સુરતના વરાછા વિસ્તારમાં આજ રોજ સુરત મહાનગર પાલિકા દ્વારા લંબે હનુમાન રોડ પર આવેલા મંદિરને તોડી નાખવાની નોટીસ આપતા લોકોમાં રોષ ફાટી નિકળ્યો હતો. લોકોએ રસ્તા પર ભીડ એકઠી કરી રસ્તો બંધ કરી દીધો હતો. વરાછા વિસ્તારમાં લંબે હનુંમાન પર આવેલું તાડ દેવી માતાનું મંદીર 1948 થી આ રસ્તા પર સ્થિત છે. જે રસ્તા પર એકદમ મધ્યમાં આવેલું છે. ટ્રસ્ટ દ્વારા મંદીરનું રજીસ્ટ્રેશન હોવા છતા મહાનગર પાલિકા દ્વારા સાત દિવસમાં તેને તોડી નાખવાની નોટીસ ફટકારતા સ્થાનિકોમાં રોષ ફાટી નિકળ્યો હતો અને તેમણે રસ્તા પર ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કવિ: Satya-Day
લોક રક્ષક દળની પરીક્ષાના પેપર લીક મામલે ગાંધીનગર પોલીસે વધુ એક યુવકની અટકાયત કરી છે. પોલીસે વહેલી સવારે ત્રણ વાગ્યે આ મામલે અરવલ્લી જિલ્લામાંથી પ્રિતેશ નટવર પટેલ નામના 20 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. પ્રિતેશે મનહર પટેલ પાસેથી પેપર ખરીદ્યું હોવાનું જાણવા મળ્યું છે. એલઆરડીપેપર લીક કાંડમાં બાયડ તાલુકો એપી સેન્ટર બની રહ્યાનું સામે આવી રહ્યું છે. કારણ કે પેપર લીક કાંડ મામલે આ પહેલા મનહર પટેલની ધરપકડ તેમજ જયંત રાવલ નામના બીજેપીના કાર્યકરની અટકાયત કરવામાં આવી ચુકી છે. હવે પ્રિતેશ પટેલની પણ અરવલ્લી બાયડ તાલુકાના રસોમ ગામથી અટકાયત કરવામાં આવી છે. સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે પ્રિતેશને વહેલી સવારે…
(સૈયદ શકીલ દ્વારા): ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ સર્વપ્રથમ પેટાચૂંટણી જસદણમાં યોજાઈ રહી છે. ભાજપે કોંગ્રેસમાંથી આવેલા અને માત્ર ત્રણ કલાકમાં જ કેબિનેટ મંત્રી બનેલા કુંવરજી બાવળીયાને લડાવ્યા છે તો કોંગ્રેસે કુંવરજીના એક વખતના સાથી અવસર નાકીયાને ટીકીટ આપી છે.અવસર નાકીયાની ઉમેદવારીથી બાવળીયા છાવણીમાં છૂપો ફફડાટ છે તો ભાજપમાં પણ બધુ સમુંસુતરું નથી. ભાજપના પાયાના કાર્યકરો અને નેતાઓ કુંવરજીને સહન કરવાના મતના નથી કારણ કે કુંવરજીની જીત ભાજપના કેટલાય નેતાઓને હાંસીયા પર ધકેલી દેશે અથવા તો તેમની રાજકીય કરિયરનું ઉઠમણું પુરવાર કરનારી બની રહેશે. થોડી વાત બદલીએ. લોક રક્ષક દળની ભરતીનું પેપર લીક થયું અને તેમાં ભાજપના જ નેતાઓ અને કાર્યકરોની…
અંબાણી અને આનંદ પિરામલ આ વર્ષે ડિસેમ્બર 12 માં મુંબઈમાં લગ્ન કરી રહ્યા છે. પરંતુ આ દિવસ પહેલા અંબાણી અને પિરામલ પરિવાર માટે ઉત્સવની ઉજવણી આવે છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અને પિરામલના પુત્ર આનંદ લગ્ન બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ઉદયપુરમાં 8 અને 9 મી ડિસેમ્બરના રોજ બે ફંકશન યોજાશે. અંબાણી અને પિરામલ પરિવારો અઠવાડિયાના અંતમાં ઉજવણી કરશે. ઉદયપુર શહેરમાં થોડા દિવસોમાં લગ્ન માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવશે. આ અઠવાડિયા દરમિયાન 200 થી વધુ ચાર્ટર્ડ વિમાનો હવાઇમથક પરથી ઉતર્યા છે. ઉદયપુરમાં આ પ્રવૃત્તિ પાછળ અંબાણીના લગ્ન મુખ્ય કારણ છે, પણ ચૂંટણી ઝુંબેશ પણ સંપૂર્ણ પ્રવાહમાં છે.…
લોકરક્ષક ભરતી મામલે હવે કોંગ્રેસના ધારાસભ્યનું નામ પણ સામે આવી રહ્યું છે. કોંગ્રેસના માણસાના ધારાસભ્ય સુરેશ પટેલની હોસ્ટેલમાં રહીને રૂપલ શર્મા કામ કરતી હતી. રૂપલ શર્માએ હોસ્ટેલમાં પેપર મગાવ્યું હતું. એટલુ જ નહીં, હોસ્ટેલમાં જ પેપરની વહેંચણી થયાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. ગાંધીનગર પોલીસ આ મામલે સુરેશ પટેલની પણ પૂછપરછ કરશે. સુરેશ પટેલના પ્લોટ પર હોસ્ટેલ બનેલી છે. સુરેશ પટેલે સ્વીકાર્યું છે કે તેમણે હોસ્ટેલ ભાડે આપી હતી. રામસિંહ રાજપૂતના નામે ભાડા કરાર થયો હતો. સુરેશ પટેલે મીડિયાને કહ્યું કે આ મકાન તેમણે ભાડેથી આપ્યું હતું અને રૂપલ શર્માએ હોસ્ટેલ ખોલ્યું હતું. હોસ્ટેલમાં 25થી 30 બાળકો રહેતા હતા. પેપર…
હાલમાં ફેક ન્યુઝથી કેટલાક લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. તેમજ Whatsapp પોતાના પ્લેટફોર્મ પર ફેલાતા ખોટા સમાચારને રોકવામાં અસમર્થ રહી હોવાનો આરોપનો સામનો કરી રહી છે. જેને પગલે કંપનીએ ભારતમાં લોકોને ફેક સમાચાર અંગે જાગૃત કરવા માટે ટીવી કેમ્પેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ કહ્યું છે કે આ નિર્ણય 2019 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીન ફેક સમાચારને વોટ્સએપ પર ફેલાતા રોકવા માટે લેવામાં આવ્યો છે. આ અગાઉ લોકોને ફેક સમાચારો અને અફવાઓ અંગે જાગૃત કરવા માટે કંપનીએ બે તબક્કામાં રેડિયો કેમ્પેન પણ શરૂ કર્યુ હતું. 29 ઓગષ્ટથી શરૂ થયેલા પ્રથમ તબક્કામાં કંપનીએ ઑલ ઈન્ડિયા રેડિયોના 46…
મુંબઈના હિલ સ્ટેશન એવાં ગોરેગાંવ નજીક આવેલા આરે કોલોની વિસ્તારના જંગલમાં આજે સાંજે ભયાનક આગ ફાટી નીકળી હતી. મુંબઈ ફાયર બ્રિગેડે લેવલ-બીનું એલર્ટ જારી કર્યું છે. સોમવારે સાંજે 6:30 મીનીટે આગ ફાટી નીકળી હતી. ગોરેગાંવ પૂર્વમાં આવેલા આઈટી પાર્કથી આગે લપકારા માર્યા હતા. હાલમાં ફાયર બ્રિગેડનો મોટો કાફલો આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો કરી રહ્યો છે. પોલીસ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ ઘટના સ્થળે તૈનાત છે. અરુણ કુમાર વૈદ્ય માર્ગ પરના ઓપન પ્લોટથી આગ લાગી હોવાનું અનુમાન છે. આ પ્લોટ આરે કોલોની નજીક આવે છે. આ મુંબઈનો ગ્રીન વિસ્તાર છે. હજુ સુધી જાન-માલના નુકશાનની કોઈ વિગત નથી તેમજ આગ કેવી…
યુનિવર્સિટીની પરીક્ષાઓમાં છબરડાં હવે કોઇ નવી વાત રહી નથી. લગભગ દરેક પરીક્ષામાં કોઇને કોઇ છબરડાં બહાર આવતાં રહે છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં લેવામાં આવતી સેમેસ્ટર-૩ની પરીક્ષામા આજે સાયકોલોજી વિષયમાં વિદ્યાર્થીઓ જૂના કોર્સ પ્રમાણે તૈયારી કરીને આવ્યા હતા ત્યારે પરીક્ષામાં નવા કોર્સ પ્રમાણેનુ પ્રશ્નપત્ર પુછવામાં આવતાં વિદ્યાર્થીઓે ભારે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓના હોબાળા પછી યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે આ પરીક્ષા નવેસરથી આગામી તા.૮મીએ લેવાનો નિર્ણય કરવો પડયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલમાં સેમેસ્ટર ૩ની પરીક્ષા લેવામાં આવી રહી છે. આ પરીક્ષામાં સાયકોલોજી વિષયમાં એક્સટર્નલ તરીકે પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓને ‘સમાજલક્ષી મનોવિજ્ઞાન’નુ પ્રશ્નપત્ર આપવામાં આવ્યુ હતુ. ખરેખર આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ‘ચાઇલ્ડ…
ભારતમાં ડિજીટલ પેમેન્ટનો દર ખુબ વધી રહ્યો છે ત્યારે બીજી બાજુ ટ્રુ કોલર વાપરનારાઓની સંખ્યા ઘણી વધારે છે. કંપનીનું પોતાનું પેમેન્ટ પ્લેટફોર્મ Truecaller Pay પણ છે. આ ટ્રુ કોલરના મુખ્ય એપમાં જ એક ઓપ્શન આપવામાં આવ્યું છે. હવે કંપની પેમેન્ટ સર્વિસ પર વધારે ધ્યાન આપી રહી છે. કંપનીએ કહ્યું છે કે માર્ચ 2019 સુધી કંપનીની પાસે 2.5 કરોડ યૂઝર્સ હશે. કંપની પ્રમાણે આશરે દૈનિક એક લાખ લોકો પોતાનું બેંક એકાઉન્ટ લિંક કરાવી રહ્યાં છે જેમાંથી 50 ટકા યુપીઆઈના નવા યૂઝર્સ છે. ટ્રુ કોલર પેના પ્રેસિડન્ટ સોની જોયે કહ્યું કે, ‘જ્યારથી અમે ટ્રુ કોલર પે લોન્ચ કર્યું છે ત્યારથી અમારી પાસે…
જસદણની પેટાચૂંટણીને લઈ અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના પ્રમુખ અને સુરતમાં ‘ચંદાભાઈ’ના હૂલામણા નામથી જાણીતા ચંદ્રવદન પીઠાવાળાએ જસદણમાં કોંગ્રેસના ઉમેદવાર અને કોળી સમાજના આગેવાન અવસર નાકીયા અંગે સોશિયલ મીડિયા પર કરેલી વાતો મીડિયામાં આવ્યા બાદ ચંદ્રવદન પીઠાવાળાએ કોંગ્રેસમાં ચાલતી ગંદી રાજનીતિ પરથી પડદો ઉંચક્યો છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને કોંગ્રેસમાંથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા ચંદ્રવદન પીઠાવાળાએ કેટલીક ચોંકાવનારી વાતો કરી છે. પીઠાવાળાએ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને હાલ કોર કમિટીમાં સમાવિષ્ટ થયેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચીમન પટેલના પુત્ર સિદ્વાર્થ પટેલ અને ના ગુજરાત વિધાનસભાના તે વખતના નેતા પ્રમુખ અર્જુન મોઢવડીયા પર સીધા આક્ષેપ મૂક્યા છે. ચંદ્રવદન પીઠાવાળાએ લખ્યું…