પાકિસ્તાનના લાહોર શહેરમાં એક બાર્બરનો વિડીયો આ દિવસોમાં સોશિયલ મિડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં બાર્બર હથોડા, ધારદાર ચાકુ અને આગથી વાળોને કાપતો જોવા મળે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તે બાર્બર લાહોરના લોકોને વાળ કાપવામાં ઘણા સમયથી આવી રમુજ ટેકનિકનો પ્રયોગ કરી રહ્યો છે. આ અજીબોગરીબ રીતે આજસુધીમાં કોઈને ઈજા પહોંચી નથી. હવે વાયરલ થઈ રહેલા આ વિડિયોને સોશ્યલ મિડિયામાં લાખો લોકોએ નિહાળ્યો છે. વાળ કાપનારા આ બાર્બરનું નામ અલી અબ્બાસ છે. તેની લાહોરમાં દુકાન છે. મોટાભાગે તેની દુકાનમાં વાળ કપાવા માટે યુવાઓની ભારે ભીડ જામે છે. અલી અબ્બાસે પાકિસ્તાનની એક ચેનલ સાથે વાત કરતા કહ્યું…
કવિ: Dharmistha Nayka
રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયાનો દોર શરૂ કર્યો છે. સરકારના વિવિધ વિભાગોની 1427 જગ્યાઓ માટે ભરતી બહાર પડાઇ છે. GPSCએ વર્ગ-1, 2 અને 3ની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરી છે. રાજ્ય સરકારે તબીબી અધિકારી, વર્ગ-2ની 1000 જગ્યાઓ માટે જાહેરાત બહાર પડાઇ છે. વિવિધ વિષયના ટ્યુટર, ગુજરાત તબીબી સેવા માટે પણ જાહેરાત કરાઈ છે. આ સાથે જ નાયબ સેક્શન અધિકારી, ખેતી ઇજનેર, રાજ્ય વેરા નિરીક્ષક, ચીફ કેમીસ્ટ ભરતી માટે જાહેરાત બહાર પડાઇ છે તેમજ સરકારી હોમિયોપેથી કોલેજો ખાતે વિવિધ વિષયના લેક્ચરર માટે પણ GPSC ભરતી કરાશે. વર્ગ- 3ની 19 જગ્યાઓ રાજ્ય વેરા નિરીક્ષક માટે, વર્ગ-3ની 243 જગ્યાઓ ચીફ કેમીસ્ટ માટે…
કોરોનાને કારણે આ વખતે સ્કૂલ અને કોલેજોમાં સત્ર મોડું શરૂ થયું છે. જેથી અભ્યાસ અને પરીક્ષા પણ મોડી શરૂ થઈ છે. આજથી ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે. જેમાં વિદ્યાર્થીઓ ઘરેથી અને સ્કૂલે આવીને પરીક્ષા આપી શકે તેમ હતું, પરંતુ કોરોનાના કેસ વધતા મોટા ભાગના વિદ્યાર્થીઓએ ઘરેથી જ પરીક્ષા આપવાનું પસંદ કર્યું છે. શહેરની તમામ સ્કૂલોમાં બપોરે 2 અલગ અલગ સમયે પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓની પરીક્ષા 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી લેવાઈ હતી. જ્યારે 6 થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા બપોરે 2 વાગે લેવાઈ હતી. 3 થી 5ના વિદ્યાર્થીઓની 40 માર્કસની જ્યારે 6 થી8…
દેશમાં પ્રથમ વખત થ્રી-ડી મોડલવાળા ઇમ્પ્લાંટ બનાવવાની ટેકનોલોજી વિકસિત કરાઈ છે. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સીએસઆઈઆર) ની ભોપાલ સ્થિત એડવાન્સ મટિરિયલ એન્ડ પ્રોસેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકાસ કરાયેલી આ ટેકનોલોજી સ્ટીલ કે ટાઈટેનિયમની સાથે 1 ટકા કાર્બન આધારિત ધાતુ ગ્રેફિનને મિલાવીને ઇમ્પ્લાન્ટને 40 ટકા સુધી વધારે મજબૂત બનાવી દીધા છે. મજબૂતી વધવાનો ફાયદો એ છે કે ઈમ્પ્લાન્ટ હવે ઓછા વજનના બનાવી શકાશે. આ ઈમ્પ્લાન્ટ એ બિલકુલ હાડકાંની જેમ કામગીરી કરશે. ઇમ્પ્લાન્ટ હાલમાં સ્ટીલ અથવા ટાઈટેનિયમથી બનાવવામાં આવે છે. ગ્રેફિન ધાતુ વધારે મોંઘી નથી આવતી એટલે રૂપિયામાં વધારે તફાવત નહીં આવે. ભવિષ્યમાં ઇમ્પ્લાન્ટના ભાવમાં ઘટાડો આવવાની સંભાવના છે. ગ્રેફિનથી…
રાજ્યમાં ઘણી વાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે અથવા તો તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. જેમાં ક્યારેક કોઇ ટ્રાફિક પોલીસકર્મી ખોટી રીતે ગાડીઓ રોકીને પૈસા ઉઘરાવતા હોય છે. સામાન્ય જનતાને ખોટી રીતે પરેશાન કરીને ક્યારેક તેઓ મેમો ફાડવાને બદલે બારોબાર રૂપિયા પડાવીને વહીવટ કરી લેતા હોય છે. ત્યારે તાજેતરમાં જ એક એવો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક ટ્રાફિક પોલીસ જવાન રસીદ આપ્યા વિના પૈસા ઉઘરાવી રહ્યો છે. ભરૂચ જિલ્લાનાં આમોદમાં કરજણ ચોકડી પાસે વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવતો પોલીસનો એક વીડિયો વાયરલ થયો છે. ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાન ગાડીઓને રોકી પૈસા ઉઘરાવતો હોય…
ભારતમાં ઘણા એવા ધાર્મિક સ્થળો છે જ્યાં મહિલાઓને જવાની મંજૂરી નથી, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં ઘણા એવા મંદિરો છે જ્યાં પુરુષોનું જવુ વર્જિત માનવામાં આવે છે. આ મંદિરોમાં ફક્ત મહિલાઓ જ પૂજા કરી શકે છે. ચાલો આપણે જાણીએ કે ભારતનાં કયા મંદિરો છે જ્યાં પુરુષોને જવાની મંજૂરી નથી. તામિલનાડુમાં દેવી કન્યાકુમારીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવતીદેવીના બાળ સન્યાસ સ્વરુપની પૂજા કરવામાં આવે છે. રાજયના દક્ષિણ છેડાને સ્પર્શતું આ મંદિર શકિતપીઠોમાંનું એક ગણાય છે. આ મંદિરના ગર્ભગૃહમાં પુરુષો પ્રવેશ કરી શકતા નથી માત્ર બહાર ઉભા રહીને દર્શન કરી શકે છે. બિહારમાં મુઝફફરપૂરમાં આવેલું માતાનું મંદિર છે જેમાં અમૂક…
રાજસ્થાનના બારાંમાં શનિનારે રાત્રે 10 વાગે નેશનલ હાઈવે-90 પર ગેંગરેપની ઘટના બની છે. બાઈકથી ગામ પરત ફરતાં દંપતીને એક વૃદ્ધ સહિત પાંચ લોકોએ રોક્યાં હતા અને પછી તેમને બંધક બનાવ્યા હતા. ત્યારપછી તે બંનેને ધમકાવીને બાજુના ખેતરમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં બદમાશોએ પત્નીની સાડીથી પતિના હાથ-પગ અને મોઢું બાંધ્યા હતા અને તેની સામે જ પત્ની સાથે ગેંગરેપ કર્યો હતો. ઘટનાની માહિતી મળતાં જ SP વિનીત કુમાર બંસલ, ASP વિજય સ્વર્ણકાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે પીડિત મહિલાને હોસ્પિટલ મોકલી અને પતિના હાથ-પગ ખોલ્યા હતા. બહેન અને જીજાના ના આવવાથી અંધારામાં રસ્તાના કિનારે ઉભેલી છોકરી રડવા લાગી હતી. તેણે ત્યાંથી…
ચીનના પાટનગર બેઈજિંગમાં છેલ્લા 10 વર્ષનો સૌથી ખતરનાક સેન્ડ સ્ટ્રોમ આવ્યું છે. આજે એટલે કે 15 માર્ચ 2021ના રોજ આવેલા આ વાવાઝોડાના કારણે સમગ્ર બેઈજિંગ શહેર પીળા રંગથી ઢંકાઈ ગયું છે. ઘણાં વિસ્તારોમાં લાઈટ્સ ચાલુ કરવી પડી છે. રસ્તાઓ પર પણ લોકોએ હેડલાઈટ્સ ચાલુ કરીને વાહન ચલાવવા પડ્યાં છે. લોકોએ મોઢા પર માસ્ક પહેરીલીધા છે અને ચહેરો ઢાંકી લીધો છે. બેઈજિંગમાં વાયુનું ગુણવત્તા સ્તર 1000ને પાર થઈ ગયું છે. જેને ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ સૌથી ઘાતક ગણાવ્યું છે. 400થી વધારે ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. આ ધૂળનું વાવાઝોડું મંગોલિયાથી શરૂ થયું છે. બેઈજિંગ આસપાસ યલો એલર્ટ જાહેર કરાયું બેઈજિંગમાં સોમવારે લોકોને…
પોલેન્ડમાં 50 વર્ષનો એક શખ્સ છેલ્લા 17 વર્ષથી ડ્રાઇવિંગ શીખી રહ્યો છે અને 192 વખત ડ્રાઇવિંગ ટેસ્ટ આપી ચુક્યો છે. મજાની વાત તો એ છે કે તે દરેક વખતે ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ જ થયો છે. જે આ દેશનો એક રેકોર્ડ છે. બે દશકથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપતો આ શખ્સ 1 લાખથી વધુની ફી પણ ભરી ચુક્યો છે.જણાવી દઈએ કે પોલેન્ડમાં ડ્રાઈવર લાયસન્સ માટે કોઈ પણ વ્યક્તિએ પહેલા એક થિયરી ટેસ્ટ આપવી પડે છે અને ત્યારબાદ એક પ્રેક્ટિકલ ટેસ્ટ આપવાની હોય છે. ખાસ વાત તો એ છે કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ ગમે તેટલી વખત આ પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષામાં…
કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનથી 276 કીમી દૂર આવેલા કલાચી ગામના લોકોને અચાનક જ ઉંઘ આવવા લાગે છે. એટલું જ નહી ઉંઘ આવે ત્યારે સમય કે સ્થળનું ભાન રહેતું નથી. સ્કુલમાં ગયેલા છોકરાઓ હોય કે કામ પર ગયેલા પુરૃષો રસ્તામાં જ સુઇ ગયા હોવાના દાખલા બને છે. બે મિત્રો વહેલી સવારે છાપું વાંચતા કે નાસ્તો કરતા કરતા પણ નસકોરા બોલાવવા લાગે છે. ગામની એક મહિલા ઘરના પગથિયા ચડતી હતી ત્યારે અચાનક જ બેસીને ઉંઘવા લાગી હતી. નવાઇની વાત તો એ છે કે આ થાકના લીધે આવી ગયેલું નાનકડું ઝોકું નહી પરંતુ ઢોલ નગારા વગાડો તો પણ ઉઠે નહી તેવી ઉંઘ હોય છે. ઘણા…