ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે.પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને પછી નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે.સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને પગલે ભાજપે આજથી સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરી છે.8 વિધાનસભા ની પેટા ચૂંટણીમાં પાસ થયેલ સી.આર.પાટીલ હવે સ્થાનિક સ્વરાજય નો જંગ જીતવા કમર કસી રહ્યા છે,ત્યારે ગઈકાલે જ તેમણે જણાવ્યું હતું કે 52 વર્ષથી ઉપરના પાર્ટીના લોકોને ટીકીટ આપવામાં નહીં આવે અને યુવાનોને ઝંપલાવી આ ચૂંટણી જીતવી જોઈએ તેવું મારુ માનવું છે જેને પગલે 52 વર્ષથી ઉપરના વરિષ્ઠ આગેવાનો હવે પોતાના પરિવાર ના સભ્યો માટે ટીકીટ માંગવા નું શરૂ કરી દેવામાં આવ્યું છે. એક તરફ પરિવાર વાદ માટે…
કવિ: satyadaydesknews
કોરોના કાળનો સદાયને માટે અંત આવે તે હેતુથી સમગ્ર દેશમાં આઠ દિવસથી આરોગ્ય વિભાગના ડોક્ટર,હેલ્થ ઓફિસર, હેલ્થ વર્કસ અને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને રસી આપવાનું અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત અમદાવાદ જીલ્લાના સાત તાલુકાઓમાં અને નવ સેશન સાઈટ પર આજ રોજ રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ ૬૪૧ કોરોના વોરિયર્સને રસી આપવાનો લક્ષ્યાંક પુરો પાડવામાં આવ્યો હતો. કાર્યરત સાણંદ જનતા હોસ્પિટલના સ્થાપક ડોક્ટર તપન શાહ કહે છે કે, ‘ શરૂઆતમા સ્ટાફ ની અનિચ્છા, આસપાસના લોકોનોં વિરોધ, સાધનોની અછત જેવી અનેક સમસ્યાઓ આવી પણ અમારો જુસ્સો બુલંદ હતો અને કોઈ એ તો પહેલ કરવી જ પડશે એવા મક્કમ ઇરાદા સાથે…
દિકરીઓ લગીરેય દિકરાઓથી ઉણી ઉતરતી નથી અને જરૂર પડ્યે દિકરીઓ દિકરાઓની તુલનાએ વધુ મક્કમતાથી નિર્ણય લેતી હોય છે” – આ વાતનું જ્વલંત ઉદાહરણ અમદાવાદ સિવિલમાં જોવા મળ્યું હતું. અમદાવાદના ઘાટલોડિયાના મીનાબહેનની ત્રણ દિકરીઓએ બ્રેઇનડેડ જાહેર કરાયેલી માતાને માત્ર ફોટોફ્રેમ અથવા સ્મૃતિમાં સાચવવાના બદલે તેમના અંગોનું દાન કરી અન્ય 3 દર્દીને જીવનદાન આપી સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. મીનાબહેનના સંતાનોના આ પ્રેરણાદાયી કાર્યએ ગુજરાત સરકારના અંગદાનના પ્રયાસોને વધુ બળકટ બનાવ્યાં છે. કહેવાય છે કે જીવન એક વરદાન છે, અને ભારતીય સંસ્કૃતિમાં અન્યોને મદદ કરવી કે જરૂરિયાતમંદોને જીવતદાન આપવું એ ઇશ્વરના આશિષ મેળવી આપે એવું ઉમદા કાર્ય ગણાયું છે. આજના…
હાલ કોરોનાની મહમારીમાંથી લોકો બહાર આવી રહ્યા છે રોજિંદા જીવન અને વ્યવહારનું ગાડું પાછું ધીમે ધીમે પાટે ચઢવા લાગ્યું છે. આ મહામારી દરમ્યાન નાના થી નાના અને મોટા થી મોટા ઉદ્યોગ જીવન જરૂરિયયાતની વસ્તુ સર્વે જગ્યાએ મોટી અસર પડી છે ખાસ કરીને તેમાં છે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ. પરંતુ આ કોરોનારૂપી પડકારને ઝીલવા ગુજરાતની પ્રજા તેમજ ખાસ કરી અમદાવાદના લોકો, બાળકો તટસ્થ બની સામનો કરવામાં સફળ રહ્યા છે. કપરા કોરોના કાળમાં પણ સ્કૂલના વિદ્યાર્થીઓ, સ્કૂલના શિક્ષકો, બાળકોના વાલીઓ સમાજ માટે જરૂરી તેમજ જરૂરિયાતમંદ લોકો માટે ચાલતી આવતી સેવાકીય પ્રવૃત્તિઓને કાયમ રાખી છે…એ પછી પક્ષી બચાવો અભિયાન હોય, સેફ્ટી વિક હોય કે…
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું પશ્ચિમ ઝોન નું એસ્ટેટ ખાતું અને પાલડી વોર્ડ નું ઈજનેર ખાતું એટલી હદે બિલ્ડરના ઘૂંટણિયે પડી જાય છે કે જાણે અધિકારીઓના પગાર જ આ બિલ્ડર ચુકાવતો હોય. અમદાવાદના પાલડી વોર્ડમાં પ્રીતમનગર પાસે સુદામા રિસોર્ટ ની પાછળ શાંતિકૃપા રેસિડેન્સી નામની સ્કીમ બાંધવામાં આવી છે જેમાં આજદિન સુધી બી.યુ. પરમિશન આપવામાં આવેલ નથી તેમ છતાં બિલ્ડર નેહલ શાહ અને બાબુ શેઠ દ્વારા ગટર પાણીના કનેક્શન ગેરકાયદેસર જોડાણ કરી ને લોકોને રહેવા માટે આપી દેવામાં આવ્યા છે જેને લઈ ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના એસ્ટેટ ખાતા દ્વારા આજદિન સુધી…
આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું થઈ શકે છે એલાન કાલે બપોરે રાજ્ય ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સની શક્યતા 21 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાની ચૂંટણીની સંભાવના પ્રથમ તબક્કામાં કોર્પોરેશન અને પાલિકાની ચૂંટણી યોજાઈ શકે છે 28 ફેબ્રુઆરીએ બીજા તબક્કાની ચૂંટણીની શક્યતા કાલે ચૂંટણીપંચ કરી શકે છે સત્તાવાર જાહેરાત કાલથી રાજ્યમાં લાગુ થશે આચારસંહિતા છ કોર્પોરેશન, 31 પંચાયતની છે ચંટણી 231 તા.પંચાયત અને 80 પાલિકાની છે ચૂંટણી
અમદાવાદના જુહાપુરા ફતેહવાડી રોડ પર આરોપીને પકવા ગયેલ પોલીસ પર હુમલાની ઘટના બની હતી. જેમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી સિદ્ધાર્થસિંહ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસને જોઈ ભાગવા ગયેલા આરોપીએ પોલીસકર્મી પર કાર ચડાવી દીધી હતી. પોલીસે આ મામલે તપાસ કરતાં આરોપી અમિન મારવાડી ઇબ્રાહિમ નૂરખા જાટ પાસેથી રિવોલ્વર, તલવાર, બેઝબોલ જેવા હથિયાર મળી આવ્યા હતાં. વેજલપુર પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુ ધર્મ અનુસાર દરેક માસ માં આવતી પૂનમ ની તિથિ નું એક આઘ્યાત્મિક મહત્વ હોય છે. પૂર્ણિમાએક માત્ર એવી તિથિ છે જેમાં ચંદ્રમાં તેણી પૂર્ણ કળાએ ખીલી ઊઠે છે. ચંદ્ર ને પૂનમ તિથિ ખૂબ જ પ્રિય હોય છે. હિન્દુ ગ્રંથોમાં પોષ પૂર્ણિમા ( પોષી પૂનમ ) નાં દિવસ નું પણ વધારે મહત્વ દર્શાવાયું છે. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે વિક્રમ સંવતનો ત્રિજો માસ એટલે પોષ મહિનામાં આવતી પૂનમ. વર્ષભર માં આવતી બાર પૂનમ માંથી પોષી પૂનમ નું મહત્વ ખાસ હોય છે. આ પૂનમ નાં દિવસે માં આદ્યશક્તિ અંબાજી નો ઉત્સવ ઉજવાય છે. અને એ સાથે જ કુંવારી બહેનો…
એ.આઈ.સી.સી.ના ગુજરાતના સંગઠન પ્રભારી શ્રી રાજીવ સાતવજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અને પૂર્વ કેન્દ્રીયમંત્રીશ્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીયમંત્રી ડૉ. તુષારભાઈ ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી હાર્દિક પટેલ, સહિત ધારાસભ્યશ્રીઓ, આગેવાનશ્રીઓ મહાનગરોના ૧૪૩ વોર્ડ, સમગ્ર ગુજરાતના ૧૦૯૬ જીલ્લા પંચાયત સીટ, ૫૨૭૪ તાલુકા પંચાયત સીટ અને ૮૧ નગરપાલિકાઓમાં મહા જન સંપર્ક અભિયાન અંતર્ગત રૂબરૂ જઈને પ્રજાને મળીને તેમના પ્રશ્નોની ચર્ચા કરશે તથા તેને આવનારી ચૂંટણીમાં જનતાના મેનીફેસ્ટોમાં સમાવી વાચા આપશે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ પક્ષ દ્વારા…
શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં દીપડો ફરતો હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. માત્ર એટલું જ નહીં, ગામના લોકોને ખુલ્લામાં નહિ સુવા અને સાવચેત રહેવા ફોરેસ્ટ વિભાગે સૂચના આપી. તેમજ ક્યાંય પણ દીપડો દેખાય તો વન વિભાગને જાણ કરવા પણ જણાવ્યું છે. વસ્ત્રાલની સીમમાં ભયજી જી રાજાજીના ખેતરમાં શક્તિ માં ના મંદિર પાસે દીપડાના પગના નિશાન પણ મળી આવ્યા છે. વન વિભાગે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવા સૂચના આપી રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી તરફથી જાહેર જનતાને સૂચના આપવામાં આવી છે કે, 16 જાન્યુઆરી 2021ની રાત્રે વસ્ત્રાલની આસપાસ દીપડના પગના નિશાન જોવા મળ્યા હોવાથી પશુ પાલકો અને ગામ લોકોએ જાહેરમાં ઉંઘવું નહીં તથા…