રેસિયા ઝીલ (Lake Resia) ટાયરોલ (Tyrol) ની અલ્પાઇન ક્ષેત્રમાં આવેલું છે. તે સૌથી શ્રેષ્ઠ મશહુર આર્ટિફિશિયલ તળાવમાંનું એક છે. તેનું પાણી બર્ફિલું છે અને તેની વચ્ચે 14 શતાબ્દીના એક ચર્ચની મીનાર પણ આવેલી છે. ટાયરોલ (Tyrol) નામની જગ્યા ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝરલેન્ડની બોર્ડમાં છે. રિપોર્ટ મુજબ જ્યારે અનેક વર્ષો પછી તેની મરામત કરવાની શરૂઆત કરવામાં આવી તો તેનું પાણી અસ્થાયી સ્વરૂપે સુકાઈ ગયું. ત્યારે લોકોને પાણીની અંતર ડુબી ગયેલા ગામના ફોટા જોવા મળ્યા. લેક રેસિયાને જર્મનમાં રેસચેન્સી નામથી પણ ઓળખવામાં આવે છે. 1950 માં તળાવમાં સમાયા પહેલા અહીં ક્યુરોન નામનું ગામ હતું. જેમાં હજારો લોકો રહેતા હતા. એક હાઈડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ બનાવવા માટે…
કવિ: Dharmistha Nayka
બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આજે પણ લોકો સાથે ભૂવા અને અસામાજીક તત્વો તંત્ર મંત્રના નામે છેતરપીંડી આચરે છે. આવી જ એક ઘટનાનો વિડીયો પાલનપુર થી સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જે મામલે ત્રણ લોકો સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના સોશિયલ મિડિયામાં એક વ્યક્તિ તંત્ર મંત્રના જાપ કરી કોરોના પોઝીટીવ દર્દીની સારવાર કરતો હોય તે પ્રકારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જે વિડીયો વાયરલ થતાં જ તંત્ર એકશનમાં આવ્યું. પોલીસે વિડીયો મામલે તપાસ હાથધરી તો જાણવા મળ્યું કે વિડીયો પાલનપુર શહેરના રામજી નગર લક્ષ્મીપુરા નું હોવાનું સામે આવ્યું. જે બાદ પાલનપુર પશ્ચિમ પોલીસે સમગ્ર મામલે તપાસ…
આકાશમાંથી પડેલા પથ્થર જેવા ટુકડાઓ ઉલ્કાપિંડ હતા. તે જ સમયે, આ પત્થરો જે લંડનમાં પડ્યાં તેનું નામ વિંચકોમ્બે ઉલ્કાપિંડ છે. તે ફેબ્રુઆરી મહિનામાં પડ્યા હતા અને હવે તે સંગ્રહાલય માં રાખવામાં આવશે.તમે આજકાલ સોશિયલ મીડિયા અથવા મીડિયા અહેવાલોમાં વાંચ્યું હશે કે એક ઘેટાં ચરાવતા માણસને ખેતરમાં એક વિશિષ્ટ પથ્થર મળ્યો, જેની કિંમત કરોડો રૂપિયા છે. આ પહેલીવાર નથી, કારણ કે આવા અહેવાલો પહેલા પણ આવ્યા છે જેમાં એવું કહેવામાં આવે છે કે ખેડૂત ખેતરમાં મળેલા પત્થરોથી સમૃદ્ધ થી ગયો. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે પત્થરોમાં ખાસ શું છે અને તે આટલા મોંઘા કેમ છે. ફેબ્રુઆરીમાં, લંડનના એક ગામમાં…
ભલે કોફી,કોક, શોટ્સ ઘણું પીણાના ટ્રેન્ડ લિસ્ટમાં ઉભેરાતું જતું પરંતુ ચાનું પ્રથમ સ્થાન હજુ સુધી કોઇ જુટવી શક્યું નથી. જેની સવાર જ ‘કડક મીઠી અને કટીંગ’થી પડતી હોય તેવા અમદાવાદી રસીયાઓ રોજના ચા પાછળ સરેરાશ 75 થી 95 રૂપિયાનો ખર્ચ કરે છે. ટપરી પર કટિંગમાંથી પણ અડધી કરેલી ચાને આગ્રહ કરીને મિત્રને પીવડાવવાનો ટ્રેન્ડ હજુ આજે પણ એકદમ ફ્રેશ છે. વ્હાઇટ ટી, યેલો ટી, બટર્ડ યાક્સ મિલ્ક ટી, બબલ ટી અને બ્લુમિંગ ફ્લેવર્ડ ટીની બોલબાલા વધશે .યંગસ્ટર્સમાં ઇલાયચી, ચોકલેટી, જીંજર, પાન, રોઝ અને રેગ્યુલર મસાલા ફ્લેવર ટી ઓલ ટાઇમ ફેવરીટ છે જ્યારે ગુલાબી કશ્મીરી ચા, કુલ્લડ ચા અને તંદુરી ચાનો…
વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે રસીકરણ અભિયાનને વેગ નહીં અપાય અને કોરોના સંબંધી સાવચેતીઓના પાલનમાં લોકો બેદરકાર રહેશે તો 6-8 મહિનામાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. આઇઆઇટી, હૈદરાબાદના પ્રોફેસર એમ. વિદ્યાસાગરે કહ્યું કે રસીકરણ અભિયાનને વેગ આપવા ઉપરાંત કોરોના અટકાવવાના નિયમો (પ્રોટોકોલ)નું પણ સંપૂર્ણપણે પાલન કરવું પડશે. તો જ કોરોનાની ત્રીજી લહેર અટકાવી શકાશે. પ્રો. વિદ્યાસાગર સૂત્ર મોડલ દ્વારા સંક્રમણના ઉતાર-ચઢાવનું અનુમાન કરનારા વિજ્ઞાનીઓમાં સામેલ છે. કેન્દ્ર સરકારના વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજય રાઘવનના જણાવ્યા મુજબ, વાઇરસ રૂપ બદલશે તેમ-તેમ કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વધશે. એઇમ્સના ચેરમેન ડૉ. નવનીત વિગે પણ કહ્યું કે કોરોના સંકટ એક ગતિશીલ સ્થિતિ છે…
એવું કહેવાય છે કે પ્રેમ ઉંમર જોઈને થતો નથી. જ્યારે કોઈ ગમવા લાગે છે ત્યારે ફક્ત તે જ વ્યક્તિના વિચારો આવે છે. આવું જ કઈંક આ કિસ્સામાં જોવા મળી રહ્યું છે, જેને વાંચ્યા પછી તમે કહેશો કે પ્રેમમાં ઉંમર માત્ર એક નંબર છે બીજું કઈ નથી.આ બંને વચ્ચે નીકટતા છ વર્ષ પહેલા 2015માં આવી, જ્યારે 18 વર્ષની ઉંમરમાં છોકરાને 71 વર્ષની વૃદ્ધ મહિલા સાથે પ્રેમ થયો.18 વર્ષનો ગેરી હાર્ડવિક (Gary Hardwick)તેની કાકી લિઝાના અંતિમ સંસ્કારમાં પહોંચ્યો હતો, ત્યારે તેણે પોતાની ફ્યુચર વાઈફ અલ્મેડાને જોઈ અને તેને પ્રેમ થઈ ગયો. તે સમયે અલ્મેડાની ઉંમર 71 વર્ષ હતી અને તે તેના પુત્ર…
AIIMS દિલ્હીના આરપી સેન્ટર ફોર ઓપ્થેલ્મિક સ્ટડીએ ગયા બુધવારે પોતાના કોવિડ વોર્ડમાં મ્યુકોમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસની વહેલી તકે તપાસ અને તેને અટકાવવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈનમાં કોવિડ વોર્ડમાં જોખમવાળા તમામ દર્દીઓની ઓળખ કરવા અને તેમનામાં બ્લેક ફંગસની પ્રાથમિક તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. ગાઈડલાઈનમાં કોરોના દર્દીઓને પોતાની તપાસ કરાવવા સિવાય તેમની રાખનારાઓને પણ બ્લેક ફંગસના લક્ષણો પર ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. ડૉક્ટરોના અનુસાર, મ્યુકોમાઈકોસિસના કેસ કોરોનાનાં તે દર્દીઓમાં જોવા મળી રહ્યા છે જેમને સ્ટેરોઈડ આપવામાં આવી હતી. ખાસ કરીને તે લોકોમાં જે ડાયાબિટીસ અને કેન્સરથી પીડિત છે. ડૉક્ટરનું કહેવું છે કે, ડાયાબિટીસ અને બ્લેક…
ધોરણ.10 માં સરકારે માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલ સંચાલકો હજુ પણ પ્રવેશના મુદ્દે મૂંઝવણમાં છે. સુરતમાં ધોરણ 11 ની સાયન્સ અને સામાન્ય પ્રવાહની 600 જેટલી સ્કૂલોમાંથી 220 સ્કૂલોએ 26 હજાર વિદ્યાર્થીઓના પ્રવેશ ફાઈનલ કર્યા હોવાનું સ્કૂલ સંચાલક મંડળના અધ્યક્ષ દિનકર નાયક અને સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળના પ્રમુખ સવજી હૂડેએ જણાવ્યું હતુ. દરેક સ્કૂલે તેમના વર્ગની ક્ષમતા છે તેનાં કરતા વધુ પાંચ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હજુ પણ 53 હજાર વિદ્યાર્થીઓના પ્રવેશની કામગીરી બાકી છે જેમાં આઈટીઆઈ અને ડિપ્લોમામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. શહેરની સંખ્યાબંધ સ્કૂલો એવી પણ છે…
વૈશાખ મહિનાના સુદ પક્ષની આઠમના રોજ દેવી બગલામુખીનો પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવે છે. આ કારણે આ તિથિને બગલામુખી જયંતિ તરીકે ઊજવવામાં આવે છે. બગલામુખી માતા ધર્મમાં 10 મહાવિદ્યાઓમાંથી એક છે. કાંગડા જનપદના કોટલા વિસ્તારમાં બગલામુખીનું સિદ્ધ શક્તિપીઠ છે. પોતાની ઈચ્છા પૂરી કરવા માટે લોકો અહીંયા આવે છે. માતા બગલામુખીનું મંદિર જ્વાલામુખીથી 22 કિલોમીટર દૂર વનખંડી નામની જગ્યાએ આવેલું છે. આ રાષ્ટ્રીય માર્ગ પર કાંગડા એરપોર્ટથી પઠાનકોટ તરફ 25 કિલોમીટર દૂર કોટલા વિસ્તારમાં પહાડી પર છે. આ મંદિર પ્રાચીન કોટલા કિલ્લાની અંદર છે. બગલામુખીનું મંદિરમાં હવન કરવાનું વિશેષ મહત્ત્વ છે. તેનાથી મુસીબતોમાંથી છૂટકારો મેળવવાની સાથે બીમારીઓ દૂર થાય છે. તેમજ દુશ્મનો પર…
આ વખતે પંચાંગ ભેદ હોવાના કારણે વૈશાખ મહિનાના સુદ પક્ષની એકાદશી તિથિ બે દિવસ માનવામાં આવી રહી છે એટલે 22 અને 23 મે, બંને દિવસે એકાદશી વ્રત કરવામાં આવશે. તેને મોહિની એકાદશી પણ કહેવામાં આવે છે. વૈશાખ મહિનાના સુદ પક્ષમાં આ તિથિ હોવાના કારણે ભગવાન વિષ્ણુની પૂજા, વ્રત અને દાન માટે આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. સ્કંદ પુરાણના વૈષ્ણવખંડ પ્રમાણે આ દિવસે સમુદ્ર મંથનથી અમૃત પ્રકટ થયું હતું અને ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરીને અમૃતની રક્ષા કરી હતી. આ એકાદશીનું વ્રત કરનાર લોકોએ એક દિવસ પહેલાં એટલે દશમ તિથિની રાતથી જ વ્રતના નિયમોનું પાલન કરવું જોઇએ. આ…