દિવાળી બાદ રાજ્યમાં ઠંડીએ પોતાનો ચમકારો બતાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં સવારે અને સાંજે જોરદાર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી ઠંડુ શહેર ગાંધીનગર બન્યું છે. જ્યાં દિવસનું તાપમાન 33 ડિગ્રી સુધી પહોંચ્યું છે અને રાતના સમયે 16.6 ડિગ્રી જેટલું નીચે સરકી ગયું છે. આ ઉપરાંત અમદાવાદ,કંડલા , ડીસા અને ભાવનગર સહિતનું તાપમાન 15 થી 16 ડિગ્રી જેટલું નોંધાયું છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો પારો 10 ડિગ્રી નોંધાયો હતો. આમ હવે ઠંડી ધીમે ધીમે તેની અસર દેખાડી રહી છે. આગામી દિવસોમાં હજી ઠંડીનો પારો નીચે સરકશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં…
કવિ: Satya-Day
ઉત્સાહ અને રંગો સાથે દિવાળીનો તહેવાર પુરો થઈ ગયો, જો કે આ વખતે માર્કેટ ઠંડુ હોવાથી હજુ શહેરના વેપાર ધંધાની રોનક ફરી પાછી પાટે ચઢવામાં સમય લાગે તેવું દેખાય રહ્યું છે. શહેરના કાપડ અને હીરા ઉદ્યોગમાં વેકેશન જેવા હાલ છે. કમસેકમ લાભપાંચમ સુધી તો બંને ઉદ્યોગોમાં વેપાર સાવ બંધ રહેશે. એટલે, ત્યારબાદ થોડુ ઘણું પણ કામકાજ થાય તેવી શક્યતા જોવાય છે. વેપાર-ઉદ્યોગની ખસ્તા હાલતને લીધે ફરી વેપારમાં ગતિ આવતા હજુ પખવાડિયુ લાગે એવું લાગી રહ્યું છે. આવી હાલત વચ્ચે શનિવારે શહેરમાં રિંગરોડ અને ઉમરવાડા જેવા કાપડમાર્કેટ ધરાવતા વિસ્તારોમાં રસ્તાઓ અને કાપડ માર્કેટ્સ પણ સૂમસામ ભાસતા જોવા મળતી હતી. રસ્તાઓ ઉપર જાણે…
દુનિયા ટેક્નોલોજીના ક્ષેત્રે પ્રગતિ કરી રહી છે. જેમાં ચીન તો અમેરિકાથી પણ ટેક્નોલોજીની બાબતમાં આગળ નીકળી ગયું છે. ન્યૂઝ ચેનલ વાંચવા માટે માણસ પણ નથી રાખ્યો અને રોબોટ પણ નથી રાખ્યો તો આ છે કોણ? ભલે આપણે એમ કહેતા હોઇએ કે ચીનની વસ્તુઓ વધારે ચાલતી નથી, પણ તે જે બનાવે, તે જોતા સમયે આપણી આંખો ચાર જરૂર થઇ જાય છે. આજે પણ ભારતની ફ્લાઇટ્સમાંથી હજ્જારો ચાઇના મોબાઇલ ઉતરે છે, એ જ દર્શાવે છે કે ટેક્નોલોજીમાં ચીન દુનિયામાં આગળ છે અને હવે ચીનનો આનમૂનો પણ જોઇ લો. ચીને પહેલો આર્ટિફિશિયલ ઇંન્ટેલિજન્ટ બેસ્ટ ન્યૂઝ એંકર તૈયાર કર્યો છે. સુત્રો પાસેથી મળેલી માહિતી…
વર્ષ 2009 માં નહારિકા સિંહને મસ લવલી ફિલ્મમાં નવાજુદ્દીન સાથે કામ તકવાનો મોકો મળ્યો હતો. એકટ્રેસે જણાવ્યું હતું કે ફિલ્મ દરમિયાન તે નવાજુદ્દીનના સંપર્કમાં આવી અને તેની વધારે નજીક આવી ગઈ હતી. નિહારીકાએ જણાવ્યું હતું કે ‘મે એટલા માટે આ વાત જાહેર કરવાનું વિચાર્યું કે લોકોને સમજાય કે ગેરવર્તનનો અર્થ શું થાય છે અને કોને સજા અપાવવી જોઈએ. હું આ પ્રકારના ઘણા શોષણમાંથી પસાર થઈ છું. ખાસ કરીને મોંડલીંગ અને બોલિવુડના કરિયરમાં મને આ પ્રકારના અનુભવોનો સામનો કરવો પડ્યો છે’. ‘મિસ ઈન્ડિયા’ બન્યા પછી રાજકુમારે તેને પોતાની પહેલી ફિલ્મ માટે પસંદ કરી હતી, પણ ત્યારબાદ ટી સિરિઝના માલિક ભુષણ કુમારે …
CBIમાં ચાલી રહેલા વિવાદમાં રાકેશ અસ્થાનાએ CVC સમક્ષ આપેલી જૂબાનીમાં લાંચ પ્રકરણની હવા નીકળતી દેખાઈ રહી છે. રાકેશ અસ્થાનાએ CVCને સ્પષ્ટ રીતે કહ્યું કે જ્યારે લાંચ પ્રકરણની તારીખની વાત છે ત્યારે હું લંડનમાં હતો. રાકેશ અસ્થાના અને આલોક વર્મા પર લાગેલા આરોપોની CVC તપાસ કરી રહ્યું છે. CVC સમક્ષ હાજર થવાનું ફરમાન મોકલવામાં આવતા રાકેશ અસ્થાના હાજર થયા હતા. પોતાની સફાઈમાં રાકેશ અસ્થાનાએ નવા તથ્યો સામે મૂક્યા છે. સીબીઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ હૈદ્રાબાદના વેપારી સના સતીષની ફરીયાદના આધારે સીબીઆઈએ રાકેશ અસ્થાના વિરુદ્વ લાંચનો કેસ કર્યો છે. સનાની જૂબાની બાદ મામલો વધુ ઘેરાતો જઈ રહ્યો છે. સતીષ પાસેથી ત્રણ કરોડ રૂપિયાની…
દિવાળીની ઉજવણી ધામધુમથી ઉજવાય છે પણ આ દિવાળી ઘણા લોકો માટે દુખદાયક બની જાય છે. દિવાળીમાં જ વર્ષનું સૌથી લાંબું વેકેશન હોવાથી ઈમરજન્સીમાં લોકો સારવારનો ખર્ચ પણ વધારે ચૂકવે છે. આ દિવાળી વેકેશનમાં આખા વર્ષની સરખામણીમાં 108 ઈમરજન્સી સેવાને 17 ટકા વધારે કોલ મળ્યા હતા. દિવાળીના તહેવાર દરમિયાન 7 નવેમ્બરથી 10 નવેમ્બર સુધીમાં 108 એમ્બ્યુલન્સ હેલ્પ લાઈન પર સમગ્ર રાજ્યમાંથી રેકોર્ડ બ્રેક ઈમરજન્સી કોલ આવી રહ્યા છે. જેમાં દીવાળી અને નવા વર્ષ દરમિયાન માત્ર બે દિવસમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 7033 કોલ નોંધાયા છે.
વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરાયા બાદ જોવા માટે લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. શનિવારે 23,66 લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળ્યું હતું. પાછલા 10 દિવસમાં એક લાખ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કર્યા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને બે કરોડ રૂપિયાની આવક થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. માત્ર નવ દિવસમાં આ આવક 1,76,84,465 પર પહોંચી ગઈ હતી અને નવ દિવસમાં આશરે 74,671 લોકો અહીં જોવા આવ્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સંકળાયેલા વિવિધ ભાગો નિહાળવા માટેના દરો નિયત કરાયા છે. જેમાં પુખ્ત વયના પ્રવાસીઓ માટે…
કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહે છે. કચ્છમાં આજ રોજ બપોરના સમયે ભૂકંપનો આંચકો અનુભવતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. આજ રોજ બપોરે 12.57 ના સમયગાળા ગરમિયાન લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો. લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સિસ્મોગ્રાફીના અહેવાલમાં ભુકંપનું કેન્દ્રબિંદું ભચાઉથી લગભગ 14 કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ કોઈ જાના હાની સર્જાઈ નથી. હાલ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
ગુજરાત સરકારે ખેડુતોના પાક માટે ટેકાના ભાવ જાહેર કરતા ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડુતોની નારાજગી બહાર આવી રહી છે. સુરતના ખેડુતોએ ચોખા-ડાંગરના ટેકાના ભાવ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત સરકારે ભારે વિવાદ બાદ ટેકાના ભાવ જાહેર કર્યા પણ તેમાં મૂળભૂત હકીકતને ધ્યાને લીધા વિના જ ભાવ જાહેર કરતા ખેડુતોમાં મોટાપાયા પર રોષ ભભૂકી રહ્યો છે. તો આવામાં સુરત જિલ્લાના ખેડુતોએ સરકારને પાક નહીં વેચવાનો નિર્ણય કર્યો છે. સુરતના પાલ ગામના ખેડુત જયેશ પટેલે જણાવ્યું કે સરકારે ચોખા અને ડાંગરના ભાવ એક મણના 350 રૂપિયા જાહેર કર્યા છે જ્યારે માર્કેટ ઊંચું છે. સરકારે જાહેર કરેલા ભાવની સામે…
અવાર નવાર ચર્ચામાં રહેતો સંજય દત્ત દિવાળીના સમયે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.સામાન્ય લોકોની જેમ બોલિવુડ સ્ટાર્સે પણ ખુબ ધુમધામથી દિવાળી ઉજવી હતી. પણ આ દિવાળીમાં સજય દત્તે એક ફોટોગ્રાફ પર ગાળોનો વરસાદ વરસાવ્યો હતો. દિવાળી સેલિબ્રેશનના સમયે સંજય દત્તે નશાની હાલતમાં ફોટોગ્રાફરને કહ્યું કે તમારે ઘરે દિવાળી નથી. આટલું કહ્યા પછી સંજય દત્તે ફોટોગ્રાફરને ગાળો આપી હતી. વારંવાર ફોટો લેતા ફોટોગ્રાફ સામે સંજય દત્ત ગુસ્સે ભરાયો હતો અને ફોટોગ્રાફર સાથે ખરાબ વર્તન કર્યું હતું. એક વ્યક્તિએ ફોટોગ્રાફરને ત્યાંથી જવાની વાત કરી હતી પણ તે છતા તે ન જતા સંજય દત્ત તેના પર ભડક્યો હતો.