કવિ: Satya-Day

સ્કુલ વાન અને બસમાં બાળકોને જાનવરની જેમ ભરવામાં આવે છે અને ગણી વખત વાન ચાલકોને એટલી બધી ઉતાવળ હોય છે કે તેઓ બેફામ રસ્તા પર વાન ચલાવતા હોય છે. સુરતના અડાજણમાં પણ આજ રોજ આવી એક ઘટના બનવા પામી હતી, જેમ વાન ચાલકની બેદરકારીથી બાળક ઈજાગ્રસ્ત થયો હતો. જો કે બાળકનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. મળતી માહિતી પ્રમાણે અડાજણ વિસ્તારમાં મારુતી કોમ્પ્વલેક્ષમાં વાન ચાલકે બાળકને પાર્કિગમાં ઉતાર્યા બાદ બેફામ રીતે વળાંક લેતા બાળક વાન નીચે કચડાઈ ગયું હતું. તે છતા પણ વાન ચલકે પોતાની વાન ઉભી ન રાખી અને બંને ટાયર બાળક પરથી…

Read More

દિલ્હીમાં દિવસેને દિવસે પ્રદુષણનું પ્રમાણ સખત વધતું જાય છે. વાતાવરણમાં ગ્લોબલ વોર્મિગની અસરની સાથે તેની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. દિલ્હીમાં વધી રહેલા ઔદ્યોગીકીકરણને કારણે હવે લોકોનું શ્વાસ લેવું પણ મુશ્કેલ બનતું જાય છે. થોડા સમયમાં દિલ્હીની હાલત પણ બેંગકોકો જેવી થાય તો તેમાં પણ કંઈ ખોટું નથી. એક ન્યુઝ પેપરના અહેવાલ પ્રમાણે બેંગકોકમાં પ્રદુષિત હવાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં જાણવામાં આવ્યું છે કે આ હવા ફેફસામાં જવાથી લોકોના છીંક અને ઉધરસમાં પણ લોહીનું પ્રમાણ વર્તાઈ રહ્યું છે. દિલ્હીમાં પણ આવી હવાનું પ્રમાણ વધતું જાય છે. ફક્ત દિલ્હી અને બેંગકોક નહીં પણ સમગ્ર દુનિયા માટે આ…

Read More

પશ્ચિમ બંગાળ સરકાર અને કેન્દ્ર વચ્ચે ચાલી રહેલ વિવાદ વચ્ચે ઋષિ કુમાર શુક્લાએ નવા સીબીઆઈના ડાયરેક્ટર તરીકે કામકાજ શરુ કર્યું છે. 1983 બેચના આઇપીએસ શુક્લા મધ્યપ્રદેશના ડીજીપી રહી ચૂક્યા છે. સીબીઆઈના વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાના સાથેના વિવાદ પછી આલોક વર્માને સીબીઆઇના પ્રમુખની પદ પરથી કાઢી મુકવાના 20 દિવસ પછી શનિવારે મધપ્રદેશના ભૂતપૂર્વ પોલીસ મહાનિદેશક (ડીજીપી) ઋષિ કુમાર શુક્લાને સીબીઆઇના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ તેમને સીબીઆઈ ચીફ બનાવવાની નિર્ણય લીધો હતો. 1983 બેચ મધ્ય પ્રદેશ કાડરના આઇ.પી.એસ. અધિકારી હાલમાં હાલ મધ્યપ્રદેશ પોલીસ આવાસ નિગમના અધ્યક્ષ છે. પ્રોફાઈલ 1.મધ્યપ્રદેશમાં ભાજપ સરકારમાં ડી.જી.પી. રહેલા…

Read More

સુરતના પાંડેસરા વિસ્તારમાં 9 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ થયો છે. આવું કૃત્યુ અન્ય કોઈ નહીં પરંતુ બાળકીના પાડોશીએ જ કર્યું છે. પાડોશી યુવકે બાળકીને વસ્તુ આપવાના બહાને પોતાના ઘરમાં બોલાવી હતી અને દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાળકીએ બુમાબુમ કરતાં આોપી યુવક ત્યાંથી ભાગી ગયો હતો. આ મામલે પરિવારજનોએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતાં આરોપી વિરુદ્ધ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ માટે પ્રયાસો હાથ ધર્યા છે. ઉલ્લેખનીય છે કે, એક તરફ દેશમાં બેટી બચાવો,બેટી પઢાવોના અભિયાન ચાલે છે ત્યારે આવી પ્રકારની ઘટનાઓ સામે સરકાર આકરા પગલાં લઇને કડક કાયદા બનાવે તેવી પણ લોકમાંગ…

Read More

લોકસભાની ચૂંટણી પહેલા ઉંઝા કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. આશાબહેન પટેલે રાજીનામું આપી દીધા બાદ હવે કોંગ્રેસ તેમને મનાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ગઇકાલ (રવિવારે) તો વિપક્ષના નેતાએ એક ટ્વિટ કરીને ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો હતો. બીજી બાજુ કોંગ્રેસની ‘ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાડા મારવા જેવી સ્થિતિ’ ઉદ્દભવી છે. હાલ કોંગ્રેસના હાઇકમાનથી લઇને ગુજરાતના પ્રભારી તેમના રાજીનામા પાછળનું અર્થઘટન કરી રહ્યા છે. આશાબેન પટેલના રાજીનામાનું ઠીકરું હવે કિર્તીસિંહ ઝાલાના શિરે ફૂટ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનું માનવું છે કે કિર્તીસિંહ ઝાલાના લીધે આશાબેન પટેલે રાજીનામું આપ્યું છે. જેને લઇને કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે યોગ્ય કાર્યવાહી કરીને કિર્તીસિંહ વિરુદ્ધ આકરા…

Read More

કોલકતા પોલીસ દ્વારા સીબીઆઇના અધિકારીઓની અટકાયતના મામલે સીબીઆઇએ કડક વલણ અપનાવ્યું છે. સીબીઆઇ તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતા આજે સુપ્રીમ કોર્ટમાં સીજેઆઇ રંજન ગોગોઇની ખંડપીઠમાં અરજી દાખલ કરશે. આ મામલે સીબીઆઇ દ્વારા તુરંત સુનાવણીની માંગણી કરવામાં આવશે. સીબીઆઇનો આરોપ છે કે શારદા ચીટ ફંડ કૌભાંડની તપાસમાં પશ્ચિમ બંગાળ પોલીસ સહયોગ કરી રહી નથી. આ મામલે સીબીઆઇના વચગાળાના ડાયરેકટર એમ.નાગેશ્વર રાવે કહ્યું છે કે કોલકતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની સામે પુરતા પુરાવા છે. તેમણે પુરાવાઓનો નાશ કરવાનો અને કાયદામાં અડચણ ઉત્પન્ન કરવાનો પ્રયાસ કર્યો છે. નાગેશ્વર રાવે કહ્યું કે રાજીવ કુમારે તમામ પુરાવાઓને જપ્ત કરી લીધા છે. તેઓ દસ્તાવેજોને સુપ્રત કરવામાં…

Read More

શારદા ચીટ ફંડ અનો રોઝ વેલી મામલે મમતા બેનરજી અને સીબીઆઈ આમને સામને આવી ગયા છે. કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારની પૂછપરછ માટે આવેલા સીબીઆઈના પાંચ પોલીસ અધિકારીની રાજ્ય પોલીસે અટકાયત કરી લીધી હતી. જોકે, બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. મમતા બેનરજી પોતાના એક પોલીસ અધિકારી માટે સીધા કેન્દ્ર સરકાર સામે ઘર્ષણમાં ઉતરી આવ્યા છે. તો જાણીએ કોણ છે એ પોલીસ અધિકારી જેમણે બંગાળ સહિત આખા દેશની રાજનીતિમાં ભૂંકપ સર્જ્યો છે. રાજીવ કુમાર બંગાળના 1989ની બેચના આઈપીએસ અધિકારી છે. હાલમાં તેઓ કોલકાતા પોલીસના વડા છે. રાજીવ કુમારને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નજીકના માનવામાં આવે છે. તેઓ ઉત્તર પ્રદેશના…

Read More

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે વડાપ્રધાન મોદી જ્યારે રાજકારણમાંથી નિવૃત્તિ લેશે એજ દિવસે તેઓ પણ રાજકારણને અલવિદા કહી દશે. જોકે, તેમણે એવું પણ કહ્યું હતું કે મોદી હજી અનેક વર્ષો સુધી રાજકારણમાં રહેશે. મહારાષ્ટ્રના પુનામાં આયોજિત ‘વર્ડ્સ કાઉન્ટ ફેસ્ટિવલ’માં હાજર રહેલા કેન્દ્રીય મંત્રીને એક વ્યક્તિએ જ્યારે પૂછ્યૂં કે તેઓ ક્યારે ‘પ્રધાન સેવક’ (પીએમ) બનશે ત્યારે તેના જવાબમાં સ્મૃતિએ કહ્યું હતું કે, ‘ક્યારેય નહીં. હું રાજકારણમાં સારા નેતાઓ સાથે કામ કરવા માટે આવી છું, હું આ મામલે ખૂબ જ ભાગ્યશાળી છું કે મને દિવંગત નેતા અટલ બિહાર વાજપાયી સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. હવે હું નરેન્દ્ર મોદી સાથે…

Read More

ભાજપ અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે છેલ્લા ઘણાં સમયથી દ્વંદ્વ ચાલે છે. પહેલા અમિત શાહની રેલીની મંજૂરી રદ્દ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે યુપીનાં મુ્ખ્યપ્રધાન યોગી આદિત્યનાથને રેલી કરવા માટે બંગાળ સરકારે પરમિશન આપી ન હતી. પશ્વિમ બંગાળમાં રેલીને મંજૂરી ન મળતા સીએમ યોગી આદિત્યનાથે ટેલિફોનથી રેલીને સંબોધિત કરી હતી. સીએમ યોગીએ જણાવ્યુ હતુ કે, પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જીના શાસનનો અંત નક્કી છે. મમતા બેનર્જી બંગાળમાં લોકતંત્રની હત્યા કરી રહ્યા છે. સતત બે દિવસ સુધી મમતા સરકાર પાસે રેલી માટે મંજૂરી માગવામાં આવતી હતી. પરંતુ મમતા સરકારે મંજૂરી ન આપી. યોગી બાકુંરા અને પુરૂલિયામાં રેલીને સંબોધવાના હતા. પરંતુ મમતા સરકારે…

Read More

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની ખુલ્લેઆમ દાદાગીરી વર્તાઈ રહી છે. પોલીસે સીબીઆઈની એ ટીમની અટકાયત કરી લીધી છે, જે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારના ઘરે પહોંચી હતી. ટીમને હાલમાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહી છે. આ બાજુ TMCએ CBIની આ કાર્યવાહીને શર્મજનક બતાવતા કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. ટીએમસીનું કહેવું છે કે, આ કેન્દ્ર સરકારનો સંવિધાનિક ભ્રષ્ટાચાર છે. તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં પોલીસ અને સીબીઆઈના આમના-સામના બાદ સીએ મમતા બેનરજી કોલકાતા પોલીસ કમિશ્નરના ઘરે પહોંચી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી રોજ વેલી અને શારદા પોંજી ઘોટાળા જેવા મામલામાં સીબીઆઈ તરફથી હટાવવામાં આવેલા કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ…

Read More