બદલાની ભાવનાથી પીડિતા ન્યુરોસર્જન ડો. યશેષ દલાલે સોમવારે સાંજે પોતાના મોબાઈલ ફોનમાં વોટ્સઅપ સ્ટેટસ પર ફિઝિયોથેરાપીસ્ટ યુવતીના ન્યૂડ ફોટો મૂકી વાઈરલ કરી દેતાં વડોદરામાં ભૂકંપ સર્જાયો છે. યુવતીને તેની બહેનપણીએ ડો. દલાલે ફોટા મુક્યા હોવાની જાણ કરી હતી. પીડિતા પોલીસ સ્ટેશનમાં બૂમો પાડી કહી રહી હતી કે, ડો. દલાલે મારા ફોટા વાઈરલ કરવાની ધમકી આપી છે, તેમ છતાં પોલીસે તેની વાત કાને નહીં ધરતાં આજે યુવતીની પણ ઈજ્જત લૂંટાઈ ગઈ હતી. હદ તો એ છે કે, જેપી રોડ પોલીસ સ્ટેશનની ઉપર જ એસીપી એ.વી.રાજગોર બેસે છે, તેમની સાથે ડીસીપી રાજન સુસરાએ પણ આ ચકચારી ઘટનામાં આંખ આડા કાન કરતાં અનેક…
કવિ: Satya-Day
યુવાન હૈયાઓના મનગમતા વેલેનટાઇન્સ ડે આડે ગણતરીના દિવસો બચ્યા છે. ત્યારે યુવાન હૈયામાં પ્રિય પાત્ર સમક્ષ પ્રેમ વ્યક્ત કરવા માટે આતૂર બન્યા છે. તો બીજી તરફ કેટલાક સંગઠનો આ ડેના વિરોધ કરવાની તૈયારીઓમાં લાગી ગયા છે. આવા વાતાવરણમાં સુરતમાં એક શપથ સમારોહ થવા જઇ રહ્યો છે. જેમાં હજારોની સંખ્યામાં યુવક યુવતીઓ માતા પિતાની મંજૂરી વગર પ્રેમ લગ્ન નહીં કરવાના શપથ ગ્રહણ કરશે. પોતાની રિલેશનશિપને ખતમ કરવી પડે તો પણ કરશે. હાસ્યમેવ જયતે નામથી ઓર્ગેનાઇઝેશન ચલાવતા લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ મસાલાવાળાએ આ ખાસ ઇવેન્ટનું આયોજન કર્યું છે. જેમાં સ્કૂલો અને કોલેજના છોકરા તથા છોકરીઓ શપથ લેશે કે જો તેમના માતા-પિતાને લવ મેરેજ…
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નને હજુ 3 મહિના જ થયાં છે. તેવામાં રણવીર સિંહને દીપિકા ઉપરાંત અન્ય એક એક્ટ્રેસ સાથે પ્રેમ થઇ ગયો છે. જો તમે આ એક્ટ્રેસનું નામ સાંભળશો તો દંગ રહી જશો. આ એક્ટ્રેસ બીજુ કોઇ નહી પરંતુ રાખી સાવંત છે. રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ ગલી બોય 14 ફેબ્રુઆરીના રોજ રીલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મને લઇને તે ખૂબ ચર્ચામાં છે. રણવીર સિંહે ટ્રેડ એનાલિસ્ટ કોમલ નહાટાના ચેટ શૉમાં અનેક રહસ્યો છતાં કર્યા. આ જ શૉમાં રણવીરે રાખી સાવંત પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. આ ચેટ શૉ રવિવારે પ્રસારિત થયો હતો. ચૅટ શૉમાં રણવીર સિંહે…
વેલેન્ટાઇન ડેનાં હવે થોડાંક દિવસો જબાકી છે. એવામાં કપલ્સ ગિફ્ટ લેવાનાં પ્લાનિંગમાં વ્યસ્ત છે. બોયફ્રેન્ડ કન્ફ્યુઝ છે કે આ વર્ષે તેઓ ગિફ્ટમાં શું આપે કે જેમાં પોતાની ગર્લફ્રેન્ડનું દિલ જીતી શકાય.જો કે હવે આપને વધારે પરેશાન થવાની જરૂર નથી કેમ કે આજે અમે તમને એવી ગિફ્ટ્સ વિશે વાત કરીએ છીએ કે જે તમે તમારા પાર્ટનરને આપશો તો તે વધારે ખુશ થઇ જશે. ઇયર રિંગ: આપ તમારી પાર્ટનરને આ પ્રકારની ઇયરરિંગ આપીને તમે ખુશ કરી શકો છો. આ ઇયરરિંગ ચાંદી તેમજ અલગ-અલગ ટાઇટલમાં ઉપલબ્ધ છે. તો આ વખતે તમારી ગર્લફ્રેન્ડને કંઇક અલગ જ ગિફ્ટ આપીને ખુશ કરી દો. એંકલેટઃ આજ કાલ ટાઇટલવાળા…
ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યાના કથિત આરોપી અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની એક ઓડિયો ક્લિપ ઘણી વાયરલ થઇ રહી છે. આ ક્લિપમાં છબીલ પટેલે પોતે નિર્દોષ છે અને કોઇ કાવતરાનો ભોગ બન્યો છે તેમ કહી રહ્યો છે. તેણે તે પણ કહ્યું છે કે હું વિદેશથી થોડા જ દિવસમાં ભારત પરત આવવાનો છું. વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં છબીલ પટેલ કહેતો સંભળ્યા છે કે, ‘હું છબીલ પટેલ હાલ હું બિઝનેસ માટે વિદેશ આવેલો છું. મારે કામ માટે અવાર નવાર વિદેશ જવાનું થાય છે. વિદેશ આવ્યા બાદ મને જાણ થઈ કે મારી સામે પોલીસ ફરિયાદ થઈ છે. તો હું મીટિગો પતાવીને તાત્કાલિક…
જાણીતી કહેવત છે કે અમુક લોકો નેતૃત્વના ગુણો લઇને જ જન્મ લેતા હોય છે. સુરતમાં જ રહીને પાઈલટ બનવા સુધીની સફર સર કરનારી જાસ્મીન મિસ્ત્રી તે પૈકીની એક છે. સુરતનું જ અહોભાગ્ય કહેવાય કે કોઇ સુરતી પાઈલટ કે જેણે અત્યાર સુધી ચાર હજાર ફલાઇટ ઉડાવી હોય તે 16મી ફેબ્રુઆરીના રોજથી સુરત અને શારજાહ વચ્ચે શરૂ થનારી ફલાટ ઉડાવશે. જાસ્મીનની માતા-પિતા સુરતના ઘોડદોડ રોડ સ્થિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલી પાછળ જ આવેલી જીવકોર સોસાયટીમાં રહે છે. તેમની માતાએ જણાવ્યું હતું કે જાસ્મીન નાની હતી ત્યારથી જ આકાશમાં પ્લેન જોઇને કહેતી ‘ મમ્મી મારે આ ઉડાવવું છે ’, જાસ્મીનની બીજી એક ખાસિયત એ…
મેડિકલ ક્ષેત્રે મોંઘી થઈ રહેલી સારવાર સામે ગરીબ અને મધ્યમ વર્ગીય પરીવાર માટે સંકટ સમયની સાંકળ સમાન મા – મા વાત્સલ્યકાર્ડ ધાકરોને કેન્દ્રની આયુષમાન ભારત પ્રધાન મંત્રી, જન આરોગ્ય યોજનામાં સમાવિષ્ઠ કરવા માટે રાજય સરકારે કેન્દ્રમાં દરખાસ્ત મુકી છે. આયુષમાન ભારત યોજના હેઠળ રૂ. 5 લાખની મર્યાદામાં ફ્રી ટ્રીટમેન્ટ મળશે તેવી રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમવારે વડોદરા ખાતે ઘોષણાં કરી હતી.આ યોજનાથી રાજયના 2.44 કરોડ લાભાર્થીઓને ફાયદો થશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમવારે વિધાનસભાના અધ્યક્ષ અને વડોદરા રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રીવેદી ફેન કલબ દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પૂણ્યતિથિ નીમીતે ભાવાંજલી રૂપે યોજાયેલા કાર્યક્રમમાં 4,400 લાભાર્થીઓને મા કાર્ડનું વિતરણ કર્યું હતુ. આ પ્રસંગે…
ગુજરાત યુનિવર્સીટીની સિન્ડિકેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ બેઠકમાં ગુજરાત યુનિવર્સીટીનું વર્ષ 2019-20નું 222 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટને બોર્ડ ઓફ એકાઉન્ટ અને સિન્ડિકેટએ મંજૂરી આપી છે. આ બજેટમાં રમત ગમત અને અન્ય પ્રવૃતિ માટે 1.73 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હોસ્ટેલને આંતરરાષ્ટ્રીય કક્ષાની બનાવવા ટ્રાન્ઝિટ હાઉસ બનાવવા 10 કરોડની જોગવાઈ કરાઈ છે. વિદ્યાર્થી લક્ષી પ્રવૃતિઓ માટે 8 કરોડની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત આગામી વર્ષમાં ડ્યુઅલ ડિગ્રી કોર્સ જેવા કે સ્કૂલ ઓફ એરોનોટિક્સ, સ્પેસ સાયન્સ, નેનોસાયન્સ અને મટિરીયલ સાયન્સને લગતા કોર્ષ શરુ કરવાનો નિર્ણય કરાયો છે. રઘુવીર ચૌધરી, વિષ્ણુ…
આજે વહેલી સવારે 4:30 વાગ્યે દિલ્હીના કારોલ બાગના હોટેલ અર્પિત પેલેસમાં આગ લાગી હતી. એક અહેવાલ અનુસાર ફાયર બ્રિગેડના 25થી વધુ વાહનો આગને અંકુશમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ચાર કલાકના અંતરાલ બાદ આગ કાબૂમાં આવી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આગ પછી હોટેલની આસપાસ અફડાતફડી મચી ગઈ હતી. ઘણા લોકોએ જોયું કે લોકો હોટેલની વિંડોઝથી કૂદકો મારીને ભાગતા હતા. અત્યાર સુધી 25થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ આગને અંકુશમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.
વિધાનસભાની ચુટણી જેમ જેમ નજીક આવતા કઢરી થતી જાય છે. એવામાં રેશ્મા પટેલ બાદ વધુ એક ભાજપના નેતા એ ભાજપ સામે બાંયો ચડાવી છે. વિધાનસભાની ચૂંટણી સમયે અલ્પેશ ઠાકોર સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયેલા ચેતન ઠાકોરે ભાજપ સામે મોરચો માંડ્યો છે. જેમને કહ્યું છે કે, સમાજ માટે ભાજપમાં જોડાયો હતો. હવે ભાજપ તેમની વાત સાંભળતી નથી. ચેતન ઠાકોરે હિંમતનગરના ઢુંઢર ગામે 14 માસની બાળકી પર થયેલા દુષ્કર્મ મામલે સરકાર પર આક્ષેપ કર્યા છે. સરકારે 3 મહિનામાં પગલાં લેવાની ખાતરી આપી હતી. પરતું સરકારે આપેલા કોઈ વચન પુરા નથી કર્યા. ચેતન આ બાળકી માટે ન્યાય યાત્રા યોજાશે ચેતન ઠાકોર અગાઉ અલ્પેશ ઠાકોર…