શહેરના પાલડી વિસ્તારમાં એક બિઝનેસમેનના એકના એક પુત્રએ નવમા માળેથી કુદીને આત્મહત્યા કરી લેતા હંગામો મચવા પામ્યોછે. યુવકની આત્મહત્યાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. પરિમલ અંડરપાસ નજીક રહેતા પ્રકૃતિ એપાર્ટમેન્ટના નવમાં ફ્લોર પર રહેતા શૈલેષભાઈનો 20 વર્ષના પુત્ર શાહીલે થોડા સમય પહેલા જ બીબીએ પુરા કર્યા હતા. તે તેના પિતાની રિયલ એસ્ટેટ કંપની સ્પેશ અનલિમિટેડમાં સીઈઓ તરીકે જોડાયો હતો. શાહુલે આજે સવારે તેના પિતા સાથે નાસ્તો કર્યો અને ત્યારબાદ અચાનક નવમાં માળેથી છલાંગ લગાવી દીધી. આ દરમિયાન ફ્લેટના પાર્કિગમાં કાર વોશ કરતા બે લોકોએ તેના પડવાનો અવાજ સાંભળ્યો અને તેઓ દોડી આવ્યા. તેમણએ શાહીલના પરિવારને જાણ કરી. હાલ તેના…
કવિ: Satya-Day
31મી ઓક્ટોબરે લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની જયંતિ છે અને આ વખતે જયંતિ ખાસ બની જવાની છે. હકીકતે આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીને રાષ્ટ્રને અર્પણ કરવાના છે. આ વિશ્વની સૌથી ઊંચી ગગનચૂંબી પ્રતિમા છે. આજે વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં પણ આ કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે સરદાર પટેલ જમીન સાથે સંકળાયેલા હતા હવે તેઓ આકાશની પણ શોભા વધારશે. આ દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ છે. મૂર્તિની સામે ચીનની સ્પ્રીંગ બુદ્વની 120 મીટરની મૂર્તિ અને અમેરિકાનું 90 મીટર ઊંચું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી નાનું લાગે છે. સરદાર પટેલની મૂર્તિની ઊંચાઈ છે 182 મીટર છે. આના માટે…
કોંગ્રેસના નેતા શશી થરુરે કોંગ્રેસને ફરી વાર મુશ્કેલીમાં મૂકી દીધી છે. બેંગ્લોરમાં પત્રકાર પરિષદ દરમિયાન શશી થરુરે આરએસએસના નેતાના એક નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. થરુરે દાવો કર્યો કે આરએસએસના નેતાએ એવું કહ્યું હતું કે મોદી તો શિવલીંગ પર ચોંટેલા બિચ્છુ જેવા છે. જેને ન તો હટાવી શકાય છે અને ન તો ચંપલથી મારી શકાય છે. થરુરની ટીપ્પીણી પર તરત જ ભાજપે રિએકશન આપ્યા. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે થરુરની ટીપ્પણી શરમજનક છે. જ્યારે ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસૈને કહ્યુ કે થરુરે તમામ મર્યાદાઓ વટાવી દીધી છે. આ પહેલાં થરુર અનેક નિવેદનને લઈ વિવાદોમાં આવી ચૂક્યા છે. આ વર્ષના જુલાઈ મહિનામાં…
જગતભરમાં મશહુર સુરતનો હીરા ઉદ્યોગ હાલના દિવસોમાં કપરી સ્થિતિમાં મકાઈ ગયો છે. લગભગ 1 લાખ કરોડની ડાયમંડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયલા કારીગરોના માથે બેરોજગારીની તલવાર લટકી રહી છે. હાલના દિવસોમાં જ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અને બેરોજગાર થઈ ગયેલા 8 જેટલા કારીગરો આપધાત કરી ચુક્યા છે. હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલા દિનેશના દિવાળી પછી લગ્ન હતા અને તેનો પગાર બે મહિના પહેલા અડધો થઈ ગયો હતો. બોસે તેને બીજી નોકરી શોધી લેવા કહ્યું. દિનેશ માથે આભ તુટી પડ્યું અને તેણે કારખાનામાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. હીરા ઉદ્યોગ સંકળાયેલા દિનેશ જેવા ઘણા કારીગરો મોતને ઘાટ ઉતરી રહ્યા છે. હાલમાં જ…
ગુજરાતમાં દિવસે-દિવસે બગડતી રાજકીય સ્થિતિના અનુસંધાને વડાપ્રધાન મોદી ગુજરાત વહેલા આવશે. તેઓ 30મી ઓક્ટોબરે રાત્રે જ અમદાવાદ આવી જવાના હોવાની માહિતી મળી રહી છે. ગુજરાત સરકાર સામે કોઈકને કોઈક રીતે આંદોલનો ચાલી રહ્યા છે. ગુજરાત ભાજપની નેતાગીરી તમામ આંદોલનને થાળે પાડવામાં નાકામ રહી છે. એક રીતે કહીએ તો સરેઆમ નિષ્ફળ રહી છે. વિજય રૂપાણી, નીતિન પટેલ અને જીતુ વાઘાણીની ત્રિપુટીના રાજમાં ભાજપનો ગ્રાફ ચઢવાના બદલે સતત ડાઉન થઈ રહ્યો છે. ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે કે વડાપ્રધાન મોદી ગુજરાત ભાજપની સ્થિતિને લઈ ચિંતામાં છે. તાજેતારમાં પરપ્રાંતીયો પર હુમલા, પાટીદાર અનામત આંદોલન, ઓબીસી આંદોલન, સરકારી-અર્ધ સરકારી કર્મચારીઓના આંદોલનો, દુષ્કર્મની બની રહેલી…
દેશમાં શિયાળો શરૂ થવાની તૈયારી જ છે ત્યાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સલુપરજ હવે પહેલા જેવો તપતો નથી, ત્યારે કચ્છમાં શિયાળાની ઋતુ અત્યંચ આહલાદક બની ગઈ છે. 1 નવેમ્બરથી કચ્છમાં રણોત્સવ શરૂ થવાની તૈયારીમાં છે. જો તમે જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ વાત જરૂરથી જાણજો. આ વર્ષે 1 નવેમ્બર 2018થી 20 ફેબ્રુઆરી 2019 સુધી રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છના સંગીતકારો, નૃત્યકારો, ભરતકામ કરનારા કારીગરો ભાગ લેશે. અહીં તમે કચ્છની સંસ્કૃતિ ખુબ નજીકથી માણવા મળશે. આ સાથે તમને ગુજરાતના શ્રેષ્ઠ ભોજનનો પણ સ્વાદ મળી રહેશે. આખા દેશમાં રણોત્સવ ખુબ પ્રખ્યાત અને લોકોને મનગમતો મેળો છે. ખુબ લોકપ્રિય…
હાર્દિક પટેલે ફેસબુક પર લાઈવ થઈ 31મી તારીખે વંથલી ખાતેના ખેડુત સત્યાગ્રહના કાર્યક્રમ બાબતે લોકોને જોડાવા માટે આહવાન કર્યુ હતું. સાથે સાથે હાર્દિકે પોતાના પર દિનેશ બાંભણીયા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો તેનું નામ લીધા વગર જવાબ આપ્યો છે અને કહ્યું છે કે જ્યારે-જ્યારે આવી રીતે કોઈ કાર્યક્રમ હોય છે ત્યારે તેને નિષ્ફળ બનાવવાના પ્રયાસ થાય છે, પણ આપણે ખેડુતોના હિતમાં કાર્યક્રમને સફળ બનાવીએ. હાર્દિકે કહ્યું કે જો નરેન્દ્ર મોદી પોતાના સ્વાર્થ માટે 182 ફૂટની મૂર્તિ બનાવી શકતા હોય તો અમે પણ 10 ફૂટની મૂર્તિ બનાવી છે. ભાજપ દ્વારા કાઢવામાં આવેલી એકતા યાત્રામાં સરદાર સાહેબની મૂર્તિઓને રઝળતી મૂકી દેવામાં આવી છે.…
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે લાહોર હાઇકોર્ટના આદેશને ફગાવી દીધો છે, સુપ્રીમ કોર્ટ સ્થાનિક ટીવી ચેનલો પર ભારતીય કાર્યક્રમોના પ્રસારણ પર પ્રતિબંધ પર અડગ રહી છે. હવે પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો રિલિઝ થશે નહીં. મુખ્ય ન્યાયાધીશ સાકિબ નિસારે યુનાઇટેક પ્રૉડ્યૂસર્સ એસોસિએશન દ્વારા સુપ્રીમ કોર્ટ કરાચી રજિસ્ટ્રીમાં સ્થાનિક કોર્ટે ભારતીય કાર્યક્રમોના પ્રસારણનં બંધ કરવાના આદેશ આપતા કહ્યું કે, “તે અમારા બંધારણનું ઉલ્લંઘન કરે છે. શું આપણે તેમની ચેલનો પર પ્રતિબંધ નથી લગાવી શકતા?” રિપોર્ટ્સ અનુસાર, ન્યાયાધીશે કહ્યું કે સંબંધિત અધિકારીઓને માત્ર યોગ્ય કન્ટેન્ટ જ પ્રસારિત કરવી જોઇએ.ટીવી ચેનલો પર વિદેશી કાર્યક્રમો બતાવવા સંબંધી એક અરજી મામલે પોતાનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન…
જો તમે પાસપોર્ટ બનાવવા અથવા તેને રિઇશ્યૂ કરવાને લઇને પાસપોર્ટ ઓફિસના ચક્કર લગાવી રહ્યા છો, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. આ કામ હવે તમે પાસપોર્ટ ઓફિસ ગયા વગર કરી શકો છો. હવે સરકારે સરકારી પોર્ટલ પાસપોર્ટ સેવા પાસપોર્ટ બનાવવાની સાથે તેને રિઇશ્યૂ કરાવવાની સુવિધા પણ ઓનલાઇન આપે છે. જાણો શું છે પ્રોસેસ પાસપોર્ટ રિ ઇશ્યૂ ક્યારે કરવો પડે. પાસપોર્ટના પેજ પુરા થઇ જવા પર પાસપોર્ટની વેલિડિટી પુરી થવા પર અથવા ખતમ થવાની હોય. પાસપોર્ટ ખોવાઇ જાય અથવા ચોરી થઇ જાય. પાસપોર્ટ ડેમેજ થઇ જવા પર, પર્સનલ ડિટેલ્સ ચેન્જ કરવાની હોય. સ્ટેપ 1 પાસપોર્ટ સેવા ઓનલાઇન પોર્ટલ https://portal2.passportindia.gov.in પર રજિસ્ટ્રેશન…
સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના મામલે સુરતના પોલીસ કમિશનર સતીષ શર્માએ મોટો ખુલાસો કર્યો છે. રાકેશ અસ્થાના જ્યારે સુરતના સીપી હતા ત્યારે 20 કરોડ રૂપિયાનું પાર્ટી ફંડ ભાજપમાં પહોંચતું કરવામાં આવ્યું હોવા અંગે સતીષ શર્માએ જાતે કેટલીક સ્પષ્ટતા કરી હતી.2011 થી 2016 સુધીના તમામ હિસાબો ચેક કરવામાં આવ્યા છે. સુરતના પોલીસ કમિશનર સતીશ શર્માએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે રાકેશ અસ્થાના જ્યારે સુરતના સીપી હતા ત્યારે તેમણે સુરત પોલીસ વેલ્ફેર ફંડમાંથી 20 કરોડ રૂપિયા ભાજપને પાર્ટી ફંડ તરીકે આપ્યું હતું. મીડિયામાં આવેલી આ હકીકત અંગે રેકોર્ડ ચેક કરવામાં આવ્યા છે. આ વાત ખોટી છે. બેબુનિયાદ છે. આવી રીતે કોઈ રૂપિયા…