ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા હનુમાન દલિત હોવાના મુદ્દે થયેલા વિવાદમાં આજે સુરતનાં સમસ્ત દલિત વંચિત સમાજ દ્વારા રેલી કાઢી સુરતના કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દલિત સમાજે સુરતના પ્રખ્યાત અને ઐતિહાસિક હનુમાન દાદાના મંદિરનો વહીવટ દલિતોને સોંપી દેવાની માંગ કરી છે અને સાત દિવસની મહેતલ આપી છે. દલિત સમાજના નેતા સુરેશ સોનવણે દ્વારા આજે અઠવાગેટથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. રેલી આકારે દલિત સમાજ કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો હતો અને યુપના સીએમ યોગી આદિત્યનાથના નિવેદનને ટેકો આપી જણાવ્યું કે હનુમાનજી જો દલિત છે તો સુરતનું ક્ષેત્રપાળ દાદાનું મંદિર હવેથી દલિતોનું છે. દલિત નેતા સુરેશ સોનવણેએ ચીમકી આપી…
કવિ: Satya-Day
તાજેતરમાં પુર્ણ થયેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપને ભારે પછડાટ સહન કરવાનો વારો આવ્યો હતો. ત્યારે, હતાશ થયેલા ભાજપમાં આ પેટા ચૂંટણીના પરિણામ જીતની સાથે નવો ઉત્સાહ વધારનારા રહ્યા છે. જસદણની પેટા ચૂંટણીમાં ભારે મોટી લીડથી ભાજપે કોંગ્રેસના અવસર નાકીયા સામે વિજય મેળવ્યો છે. ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા અને સીધા કેબિનેટ મંત્રી તરીકે ગોઠવાઇ ગયા હતા. ભાજપને કુવરજી બાવળીયાના રૂપમાં નવી પ્રદેશ નેતાગીરી પણ મળી છે તો, સાથે સાથે એક કોળી સમાજના દિગ્ગજ નેતાની ખોટ પણ પુરાઇ છે. વિજય રૂપાણી અને જયેશ રાદડીયાના ગઢમાં યોજાયેલી જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ ભાજપની તરફેણમાં સારી એવી લીડથી આવતાં આ બંને…
લોકસભાની ચૂંટણી નજીક દેખાતા ગુજરાત સરકારને તાપી નદીના શુદ્વિકરણનો મુદ્દો યાદ આવ્યો. આજે સુરત ખાતે આવેલા મહેસુલ મંત્રી કૌશિક પટેલે મીડિયાને સંબોધન કર્યું હતું. મીડીયાને સંબોધતા કૌશિક પટેલે કહ્યું કે સુરત મહાનગરપાલિકાની તાપી શુદ્વિકરણ યોજનાને ઝડપથી આગળ વધરાવા માટે બેથી ત્રણ દિવસમાં એક્શન પ્લાન જાહેર કરવામાં આવશે. કલેક્ટર કચેરી ખાતે મળેલી મીટીંગમાં તાપી શુદ્વિકરણ અભિયાન માટે નોડલ ડિપાર્ટમેન્ટની રચના કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. કૌશિક પટેલે જણાવ્યું કે સુરતની મહત્વકાંક્ષી 922 કરોડની તાપી શુદ્વિકરણ યોજના અંગે કલેક્ટર ઓફીસમાં મીટીંગ રાખવામાં આવી હતી. મીટીંગમાં સુરત અને નવસારીનાં સાંસદો, ભાજપના તમામ ધારાસભ્યો,કલેક્ટર અને સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ હાજર રહ્યો…
શ્રીનગર હાઇવે પર સોમવારનાં રોજ એક ખાનગી બસમાં સવાર આઇટીબીપીનાં જવાનો શ્રીનગરથી જમ્મુ જઇ રહ્યાં હતાં તે દરમ્યાન તેઓની બસ એકાએક ખાઇમાં પડી ગઇ. આ ઘટના બાદથી સ્થાનીય લોકો અને સુરક્ષાદળો દ્વારા બચાવકાર્ય તેજીથી શરૂ કરી દેવાયું છે. ડર્ઝનો આઇટીબીપીનાં જવાન ગંભીર રૂપથી ઘાયલ છે. મોકા પર જ ભારે ફોર્સ બચાવ કાર્યમાં જોડાઇ ગયાં છે. રામબન પોલીસનાં જણાવ્યાં અનુસાર, બસમાં 35 જવાનો સવાર હતાં. આ જવાન હાલમાં જ સંપન્ન થયેલ પંચાયત ચૂંટણીમાં તૈનાત કરવામાં આવ્યાં હતાં. ચૂંટણી સમાપ્ત થયાં બાદ તેઓ પરત આવી રહ્યાં હતાં. રાહતકાર્ય ખૂબ તેજીથી ચાલી રહેલ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી પણ કરી દેવામાં આવેલ છે.…
સુરતા પુણા વિસ્તારમાં આજ રોજ કોર્પોરેશન દ્વારા કરાયેલા ખોદકામમાં એક ઉંડા ખાડામાં ગાય ફસાઈ ગઈ હતી. ગાયને બચાવવા માટે લોકો ભેગા થઊ ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. સુરત મહાનગર પાલિકા દ્વારા અવાર નવાર ખોદકામ રસ્તા પર ચાલુ હોય છે અને ત્યાબાદ આ ખાડાને ખુલ્લા મુકી દેવામાં આવે છે. આજ રોજ એક ગાય તેમાં ફસાઈ જતા લોકો ભેગા થઈ ગયા હતા અને ફાયર બ્રિગેડની મદદથી દોરડા વડે ગાયને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી.
કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. સવારે 9.15 વાગ્યે આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા 3.8 રિક્ટર સ્કેલ નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 9 કિલોમીટરથી નોર્થ-ઇસ્ટ હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા અઠવાડિયાથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ નોંધવામાં આવી રહ્યા છે. અગાઉ 20 ડિસેમ્બરે ભચાઉ નજીક 3.2 ની તીવ્રતાનો ભૂકંપની આંચકો નોંધાયો હતો . ભૂકંપની કેન્દ્ર બિંદુ રાપર અને ભચાઉ હતું. રાત્રે ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ભચાઉથી 21 કિલોમીટર દૂર આવેલા વિસ્તારમાં આ આંચકો અનુભવાયો હતો. નોંધનીય છે કે, 18 ડિસેમ્બરે ગુજરાતમાં એક જ દિવસમાં ભૂકંપની નવ જેટલા આંચકા અનુભવાયા હતા. રાજ્યના અલગ અલગ…
રિલાયન્સ જિયો ઇન્ફોકોમ જો રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પાસેથી સ્પેક્ટ્રમ નહીં ખરીદી શકે અને અનિલ અંબાણીની કંપની ઇનસોલ્વેન્સી તરફ જતી રહેશે તો દિલ્હી, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના જિયો યુઝર્સને સર્વિસમાં મુશ્કેલીનો સામનો કરી શકવો પડે છે. આ વાત ટેલિકોમ સેક્ટરના એક્સપર્ટ અને એનાલિસ્ટ્સે જણાવી છે. તેમણે કહ્યું કે જિયો આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ સહિતના આ માર્કેટમાં પ્રીમિયમ 800 મેગાહર્ટ્ઝ બેન્ડમાં પાંચ યૂનિટ્સની સળંગતાવાળું સ્પેક્ટ્રમ બ્લોક બનાવવા આરકોમ પર નિર્ભર છે. આ બેન્ડ 4G એલટીઇ સેવાઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તેમાંથી દરેક સર્કલમાં જિયો પાસે 800 મેગાહર્ટ્ઝ બેન્ડમાં 4G એરવેવ્સની 3.8 યુનિટ્સ છે અને આ બેન્ડમાં નિર્બાધ એલટીઇ કવરેજ માટે આરકોમના સ્પેક્ટ્રમ પર…
આણંદના બેડવા ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનની અસર થઈ છે. અને ભોગ બનનારાઓને આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બેડવા ગામે મુસ્લિમ પરિવારને ત્યાં લગ્નનો પ્રસંગ હતો. જ્યાં જમણવારમાં દુધીનો હલવો અને ચીકન બિરયાનીની જમ્યા પછી લોકોની તબિયત લથડવા લાગી હતી.જેમાં 10-થી વધુ લોકોને આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફૂડ પોઈઝનનો ભોગ નાના બાળકો અને વૃદ્ધ લોકોનો પણ સમાવેશ થાય છે.
ઈન્ડોનેશિયામાં ફરી એકવાર સુનામીએ કહેર વરસાવ્યો છે. સમુદ્રની નીચે ખડકો ખસી પડતાં આવેલી સુનામીના કારણે 260 લોકોના મોત થયા છે જ્યારે 600થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે કારણકે ઘણા લોકો ગુમ થયા છે. દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં લાઈવ પર્ફોર્મંસ વખતે ઈન્ડોનેશિયાનું ફેમસ પોપ બેન્ડ સુનામીની ચપેટમાં આવ્યું. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જ્વાળામુખી ફાટવાને કારણે સુનામી આવ્યું હોવાની સંભાવના છે. સુનામીને કારણે હજારો મકાનો નષ્ટ થયા છે અને લોકો ચિચિયારી બોલાવી રહ્યા છે.
રવિવારે રાત્રે ભારતીય આઇડોલ 10 ને સલમાન અલીમાં વિજેતા બન્યો છે. વિજેતાના ખિતાબ માટે લડનારા અન્ય ચાર સ્પર્ધકોમાં નિતિન કુમાર, અંકુશ ભારદ્વાજ, નીલાંજના અને વિબોર પરાશર હતા. સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પર ચાલતા ઈન્ડિયન આઈડલ 10 ના શો માં આજે ફાઈનલ રાઉન્ડ યોજવામાં આવ્યો હતો, જેમાં અંકુશ ભરદ્વાજ પ્રથમ રનર અપ અને નાલંજના રે સેકન્ડ રનર અપ રહ્યા હતા.