આજે દિવસભર પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયા અને પોલીસ વચ્ચે ઘમાસાણ ચાલ્યું છે. અલ્પેશ કથીરીયા વિરુદ્વ ધાક-ધમકી અને રાયોટીંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અલ્પેશની પોલીસે ધરપકડ કરી છે. ગાડી પાર્ક કરવાના મામલે ચાલેલો વિવાદ પોલીસ મથકે પહોચ્યો અને ધરપકડ બાદ આંદોલન સુધી અને એફઆઈઆર સુધી પહોંચી ગયો. પોલીસ લોકઅપમાં અલ્પેશ કથીરીયા દ્વારા પોલીસ અધિકારીઓને ગાળો આપી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં અલ્પેશ કથીરીયા એસીપી પરમાર સહિત પોલીસ અધિકારીઓ વિરુદ્વ બેફામ ગાળો બોલતો હોવાનું જણાય છે. લોકઅપમાં મૂકેલી ઝાડુને બહાર ફેંકતો દેખાય છે.
કવિ: Satya-Day
સુરત શહેર કોંગ્રેસના નવા જાહેર થયેલા માળખામાં એક માત્ર કબીર જુથના સૌથી વધુ માણસોને લેવામાં આવ્યા છે. કબીર જુથનું કહીએ તો એક સાશન સ્થાપી દેવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. જવાહર ઉપાધ્યાય ગૃપનો સંપુર્ણ પણે સફાયો કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ છે કે આ જે માળખું બનાવવામાં આવ્યું છે તે સુરત શહેરના કોંગ્રેસ સંગઠનને કેટલું મજબુત કરે છે અને આવનાર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસન સંગઠનને કેવી દીશા આપે છે તે મહત્વનું બની રહેશે. કોંગ્રસને લાગેવળગે છે ત્યાં સુધી નવા હોદ્દેદારોની નિમણૂંકમાં સીધી રીતે કદીર પીરઝાદા જૂથના જ માણસોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અન્ય જૂથોનો નામ પુરતા સમાવેશ કરવામાં આવ્યો…
આજ રોજ સુરતમાં અલ્પેશ કથીરિયાએ વરાછામાં ચક્કાજામ કરી દેતા અને પોલીસ સાથે દુર્વ્યવહાર કર્યો હતો, જેના કારણ તેની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ એ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો, જેમાં અલ્પેશ અને કાર્યકર્તા વિરુદ્ધ બે ગુના દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાના સંદર્ભમાં પોલીસ કમિશનર સતિષ શર્માએ જણાવ્યું હતું કે અલ્પેશ કથિરીયાએ પોલીસ કર્મચારીઓને ગંદી ગાળો આપી છે અને તેમની સાથે અસભ્ય વર્તન કર્યું છે. જે વ્યક્તિ આંદોલનનો ચહેરો હોય તે મવાલી અને ટપોરી જેવું વર્તન ક્યારેય કરે નહીં. આ અગાઉ પણ અલ્પેશ કથીરિયા પરવાનગી વગર કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોઈ ને કોઈ…
યાત્રાધામ વિકાસ બોર્ડના નામે કરોડોનો ભ્રષ્ટાચાર થયાનો આરટીઆઇ એક્ટિવિસ્ટ સાથેનો યાત્રાધામ વિકાસ બોર્ડના તત્કાલિન સંયુક્ત સચીવ અનિલ પટેલને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ આ ઓડિયો રેકોર્ડિંગની ભાષા પર પણ સવાલ ઉઠાવ્યા છે. રાજ્ય સરકારે આ અંગે તપાસના આદેશ પણ આપ્યા છે. અનિલ પટેલ વર્તમાનમાં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક સચિવ તરીકે ફરજ બજાવે છે. રાજ્યના પ્રવાસન વિભાગમાં થતાં ભ્રષ્ટાચારમાં ઉપરથી નીચે સુધી તમામ અધિકારીઓ કે પદાધિકારીઓ સામેલ હોવાનો દાવો કરતી આ કથિત ઓડિયો ક્લિપમાં અનિલ પટેલ અને આરટીઆઇ એક્ટિવિસ્ટ સાથેની વાતચીત છે. જેમાં પાવાગઢ યાત્રાધામના વિકાસ કાર્યોમાં થતાં ભ્રષ્ટાચાર અંગે સંવાદ છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ…
પોલીસ સાથે મગજમારી બાદ અલ્પેશ કથીરીયાની ધરપકડ કરવામાં આવી છે, તેના પર વિવિધ ગુનાઓ અંતર્ગત કલમો લગાવવામાં આવી છે. ત્યારે અલ્પેશ કથિરીયાને છોડી દેવા માટે પાસ દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જો કે વરાછામાં પાટીદારોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. ત્યારે વરાછા પોલીસ સ્ટેશન બહાર હજારો પાટીદારો ઉમટી પડ્યા હતાં અને નારેબાજી કરવામાં આવી હતી. તો પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો જેમાં પાટીદાર આંદોલનકારીઓ, યુવાનો, કોંગ્રેસના કોર્પોરેટરો સહિતના ટોળેટોળા વરાછા પોલીસ સ્ટેશનની બહાર ઉમટી પડ્યા હતાં. વરાછા પોલીસ સ્ટેશનની બહાર અને ફ્લાઈ ઓવર પર તેના સમર્થકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. ત્યારે અલ્પેશ કથિરીયાને કોર્ટમાં રજુ…
ભરૂચનાં કુકરવાડા નજીક ગત રાત્રે ફાર્મ હાઉસમાં નામચીન બુટલેગરનાં પુત્રની યોજાયેલી બર્થડે પાર્ટીમાં મહેફિલ જામી હતી. જેની વિગતો પોલીસને મળતાં જિલ્લા પોલીસનાં વિવિધ વિભાગોની ટીમોએ સ્થળ ઉપર જઈ દરોડો પાડ્યો હતો. મહેફિલમાં પોલીસની હાજરી જોઈ ત્યાં ઉપસ્થિત સૌના હોંશ કોશ ઉડી ગયા હતા. આ મહેફિલમાં પોલીસે કુલ 45 લોકોની ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી વાહનો સહિત કુલ રૂપિયા 11,26, 400નો મુદ્દામાલ કબજે કરી તમામની અટકાયત કરી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ તાલુકા યુવા ભાજપના મંત્રી જયદેવ પટેલ પણ દારૂની પાર્ટીમાં ઝડપાઈ જવા પામ્યો હતો. નીચે જે યાદી આપી છે તેમા 21 નંબરનું નામ…
સુરત પોલીસ કમિશનર સતીશ શર્મા દ્વારા નવા વર્ષનાં અંતિમ દિવસે એટલે કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીમાં કેટલાક આદેશ જારી કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનર સતીશ શર્માએ સુરતીઓને કેટલીક બાબતોથી દુર રહેવા માટે અપીલ કરી છે તો સાથો સાથ થર્ટી ફર્સ્ટ માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત અને હેલ્પ સેન્ટરો પણ ઉભા કર્યા છે અને પોલીસને તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસ કમિશનર સતીશ શર્માએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. ખાસ કરીને ડૂમસ રોડ પર સુરતીઓ મોટી સંખ્યામાં લોકો આવે છે અને ટ્રાફીક શાખાના કોન્સટેબલો સહિતનો પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. ચાર નાગરિક સહાયતા કેન્દ્રો શરૂ કરવામાં…
સુરતના વરાછા રોડ પર આવેલી પાટીદાર અનામત આંદોલનનાં કન્વીનર અલ્પેશ કથીરીયાની ટ્રાફીક પોલીસ સાથે થયેલી બબાલે ઉગ્ર રૂપ ધારણ કરી લીધું છે. પાટીદાર સમાજે વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરો ધાલ્યો છે. પોલીસે અલ્પેશ કથીરીયાને લોકઅપમાં બંઘ કરી દેતા વાતાવરણ વધારે ડહોળાયું હોવાનું જણાઈ આવી રહ્યું છે. અલ્પેશ કથીરીયાની અટકાયત થવાની ગણતરીની પળોમાં પાસના સેંકડો કાર્યકરો વરાછા પોલીસ મથકે પહોંચી ગયા હતા અને પોલીસ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. અલ્પેશ કથીરીયાનો આક્ષેપ છે કે વરાછા રોડ ખાતે આવેલી ઓફીસ પર પીળી લાઈનની અંદર ગાડી પાર્ક કરી હતી ત્યારે ટ્રાફીક પોલીસના ચારથી પાંચ માણસો અને ક્રેઈનવાળા આવ્યા તો તેમને બાઈક યલો પટ્ટીની…
2018 પુર્ણતાના આરે છે ત્યારે નવા વર્ષની ઉજવણી માટે ઘેલા થતા લોકો માટે વડોદરા શહેરના પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં 31 ડિસેમ્બરની પાર્ટીમાં સંસ્કારીતા જળવાઈ રહે તે માટે મહિલાઓને બિભત્સ કપડા પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અનુપમ સિંહ ગેહલોટે આ અંગે જણાવ્યું હતું કે મહિલાઓ બિભત્સ કપડાં પહેરવાથી બાળકોના મન પર ખરાબ અસર થાય છે. આ અંગે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 25 ડિસેમ્બરથી શહેરના 11 એન્ટ્રી પોઈન્ટ અને શહેરના અંદરના પોઈન્ટ પર પોલીસ અને એસઆરપી દ્વારા ચેંકીંગ શરુ કરી દેવામાં આવ્યું છે. 31 મી ડિસેમ્બરના દિવસે શહેરના 40 પોઈન્ટ પર એસીપી, પીઆઈ અને પોલીસ…
સુરતના પાંડેસરા પિયુષ પોઇન્ટ નજીક સ્કૂલ ઓટો રીક્ષા પલ્ટી મારતા એક બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે ચારથી વધુ ઘવાયા હતા. શુક્રવારની વહેલી સવારે બનેલી આ ઘટના બાદ લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. તમામ બાળકોને રીક્ષા નીચેથી બહાર કાઢી સારવાર માટે 108ની મદદથી સુરત સિવિલ લઈ આવ્યા હતા. રીક્ષા ચાલકે અચાનક આગળની બ્રેક મારતા એડમ પબ્લિક સ્કૂલની રીક્ષા પલટી મારી ગઈ હોવાનું બાળ વિદ્યાર્થીએ જણાવ્યું હતું. ઘવાયેલા અને મોતને ભેટેલા તમામ વિદ્યાર્થીઓ સિનિયર કેજી અને ધોરણ 1 ના હોવાનું જાણવા મળ્યું છે. સમીર (108, EMT નવજીવન લોકેશન) એ જણાવ્યું હતું કે, કોલ લગભગ સવારે 7:30 વાગ્યાના અરસામાં આવ્યો હતો. એક…