પાટીદારોને અનામત અંગે પાછલા ત્રણ વર્ષથી કોણીએ ગોળ લગાડી રહેલી ગુજરાતની ભાજપ સરકાર મહારાષ્ટ્રમાં મરાઠાઓને આપવામાં આવેલી અનામત બાદ ભીંસમાં મૂકાઈ જવા પામી છે. અત્યાર સુધી ગુજરાત ભાજપના નેતાઓ સહિત પાટીદાર અનામત આંદોલનને છોડી ગયેલા લોકો પણ એવું કહેતા હતા કે ગુજરાત સરકારે અનામત અંગે નિર્ણય લઈ લીધો છે અને પાટીદારોને અનામતની કોઈ જરૂર નથી પણ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જે સ્પષ્ટતા કરી છે તે જોતાં એટલું ચોક્કસ લાગે છે કે ભાજપે કબુલાત કરી છે કે પાટીદારોને અનામત આપી શકાય છે. આજે સવારે જાલનામાં મરાઠા સંગઠનોને મળ્યા બાદ હાર્દિક પટેલે કહ્યું હતુ ંકે ગુજરાત સરકાર પાટીદારો અંગે સરવે કરાવે તો…
કવિ: Satya-Day
મુંબઈ પોલીસે વધુ એક સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બોલિવૂડના સૌથી મોટા સેક્સ રેકેટ ચલાવનારી રાનીને પકડી લીધી છે. એગ્નેસ હેનિલ્ટન બોલિવૂડનું એક જાણીતુ નામ છે. જે યુવતીઓને ડાન્સ શીખવવાના નામે સેક્સ રેકેટ ચલાવતી હતી. દેશમાં જ નહીં વિદેશોમાં પણ આ યુવતીઓને ધમકીઓ આપી ખોટું બોલી દેહ વ્યાપાર માટે મોકલી દેતી હતી. એગ્નેસ હેમિલ્ટન પર ડાન્સ શીખવવાના બહાને યુવતીઓને વેશ્યાવૃત્તિમાં ધકેલવાનો આરોપ છે. એગ્નેસનો દાવો છે કે તેણે સલમાન ખાન, સુશાંત સિંહ રાજપૂતને ડાન્સ શીખવ્યો છે..જ્યારે પ્રભુ દેવા અને ગણેશ આચાર્યને આસિસ્ટ કરી ચૂકી છે. એગ્નેસ કોરિયોગ્રાફર કોન્સર્ટના નામે યુવતીઓને વિદેશ મોકલતી અને આ ગોરખધંધામાં ધકેલી દેતી હતી. મુંબઈ પોલીસને…
ભારતની સૌથી મોટી કંપની બની ચુકેલી રેડમી પોતાના ફોનની સાથે હેડફોન આપતી નથી, તેની પાછળ એક મોટું કારણ છે. માર્કેટમાં પોતાની જગ્યા બનાવવા માટે દરેક કંપનીઓ એક બીજાથી સસ્તો ફોન લાવવાનો પ્રયત્ન કરે છે. રેડમી પણ સસ્તામાં સસ્તા અને સારા સ્માર્ટફોન લૉન્ચ કરે છે અને આ કારણે જ રેડમી ભારત માર્કેટમાં પોતાની સારી પકડ બનાવી રહ્યું છે. રેડમીના હેડફોનની વાત કરવામાં આવે તો તેના હેડફોન 2000ની આસપાસ આવે છે. જો રેડમી પોતાના મોબાઈલ સાથે હેડફોન આપે તો તેના મોબાઈલની કિંમત ₹2000 વધી જશે અને તેની સીધી અસર તેના માર્કેટ પર થઈ શકે છે અને આવાતનો ફાયદો બીજી કંપનીઓ પણ ઉઠાવી…
ટ્રાઈ દ્વારા દેશના રાજમાર્ગ અને રેલમાર્ગ પર ટેલીકોમ સર્વિસના કોલ ડ્રોપિંગ માટે ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં તમામ ટેલીકોમ કંપની ફેલ થઈ છે અને માત્ર જીઓ આ ટેસ્ટમાં પાસ થઈ છે. એક રિપોર્ટમાં આ જાણકારી આપતાં ટ્રાઈ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે દેશના 8 રાજમાર્ગો અને 3 રેલમાર્ગો પર કોલ ડ્રોપ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કોલ ડ્રોપ ટેસ્ટમાં એરટેલ, વોડાફોન, આઈડિયા અને બીએસએનએલના 3જી અને 4જી નેટવર્ક ફેલ થયા છે. જો કે આ યાદીમાં રિલાયંસ જિઓનું નામ નથી. મહત્વપૂર્ણ છે કે કોલ ડ્રોપિંગની સતત વધતી સમસ્યાને કારણે ટ્રાઈએ કડક નિયમોની ઘોષણા કરી છે અને કહ્યું છે કે જે ઓપરેટર…
વડોદરાથી સાઉદી અરેબિયાના મક્કા શરીફમાં ઉમરાહ કરવા ગયેલા સૈયદ પિતા-પુત્રની સાઉદી પોલીસે ધરપકડ કરી છે. પિતા-પુત્ર પૈકી પુત્રને મૂક્ત કરવામાં આવ્યો છે જ્યારે પિતાને છોડાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિગતો મુજબ વડોદરાના ઈમ્તીયાઝ સૈયદ અને તેમનો પુત્ર ઉઝૈર મક્કા ખાતે ઉમરાહ કરવા ગયા છે અને તેમણે કાબાની સાથે ભારતીય રાષ્ટ્રીય ધ્વજ જોડે ફોટો પડાવ્યો હતો. ધ્વજ સાથે ફોટો પાડવામાં આવતા સિક્યોરોટીએ બન્નેને અટકાવ્યા હતા અને તરત જ કસ્ટડીમાં લઈ લીધા હતા. આ અંગે ઝુબેર ગોપલાણીએ ટવિટ કરી પીએમઓ અને વિદેશ મંત્રાલય પાસે મદદ માંગી છે. પોલીસે ઈમ્તીયાઝ સૈયદના પુત્ર ઉઝૈરને મૂક્ત કર્યો હતો પરંતુ ઈમ્તીયાઝને હજુ પણ કસ્ટડીમાં રાખવામાં…
પાટીદાર અનામત આંદોલન હવે નવેસરથી શરૂ થાય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રની ભાજપ સરકારે મરાઠાઓને અનામત આપી દેતા ગુજરાતની ભાજપ સરકાર સામે વધારે તીવ્રતાથી આંદોલન કરવા પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલ તૈયારી કરી રહ્યા હોવાનું જણાઈ આવી રહ્યું છે. હાર્દિક પટેલ આજે મહારાષ્ટ્રના જાલના જિલ્લાની મુલાકાત લીધી હતી. મરાઠા અને પાટીદાર અનામતને લઈ બન્ને સમાજના લોકોએ આગામી દિવસોમાં રણનીતિ નક્કી કરવા માટે વિચારણા કરી હતી. હાર્દિકે કહ્યું કે ઓબીસી કમિશનના સરવેમાં મરાઠાવાડ અને વિદર્ભના મરાઠી લોકો સામાજિક અને આર્થિક રીતે સૌથી વધુ પછાત હોવાનું નોંધાયું છે. ઓબીસી કમિશન જો ગુજરાતમાં પાટીદાર સમાજનો આર્થિક અને સામાજિક સરવે કરશે તો દુધનું…
વલસાડ જિલ્લાના ધરમપુરના અવાર-નવાર ભૂકંપના આચકા અનુભવાય છે. તાજેતરમાં આસુર ગામમાં બે વાર ભૂકંપના આંચકા લાગતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સમગ્ર વિસ્તારમાં વારંવાર અનુભવાતા ભૂકંપના આંચકના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધરમપુરમાં ભૂકંપ માપક યંત્ર એટલે અર્થ ક્વેક મિસરીંગ મશીન(સિસ્મો મીટર) મૂકવામાં આવ્યું છે. ધરમપુરની મામલતદાર કચેરીમાં મશીન મૂકવામાં આવતા હવેથી ધરમપુર સહિત આજુબાજુના વિસ્તારોમાં છાશવારે અનુભવાતા ભૂકંપના આંચકાને મશીન રેકોર્ડ કરશે. આ અંગે ધરમપુરના મામલતદાર ગણપત પરમારે જણાવ્યું કે ભૂકંપ માપક યત્ર મૂકવાથી ધરમપુર અને આજુબાજુના વિસ્તારોમાં અનુભવાતા ભૂકંપની ઝટકાને આ મશીન રેકોર્ડ કરશે અને કેટલા રિચર સ્કેલ પર આંચકો લાગ્યો હતો તે પણ જાણી શકાશે. તેમણે કહ્યું…
આપણે અત્યારે સુધી એ જ સમજી રહ્યા છીએ કે એક કિલોગ્રામ એટલે એક હજાર ગ્રામ થાય છે. અને આ ધોરણને સંપૂર્ણ દુનિયામાં માનવામાં આવે છે.બાળકોને પણ શાળામાં આજ ભણાવવામાં આવે છે. 1889માં પહેલીવાર એક કિલોગ્રામનું વૈશ્વિક કદ નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ આજે ફ્રાંસના વર્સેલ્સમાં કિલોગ્રામની પરિભાષા બદલાઇ જશે. દુનિયાના 60 દેશો આના પર નિર્ણય સંભડાવશે. આ ધાતુને એક કિલોગ્રામના વજનનું સૌથી શુદ્ધ રૂપ માનવામાં આવે છે, પરંતુ તેના વજનમાં અંતર છે. આને શુદ્ધ રાખવા માટે કેટલાક વર્ષો બાદ તેને સાફ કરીને ફરી વજન કરવામાં આવે છે. અને જે પરિણામ આવે છે, તેને જ વૈશ્વિક કદ પર કિલોગ્રામનો સૌથી શ્રેષ્ઠ…
બ્રિટેનની એક કોર્ટનો નિર્ણય વિજય માલ્યાને પકડવા ભારત માટે મદદરૂપ સાબિત થઇ શકે છે. યૂકેની કોર્ટે તિહાડ જેલને સુરક્ષિત ગણાવી છે અને કહ્યું કે, અહીં ભાગેડું ભારતીયો માટે આ જેલ બિલકુલ સુરક્ષિત છે. ક્રિકેટ ફિક્સિંગના આરોપી સંજીવ ચાવલાના કેસમાં આવેલો આ નિર્ણય બેંક કૌભાંડ કરી ભાગેલા વિજય માલ્યાને પકડવા ભારત માટે મહત્વપૂર્ણ બની શકે છે. લંડન હાઇકોર્ટના જસ્ટિસ લેગાટ અને જસ્ટિસ ડિંગેમેન્સે શુક્રવારે આપેલા પોતાના ચુકાદામાં કહ્યું કે, તિહાડમાં ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક સંજીવ ચાવલા માટે કોઇ ખતરો નથી. સંજીવ ચાવલા પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોની ફિક્સિંગનો આરોપ છે. આ હેંસી ક્રોન્ચે મેચ ફિક્સિંગનો મામલો છે, જેમાં ભારતીય ક્રિકેટરો અજય જાડેજા…
ગુજરાતમાં હજુ શિયાળાનો પ્રારંભ પણ થયો નથી ત્યાં અત્યારથી જ જળસંકટ વધવા લાગ્યું છે. રાજ્યના ૨૦૩ જળાશયોમાંથી ૨૭ તળિયાઝાટક થઇ ગયા છે જ્યારે ૧૧૯ જળાશયોનું જળસ્તર ૩૦%થી પણ ઘટી ગયું છે. શિયાળા અગાઉ જ આવી હાલત છે તો ઉનાળા સુધીમાં કેવી પરિસ્થિતિ સર્જાશે તેને લઇને ચિંતાના વાદળો ઘેરાવવા લાગ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ૬૮.૯૩% જળસ્તર નોંધાયું છે. આ વખતે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સાધારણ રહેતા સિઝનનો માંડ ૭૬% વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ સાધારણ રહ્યું હતું. ગુજરાતના જળ વિભાગ પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ૧૬ નવેમ્બર સુધી રાજ્યમાં…