કવિ: Satya-Day

કેન્દ્રની મોદી સરકારે સવર્ણ જ્ઞાતિઓ માટે 10 ટકા અનામતની જાહેરાત કર્યા બાદ લોકસભા પાસ કર્યું અને હાલ રાજ્યસભામાં આ અંગે ચર્ચા ચાલી રહી છે ત્યારે ગુજરાતના દલિત યુવા નેતા અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ટવિટ કરી કેન્દ્રની મોદી સરકારના નિર્ણય અંગે કેટલાક ભયવાહ સંકેતો આપ્યા છે. જિજ્ઞેશ મેવાણીએ ટવિટ કરી લખ્યું કે RSSના લોકો સાથે વાત થઈ છે. ભાજપે 10 ટકા ગરીબોને અનામત કેમ આપી રહ્યો છે. તો માલૂમ થઈ રહ્યું છે કે આ તો ખૂબ જ ખતરનાક છે. RSS જાતિગત અનામતની હંમેશથી વિરુદ્વમાં રહ્યું છે. હવે તેઓ પ્રથમ ચરણમાં બંઘારણનમાં સંશોધન કરી આર્થિક સુધાર કરશે અને બાદમાં એસ-એટી અને…

Read More

સરકાર દ્વારા પોસ્કો કાયદામાં ફેરબદલ કરીને તેને વધુ સખત બનાવવામાં આવ્યો હોવા છતા દુષ્કર્મની શરમજનક ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી. સુરતના પલસસાણાના તાતીથૈયામાં ફરીથી એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે આ ઘટનામાં એક 14 વર્ષની સગીરા ભોગ બની છે. સગીરા પર દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પલસાણાના તાતીથૈયામાં દુષ્કર્મની શર્મનાક ઘટના ઘટી છે. આ ઘટનામાં 14 વર્ષની સગીરા પર યુવકે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી છે. યુવકે અનેકવાર પોતાની ટેલરની દુકાનમાં લઇ જઇ સગીરા પર પાંચ મહિનાથી દુષ્કર્મ આચરતો હતો અને એવી ધમકી પણ આપતો હતો કે, જો તું આ અંગે કોઇને જાણ…

Read More

નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં સવર્ણોને આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવા માટે આજે રાજ્યસભામાં વિધેયક રજૂ થશે. લોકસભામાં ભાજપ પાસે પર્યાપ્ત સંખ્યાબળ હોવાથી આસાનીથી પાસ થઈ ગયુ. પરંતુ હવે રાજ્યસભા પર સૌની નજર છે. રાજ્યસામાં હાલ સાંસદોની સંખ્યા 244 છે. બિલ પસાર કરવા માટે બે તૃત્યાંશ સાંસદો એટલે કે 163 મતની જરૂર રહેશે. જોકે ભાજપ સહિત એનડીએ પાસે 88 સાંસદ છે. રાજ્યસભામાં એનડીએ અને બિલનું સમર્થન કરી રહેલા વિપક્ષી સાંસદોની સંખ્યા 162 થાય છે. 13-13 સાંસદો વાળી તૃણમૂલ, અન્નામુદ્રક અથવા બીજેડી ટીઆરએસમાંથી કોઈ એક સાંસદનું સમર્થન મળે તો આ વિધેયક રાજ્યસભામાં પસાર થઈ શકે તેમ છે. જોકે વિપક્ષી પાર્ટીઓએ…

Read More

તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ખોરવાય ગઈ છે પોલીસનો ખૌફ રહ્યો નથી ધોળા દિવસે માથાભારે ઇસમો રોડ ઉપર લાકડી લઈ એક નિર્દોષ વ્યક્તિને ઢોરમાર મારે છે અને પોલીસ હજુ સુધી ફરિયાદ મળી નથી એમ જણાવી કાર્યવાહી કરતી નથી. સોનગઢમાં પ્રેમલગ્ન બાબતે થયેલી બબાલમા દીકરીના પિતાને જાહેરમાં ચારથી વધુ વ્યક્તિઓએ ઢોરમાર માર્યો હોવાનો વિડીયો વાઇરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. તાપી જિલ્લા પોલીસ વડા માત્ર વ્યારાની કચેરીમાં બેસીને જિલ્લાનો વહીવટ કરી રહ્યા છે હાલના તબક્કે સુરત રેન્જના અન્ય જિલ્લાની જેમ અંહી પણ પોલીસનો ખૌફ ગુનેગારોમાં રહ્યો નથી એક તરફ વ્યારામાં ભાજપ અગ્રણીઓ જ નગરમાં માથાભારે ઇસમનો ખૌફ હોવાનું જણાવી આવેદનપત્ર…

Read More

ભારતીય ટેલિકોમ બજારમાં જીયોએ એન્ટ્રી મારીને તહેલકો મચાવી દીધો હતો. ત્યારબાદ સતત નેટ પૅક અને કોલિંગ દરોમાં ઘટાડો થઈ રહ્યો છે. ભારતીય માર્કેટમાં પણ જીયો આવ્યા બાદ ઘણા ફેરફારો આવ્યા છે. હવે ફરી એક વખત ટેલિકોમ માર્કેટમાં તહેલકો થવાની તૈયારી થઈ ચૂકી છે. જેનું મુખ્ય કારણ છે કે દેશની સૌથી મોટી કંપનીઓમા સામેલ બાબા રામદેવની પતંજલિ પણ આ ક્ષેત્રમાં આવવાની છે. થોડા દિવસો પહેલા યોગગુરુ બાબા રામદેવ દ્વારા જીયો અને અન્ય કંપનીઓને ટક્કર આપવા માટે ભારત સંચાર નિગમ લિમિટેડ સાથે મળીને પતંજલિ સિમ કાર્ડ લાવવાનું એલન કર્યું હતું અને હવે તેના સિમ કાર્ડ પણ લોંચ કરી દેવામાં આવ્યા છે. હવે…

Read More

સુરત પોલીસ કમિશનર દ્નારા આજ રોજ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પોલીસ કમિશનર સતિષ શર્માએ જણાવ્યું હતું કે સમગ્ર અઠવાડિયા દરમિયાન કામકાજ કર્યા બાદ અઠવાડિયામાં અધિકારીઓવે વીકલી ઓફ મળે તે જરૂરી છે. અ અંગે પુખ્ચ વિચારણા બાદ દર રવિવારે પોલીસ ઈનસ્પેક્ટર અને પોલીસ સબ ઈનસ્પેક્ટરને વીકલી ઓફ રહેશે. આ દરમિયાન સેકન્ડ પોલીસ ઈનસ્પેક્ટર અને સેકન્ડ પોલીસ સબ ઈનસ્પેક્ટર ફરજ બજાવશે. તેમને રવિવાર સિવાયના અન્ય કોઈ દિવસે વીકલી ઓફ આપવામાં આવે છે.

Read More

ભાજપના અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યામાં પોલીસે ભાજપના જ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સહિત પાંચ વિરુદ્વ ફરીયાદ દાખલ કરતા સનસનાટી મચી જવા પામી છે. પોલીસે જયંતિ ભાનુશાળીને હની ટ્રેપમાં ફસાવનારી યુવતી મનિષા ગોસ્વામી સામે પણ હત્યાનો ગુનો નોંધ્યો છે. કુલ પાંચ જણાની સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરતની વરાછા ખાતે રહેતી યુવતીએ જયંતિ ભાનુશાળી પર બળાત્કાર ગુજારવાનો કેસ કર્યો હતો. ત્યાર બાદ ભાનુશાળીએ ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત અગાઉ જયંતિ ભાનુશાળીના ગોડાઉનમાંથી સરકારી લોટનો જથ્થો પણ મળી આવ્યો હતો અને ભારે વિવાદ થયો હતો. જંયતિ ભાનુશાળી અબડાસાના બે…

Read More

ભાજપના અબડાસાનાં પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની સયાજીનગરી ટ્રેનમાં થયેલી હત્યા અંગે પોલીસે ભાનુશાળી સાથે મુસાફરી કરી રહેલા મસાફરને અટકમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. ટ્રેન ભૂજથી મુંબઈના દાદર સ્ટેશન સુધી જઈ રહી હતી. ટ્રેનમાં મુસાફરનાં સ્વાંગમાં રહેલા કોઈ વ્યક્તિએ જ ભાનુશાળીને ગોળી મારી દીધી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જયંતિ ભાનુશાળી પર બે ગોળી ચલાવવામાં આવી હતી. જેમાં એક ગોળી તેમની છાતીમાં અને બીજી ગોળી તેમની આંખમાં ધરબી દેવામાં આવી હતી. ગોળી વાગ્યા બાદ જયંતિ ભાનુશાલી ટ્રેનના કોચમાં જ ફસડાઈ પડ્યા હતા. ટ્રેનની સીટમાં જ તેમનો લોહીથી લથબથ મૃતદેહ પડ્યો હતો. સયાજીનગરી (ટ્રેન નંબરઃ 19116)માં કટારિયા-સુરજબારી વચ્ચે તેમની…

Read More

અમદાવાદના બોપલમાં આવેલા ઉમિયા માતા મંદિર પાસે BRTS બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બેનાં મોત નિપજ્યાં હતાં. આ અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. જ્યારે બીજાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અમદાવાદના બોપલ પાસેના ઘુમા ગામના રહેવાસી વિપુલ ભાભોર અને કલ્પેશ આમલિયા આજે પલ્સર બાઈક લઈને નીકળ્યા હતા. બોપલના ઉમિયા માતા મંદિર પાસે BRTS ટ્રેકમાં પુરઝડપે બાઈક ચલાવતા સામેથી આવતી BRTS બસ સાથે બાઈક અથડાતાં બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી. વિપુલનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે કલ્પેશનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માત થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ટ્રાફાકિજામ થઈ ગયો હતો.

Read More

અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીને ટ્રેનમાં ગોળીએ ધરબી દેવામાં આવ્યા બાદ પરિવારજનોએ ધારાસભ્ય છબીલ પટેલ પર આક્ષેપ કર્યો છે અને હત્યામાં છબીલ પટેલનો હાથ હોવાનું જણાવ્યું છે. જયંતિ ભાનુશાળી મોટાભાગે ટ્રેનમાં પ્રવાસ કરતા હોવાનું બહાર આવ્યું છે. ભૂજથી મુંબઈ તરફ જતી સયાજીનગરી ટ્રેનનાં ફર્સ્ટ એસી કોચમાં તેમની લોહી નીતરતી લાશ મળી આવી હતી. અજાણ્યા હુમલાખોરો વિરદ્વ તપાસ શરૂ કરાઈ છે. જયંતિ ભાનુશાળીને મોઢા અને પેટના ભાગે ગોળી મારવામાં આવી છે. રાત્રે દોઢ વાગ્યાની આસપાસ બનેલા બનાવના પગલે ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી અને 108ને બોલાવવામાં આવી હતી. આ ઘટના કટારીયા અને સૂરજબારી સ્ટેશનની વચ્ચે બની હતી. જયંતિ ભાનુશાળી સયાજી નગરી…

Read More