રાજસ્થાનમાં કોંગ્રેસે કમબેક કર્યું છે. 230 સીટ ધરવાતી રાજસ્થાન વિધાનસભામાં કોંગ્રેસે બહુમતિ માટે 100નો આંકડો પાર કરી દીધો છે. ત્યારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પાસે મુખ્યમંત્રીની પસંદગી માટે બે ચહેરા સામે રહ્યા છે. અશોક ગેહલોત અને સચિન પાયલોટ એમ બન્નેમાંથી એકની પસંદગી કરવાની રહશે. આઠમી ડિસેમ્બરે આવેલા એક્ઝિટ પોલના તારણોથી રાજસ્થાનમાં કોંગ્રેસ બહુમતિ હાંસલ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. આજે મતણગતરી થતાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બરાબરની ફાઈટ થઈ હતી પરંતુ છેવટે કોંગ્રેસે ભાજપને ચૂંટણી જંગમાં મહાત કર્યો છે. કોંગ્રેસને અનેક સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવશે અને અનેક પડકારો પણ કોંગ્રેસની સામે ઉભા થયેલા છે. ખાસ કરીને મુખ્યમંત્રીની પસંદગી કરવાની…
કવિ: Satya-Day
ઊર્જિત પટેલે RBI ના ગવર્નર પદેથી રાજીનામુ આપી દેતા સરકારની ચિંતા વધી ગઈ છે. જો કે, સરકારના આર્થિક મામલાના સચિવના જણાવ્યા અનુસાર આજે જ નવા ગવર્નરના નામનો નિર્ણય થઇ જશે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અત્યારે ગવર્નરની રેસમાં શક્તિકાંત દાસનું નામ ભારે ચર્ચામાં છે જ્યાં સુધી આ પદ ઉપર પૂર્ણકાલીન વ્યક્તિની નિમણુંક નહિ થાય ત્યાં સુધી સરકાર દ્વારા પદમાનિત કોઈ વ્યક્તિ આ થોડા સમય સુધી આ હોદ્દો શોભાવશે. સરકારે નવા ગવર્નરની શોધ માટેની કમિટીની રચના કરી દીધી છે અને આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર કમિટી સમક્ષ તેમની દાવેદારી રજુ કરી શકે છે હાલના તબક્કે જે ચાર મહાનુભાવો આ રેસમાં આગળ ચાલી રહ્યા…
મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એક કે બે સીટનું અંતર જ રહ્યું છે છતાં ભાજપ કોંગ્રેસ કરતાં એક સીટ વધારે છે. ભાજપની 110 અને કોંગ્રેસની 109 સીટ પર સરસાઈ હોવાના ટ્રેન્ડ મળી રહ્યા છે ત્યારે એવું લાગે છે કે મધ્યપ્રદેશમાં ભાજપ કે કોંગ્રેસ એમ બન્નેમાંથી કોઈને પણ સ્પષ્ટ બહુમતિ મળશે નહી તો દડો સીધો રાજ્યપાલ આનંદીબેન પટેલના હાથમાં આવીને પડ્યો છે. મધ્યપ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસને 49 સીટનો ફાયદો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ હાલ 109 સીટ પર આગળ છે જ્યારે ભાજપ 110 સીટ પર આગળ હોવાના ટ્રેન્ડ મળી રહ્યા છે. આવા સંજોગોમાં ભાજપને સરકાર બનાવવા માટે 116ના આંકડા માટે અન્ય પક્ષો…
પાંચ રાજ્યોના વિધાનસભાના પરિણામો આવી જતાં ભાજપની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. સુરત કોંગ્રેસ દ્વારા જીતના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે ભાજપનો કરુણ રકાસ થતાં ભાજપ કાર્યાલય પર કાગડા ઉડતા દેખાયા હતા. ભાજપ કાર્યાલયમાં સૂનકાર વ્યાપી ગયો હતો. સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાએ સત્ય ડે સાથે વાત કરતા કહ્યું કે ભાજપના ગંદા પ્રચારનો લોકોએ જવાબ આપ્યો છે. રાફેલ જેવા પ્રકરણોમાં નરેન્દ્ર મોદીએ 30 હજાર કરોડ રૂપિયા અંબાણીના ગજવામાં નાંખી દીધા તેના કારણે ભાજપનો પરાજય અને કોંગ્રેસનો વિજય થયો છે. સુરતના લીંબાયતમાં વિસ્તારમાં પણ કોંગ્રેસની જીતની ઉજવણી કરવામાં આવી હતી. ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી. કોર્પોરેટર રવિન્દ્ર પાટીલ…
આજ રોજ યોજાનારી ચૂંટણીના પાંચ રાજ્યોના પરિણામોમાં એક પણ રાજ્યમાં ભાજપની સત્તાના આસાર નથી લાગતા, તેમજ પાંચેય રાજ્યોની મતગણતરીમાં ભાજપની પીછ હઠથી અમદાવાદ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં કાગડા ઉડી રહ્યાં છે. કાર્યાલયની ચારે તરફ એક પણ કાર્યકર દેખાતો નહોતો. તો બીજી અમદાવાદમાં રાજીવગાંધી ભવન ખાતે કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓએ જીતને ઉજવણી કરી રહ્યાં છે. તેમજ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના નારા લગાવ્યા હતા
તેલંગાણામાં કોંગ્રેસની ટીઆરએસ સામે કારમી હાર થાય તેવો ટ્રેન્ડ વિધાનસભાની મતગણતરીમાં જોવા મળી રહ્યો છે ત્યારે હવે કોંગ્રેસને ઈવીએમ પર શંકા ગઈ છે. અન્ય રાજ્યોમાં જ્યાં કોંગ્રેસ આગળ છે ત્યાં ઈવીએમમાં કોઈ ખામી કોંગ્રેસને દેખાઈ નથી પણ તેલંગાણામાં કોંગ્રેસના નેતા ઉત્તમ કુમાર રેડ્ડીએ નિવેદન આપ્યુ છે કે અમને ઈવીએમ પર શંકા છે. તેમણે કહ્યુ છે કે વીવીપેટ પેપર ટ્રેલ્સની 100 ટકા મતગણતરી ફરી કરવામાં આવે.દરેક વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવારો રિટર્નિગં ઓફિસર સમક્ષ આ માટે માંગ કરે. રાજશેખર રેડ્ડીની પ્રાદેશિક પાર્ટી ટીઆરએસને સંપૂર્ણ બહમતિ જ નહીં પરંતુ બમ્બર સીટો મળી છે. કોંગ્રેસની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. 119 સીટમાંથી ટીઆરએસને…
પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણીના પરિણમોમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. 2019ની ચૂંટણી પહેલાં ભાજપને જબ્બર આઘાત લાગ્યો છે. છત્તીસગઢમાં 15 વર્ષ પછી રમણસિંગની સરકારે સત્તા ગુમાવી છે. જ્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસ બહુમતિની નજીર પહોંચી ગઈ છે. કોગ્રેસેં જોરદાર કમબેક કર્યું છે. રાહુલ ગાંધીનાં રાષ્ટ્રીય પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસનો આ મોટો વિજય બન્યો છે. હાલ ચાલી રહેલા ટ્રેન્ડ પ્રમાણો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ બહુમતિના આરે છે. છત્તીસગઢની કુલ 90 સીટમાંથી કોંગ્રેસની 59, ભાજપને 24 અે અન્યને સાત મળતી દેખાઈ રહી છે. રાજસ્થાનમાં 199 સીટની ચૂંટણીમાંથી કોંગ્રેસને 114, જ્યારે ભાજપને 81 બેઠક મળતી દેખાઈ રહી છે અને અન્યને ચાર…
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઇ છે. આજે 230 બેઠકો માટે મતગણતરી શરૂ થઇ છે. મધ્ય પ્રદેશમાં કોની સરકાર બનશે એ આજે મંગળાવરની મતગણતરીમાં નક્કી થઇ જશે. જોકે, મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે. મધ્ય પ્રદેશના ભિંડમાં મતગણતરીથી પહેલા એક દિવસ પહેલા મતપત્ર લઇ જતા પોસ્ટમેન સાથે લૂંટ થયાની ઘટના બની છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પોસ્ટમેન સાથે મારપીટ કર્યા પછી તેની પાસે રહેલા અઢીસો જેટલા મતપત્રની લૂંટ ચલાવી હતી. આ અંગે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી બેલેટ પેપર ભરેલી બેગ પણ જપ્ત કરી હતી. અપડેટ્સ શરુઆતી વલણમાં સપા-બસપા ગઠબંધન…
લોકરક્ષકદળની પરીક્ષા બાદ વનરક્ષક સંવર્ગ -3 ની પરીક્ષા રદ થતા યુવાનોમાં ખળભળાટ મચી ગયો છે. આગામી 23 ડિસેમ્બરે રાખવામાં આવેલી આ પરીક્ષાને રદ કરવામાં આવી છે. હજી સુધી આ પરીક્ષા રદ કરવાનું કોઈ ચોક્ક્સ કારણ બહાર આવ્યું નથી, પણ થોડા સયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે. વનરક્ષકની 334 સીટ માટે હજારો વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા, પરીક્ષા રદ થતા આ તમામ વિદ્યાર્થીઓ અટવાયા છે. સરકાર સામે ફી એક પ્રશ્ન છે કે દેશના યુવાનોના ભવિષ્ય સાથે ક્યાં સુધી ચેડા થતા રહેશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે અચાનક રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી ગયો છે. લોકો તેમના રાજીનામા અંગે ઘણી અટકળો લગાવી રહ્યા છે. ગવર્નરના અચાનક રાજીનામાને કારણે તાત્કાલિક ધોરણે નવા ગવર્નર તરીકે હસમુખ અઢીયાની વરણી કરવામાં આવે છે. ઉર્જીત પટેલના રાજીનામાં સાથે RBI ના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ પણ રાજીનામું આપી દીધું છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકાર સાથે ચાલતા વિવાદોને કારણે તેમણે રાજીનામું આપ્યું છે, પણ પ્રેસ કોન્ફરન્સમાં ઉર્જીત પટેલે રાજીનામાનું કારણ પોતાનું કોઈ ખાનગી કારણ બતાવ્યું છે. રાજીનામું આપ્યાના બે કલાકમાં જ તાત્કાલિક ધોરણે નવા ગવર્નર તરીકે હસમુખ અઢીયાને નિમવામાં આવ્યા છે