખી ગુજરાત પણ પાકિસ્તાન સાથે સરહદી વિસ્તાર ધરાવે છે તેથી ગુજરાતના દરિયાકાંઠો હાઇએલર્ટ પર છે. નોંધનિય છે કે, ગુજરાત દેશમાં સૌથી વધુ દરિયા કિનારો ધરાવે…

Read More

ભારત દ્વારા હવાઈ હુમલા પછી પાકિસ્તાન સતત ટિપ્પણી કરે છે. પાકિસ્તાન આર્મીના મીડિયામાંથી મળેલી માહિતી અનુસાર ઇન્ટર-સર્વિસીઝ પબ્લિક રિલેશન્સ (આઇએસપીઆર) દ્વારા મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.એમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ‘લાહોર-સિયાલકોટ સેક્ટર સરહદ તરફ જઈને ભારતીય હવાઇ દળે જે પરિસ્થિતીનું નિર્માણ કર્યું છે. આ સમય દરમિયાન બહાવલપુર સરહદ નજીક એક અન્ય પરફોમન્સ પણ જોવા મળ્યું હતું. ડીજી આઇએસપીઆરએ જણાવ્યું હતું કે કીરણ ખીણના મુઝફરાબાબાદ ક્ષેત્ર તરફ ઉડાન ભરીને એક વિશાળ રચના જોવા મળી હતી. તેઓએ એલઓસીને પાર કરી પણ સાથે સાથે પાકિસ્તાન એર ફોર્સની પડકારનો પણ સામનો કર્યો હતો. તેઓ એલઓસીમાં 4-5 મીલ સુધી આવી ગયા હતા.…

Read More

પુલવામા હુમલા બાદથી દેશભરમાંથી એક જ માંગ ઉઠી હતી…બદલો…40 શહીદોનો બદલો…26 તારીખે જ્યારે દેશ આખો ભર ઉંઘમાં હતો ત્યારે ભારતીય વાયુસેનાએ જ્યાં જૈશ-એ-મોહમ્મદના અનેક ઠેકાણાઓ હતા ત્યાં હુમલો કરી 300 થી વધારે આતંકીઓને ઠાર કર્યી. આ વખતે હુમલાના પુરાવા ખુદ પાકિસ્તાને આપ્યાં છે. એટલે હવે ભારત પાસે કોઇ પુરાવા નહી માંગી શકે. ચાલો અમે તમને જણાવીએ કે આ સ્ટ્રાઇક કેવી રીતે થઇ. કેવી રીતે તેનો પ્લાન બન્યો. પુલવામા હુમલા બાદ આ રીતે હતી આ હુમલાની આખી ટાઇમલાઇન. 14 ફેબ્રુઆરી પુલવામામાં જૈશનો હુમલો થયો. 40થી વધુ સીઆરપીએફ જવાન થહીદ થયા. દેશભરમાં રોષનો માહોલ હતો. 15 ફેબ્રુઆરી સવારે 9.30 કલાકે ઇન્ડિયન એરફોર્સના…

Read More

પુલવામામાં થયેલ આતંકી હુમલાનો બદલો લેતાં બાલાકોટ ખાતે ભારતીય વાયુસેનાએ સર્જીકલ સ્ટ્રાઇક કરી છે. મહત્વનું છે કે પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં સંબંધો વણસ્યા છે. ભારતમાં સતત આ હુમલાનો મુંહતોડ જવાબ આપવા માંગ પણ ઉઠી રહી હતી. ત્યારે આજે સવારે ભારતીય વાયુસેનાએ સરહદ પાર કરીને બાલાકોટમાં આતંકી કેમ્પ પર હુમલો કરીને તેને ધ્વસ્ત કરી નાખ્યાં છે. ત્યારે ઉરી બાદ કરવામાં આવેલ આ સર્જીકલ સ્ટ્રાઇક બાદ પીએમ મોદીએ ખૂબ જુસ્સાભેર સાથે રાજસ્થાનનાં ચુરૂ ખાતે રેલી યોજી. જેમાં સંબોધન કરતા કહ્યું કે… સોગંદ મુજે મિટ્ટી કી, મેં દેશ નહીં મિટને દુંગા: હું દેશને લુંટાવા નહી દઉં હું દેશને…

Read More

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ભાજપ પર લોકસભાની ચૂંટણી પહેલાં પુલવામામાં જવાનોનાં મૃત્યુ પર રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો છે. મમતાએ દાવો કર્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પુલવામમાં હુમલો થવા અંગેની જાણકારી પહેલાંથી જ હતી. તેમણે પ્રશ્ન કર્યો હતો કે કેમ સી.આર.પી.એફના 2500 જવાનોને હવાઈ માર્ગે મોકલવામાં બદલે માર્ગની યોગ્ય તપાસ કરાવાયા વગર જ ધોરી માર્ગે મુસાફરી કરવા મંજૂરી અપાઈ? મમતા બેનરજીએ કહ્યું, “કેન્દ્ર સરકારને જાણ હતી કે આ પ્રકારનો હુમલો થઈ શકે એમ છે. આ અંગેની ગુપ્ત સૂચના પણ હતી. એમ છતાં આપણા જવાનોને બચાવવા માટે સરકારે પગલાં કેમ ના ભર્યાં?” “સરકારે તેમને મરવા દીધા, જેથી ચૂંટણીમાં…

Read More

પાકિસ્તાનનો દાવો છે કે ભારતે તેમના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા જનરલ આસિફ ગફૂરનું કહેવું છે કે ભારતના વિમાનોએ મુઝફ્ફરાબાદમાં ઘૂસણખોરી કરી પણ પાકિસ્તાનની ત્વરિત કાર્યવાહીથી પીછેહઠ કરવી પડી. ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં 40થી વધારે જવાનોએ જીવ ગુમાવ્યો હતો અને પાકિસ્તાનમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. ભારતીય મીડિયામાં ઇંડિયન ઍરફૉર્સના સૂત્રોના હવાલાથી કહેવાઈ રહ્યું છે કે ભારતના ફાઇટર વિમાનોએ ઉગ્રવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના અને ઠેકાણાંઓ તબાહ કરી દીધાં છે. જોકે ભારત તરફથી આ અંગે હજી સુધી સત્તાવાર પુષ્ટિ કરાઈ નથી. પાકિસ્તાનમાં આ અંગે ખળભળાટ મચ્યો છે. કેટલાક પાકિસ્તાની પત્રકારોનું કહેવું છે કે ભારતે…

Read More

પુલવામામાં થયેલા આતંકી હુમલા ના 12 દિવસ પછી ઇન્ડિયન એરફોર્સના યુદ્ધ વિમાનોએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આવેલા આતંકી સંગઠન જૈશ-એ- મોહમ્મદનાં થાણા પર મંગળવારે વહેલી સવારે હુમલો કર્યો હતો. ભારતીય વાયુસેનાના મિરાજ 2000 યુદ્ધવિમાનમાંથી જૈશના ઠેકાણાઓ પર બોમ્બ વરસાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકી ઠેકાણાઓ પર 1000 કિલોના બોમ્બ વરસાવવામાં આવ્યા હતા. ભારતના આ હુમલામાં 200થી વધારે આતંકીઓ માર્યા ગયાના સમાચાર છે. સૂત્રોના કહેવા પ્રમાણે 26 ફેબ્રુઆરીની વહેલી સવારે  3.30 કલાકે મિરાઝ 2000 લડાકૂ વિમાનોએ આતંકીઓનાં મોટા ઠેકાણા પર હુમલો કર્યો અને તેમને નષ્ટ કરી નાખ્યા હતા. પાકિસ્તાની સેનાનાં પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વિટ કર્યું કે, ‘ભારતીય વાયુસેનાનાં…

Read More

ભારતના પુલવામામાં CRPF જવાનોની શહીદીનો બદલો લઈ લીધો છે. ન્યુઝ એજન્સી પ્રમાણે, રાતે સાડા ત્રણ વાગ્યાની આસપાસ વાયુસેનાએ એલઓસી પાસે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણા પર 1 હજાર કિલોગ્રામ બોમ્બ વરસાવ્યા છે. ત્યારે પાકિસ્તાન સૈન્યના પ્રવક્તાએ આરોપ લગાવ્યો હતો કે, IAFએ સીમાનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય વાયુસેનાના લગભગ 12 મિરાજ 2000 લડાયક વિમાનોએ સરહદ પર આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો અને તેને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી નાંખ્યા છે. પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારતે પોતાના સુરક્ષાદળને કાર્યવાહી માટે ખુલ્લી છૂટ આપી દીધી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, પુલવામા આતંકવાદી હુમલાનું કાવતરું ઘડનારાને છોડવામાં નહીં આવે અને સૈન્ય પોતાના હિસાબે કાર્યવાહી કરશે. આજે પુલવામા…

Read More