પોતાના ટેસ્ટ સાથે ગંદકીને લીધે પણ વધુ ચર્ચામાં રહેતી પાણીપુરી વધુ એક વખત ચર્ચામાં છે. ઓક્ટોબરમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા પાણીપુરીના 9 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 8 સેમ્પલ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થયા હતા. તમારી મનપસંદ પકોડી તમને ક્યારેક બિમારીમાં મુકી શકે છે. પાણીપુરીવાળા પાસેથી સેમ્પલ લેવામાં આવે ત્યારે તેના રગડો, મસાલો અને પાણીના સેમ્પલ લેવાય છે. આ સાથે તેની પુરી પણ ખાવાલાયક તેલમાં તળેલી હોય છે. તે જ્યારે બનતી હોય છે તે વિસ્તાર પણ અત્યંત ગંદકી લાયક હોય છે. પાણીપુરીનો લોટ પણ પગથી બાંધેલો હોય છે. પાણીપુરીવાળાઓની થોડા સમય પહેલા એક બેઠક થઈ હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે…
કવિ: Satya-Day
જો તમે એક સરકારી કર્મચારી હોવ તો કદાચ તમને નોકરીમાંથી છૂટા થયા બાદ પેન્શન મળશે, પણ જો તમે કોઈ ખાનગી કંપનીમાં કામ કરતા હોવ તો તમને કોઈ પણ જાતનું પેન્શન મળશે નહીં. જો તમે બેરોજગાર હોવ તો સરકાર તરફથી કે બીજી કોઈ પણ અન્ય જગ્યાએથી પેન્શનની કોઈ તક નથી. પણ આ એક એવી પેન્શન યોજના છે જે તમને પેન્શન ભોગી બનાવી દેશે, ભલે તમે બેરોજગાર કેમ ના હોવ. આ યોજના સરકારી કર્મચારીઓ, પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા અધિકારીઓ, મહિલાઓ, પુરુષો અને વિદ્યાર્થીઓ માટે પણ છે. આ યોજનાનો લાભ કોઈ પણ ધર્મના લોકો લઈ શકે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે તમારી…
પેટ્રોલ ડિઝલના વધતા જતા ભાવને કારણે હાલ આખો દેશ આક્રોશમાં છે. ઈંઘણના વધતા જતા ભાવને કારણે જનતા ખુબ દુખી છે. લોકોના આ આક્રોશને દુર કરવા માટે દેશના સૌથી અમિર વ્યક્તિ ગણાતા એવા મુકેશ અંબાણી તરફથી એક ગુડ ન્યુઝ આવી રહ્યા છે, જે તમને ચોંકાવી દેશે. મુકેશ અંબાણી એ વ્યક્તિ છે જેણે દેશની તમામ જનતાને સારી ઈન્ટરનેટ સ્પીડ સાથે મફત ઈન્ટરનેટ ચલાવવાની ભેટ આપી. હવે એવું સાંભળવા મળી રહ્યું છે કે તેઓ પોતાના પેટ્રોલ પંપ ખોલશે, જ્યાં દેશની જનતાને 20 રૂપિયા સસ્તુ પેટ્રોલ મળશે. સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે મુકેશ અંબાણી ફરીથી તેમના પેટ્રોલ પંપનો બિઝનેસ શરુ કરવાનું વિચારી રહ્યા છે.…
કેન્દ્ન સરકાર દ્વારા લોન લેવાની પ્રક્રિયાને ખુબ સરળ બનાવી દેવામાં આવી છે. નાણા મંત્રાલયના કહ્યા પ્રમાણે હવે ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે બેંકની બ્રાન્ચમાં જવાની કોઈ જરૂર નથી. લોકોની સુવિધાને વધારવા માટે સરકારે ‘જન ધન દર્શક’ એપ નામની એક મોબાઈલ એપ લોન્ચ કરી છે, જેની મદદતી સરળતાથી લોન લઈ શકાય છે. આ એપના ગ્રાહકો સમગ્ર દેશમાં કોઈ પણ જગ્યાએથી બેંકના બ્રાન્ચનું સરનામું જોઈ શકે છે. અહીં તેમના એટીએમંની માહિતી ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સાથે તેમના આઈએફએસસી કોડની માહિતી પણ આપવામાં આવી છે. આ એપ્લિકેશનમાં તમે તમારો ફીડબેક પણ આપી શકો છો. આ એપ હિન્દી અને અંગ્રેજી બંનેમાં ઉપલબ્ધ છે. આ…
હાર્દિક પટેલ આજકાલ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્વ મેદાને પડ્યો છે. એક પછી એક જંગી જાહેરસભાઓને સંબોધન કરી રહ્યો છે. હાર્દિકે જબલપુરમાં મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિકે શિવરાજસિંહ ચૌહાણ સહિત તેમના મંત્રીઓને આડે હાથે લીધા હતા. હાર્દિકે મધ્યપ્રદેશ સરકાર અને તેમના મંત્રી તથા ધારાસભ્યોની સરખામણી ગધેડા સાથે કરી હતી. હાર્દિકે કહ્યું કે અમારી જનતાએ ગધેડા જેવા નેતાઓને ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા છે. અને આના કારણે આજે આપણે પણ ગધેડાની જેમ ભમી રહ્યા છે. શિવરાજ સરકારની જાહેરાતને લઈ કહ્યું કે રોજે રોજ તેઓ નવી નવી યોજનાઓની જાહેરાત કરી રહ્યા છે પણ તેનો અમલ થઈ રહ્યો નથી. હાર્દિકે કહ્યું કે મધ્યપ્રદેશના લોકો મને હંમેશા…
ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ પીવા માટે છૂટછાટની સંભાવના ખૂબ ઓછી હોવાથી રાઈટ ટુ પ્રાઈવસી હેઠળ ઘરમાં દારૂ પીવાની છૂટ અંગે કોર્ટમાં અરજી આપવામાં આવી છે. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન આ મામલે રાજ્ય સરકારને પોતાના મંતવ્યો જણાવવા માટે કહ્યું છે. આ મામલે વધુ સુનાવણી આગામી મંગળવારના રોજ હાથ ધરાશે. આ એક્ટ હેઠળ દરેક વ્યક્તિને પોતાની મરજી મુજબ જીવવાનો અધિકાર છે, તેથી જ સરકાર પાસે આ માંગ કરવામાં આવી છે. હાલમાં ગુજરાત સરકારે ઘણી પરમિટો રદ કરી દીધી છે. આ પરથી સરકાર તરફથી કોઈ પણ પ્રકારની છૂટછાટ મળે એવી કોઈ સંભાવના દર્શાય રહી નથી. આગામી મંગળવારના રોજ સુનાવણીમાં જો ઘરમાં દારૂ પીવાની છૂટછાટ…
એકતા જૈનનું નામ મોડલીંગ, એન્કરીંગ અને બોલિવૂડમાં એક્ટીંગના કારણે વખણાતું રહ્યું છે. એકતા જૈન હવે પોતાની સેક્ન્ડ ઈનિંગ્સને દમદાર બનાવવા મચી પડી છે. સ્ટેજથી લઈ સ્ક્રીન સુધીની 18 વર્ષની સફરમાં અનેક ચઢાવ-ઉતાર જોનારી આ અભિનેત્રી હવે પાછળ વળીને જોવા માંગતી નથી. સિલ્વર સ્ક્રીન પર પોતાના અભિનયના ઓજસ પાથરવા માટે થનગનાટ કરી રહી છે. “શાદી વિથ જૂગાડ” સાથે એકતા જૈન નવા કિર્તીમાનો સર કરવા અગ્રેસર છે. 1999 મોડલીંગથી એકતાએ મોડલીંગની શરૂઆત કરી હતી. હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃતમાં સ્ટેજ પ્લે કરી એકતાએ કરીયરનો પ્રારંભ કર્યો હતો. ત્યાર બાદ એકતાએ પાછા વળીને જોયું નથી. તેની પહેલી ટીવી સિરીયલ હતી “નયના”. સહારા પર…
સીબીઆઈમાં ચાલી રહેલા ડખામાં સરકારે ડાયરેક્ટર આલોક વર્માને રજા પર ઉતારી દઈ નાગેશ્વર રાવને કમાન સોંપી દેતાં છંછેડાયેલા આલોક વર્માએ અદાલતના દ્વાર ખટખટાવ્યા છે. આલોક વર્માએ સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમા પડકારતા શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. સરકારે બુધવારે આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને રજા પર ઉતારી દેવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે આલોક વર્માની તમામ જવાબદારી તેમનાથી જૂનિયર અધિકારી નાગેશ્વર રાવને સુપરત કરી હતી. સરકારના આ નિર્ણયને આલોક વર્માએ સુપ્રીમમાં પડકાર્યો છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ પીટીશન દાખલ કરી 26મી ઓક્ટોબર એટલે કે શુક્રવારે સુનાવણી કરવાની તારીખ નક્કી કરી છે. આલોક વર્માએ સીબીઆઈના હંગામી ચીફ બનેલા રાવની નિમણૂંકને પણ પડકારી…
કચ્છના મુન્દ્રા તાલુકાના છસરા ગામે જુની અદાવતનું મનદુ:ખ રાખીને કુંભાર અને આહિર યુવકો વચ્ચે ભાલા સહિતના જીવલેણ હથિયારો વડે લોહિયાળ ધિંગાણું ખેલાયું હતું. જેમાં છસરાના મહિલા સરપંચનો પુત્ર અને સસરાનું તેમજ આહિર જ્ઞાતિના ચાર પિતરાઈ ભાઈઓ સહિત કુલ 7ને આ ધિંગાણાંમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાંથી 6ના સારવાર મળે તે પુર્વે મોત નીપજ્યા છે. જ્યારે એક મુસ્લિમ યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભુજ ખસેડાયો છે. બનાવના પગલે નાના એવા ગામમાં ભારે હડકંપ મચી જવા પામી છે. મુન્દ્રા તાલુકાના છસરા ગામે અગાઉના ઝઘડાને લઈને બે જુથ વચ્ચે ઘાતક હથિયારો સાથે ખૂની ખેલ ખેલાયો હતો. મંગળવારે મોડી રાત્રે આહિર સમાજના 4 યુવકો…
સીબીઆઈમાં ડાયેરક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચે ચાલી રહેલી તુમુલ લડાઈના પરિણામે સરકારે બન્ને અધિકારીઓને રજા પર ઉતારી દીધા છે અને સીબીઆઈની કમાન નાગેશ્વર રાવને સુપ્રત કરી દેવામાં આવી છે. નાગેશ્વર રાવ હાલ સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર છે. આલોક વર્માના તમામ કાર્યો હવેથી રાવ જોશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનીગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્વ લાંચ લેવાનો કેસ દાખલ કરવામાં આવ્યા બાદ અસ્થાનાએ લાંચની ફરીયાદને કોર્ટમાં ચેલેન્જ કરી છે અને 29મી તારીખ સુધીનો સ્ટે મેળવી લીધો છે. દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈને નિર્દેશ આપ્યા છે કે અસ્થાનાની સામેની અપરાધિક કાર્યવાહીને યથાવત રાખવામાં આવે પણ…