કવિ: Dharmistha Nayka

પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક દીકરીએ પોતાના સગા બાપને જ કેરોસીન છાંટીને સળગાવી નાખ્યા હતા. આ સમગ્ર બનાવ ઘટના સ્થળે લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે અને પોલીસે યુવતીની ધરપકડ કરીને કેસની તપાસ શરૂ કરી છે. જાણવા મળ્યા મુજબ 22 વર્ષીય યુવતીએ પહેલા પોતાના પિતાને રેસ્ટોરામાં ભોજન કરાવ્યું હતું અને દારૂ પણ પીવડાવ્યો હતો. ત્યાર બાદ પિતા જ્યારે નશામાં ચૂર થઈ ગયા ત્યારે તેણે કથિત રીતે પિતાની હત્યા કરી દીધી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ઘટનાની વિગતો આપતા જણાવ્યું કે, યુવતી રવિવારે રાતે પોતાના પિતા સાથે રેસ્ટોરામાં ગઈ હતી અને ત્યાં તેણે…

Read More

ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં પણ જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ઉત્તરાખંડમાં કુંભ પૂર્વે કોરોનાનો ખતરો મંડારવા લાગ્યો છે. તેનું સૌથી મોટું કારણ પર્યટન છે. મળતી માહિતી મુજબ 22 મુસાફરોની એક બસ ગુજરાતથી આવી હતી અને આ મુસાફરો ચાર દિવસ ઋષિકેશમાં ફરી રહ્યા હતા, અને ત્યાર પછી તેઓ અહીંથી રવાના થયા હતા. તેમના ગયા પછી જ્યારે તમામનો કોરોના રિપોર્ટ કરાવ્યો તો તમામ મુસાફરોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જ્યાં તમામ મુસાફરોના આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 22 મુસાફરો કોરોના સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી.બીજી તરફ કોવિડ -19 એ પમ ઉત્તરાખંડમાં પણ રફતાર પકડાઈ છે. સોમવારે, કોરોનાના 104 નવા કેસોમાં…

Read More

કોરોના વેક્સિન લઈ ચૂકેલાં પોલીસ અિધકારીઓ અને કર્મચારીઓ કોરોના અંગેની ચર્ચા કરે છે અને વિતેલા વર્ષ દરમિયાનની ગતિવિધઓ યાદ કરે છે. વર્ષ 2020ની તા. 22 માર્ચે જનતા કર્ફ્યૂ લાદવામાં આવ્યો ત્યાર પછી લોકડાઉનની સિૃથતિએ લોકોને વિહવળ બનાવી દીધાં હતાં. એ સમયે બંિધયારપણું અનુભવતાં લોકો પર પોલીસે અનેક જગ્યાએ દંડાવાળી કરવી પડી હોય તેવા કિસ્સા વિવાદી બન્યાં હતાં. લોકોની માનસિક સ્થિતિ જોતાં પોલીસને કાયદાનુસાર કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો.દંડાવાળી ભૂલીને પોલીસે દંડવાળી કરવાની કડક અમલવારી શરૂ કરી. કોરોનામાં દંડાવાળીથી પોલીસે શરૂ કરેલી સફર અત્યારે દંડવસૂલાત પર કેન્દ્રિત છે. તિજોરીમાં 115 કરોડની ધરખમ આવક થઈ તેનાથી સરકારને હાશ છે. હવે, દંડનો બીજો…

Read More

યુપીના મુરાદાબાદ જિલ્લામાં પરિસીમન બાદ અહીં 643 ગ્રામ પંચાયત થઈ ગઈ છે. આ તમામ ગ્રામ પંચાયતોનું વર્ષ 1995નો આધાર માનીને પ્રશાસને અનામત યાદી જાહેર કરી દીધી છે. આ યાદીને આધાર માનીને અમુક ઉમેદવારો પછાત જ્ઞાતિમાં લગ્ન પણ કરી લીધા હતા. પંચાયત અને જિલ્લા પંચાયતના વોર્ડમાં અનામતની ફોર્મ્યુલા અપનાવવામાં આવી હતી. તમામ યાદીઓ ફાઈનલ થઈ ગઈ છે.આ તમામની વચ્ચે લખનઉ હાઈકોર્ટે વર્ષ 2015નો આધાર માનીને ત્રિસ્તરીય પંચાયત ચૂંટણીઓ માટ અનામત જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ પ્રશાસને નવી ફોર્મ્યુલા અંતર્ગત અનામત કરવાનું કહી રહ્યા છે. મોડી સાંજે અનામત યાદી જાહેર થયા બાદ ગામડાઓમાં રાજકીય અખાડા ઉભા થઈ રહ્યા છે. જે…

Read More

બિહારની કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેમાં કાયદાકીય ઝીણવટને જગ્યાએ માનવીય જીવનના ભાગને અતિ મહત્વ આપવામાં આવ્યુ છે. કિશોર ન્યાય પરિષદના મુખ્ય દંડાધિકારી માનવેન્દ્ર મિશ્રએ ફક્ત ત્રણ દિવસમાં જ કેસનો નિકાલ કરી કિશોર અને કિશારોની લગ્નને કાયદેસરની માન્યતા અપાવી હતી. સાથે જ જેલમાં બંધ આરોપી કિશોરને છૂટો પણ કરાવ્યો હતો. આ નિર્ણયથી કિશોર અને કિશારીની આઠ મહિનાની માસૂમ બાળકને તેના દાદા-દાદીના ઘરે જવાનો રસ્તો સાફ થઈ ગયો છે.આ રાજ્યનો પ્રથમ કેસ છે, જ્યાં ફક્ત ત્રણ મહિનામાં આ કેસનો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક નિર્ણયે કેટલાય નવા રેકોર્ડ બનાવ્યા છે. કિશોર-કિશોરીના લગ્ન કાયદેસરના ગણાવતા તેમના દ્વારા જન્મેલી આઠ મહિનાની…

Read More

રણની કાંધીએ અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની તીવ્ર અછત સર્જાય છે. જ્યારે આ વર્ષે ડીસા તાલુકાના ઝેરડા ગામમાં ખેતરોમાં બનાવેલા બોરમાંથી ખારું પાણી આવતા હજારો હેક્ટર જમીનમાં ખેતીનો પાક નિષ્ફળ જઇ રહ્યો છે. લોકોએ સિંચાઈ માટે તો ઠીક પરંતુ  પીવા માટે પણ બહારથી ટેન્કર મંગાવીને પાણી પીવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.ડીસા તાલુકાના ઝેરડા ગામના ખેડૂતો પાસે 20-20, 30 -30 વિઘા જમીન પોતાની હોવા છતાં અને પોતાની જમીનમાં બોર હોવા છતાં પણ અહીંના ખેડૂતોએ પીવા માટે બહારથી પાણીનું ટેન્કર મંગાવવું પડે છે, કારણ કે અહીંના બોરમાં હવે મીઠું નહિ પણ ખારું પાણી આવે છે. અહીંના ખેડૂતો…

Read More

સ્ત્રીઓ હોય કે પુરુષ, બધાને દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. કેમ કે કેલ્શિયમ, આયોડિન, પોટેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન ડી વગેરે તમામ જરૂરી પોષકતત્ત્વોનો સમૂહ દૂધમાં જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે દૂધ સાથે કઇ વસ્તુઓ ન પીવી જોઈએ? એવી ઘણી વસ્તુઓ છે, જેને દૂધ સાથે લેવાની ડોક્ટરો મનાઈ કરતા હોય છે.દૂધ સાથે જેનું સેવન ન કરી શકાય તેમાં સૌથી પહેલું નામ માછલીનું છે. કારણ કે દૂધ ઠંડુ અને માછલી ગરમ છે. તેથી દૂધ સાથે માછલી ન ખાવાની સલાહ આપવામાં આવે છે. આ કરવાથી, ગેસ, ત્વચા એલર્જી રોગ થવાની સંભાવના છે.લીંબુ, જેકફ્રૂટ દૂધ સાથે ન પીવું જોઈએ.…

Read More

અમદાવાદના બાપુનગરમાં આવેલી હોટેલ અતિથિ પેલેસમાં હત્યાની ઘટના બની છે. પતિએ પત્નીની હત્યા કરી. જે બાદ પતિએ પોતાનું ગળું કાપવાનો પણ પ્રયાસ કર્યો. જેથી ઇજાગ્રસ્ત પતિને સારવાર માટે ખસેડાયો. બાપુનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.બીજી તરફ એફએસએલે પણ સ્થળ પર પહોંચી સાયન્ટિફિક પુરાવાઓ એકત્રિત કર્યા. 16 તારીખે મૃતક મહિલાના પિતાનું અવસાન થયું હતું. જે બાદ તેમના પતિ અને સાસરીયાઓ તેણીના પિયરમાં જ હતા. પરિવારમાં બંને પુત્રો સાથે બંને બહેનોને પરણાવવામાં આવી હતી.

Read More

ચંદીગઢની 25 વર્ષીય મહિલાને તેની પીરિયડ્સ દરમિયાન તેની આંખોમાંથી લોહી નીકળવાની સમસ્યા છે. આ મહિલાનો મામલો બ્રિટીશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયો હતો. 5 વર્ષ પહેલાં, મહિલાએ આંખોમાંથી લોહી નીકળવા પર ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. આ સમય દરમિયાન, સ્ત્રીને કોઈ પણ પ્રકારનો દુખાવો કે અન્ય સમસ્યા ન હતી. આવું તેની સાથે બે વાર બન્યું. ઘણા પરીક્ષણો કર્યા પછી પણ ડોકટરો આ વિચિત્ર સમસ્યાને સમજી શક્યા નહીં. આ કેસનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી, ડોકટરો સમજી ગયા કે ફક્ત પીરિયડ દરમિયાન મહિલાની આંખોમાંથી લોહી નીકળતું હતું. મહિલાના અનેક પરીક્ષણો બાદ તપાસમાં બહાર આવ્યું છે કે આ દુર્લભ સ્થિતિ ‘ઓક્યુલર વાઇકરિયસ માસિક સ્રાવ’ (Ocular Vicarious Menstruation)…

Read More

કોરોના વાયરસના ફરીથી તેજીથી વધતા જતા કેસોની વચ્ચે જો તમે તમારું અને તમારા પરિવારનું ફેમિલી ચેકઅપ કરાવો છો તો તેનાથી તમે ટેક્સમાં છૂટનો ફાયદો પણ લઇ શકો છો. એ માટે તમારે 31 માર્ચ 2021 પહેલાં ચેકઅપ કરાવવાનું રહેશે. અનેક હોસ્પિટલે પણ ઇમ્યુનિટી પેકેજીસ ડિઝાઇન કર્યા છે. જેમાં મહિલા, પુરૂષો અને સીનિયર સિટીઝન માટે અલગ-અલગ પેકેજ છે. આવું કરીને તમે તમારી તપાસની સાથે ઇમ્યુનિટી પણ બૂસ્ટ કરી શકો છો અને ઇન્કમ ટેક્સનો લાભ પણ. ઇન્કમટેક્સની સેક્શન 80 અંતર્ગત મેડિકલ ઇન્શ્યોરન્સ માટે આપવામાં આવતા પ્રીમિયમ પર ટેક્સ બચાવી શકાય છે. જો તમે ખુદની માટે, પાર્ટનર માટે અથવા તો બાળકો માટે પ્રીમિયમ ચૂકવો છો…

Read More