કવિ: Satya-Day

મુંબઈમાં હાઉસફફુલ ૪ના શુટિંગ દરમ્યાન છેડછાડની ઘટનાનો મામલો સામે આવ્યો છે. આ ફિલ્મના ડાન્સર્સએ આરોપ લગાવ્યો છે કે ૨ લોકોએ તેમની જોડે ખરાબ રીતે છેડછાડ કરી છે.આ ઘટના બાદ ૧૦૦થી પણ વધારે ડાન્સર્સ પોલીસ સ્ટેશન પહોચી ગયા હતા અને આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. હાઉસફફુલ ૪ના શુટિંગ કરી રહેલા ડાન્સર્સનો આરોપ છે કે કેટલાક લોકો બળજબરીપૂર્વક સેટ પર આવી ગયા હતા અને મહિલા ડાન્સર્સ સાથે છેડછાડ કરવા લાગ્યા. ૬  આરોપીમાંથી એકનું નામ પવન શેટ્ટી છે પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સેટ પર ડાન્સર્સ સાથે છેડછાડ થયા બાદ ૧૦૦ ડાન્સર્સ ભેગા મળીને પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધવા પહોચ્યા હતા…

Read More

                               સની લિયોની જ્યારે પણ સ્ક્રીન પર આવે છે, ત્યારે ત્યારે તે ધુમ મચાવી દે છે.. બેબી ડોલ મેં સોને દીથી લઈને લૈલા ઐ લૈલા સુધી સનીના અનેક આઈટમ સોંગ્સ લોકોને પસંદ આવ્યા છે. ત્યારે હવે ડર્ટી ગર્લ નામથી સની લિયોનીનું વધુ એક ડાન્સિંગ સોંગ રિલીઝ થયું છે. આ ગીતમાં સની સાથે ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ કરિશ્મા તન્ના પણ છે.                                  અત્યાર સુધી પોતાના ગીતોમાં એકલી નજર આવતી સની આ ગીતમાં…

Read More

દેશના રિચેસ્ટ બિઝનેસમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં છેલ્લાં એક વર્ષ દરમિયાન દરરોજ રૂ.300 કરોડનો ઉમેરો થયો છે. બર્કલેઝ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2018માં આ વાતનો ખુલાસો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 3 લાખ 71 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ સાથે આ યાદીમાં સતત સાતમાં વર્ષે પહેલાં સ્થાને રહ્યાં છે. આ ઉપરાંત સૌથી ધ્યાનાકર્ષક છે કે, આ યાદીમાં બીજા, ત્રીજા અને ચોથા સ્થાને રહેલા અનુક્રમે એસપી હિન્દુજા એન્ડ ફેમિલી, એલએન મિત્તલ એન્ડ ફેમિલી અને અઝિમ પ્રેમજીની સંપત્તિના કુલ સરવાળા કરતાં મુકેશ અંબાણીની સંપત્તિ વધારે થાય છે. આ સિવાય જણાવવાનું કે, બર્કલેઝ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2018એ બહાર પાડેલા લિસ્ટમાં ગુજરાતના કેટલાંક…

Read More

વડાપ્રધાન મોદી પોતાના લૂકને કારણે ખાસ ચર્ચામાં રહે છે, કોઇ દેશના પ્રવાસે હોય તો ખાસ સૂટ પહેરે છે, તો દેશમાં કોટી અને કુર્તામાં નજરે પડે છે, પરંતુ હાલ સોશિયલ મીડિયા પર એક વાતની ખાસ ચર્ચા થઇ રહી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદીએ મેકઅપ માટે એક મહિલા રાખી છે, જેને મહિને 15 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવે છે. આ એક ફેક ન્યુઝ છે, જેમાં નરેન્દ્ર મોદીના સ્ટેચ્યુનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ સાથે તેમના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે . હકીકતમાં વડાપ્રધાન મોદી કોઈ જાતનો મેક-અપ કરતા નથી. તમે મેડમ તુસાદ્સનું નામ…

Read More

હવે પોર્ન વેબસાઈટ બ્લોક થઈ જશે. સરકારે ઇન્ટરનેટ સર્વિસ પુરી પાડતી તમામ કંપનીઓને નોટિસ જાહેર કરી છે કે તેઓ  તેઓ 827 પોર્ન વેબસાઇટ બ્લોક કરે. ઉત્તરાખંડ હાઇકોર્ટનાં આદેશ બાદ કેન્દ્ર સરકારે આ આદેશ જાહેર કર્યા છે. ઉત્તરાખંડ સરકારે 27 સપ્ટેમ્બર, 2018 ના રોજ આ આદેશ આપ્યો હતો. ઉત્તરાખંડ હાઇકોર્ટે 857 પોર્ન વેબસાઇટ બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, ઇલેક્ટ્રોનિક એન્ડ આઇટી મંત્રાલયને 30 વેબસાઇટમાં કોઇ વાંધાજનક મળ્યું નહોતું. આથી આ મંત્રાલયે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમને 827 પોર્ન વેબસાઇટ બ્લોક કરવા સૂચના આપી છે. આ તમામ વેબ પોર્ટલનાં હાઇકોર્ટનાં ઓર્ડરમાં નામ આપેલા હતા.

Read More

અમદાવાદના બોપલ વિસ્તારમાં વર્ષ 2003ના હાઈપ્રોફાઇલ અને ચકચારિત સજની હત્યા કેસમાં અમદાવાદ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે હત્યારા પતિની બેંગલુરુથી ધરપકડ કરી લીધી છે. આરોપી પતિએ અન્ય યુવતી સાથેના પ્રેમસંબંધમાં 26 વર્ષીય પત્નીની હત્યા કરી નાંખી હતી અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે પંદર વર્ષ પછી તેને પકડી પાડ્યો છે. ફિમેલ RJ સાથેના પ્રેમસંબંધમાં 26 વર્ષીય પત્ની સંજનીની હત્યા પછી તરુણ જિનરાજ બેંગલુરુ ભાગી ગયો હતો અને દિલ્હીની કંપનીમાં ઓળખ છુપાવીને નોકરી કરતો હતો. તરુણ અહીં પ્રવીણ ભટેલીના નામથી રહેતો હતો. તેણે પોતાના મિત્રનું નામ ધારણ કરી લીધું હતું વિગત મુજબ તરુણ ઓરેકલ કંપનીમાં સિનિયર મેનેજર…

Read More

ગુજરાતી લોક ગાયિકા કિંજલ દવે પર નવરાત્રી દરમિયાન અમદાવાદમાં કાર રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો આજે સામે આવેલી અન્ય એક ઘટનામાં કિંજલ દવેને ચાલુ કાર્યક્રમ દરમિયાન હડસેલી બાઉન્સરો સાથે ઝપાઝપી થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિગત મુજજ કિંજલ દવે તેની ટીમ સાથે 23મી ઓક્ટોબરે માઉન્ટ આબુ ખાતે આવેલા રિસોર્ટમાં પ્રોગ્રામમાં ગરબા ગાવા માટે ગઈ હતી. ગરબાના કાર્યક્રમ દરમિયાન કેટલાક ઉશ્કેરાયેલા યુવાનોએ કિંજલ દવે અને તેની ટીમ સાથે રીતસરનો ઝઘડો કર્યો હોવાનું જણાય છે. યુવાનો સ્ટેજ સુધી ઘસી આવ્યા હતા. કેટલાક સમય માટે ગરબાના કાર્યક્રમને બંધ કરી દેવામાં આવ્યો હતો. વીડિયો જોતાં એવું લાગે છે કે યુવાનોએ…

Read More

હરીયાણા-પંજાબ હાઈકોર્ટે આસારામના પુત્ર અને સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાઈને જામીન આપવાનો હુકમ કર્યો છે. નારાયણ સાઈ પર હત્યા અને યૌન ઉત્પીડનના આરોપ છે. હાઈકોર્ટમાં સતત સુનાવણી કરવામાં આવી હતી. હરીયાણા સરકારે માગ કરી હતી કે નારાયણ સાઈને કોઈ પણ સંજોગોમાં જામીન આપવામાં આવે નહીં, કારણ કે નારાયણ પર ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. હરીયાણા સરકારે જામીન આપવાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું નારાયણ સાઈ કેસને અસર કરી શકે છે. સરકારે કહ્યું કે નારાયણ સાઈ પર કુલ નવ કેસ ચાલી રહ્યા છે. હરીયાણા સરકારે કહ્યું કે તમામ કેસમાં નારાયણ સાઈ મુખ્ય આરોપી છે. પાછલી સુનાવણીમાં કોર્ટે સરકારને ત્રણ…

Read More

કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા સોશિયલ મીડિયા પર આને લઈ ગરમાગરમ ચર્ચા શરૂ થઈ ગઈ છે. સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પરના નિવેદનને લઈ વિવાદમાં ઘેરાયેલા સ્મૃતિ ઈરાનીએ ટીકાકારોને પોતાના આગવા અંદાજમાં જવાબ આપ્યો તો ખરો પણ જે ફોટો મૂક્યો તેને લઈ નેટીઝન્સ દ્વારા જોરદાર ચર્ચા કરવામાં આવી રહી છે. સ્મૃતિ ઈરાનીએ જે ફોટો શેર કર્યો તેમાં તેમનું મોઢું બંધાયેલું છે. ફોટો સાથે કેપ્શન લખી છે કે” હમ બોલેગે તો બોલોગે કે બોલતા હૈ.” સ્મૃતિ ઈરાનીનો જવાબ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કેટલાય લોકોએ આ ફોટોની ટીકા કરી છે, તો કેટલાકે જવાબ આપવાના ઈરાનીની…

Read More

ઓફિસ ઓફ પ્રોફીટને લઈ આમ આદમી પાર્ટી(AAP)ને મોટી રાહત મળી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લાભના પદનો ઉપયોગ કરવા બદલ AAPના 27 ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાની અરજીને ફગાવી દીધી છે. દિલ્હીની હોસ્પિટલો સાથે સંકળાયેલી રોગી કલ્યાણ સમિતિના પ્રમુખ તરીકે ધારાસભ્યોની નિમણૂંક કરવામાં આવી હતી અને ઓફિસ ઓફ પ્રોફીટ અંતર્ગત ઘારાસભ્યો વિરુદ્વ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે રાષ્ટ્રપતિએ ચૂંટણી પંચના અભિપ્રાયના આધારે ગેરલાયક ઠેરવવાની અરજીને ફગાવતા આદેશ પર સહી કરી દીધી છે. ચૂંટણી પંચે અરજીને વિચારયોગ્ય નહી માની હતી. જેથી કરીને આવા પ્રકારની અરજી રાષ્ટ્રપતિ પાસે મોકલી આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ વિમર્શ કરી તે અરજીને ફરી…

Read More