CBIના ચીફ આલોક વર્મા સામેની તપાસમાં સીવીસીને કશું વાંધાજનક મળી આવ્યું ન હોવાનું જાણવા મળી રહ્યું છે. આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ સબમીટ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે બે સપ્તાહમાં આલોક વર્મા વિરુદ્વની તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સબમીટ કરવા માટેની મહેતલ આપી હતી. આલોક વર્માને પણ રાકેસ અસ્થાના સાથે રજા પર ઉતારી દેવામા આવ્યા છે. આલોક વર્માની સીવીસીએ બે કલાક તરતપાસ કરી હતી. સૂત્રો જણાવી રહ્યા છે કે આલોક વર્મા વિરુદ્વ સીવીસીને કોઈ મજબૂત પુરાવા મળી આવ્યા નથી. આખાય કેસમાં રાકેશ અસ્થાના દ્વારા આલોક વર્મા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા અને કેબિનેટ સચિવ સહિત સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. રાકેશ અસ્થાના…
કવિ: Satya-Day
ઈશા અંબાણી અને આનંદ પિરામલ 12 ડિસેમ્બરે લગ્ન બંધનમાં બંધાઈને એક થઈ જશે. તેમની લગ્નની કંકોત્રીની કિંમત 3 લાખ અંકાઈ રહી છે. અંબામઈ પરિવારની જેમ જ તેમની કંકોત્રી પણ રોયલ રીતે ઼ડેકોરેટ કરવામાં આવી છે. રિપોર્ટ્સના કહ્યા પ્રમાણે ઈશા અંબાણીના લગ્નનું કાર્ડ બે ભાગમાં વહેંચાયેલું છે. પહેલું બોક્સ ફુલોથી ડેકોરેટ કરેલું છે, જે પિંક કલરનું છે. બીજુ બોક્સ લાઈટ પિંક-ગોલ્ડન કલરનું છે. અંદર લક્ષ્મી માતાનો ફોટો છે. આ બોક્સ ખુલતાની સાથે જ ગાયત્રીમંત્ર વાગે છે.
કર્ણાટકના પૂર્વ મંત્રી અને ખનન માફિયા તરીકેની છાપ ધરાવતા જી.જનાર્દન રેટ્ટીની પોંજી કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. બેંગ્લુરુની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ સીપી આલોક કુમારે જણાવ્યું કે મજબૂત પુરાવા અને સાક્ષીઓની જૂબાની બાદ જનાર્દન રેડ્ડીની ધરપકડ કરવામાં આવી છે. જનાર્દન રેડ્ડી પર મની લોન્ડરીંગ અને મુખ્ય આરોપી સાથે રૂપિયાના વ્યવહાર કરવાનો આરોપ છે. રેડ્ડી ઉપરાતં તેના સાથી મેહફુઝ અલી ખાનને પણ પોલીસે જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે. અત્રે નોંધનીય છે કે ત્રણ દિવસ સુધી ગાયબ થઈ ગયા બાદ જનાર્દન રેડ્ડી પોલીસ સમક્ષ હાજર થયો હતો. રેડ્ડીએ આરોપોને રાજકીય પ્રેરિત હોવાનું જણાવ્યું હતું. ફરાર થયેલો રેડ્ડી પોતાના વકીલોના કાફલા સાથે…
સમગ્ર સુરત શહેરને હચમચાવી નાખે એવો કિસ્સો સામે આવ્યો છે. એક નરાધમ બાપે પોતાની સગી દિકરી પર જ દાનત બગાડી હતી. પત્નીના મૃત્યુ બાદ તનવીર નામનો આ હેવાન બાપ 4 વર્ષ સુધી પોતાની 14 વર્ષની માસુમ બાળા પર બળાત્કાર ગુજારતો રહ્યો. પત્નીના મૃત્યુ બાદ બાપની હેવાની ફિતરત બહાર આવી અને તેણે પોતાની માસુમ દિકરી પર દાનત બગાડી. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના કોસાડ આવાસમાં રહેતો તનવાર મજૂરી કામ કરે છે. પત્નીના મૃત્યુ બાદ તેની શેતાની ફિતરત બહાર આવતા તેણે પોતાની દિકરી પર નજર બગાડી અને તેનું શારિરીક શોષણ કર્યું હતું. પત્નીના મૃત્યુ બાદ દિકરી તેના નાનીને ત્યાં રહેતી હતી. આ…
ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડાના પ્રાસલી ગામ ખાતે યોજાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના ચાલુ કાર્યક્રમ દરમિયાન ખેડૂત દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવતા ખળભળાટ વ્યાપી ગયો હતો અને તંત્ર દોડતું થઈ ગયું હતું. ખેડુતે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતાં તાત્કાલિક તેને બચાવી લઈ સારવાર માટે વેરાવળ ખાતે આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વિગતો મુજબ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના પ્રાસલી ખાતે માર્કેટિંગ યાર્ડના ઉદ્ઘાટનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્કેટિંગ યાર્ડને મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું. કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન કોડીનારના ડોળસા ગામમાં રહેતા ખેડૂત મસરીભાઇ અસરીભાઇ ડોડિયા કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા. જેમણે પોતાની પાસેની ઝેરી દવાની બોટલ…
ગુજરાતના ગીર-સોમનાથમાં આવેલા ઉનામાં જાતિ વિષયક ટીપ્પણીનો વિરોધ કરવા બાબતે ત્રણ દલિત યુવાનોને માર મારવાનો મામલો બહાર આવ્યો છે. શુક્રવારે નવ નવેમ્બરના રોજ આ ઘટનામાં સંડોવાયેલા ચાર શખ્શોની પોલીસે ધરપકડ કરી છે. ચારેયને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. માર મારવાની ઘટના આઠમી તારીખની છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે 27 વર્ષીય મનુ ભાઉ સોલંકી ઉર્ફ મુકેશ દ્વારા પોલીસ ફરીયાદ કરવામાં આવી છે. મુકેશે નોંધાવેલી ફરીયાદ મુજબ સગા ભરત સોલંકી સાથે તેઓ ગામ પરત ફરી રહ્યા હતા ત્યારે કથિત રીતે દારુ પીધેલી હાલતમાં ચાર લોકોએ તેમને દલિત હોવાના કારણે ગાળો આપી હતી અને જાતિગત ટીપ્પણી કરી હતી. ચારેય શખ્સોનો વિરોધ કરવામાં આવ્યો…
ભારતને 2011 વર્લ્ડકપ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા ગુજરાતના ફાસ્ટ બૉલર મુનાફ પટેલે ઇન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી છે. 35 વર્ષીય મુનાફે કરિયરમાં 13 ટેસ્ટ, 70 વન-ડે અને 3 T-20 મેચ રમી છે. જોકે, મુનાફ ક્રિકેટનું ગ્રાઉન્ડ નહી છોડે. તે આગામી T10 લીગનો ભાગ રહેશે, જેમાં તે રાજપૂતની ટીમ માટે રમતો દેખાશે. મુનાફે 2006માં ઇંગ્લેન્ડ સામે મોહાલી ટેસ્ટમાં ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. તેના એક મહિના બાદ જ તેને પ્રથમ વનડે રમી હતી. તે 2006-11 દરમિયાન ટીમ ઇન્ડિયાનો નિયમિત સભ્ય રહ્યો. જોકે, ઈજાને લીધે તે વાંરવાર ટીમની અંદર-બહાર થતો રહ્યો. મુનાફે પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ 2011માં રમી હતી.…
ચૂંટણી વ્યૂહરચનાકારમાંથી નેતા બનેલ પ્રશાંત કિશોરે કહ્યું છે કે વડાપ્રધાન મોદી મોટા નેતા છે. પરંતુ 2014 જેવું મોદી મોજું નથી. 2019માં મોદી સરકાર માટે મુશ્કેલી છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં મોદીના ચૂંટણી પ્રચાર સાથે સંકળાયેલા પ્રશાંત કિશોરનું કહેવું છે કે અન્ય પાર્ટીની સરખામણીમાં ભાજપ હાલમાં પણ આગળ છે. જો આજે લોકસભાની ચૂંટણી થાય તો ભાજપ સૌથી મોટી પાર્ટી બની શકે છે પણ એકલા હાથે 272નો આંકડો પાર કરી શકશે નહીં. પ્રશાંત કિશોરે કહ્યું કે 2019માં કોઈ મોજું નથી. આવનારી ચૂંટણીમાં કોઈ એક નેતાને જોઈને નહીં પણ ઉમેદવારને જોઈ લોકો વોટીંગ કરશે. તેમનું કહેવું છે કે ભારતના 70 ટકા લોકો પ્રતિદિન 100…
સુરતનાં ગોપીપુરા વિસ્તારમાં દેરાસર નજીક આવેલા ઉપાશ્રયમાં નવા વર્ષની રાત્રે સાધ્વી મહારાજની છેડતીની ઘટના સામે આવી હતી, જેન કારણે જૈન સમાજ સહિત સમગ્ર સુરતમાં લોકોમાં આક્રોશ ફાટી નિકળ્યો છે. ગોપીપુરા વિસ્તારમાં ૨૫ જેટલા જૈન સાધ્વી મહારાજનાં ઉપાશ્રય આવ્યાં છે. નવા વર્ષની મોડી રાત્રીના ગોપીપુરામાં આગમ દેરાસર નજીક આવેલા ઉપાશ્રયમાં અત્યંત ગંભીર ઘટના બની હતી. રાત્રે બારેક વાગ્યાનાં અરસામાં એક અજાણ્યો યુવાન ઉપાશ્રયના બીજા માળે ઘૂસ્યો હતો. આ યુવાન ઉપાશ્રયમાં સૂતેલા સાધ્વી મહારાજનાં કપડા ખેંચવા માંડયો હતો. જેને લીધે સાધ્વી મહારાજ જાગી જતા બુમાબુમ કરી મૂકી હતી. બીજી બાજુ અજાણ્યો યુવાન ભાગી છૂટયો હતો. આ ઘટનાને પગલે અહીં નિવાસ કરતા સાધ્વી…
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુરાતના પૂર્વ ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને માનાહાનિ અને અપરાધિક ગુના માટે નોટિસ ફટકારી છે. શક્તિસિંહ ગોહિલે ઉત્તર ભારતીયો પર ગુજરાતમાં થઈ રહેલા હુમલા અંગે સીએમ રૂપાણીએ ખોટી રીતે તેમને જવાબદાર ગણાવ્યા હોવાના આરોપ સાથે બે દિવસમાં તેમને માફી માંગવા જણાવ્યું હતું. જો તે બે દિવસમાં માફી નહી માંગે તો તેમના વિરૂદ્ધ માનાહાની અને આપરાધિક ગુનો દાખલ કરશે એવી ચીમકી આપી હતી. આ અંગે તેમણે 18 ઓક્ટોબરના રોજ સીએમ વિજય રૂપાણીને નોટિસ ફટકારી હતી. તેમણે કહ્યું હતું કે સીએમ રૂપાણીએ બે સપ્તાહની અંદર આ નોટિસનો જવાબ આપવો પડશે. નોંધનીય છે કે ગુજરાતમાં ઉત્ચર ભારતીયો પર…