કવિ: Satya-Day

STના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પોતાની પડતર માગણીને લઈને ધરણા કરી રહ્યા છે. આજથી રાજ્યભરના ST બસના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળમાં રાજ્યના 45 હજાર જેટલા STના કર્મચારીઓ જોડાયા છે. કર્મચારીઓની હડતાળના કારણે GSRTCની 8 હજાર જેટલી બસ બંધ છે. STના કર્મચારીઓની હડતાળના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. સાથે જ મુસાફરોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે એસ.ટી નિગમના કર્મચારીઓ સાતમા પગારપંચના અમલ સહિત વિવિધ માંગોને લઈ હડતાળ પર ઉતર્યા છે. જેને લઈ મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં એસ.ટી વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. જેને લઈ હવે મુખ્યમંત્રી…

Read More

જમ્મુ કાશ્મીરમાં પુલવામા હુમલાની જવાબદારી લેવનાર જૈશના પ્રમુખ મસૂદ અઝહરે ફરીવાર એક ઓડિયો ક્લિપ જાહેર કરી છે. આ ઓડિયો ક્લિપમાં મસૂદ હુમલા અંગે પ્રતિક્રિયા આપી રહ્યો છે. મસૂદે કહ્યુ કે, પુલાવામા હુમલા જૈશની કોઈ ભૂમિકા નથી અને હું ક્યારેય આદિલ અહમદ ડારને મળ્યો નથી. આ ઉપરાંત તેણે પાકિસ્તાન સરકાર અને મીડિયાને ડરપોક પણ ગણાવ્યા. ઓડિયો ક્લિપમાં તેણે કહ્યુ કે, ચીન હમેશા પાકિસ્તાનનું સમર્થક રહ્યુ છે. જેથી પાકિસ્તાનને ડરવાની કોઈ જરૂર નથી. ભારતમાં ચૂંટણી આવી રહી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં  નિષ્ફળ ગયા છે. મસૂદે પાકિસ્તાનને અપીલ કરી કે, સરકારે ભારતના દબાણમાં આવવાની જરૂર નથી. મહત્વપૂર્ણ છે કે, અમેરિકા, ફ્રાંસ…

Read More

કહેવાતા અધ્યાત્મ પુરુષ અને ગુરુ આસાસામ બાપુએ રેપ કેસમાં કરેલી જામીન અરજી વધુ એકવાર જોધપુર કોર્ટે ફગાવી દીધી હતી. છેલ્લાં ચાર પાંચ વર્ષથી આસારામ બાપુ પર વિવિધ આક્ષેપો બદલ કોર્ટ કેસ ચાલી રહ્યા છે અને બે કરોડથી વધુ ભક્તો હોવાનો દાવો કરતા આસારામ બાપુ જેલમાં છે. એમણે અગાઉ પણ એક કરતાં વધુ વખત જામીન અરજી કરી હતી. ક્યારેક મોટી ઉંમરને ધ્યાનમાં રાખીને દયા કરવાનું કહેતા હતા તો ક્યારેક પોતાની તબિયત સારી નથી એવી દલીલ કરીને જામીન માગતા હતા. પરંતુ એમની વિરુદ્ધ એવા જડબેસલાખ પુરાવા પોલીસે રજૂ કર્યા છે કે કોર્ટ એમની જામીન અરજી દરેક વખતે નકારી કાઢે છે.

Read More

સરદાર પટેલના મુદ્દે ગુજરાત વિધાનસભામાં આખો દિવસ ધાંધલ-ધમાલ મચી હતી. ગૃહની કાર્યવાહી બે વખત મુલતવી રખાઈ હતી. સાંજે 6 વાગ્યે મળ્યું એ સમયે પણ બંને પક્ષના નેતા અને ધારાસભ્ય વચ્ચે સામ સામે આક્ષેપબાજી થઈ હતી. સરકારની વેબસાઈટ ઉપર જે લખાણ છે તેના પુરાવો લઈને ધાનાણી ગૃહમાં આવ્યા હતા તેમજ કહ્યું હતું કે મેં કશું ખોટું નથી બોલ્યો. હું જે કંઈ બોલ્યો છું તેનું ખોટું અર્થઘટન કરવામાં આવે છે. સરદારના નામે ભાજપ રાજકીય રમત રમી રહ્યું છે. ધાનાણીએ માફી નહીં માગતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરેશ ધાનાણીને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરી હતી જેને માન્ય રાખીને ધાનાણીને એક…

Read More

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે વિવાદાસ્પદ નિવેદન આપતા ભાજપ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરેશ ધાનાણીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિશે નિવેદન આપતા કહ્યું હતું કે, લોખંડની જે આ પ્રતિમા બની છે, તેમાં ભંગારના ભુક્કાનો ઉપયોગ કરીને ભંગારમાં સરદારને કેદ કરવામાં આવ્યા છે. તેમની આ કમેન્ટ બાદ હોબાળો મચી ગયો હતો. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નિવેદન મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આપણે હજારો વર્ષથી જોતા આવ્યા છીએ કે, કોઈ પર્વતમાંથી આરસની પથ્થર નીકળ્યો હોય ત્યારે તેમાંથી માતાજીની મૂર્તિ બનાવવામાં આવે ભગવાનની શિવલિંગ બનાવવામાં આવે પછી આપણે તેને પથ્થર તરીકે…

Read More

ગુજરાત એસટીના કર્મચારીઓ આજે મધરાતથી એક દિવસની માસ સીએલ પર જવાના છે. જેના કારણે આજે મધરાત્રે 12 વાગ્યાથી ગુજરાત એસટી નિગમની બસોના પૈડા થંભી જશે. પડતર પ્રશ્નોની માંગ સાથે 45 હજાર જેટલા કર્મચારીઓ માસ સીએલ પર જવાના છે. જેના કારણે એસટી બસોની કામગીરી ઠપ્પ થઇ જશે. જેના કારણે અંદાજે 25 લાખ જેટલા મુસાફરોને અસર પહોંચશે. જેમાં અંદાજે 12 લાખ જેટલા વિદ્યાર્થીઓને અસર પહોંચશે.

Read More

મધ્ય પ્રદેશના મહાસચિવ દિપક બાવરીયાની આજ રોજ અચાનક તબિયત લથડી જતા તેમને સારવાર અર્થે ચિરાયુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોએ મગજના હુમલાની આશંકા વ્યક્ત કરી છે. હાલ તેમને સારવાર માટે એર એમ્બ્યુલન્સથી દિલ્હી લઈ જવાની તૈયારી થઈ રહી છે.

Read More

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનને તેમની પૂર્વ પત્ની રેહમ ખાનને  સેનાની કઠપૂતળી ગણાવ્યા છે.રેહમ ખાને કહ્યુ હતુ કે પુલવામા હુમલા અંગે નિવેદન આપતા પહેલા તે સેનાના નિર્દેશની રાહ જોઈ રહ્યા હતા. ઈમરાનખાને પોતાના સિધ્ધાંતો સાથે સમાધાન કરીને સત્તા મેળવી છે. હું એક મિનિટ માટે પણ વિચારી શકતી નહોતી કે તેઓ આવુ કરશે.અમે ચૂંટણી દરમિયાન કટ્ટરવાદી સંગઠનોનુ વર્ચસ્વ જોયુ છે અને ઈસ્લામાબાદમાં પણ તોફાનો થતા જોયા છે.ઈમરાનખાન ધર્મનિંદાના કાર્ડનો પણ બખૂબી ઉપયોગ કરી રહ્યા છે. રેહમે કહ્યુ હતુ કે ઈમરાનખાનને જે શિખવાડવામાં આવ્યુ છે તે જ તે કરી રહ્યા છે.જો તે એવો દાવો કરતા હોય કે કાર્યવાહી કરશું તો તેના પર અમલ કરવો…

Read More

વડોદરાના 26 વર્ષીય વિવેક પટેલે જ્યારે 14 એબ્રુઆરી 2019 ના રોજ ઉરી જોયું ત્યારથી તેઓ દેશ પ્રેમના રંગે રંગાયા હતા. વિવેક પટેલ થોડા વર્ષો પહેલા વડોદરાથી અમેરિકામાં તેના માતાપિતા સાથે રહેવા માટે શિફ્ટ થયા હતા અને હાલ બિઝનેસમેન તરીકે વ્યવસાય કરી રહ્યા છે. પુલવામાં થયેલા હુમલાથી તેમને ખુબ દુખ પહોંચ્યું હતું.  તેમને સમજાયું કે શહીદ જવાનોના કુટુંબોને મદદ કરવા માટે કોઈ પણ વ્યક્તિ ઝડપી પગલાં લેતી નથી, આથી તેમણે પોતાનાથી થાય તેટલી મદદ કરવાનું વિચાર્યું. તેમણે વડોદરામાં જ ભંડોળ ઊભુ કરવાના પ્રયત્નો વિશે વાત કરતા જણાવ્યું હતું કે  “મેં ભારતેકેવર્વેર ડોટ કોમ દ્વારા દાન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ કોઈ…

Read More

બેફામ ચાલતી ટ્રકો અને બસોનો ભોગ ઘણી વખત શહેરીજનોએ બનવું પડતું હોય છે. આવી જ એક ઘટના સુરતમાં બનવા પામી હતી. સુરતના વેસુ વિસતારમાં નવ નિર્મત કોમ્પ્લેક્ષમાં ટ્રકે જમીન પર રમતી બાળકીને કચડીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. મંગળવારે મોડી સાંજે આ ઘટના બન્યા બાદ તમામ મજૂર કામદારો ભેગા થઈ ગયા હતા. આ ટ્રક ડ્રાઈવરને હાલ પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે બેફામ આનતા આ ટ્રકે રમતી બાળકીનું માથુ કચડી નાખતા તેનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. લોકોએ ડ્રાઈવરને ગાડીમાંથી ઉતારીને ઢોર માર માર્યો હતો. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે.

Read More