કવિ: Satya-Day

મોદી સરકાર દ્વારા રૂ.500 અને રૂ.1000ની ભારતીય ચલણી નોટોને ચલણમાંથી બહાર કાઢવામાં આવી હતી. જેને આશરે બે વર્ષ થઇ ગયા છે. આમ છતાં છાસવારે જૂની ચલણી નોટો પકડાવાના કિસ્સાઓ બનતા રહે છે. નવસારીમાંથી રવિવારે મોડી રાત્રે ત્રણ કરોડથી વધારે ચલણી નોટો નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી. આ સાથે કાર સહિત ચાર લોકોની પણ અટકાયત કરીને વધુ પૂછપરછ હાથધરી હતી. મળતી માહિતી પ્રમાણે નવસારી જિલ્લાના નેશનલ હાઇવે નંબર 48 ઉપર વલસાડ અને નવસારી જિલ્લા વચ્ચે ઊંડાચ ગામ આવેલું છે. જ્યાં હાઇવે ઉપરથી કરોડો રૂપિયાની જૂની ચલણી નોટો ભરીને મહારાષ્ટ્ર પાર્સિંગની એક કાર પસાર થવાની બાતમી હતી. નવસારી લોકલ ક્રાઇમ…

Read More

રાજસ્થાનમાં ત્રણ દિવસથી ચાલી રહેલું ગુર્જર અનામત આંદોલન હવે ઉગ્ર બની ગયું છે. ઘૌલપુરમાં દિલ્હી-મુંબઇ રાષ્ટ્રી ધોરીમાર્ગ 3ને જામ કરવામાં આવ્યો, આ દરમિયાન પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. બાદમાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો. જવાબમાં પોલીસે હવામાં ફાયરિંગ કર્યું. જેનાથી અફરાફરીનો માહોલ સર્જાયો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ ત્રણ વાહનોમાં આંગ લગાવી દીધી. સ્થળ પર હજુ પણ તણાવભરી સ્થિતિ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આંદોલનકારીઓએ રવિવારે બપોરે ઘૌલપુર શહેરમાં અનામત આંદોલન પર ચર્તા કરવા માટે બેઠક બોલાવી હતી, બેઠક બાદ આંદોલનકારી દિલ્હી-મુંબઇ રાષ્ટ્રીય રાજમાર્ગને ચક્કાજામ કરવા માટે વોટરવર્ક્સ ચોક ખાતે એકત્રીત થયા હતા. આ દરમિયાન આંદોલનકારીઓની પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.…

Read More

કેટલાંય વર્ષો સુધી રાહ જોયા બાદ આખરે ભારતીય એરફોર્સના બેડામાં ચાર ચિનૂક હેલિકોપ્ટર્સ સામેલ થઇ ગયા છે. આજે ગુજરાતના મુન્દ્રા એરપોર્ટ પર પહેલાં બેચની અંતર્ગત 4 ચિનૂક હેલિકોપ્ટર પહોંચ્યા. સપ્ટેમ્બર 2015મા ભારતના બોઇંગ અને અમેરિકન સરકારની વચ્ચે 15 ચિનૂક હેલિકોપ્ટર્સ ખરીદવા માટે કરાર થયો હતો. ઓગસ્ટ 2017મા રક્ષા મંત્રાલયે મોટો નિર્ણય લેતા ભારતીય સેના માટે અમેરિકન કંપની બોઇંગ પાસેથી 4168 કરોડ રૂપિયાના ખર્ચે 6 અપાચે લડાકુ હેલિકોપ્ટર, 15 ચિનૂક ભારે માલવાહક હેલિકોપ્ટર અને બીજા હથિયાર ખરીદવા માટે મંજૂરી આપી હતી. આ આઇકોનિક ટ્વિટન રોટોર ચોપર યુદ્ધમાં પોતાની જરૂરિયાતને ઘણી વખત સાબિત કરી ચૂકયા છે. ચિનૂક હેલિકોપ્ટર્સને વિયેતનામથી લઇ અફઘાનિસ્તાન અને…

Read More

અમદાવાદના ચંડોળા તળાવ પાસેની ઝૂંપડપટ્ટીમાં વહેલી સવારે લાગેલી આગ કાબુમાં લેવામાં આવી છે. એક બે નહી પરંતુ 19 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને જીવના જોખમે આગ કાબુમાં લેવાની જહેમત કરી હતી. અંદાજે 70 જેટલા ફાયર વિભાગના જવાનોએ આગને સંપૂર્ણ કાબુ મેળવવાના પ્રયાસ કર્યો હતા. આગ લાગવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયુ નથી. જોકે સ્થાનિકોએ અન્ય એક જૂથ પર આગ લગાવવાનો આક્ષેપ કર્યો છે. તો વળી ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે આગ વધુ પ્રસરી હતી. આગના કારણે કેટલાક પરિવારોની ઘરવખરી બળીને ખાખ થઈ છે.

Read More

ગુજરાતના સુરેન્દ્ર નગર તાલુકામાં ખોડલધામ અવે ઉમિયાધામની જેમ રજપુત સમાજનું ભવાનીધામનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. લગભગ 1 અબજના ખર્ચે બની રહેલ આ ભવ્ય મંદીર 17  એકર જમીનમાં વિસ્તૃતિ પામશે. આજ રોજ કર્ણાટકના વજુભાઈ વાળાએ આ મંદીર અંગે જાહેરાત કરી છે. મળતી માહિતી પ્રમાણે સુત્રાપાડા ગામમાં રાજપુત સમાજના સમુહ લગ્ન પ્રસંગે વજુભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમના પ્રાસંગીક પ્રવચનમાં તેમણે આ જાહેરાત કરી હતી. આ સાથે તેમણે સમાજના લોકોને અનુદાન માટે પણ અપીલ કરી હતી.

Read More

સુરતમાં આજ રોજ યુનિવર્સિટી રોડ પર હીટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી, જેમાં યુવકનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું છે.  પોલીસે હાલ આ ઘચના અંગે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે સુરતના યુનિવર્સિટી રોડ પર આજ રોજ બેફામ આવતા એક ટેમ્પો ચાલકે અમરતભાઈ નામના રાહદારીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું છે. ઘટના બન્યા બાદ ટેમ્પો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે હાલ આ ઘટના અંગે વધુ તપાસ હાથ ઘરી છે.

Read More

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે આવી શકે છે અને ચૂંટણીને લઈને તેઓ એક મહિલા સભાને સંબોધિત કરી શકે છે, તેવી માહિતી હાલ કોંગ્રેસ તરફથી મળી રહી છે. લોકસભાની ચૂંટણીને લઈને બેઠકોનો ધમધમાટ કોંગ્રેસમાં શરૂ થઈ ગયો છે. ત્યારે કઈ રીતે લોકોને કોંગ્રેસમાં લાવી શકાય અને કોંગ્રેસની વિચારધારા લોકોને સમજાવી શકાય તે માટે એક પછી એક બેઠકોનું આયોજન પ્રદેશ કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં કરવામાં આવી આવ્યું હતું ત્યારે આજે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કેમ્પેઇન કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં કેમ્પેન સમિતિના ચેરમેન સિદ્ધાર્થ પટેલ અને કન્વીનર અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત આ સમિતિના અન્ય સભ્યો પણ આ…

Read More

ટ્યૂશન કલાસિસમાં અભ્યાસ માટે જતી વિદ્યાર્થીઓની એકલતાનો લાભ લઈને છેડતી સહિતના અન્ય ગંભીર ગુનાઓ સતત શહેરમાં વધી રહ્યાં છે. જેથી જાહેરહિતમાં વિદ્યાર્થીઓની સલામતી માટે સુરત શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં ચાલતા શૈક્ષણિક ટયૂશન કલાસીસ ઉપર ચોક્કસ પ્રકારના નિયંત્રણ લાદવામાં આવ્યા છે. પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા એક જાહેરનામા પ્રમાણે સવારે 7 વાગ્યા પહેલાં અને સાંજના 9 વાગ્યા પછી ટયુશન કલાસ ચાલુ રાખવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ કલાસીસના સંચાલકોએ ટયુશન કલાસની અંદરના તથા બહારના ભાગે રોડ સુધી કવર થાય તે રીતે સારી ગુણવત્તાવાળા અને વધુ રેન્જના સીસીટીવી લેન્સ 1.3 મેગા પિક્સલ કેમેરા ગોઠવવા જણાવાયું છે. તેમજ આ કેમેરાનું…

Read More

શહેરમાંથી સગીરવયની કિશોરીઓ ગુમ થવાની અલગ-અલગ સાત ઘટનાઓ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાઈ છે. લિંબાયતમાંથી બે કિશોરીઓ, પુણામાંથી એક કિશોરી, કતારગામમાંથી એક, ખટોદરામાંથી બે કિશોરી અને અમરોલી વિસ્તામાંથી એક કિશોરી ગુમ થઈ છે. આમ એક જ દિવસમાં શહેરના અલગ-અલગ વિસ્તારોની સાત કિશોરીઓનો કોઈ પત્તો નથી. જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં આ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સ્ટેશનોમાં હાલ તો અપહરણનો ગુનો નોંધીને ફરિયાદ દાખલ થઈ છે.

Read More

જૂનાગઢમાં કાર અકસ્માતની ઘટના બની છે. જેમાં ચાર યુવકોના એક સાથે ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જેના પગલે યુવકોના પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ફૂલ સ્પીડમાં આવતી કાર અચાનક બે કાબુ બનતા કાર પલટી મારી ગઇ હતી. અને કાર સીધી રોડ પાસેના બસસ્ટેડમાં ઘૂસી ગઇ હતી. આમ કારમાં બેઠેલા ચાર યુવકોના સ્થળ ઉપર જ મોત થયા હતા. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢના માંગરોળના કલ્યાણ ગામ નજીક આજે રવિવારે વહેલી સવારે ફૂલ સ્પીડમાં એક કાર પસાર થઇ રહી હતી. ત્યારે કાર ચાલક યુવકે કાર ઉપરથી કાબુ ગુમાવતા કાર બેકાબુ બનીને પલટી ખાઇ ગઇ હતી. કારે પલટી ખાઇને ગામમાં આવેલા બસસ્ટેન્ડમાં…

Read More