રાજ્યમાં ઘણી વાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે અથવા તો તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. જેમાં ક્યારેક કોઇ ટ્રાફિક પોલીસકર્મી ખોટી રીતે ગાડીઓ રોકીને પૈસા ઉઘરાવતા હોય છે. સામાન્ય જનતાને ખોટી રીતે પરેશાન કરીને ક્યારેક તેઓ મેમો ફાડવાને બદલે બારોબાર રૂપિયા પડાવીને વહીવટ કરી લેતા હોય છે. ત્યારે તાજેતરમાં જ એક એવો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક ટ્રાફિક પોલીસ જવાન રસીદ આપ્યા વિના પૈસા ઉઘરાવી રહ્યો છે. ભરૂચ જિલ્લાનાં આમોદમાં કરજણ ચોકડી પાસે વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવતો પોલીસનો એક વીડિયો વાયરલ થયો છે. ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાન ગાડીઓને રોકી પૈસા ઉઘરાવતો હોય…
કવિ: Dharmistha Nayka
ભારતમાં ઘણા એવા ધાર્મિક સ્થળો છે જ્યાં મહિલાઓને જવાની મંજૂરી નથી, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં ઘણા એવા મંદિરો છે જ્યાં પુરુષોનું જવુ વર્જિત માનવામાં આવે છે. આ મંદિરોમાં ફક્ત મહિલાઓ જ પૂજા કરી શકે છે. ચાલો આપણે જાણીએ કે ભારતનાં કયા મંદિરો છે જ્યાં પુરુષોને જવાની મંજૂરી નથી. તામિલનાડુમાં દેવી કન્યાકુમારીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવતીદેવીના બાળ સન્યાસ સ્વરુપની પૂજા કરવામાં આવે છે. રાજયના દક્ષિણ છેડાને સ્પર્શતું આ મંદિર શકિતપીઠોમાંનું એક ગણાય છે. આ મંદિરના ગર્ભગૃહમાં પુરુષો પ્રવેશ કરી શકતા નથી માત્ર બહાર ઉભા રહીને દર્શન કરી શકે છે. બિહારમાં મુઝફફરપૂરમાં આવેલું માતાનું મંદિર છે જેમાં અમૂક…
રાજસ્થાનના બારાંમાં શનિનારે રાત્રે 10 વાગે નેશનલ હાઈવે-90 પર ગેંગરેપની ઘટના બની છે. બાઈકથી ગામ પરત ફરતાં દંપતીને એક વૃદ્ધ સહિત પાંચ લોકોએ રોક્યાં હતા અને પછી તેમને બંધક બનાવ્યા હતા. ત્યારપછી તે બંનેને ધમકાવીને બાજુના ખેતરમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં બદમાશોએ પત્નીની સાડીથી પતિના હાથ-પગ અને મોઢું બાંધ્યા હતા અને તેની સામે જ પત્ની સાથે ગેંગરેપ કર્યો હતો. ઘટનાની માહિતી મળતાં જ SP વિનીત કુમાર બંસલ, ASP વિજય સ્વર્ણકાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે પીડિત મહિલાને હોસ્પિટલ મોકલી અને પતિના હાથ-પગ ખોલ્યા હતા. બહેન અને જીજાના ના આવવાથી અંધારામાં રસ્તાના કિનારે ઉભેલી છોકરી રડવા લાગી હતી. તેણે ત્યાંથી…
ચીનના પાટનગર બેઈજિંગમાં છેલ્લા 10 વર્ષનો સૌથી ખતરનાક સેન્ડ સ્ટ્રોમ આવ્યું છે. આજે એટલે કે 15 માર્ચ 2021ના રોજ આવેલા આ વાવાઝોડાના કારણે સમગ્ર બેઈજિંગ શહેર પીળા રંગથી ઢંકાઈ ગયું છે. ઘણાં વિસ્તારોમાં લાઈટ્સ ચાલુ કરવી પડી છે. રસ્તાઓ પર પણ લોકોએ હેડલાઈટ્સ ચાલુ કરીને વાહન ચલાવવા પડ્યાં છે. લોકોએ મોઢા પર માસ્ક પહેરીલીધા છે અને ચહેરો ઢાંકી લીધો છે. બેઈજિંગમાં વાયુનું ગુણવત્તા સ્તર 1000ને પાર થઈ ગયું છે. જેને ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ સૌથી ઘાતક ગણાવ્યું છે. 400થી વધારે ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. આ ધૂળનું વાવાઝોડું મંગોલિયાથી શરૂ થયું છે. બેઈજિંગ આસપાસ યલો એલર્ટ જાહેર કરાયું બેઈજિંગમાં સોમવારે લોકોને…
પોલેન્ડમાં 50 વર્ષનો એક શખ્સ છેલ્લા 17 વર્ષથી ડ્રાઇવિંગ શીખી રહ્યો છે અને 192 વખત ડ્રાઇવિંગ ટેસ્ટ આપી ચુક્યો છે. મજાની વાત તો એ છે કે તે દરેક વખતે ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ જ થયો છે. જે આ દેશનો એક રેકોર્ડ છે. બે દશકથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપતો આ શખ્સ 1 લાખથી વધુની ફી પણ ભરી ચુક્યો છે.જણાવી દઈએ કે પોલેન્ડમાં ડ્રાઈવર લાયસન્સ માટે કોઈ પણ વ્યક્તિએ પહેલા એક થિયરી ટેસ્ટ આપવી પડે છે અને ત્યારબાદ એક પ્રેક્ટિકલ ટેસ્ટ આપવાની હોય છે. ખાસ વાત તો એ છે કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ ગમે તેટલી વખત આ પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષામાં…
કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનથી 276 કીમી દૂર આવેલા કલાચી ગામના લોકોને અચાનક જ ઉંઘ આવવા લાગે છે. એટલું જ નહી ઉંઘ આવે ત્યારે સમય કે સ્થળનું ભાન રહેતું નથી. સ્કુલમાં ગયેલા છોકરાઓ હોય કે કામ પર ગયેલા પુરૃષો રસ્તામાં જ સુઇ ગયા હોવાના દાખલા બને છે. બે મિત્રો વહેલી સવારે છાપું વાંચતા કે નાસ્તો કરતા કરતા પણ નસકોરા બોલાવવા લાગે છે. ગામની એક મહિલા ઘરના પગથિયા ચડતી હતી ત્યારે અચાનક જ બેસીને ઉંઘવા લાગી હતી. નવાઇની વાત તો એ છે કે આ થાકના લીધે આવી ગયેલું નાનકડું ઝોકું નહી પરંતુ ઢોલ નગારા વગાડો તો પણ ઉઠે નહી તેવી ઉંઘ હોય છે. ઘણા…
અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત કામદારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. હવે, જો તેઓ પણ ઇચ્છે, તો તેઓ દર મહિને ઓછામાં ઓછા 3000 રૂપિયા પેન્શન મેળવી શકે છે. અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે, કેન્દ્રની મોદી સરકારે વર્ષ 2019 માં વડા પ્રધાન શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી છે. સરકારની આ યોજના અંતર્ગત ઘરઘાટી, ડ્રાઇવરો, પ્લંબર, મોચી, દરજી, રિક્ષા ચાલકો, ધોબી અને ખેતમજૂરો પણ તેનો લાભ લઈ શકશે. આ અંતર્ગત આવા લોકોને 60 વર્ષની વય પૂર્ણ કર્યા પછી દર મહિને ઓછામાં ઓછી 3 હજાર રૂપિયા પેન્શન મળશે. વળી, જો કોઈ લાભાર્થી પેન્શન મેળવતી વખતે મૃત્યુ પામે છે, તો તેનું 50 ટકા પેન્શન તેના જીવનસાથીને પેન્શન…
આ વીડિયો દક્ષિણ અમેરિકાના કોલમ્બિયાના એક પાર્કનો છે. ત્યા હાજર મહિલાને પહેલાં એમ હતું કે તે કોઈ વુડન ક્રિએચર છે પરંતુ અચાનક આ ઘોસ્ટ બર્ડે મૂવમેન્ટ કરતાં મહિલા ગભરાઈ હતી. મહિલાએ આ સમગ્ર ઘટના પોતાના કેમેરામાં કેદ કરી છે અને હવે તેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.આ પક્ષી ‘ઘોસ્ટ બર્ડ’ નામથી એટલા માટે વાઈરલ છે કારણ કે તેની આંખો મોટી છે અને તેનો અવાજ ડરામણો છે. આ પક્ષીનું નામ potoo (પોટૂ) છે. મેક્સિકોમાં એક પાર્કમાં મહિલાની નજર આ ‘ઘોસ્ટ બર્ડ’ પર ગઈ. તેણે કેમેરાથી આ ડરામણાં પક્ષીને શૂટ કરવાનું શરૂ કર્યું. જેવી મહિલા તેની નજદીક કેમેરા લઈ ગઈ તેણે અચાનક…
મેડિકલ સાયન્સના જમાનામાં ડુંગળીનું એટલું મહત્વ રહ્યું નથી પરંતુ સાયન્સે પણ એના ફાયદા સ્વીકાર્ય છે. આજે અમે તમને જણાવી રહ્યા છે કે જો તમે રાત્રે સૂતી સમયે ડુંગળીને પાસે રાખી સુઈ જાઓ છો તો એના ફાયદા જોઈ તમે પણ હેરાન થઈ જશો. જો તમે ડુંગળીને ચાર ભાગમાં કાપી પોતાની સાથે બેડ પર પાસે લઇ સુઈ જાઓ તો તમને થનારી શરદી-ખાંસીની સમસ્યા દૂર થઈ શકે છે. ડુંગળીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જેને લઇ બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં રાહત મળે છે. એવું માનવામાં આવે છે કે જુના જમાનામાં તમામ લોકોને ઇન્ફેક્શનથી બચાવવા માટે આ જ રીતનો ઉપયોગ કરતા હતા. ડુંગળીને બેડ પર સાથે…
ભારતમાં વેક્સિનેશનની શરૂઆત થઈ ચૂકી છે. ફ્રંટલાઈન વર્કર્સ બાદ હવે 45 વર્ષની ઉંમરથી વધારે નાગરિકોને પણ વેક્સિનેશનની સૂવિધા અપાઈ રહી છે. કોરોના મહામારી હજપ પણ સમાપ્ત નથી થઈ એવામાં આવનારા સમયમાં વેક્સિન સર્ટિફિકેટ લોકો માટે ઓળખપત્રના રૂપમાં કામ કરી શકે છે. એટલે કે જો તમે કોઈ યાત્રા કરવા કે કોઈપણ કામ કરવા માટે તમારે વેક્સિનેશન સર્ટિફીકેટ બતાવવુ પડશે. કોવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટ તમે વેક્સિન લગાવ્યા બાદ ડાઉનલોડ કરી શકો છો. જે લોકોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે તે પોતાનું વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકે છે. તેને ડાઉનલોડ કરવા માટે તમારે CoWin વેબસાઈટ અથવા એપ પર જવુ પડશે. તે ઉપરાંત તમે આરોગ્ય સેતૂ…