ભારે ધમધમતા સગરામપુરા વિસ્તારમાં પ્રખ્યાત ગોમટાવાલા ફેમિલીના પાંચ વર્ષના બાળક રાશીદ ગોમટાવાળાને અજાણ્યા યુવાન દ્વારા ધરેથી ઉપાડી જવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. ગઈકાલે રાત્રે આઠ વાગ્યાની આસપાસની આ ઘટનાને લઈ સગરામપુરામાં ભારે ઉચાટ અને ચિંતાનો માહોલ જન્મી ગયો હતો. જેમાં હાલ અઠવા પોલીસે રાશીદને શોધી કાઢ્યો છે અને આરોપીની કોસંબા પાસેથી ધરપકડ કરી હતી. જો કે તેની સાથેની અન્ય આરોપીઓ ભાગી છુટ્યા હતા, જેની પોલીસ તપાસ શરૂ છે. ઘટનાની વિગત એવી છે કે રાશીદના પિતા સગરામપુરા તલાવડી વિસ્તારમાં ખાણી-પીણી અને ચાનો સ્ટોલ ચલાવે છે. સાજીદના મર્હુમ પિતા અફઝલ ગોમટાવાલા સુરત શહેર કોંગ્રેસના આગેવાન હતા અને તેમની…
કવિ: Satya-Day
(નારણ આસલ દ્વારા): ગુજરાતમાં વિજય રૂપાણીની પસંદગી બાદથી ભાજપના નેતાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે, ભાજપના કેટલાક ધારાસભ્યો પણ મંત્રીમંડળમાં સ્થાન ન મળતાં નારાજ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને, નીતિન પટેલ પણ યોગ્ય ખાતું ન મળતાં નારાજ થયા હતા. પરંતું, આખરે તેમને મનાવી લેવાયા હતા. તાજેતરમાં જસદણની પેટા ચૂંટણીને હાઇ પ્રોફાઇલ ચૂંટણીની જેમ લડવામાં આવી છે. જ્યાં, કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા દિગ્ગજ નેતા કુવરજી બાવળીયાને કેબિનેટકક્ષાનું પદ આપવામાં આવ્યું છે. જો, જસદણમાં તેમનો વિજય થાય તો કેબિનેટમાં સ્થાન જાળવી રાખશે. પરંતું, જો જસદણમાં તેમનો પરાજય થયો તો મંત્રીપદ ગુમાવવાની નોબક નિશ્ચિત છે. સચીવાલયના વિશ્ચસનિય સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે,…
પાવાગઢ ખાતે એક અનોખો વિશ્વ રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો. મહાકાળી મંદિરની ટોચથી માચી સુધી કુલ 2801 મીટર લાંબી ધજા માતાજીને અર્પણ કરવામાં આવી. ટોચ પર માતાજીના મંદિરેથી 8800 ફૂટ લાંબી ધજા લઈ દસ હજાર ભાવિકો કતારબંધ ગોઠવાઈ ગયા હતા. અને આગળ વધ્યા હતા. આ ધજાનો છેડો ચાર કલાક બાદ માચી આવી પહોચ્યો હતો. ત્યારે મંત્રોચ્ચાર દ્વારા ધજાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર, ગ્રામ પંચાયત અને કાલિકા યુવક મંડળે માતાજીને વિશ્વની સૌથી લાંબી ધ્વજા અર્પણ કરવાનો વિચાર કર્યો હતો. જે બાદ મહિનાઓ સુધીની તૈયારી બાદ 2801 મીટર લાંબી ધ્વજા તૈયાર કરવામાં આવી હતી. જે એક વર્લ્ડ રેકોર્ડ હોવાથી લિમ્કા…
ભાવનગરના ઘોઘાના દરિયાઈ વિસ્તારમાં પિરંબિત ટાપુ પાસે વરુણ નામની ટગમાં આગ લાગતા ચાર લોકોના મોત થયી હોય એવી આશંકા છે. જીએનબીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને ઘટના અંગેની તપાસ હાથ ઘરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભાવનગરના ઘોઘાના મધદરિયે જહાજનું ચેંકીંગ કરવા ગયેલા ટગમાં ભયંકર વિસ્ફોટ થતા 4 ક્રુ મેમ્બરોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હોય એવી આશંકા છે. ટગમાં આગ લાગતા સંપુર્ણ ટગ દરિયામાં ગરકાવ થઈ ગઈ હતી.
સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ કથિત એન્કાઉન્ટર કેસ મામલે આજે સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટે શુક્રવારે તમામ 22 આરોપીઓને દોષ મુક્ત જારી કર્યા છે. આપને જણાવી દઈએ કે, વર્ષ-2005થી આ તમામ ઉક્ત કેસનો સામનો કરી રહ્યા હતા, જેમાં મોટા ભાગના પોલીસ કર્મચારીઓ હતા. મહારાષ્ટ્ર ની એક સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટ આ મામલે સુનાવણી કરી રહી હતી. આ કેસમાં વિશેષ નજર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપર હતી, કારણ કે તેઓ પણ આરોપી તરીકે શામેલ હતા. જો કે તેમને 2014માં જ આરોપો માંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે અમદાવાદમાં 2005માં રાજસ્થાનના ગૅંગ્સ્ટર સોહરાબુદ્દીન શેખનું રાજસ્થાન અને ગુજરાત પોલીસે જૉઈન્ટ ઑપરેશનમાં ઍન્કાઉન્ટર…
હવે તમારા કમ્પ્યુટર ડેટાની તપાસ માટે સરકારી એજન્સીઓ ગમે ત્યારે તમારા દ્વાર પર આવી શકે. કેન્દ્રની મોદી સરકારે એક આવો જ આદેશ કર્યો છે. 20 ડિસેમ્બર, 2018 ના રોજ ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આ આદેશમાં કેટલીક એજન્સીઓને આ અધિકાર આપવાનું કહેવામાં આવ્યું છે કે તેઓ ઇન્ટરસેપ્શન, મોનિટરિંગ અને ડિક્રીપ્શનના હેતુથી કોઈ પણ કોમ્પ્યુટરનો ડેટા ચેક કરી શકે છે. ગૃહ મંત્રાલયના સાયબર સુરક્ષા અને સૂચના વિભાગ દ્વારા ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી એક્ટ સેક્શન 69 (1) હેઠળ એજન્સીઓને આ અધિકાર આપવામાં આવ્યો છે. આટલું જ નહીં મંત્રાલયની તરફથી રજૂ કરાયેલા આદેશોમાં એ 10 એજન્સીઓની સૂચી પણ છે, જે તમારા કમ્પ્યુટરની ગમેત્યારે તપાસ…
ડોક્ટરોની બેદરકારીના કારણે લોકોના મોત થતા હોવાની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. જેમાં પરિવારજનો દ્વારા હોસ્પિટલ કે દવાખાના ઉપર હોબાળો પણ મચાવવામાં આવતો હોય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે. પાંડેસરા વિસ્તારમાં ડોક્ટરે ઇન્જેક્શન મુક્તા દર્દીનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ પરિવારજનોએ હોસ્પિટલ ઉપર હંગામો મચાવ્યો હતો. ડોક્ટર વાનખેડે ઉપર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પરિવારજનોએ ડોક્ટર પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાના આરોપ થતાં આ મામલો વધારે બચક્યો હતો. પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે સુત્મરો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારમાં પાણીની…
ભારે ધમધમતા સગરામપુરા વિસ્તારમાં પ્રખ્યાત ગોમટાવાલા ફેમિલીના પાંચ વર્ષના બાળક રાશીદ ગોમટાવાળાને અજાણ્યા યુવાન દ્વારા ધરેથી ઉપાડી જવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. ગઈકાલે રાત્રે આઠ વાગ્યાની આસપાસની આ ઘટનાને લઈ સગરામપુરામાં ભારે ઉચાટ અને ચિંતાનો માહોલ જન્મી ગયો છે. મોડી રાત્રે બાળક રાશીદનાં પિતા સાજીદ ગોમટાવાલાએ અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતા પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે. ઘટનાની વિગત એવી છે કે રાશીદના પિતા સગરામપુરા તલાવડી વિસ્તારમાં ખાણી-પીણી અને ચાનો સ્ટોલ ચલાવે છે. સાજીદના મર્હુમ પિતા અફઝલ ગોમટાવાલા સુરત શહેર કોંગ્રેસના આગેવાન હતા અને તેમની સગરામપુરા વિસ્તારમાં સારી એવી શાખ હતી. ગઈકાલે…
ભાજપના વડા અમિત શાહ, યોગ ગુરુ રામદેવ અને ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ શુક્રવારે રાજકોટ ખાતે હિન્દુ ધાર્મિક નેતાઓની બેઠકમાં ભાગ લે તેવી શક્યતા છે. તેઓ રામ મંદિર સહિત અનેક મુદ્દાઓની ચર્ચા કરશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવ પણ બે દિવસીયા અર્શ વિદ્યા મંદિર ખાતેની મીટિંગમાં હાજરી આપશે. ‘ચિંતન બેઠક’માં હાજર રહેનારાઓમાં આરએસએસ અને વિશ્વ હિંદુ પરિષદ (વી.એચ.પી.) સાથે સંકળાયેલા ધાર્મિક નેતાઓનો સમાવેશ થાય છે. આરએસએસના ગુજરાત પ્રવક્તા વિજય ઠક્કરે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, દર બે વર્ષે હિન્દુ આચાર્ય સભા યોજાય છે, જેમાં વિવિધ હિન્દૂ સંપ્રદાયોના ધાર્મિક વડાઓનો સમાવેશ થાય છે.…
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા પરમસુખ ગુરુકુલ સોસાયટી પાસે હિટ એન્ડ રનનો બનાવ બનવા પામ્યો હતો. સ્કોડા કાર ચાલકે ગફલતભરી સ્થિતિમાં રસ્તે ચાલતા 3 લોકોને અડફેટે લીધા હતા. ઘટના બન્યા બાદ તે ઘચના સ્થળે જ કાર મુકી નાસી છુટ્યો હતો. પોલીસે કારનો કબ્જો લઈને આગળની કાર્યવાહી હાથ ઘરી છે. એક્સિડન્ટ થયા બાદ લોકોએ કારને ઉંધી વાળી દીધી હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ તમામ એક્સિડન્ટ સીસીટીવીમાં કેદ થયો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કાર ચાલક નશાની હાલતમાં હતો અને તે એક્સિડન્ટ કરીને નાસી છુટ્યો હતો.